હેલ્થ ઇન્શ્યોરન્સમાં કપાતપાત્ર તે રકમ છે જે તમે, તમારી ઇન્શ્યોરન્સ કંપની દ્વારા ચુકવણી કરવામાં આવે તે પહેલાં, તમારા તબીબી ખર્ચ માટે ચુકવણી કરવા માટે સંમત થાવ છો. અન્ય શબ્દોમાં, કપાતપાત્ર એ તમારા હેલ્થ કેર ખર્ચની ચુકવણી કરવા માટે તમારી અને તમારી ઇન્શ્યોરન્સ કંપની વચ્ચેનું કોસ્ટ શેરિંગ છે.
કપાતપાત્ર વિશે વધુ જાણકારી મેળવતા પહેલાં, કૃપા કરીને સમજો કે આ વિચાર coinsurance અને કો-પે (સહ-ચુકવણી) થી અલગ છે. એકથી વધુ પૉલિસીઓમાંથી વળતર મેળવવું તેને કો-ઇન્શ્યોરન્સ કહે છે, જ્યારે આવરી લેવામાં આવેલ ખર્ચને તમારા ઇન્શ્યોરર સાથે શેર કરવા માટે કો-પેનો ઉપયોગ કરવામાં આવે છે.
ચાલો ઉદાહરણની મદદથી આને સમજીએ:
હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદતી વખતે તમે નીચેના વિકલ્પો પસંદ કર્યા હોય તેવી પરિસ્થિતિનો વિચાર કરો:
એસઆઇ (વીમાકૃત રકમ): ₹10 લાખ
કપાતપાત્ર: ₹3 લાખ
હવે, જો તમે ₹4 લાખનો ક્લેઇમ કરો છો, તો ઇન્શ્યોરન્સ કંપની દ્વારા ક્લેઇમની પૂરેપૂરી રકમ ચૂકવવામાં આવશે નહીં. તમારે તમારા ખિસ્સામાંથી ₹3 લાખની ચુકવણી કરવી પડશે અને બાકીના ₹1 લાખ ઇન્શ્યોરન્સ કંપની દ્વારા ચૂકવવામાં આવશે. આમ એટલા માટે કે તમે ₹3 લાખની રકમ કપાતપાત્ર તરીકે પસંદ કરી હતી.
આમ, તમે હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદો તે પહેલાં, તમારી જનરલ ઇન્શ્યોરન્સ કંપની સાથે એસઆઈ અને કપાતપાત્ર વિશેની વિગતવાર ચર્ચા કરવાની સલાહ આપવામાં આવે છે.
અહીં કપાતપાત્ર વિશે જાણવા જેવી કેટલીક મહત્વપૂર્ણ બાબતો આપવામાં આવેલ છે:
- કપાતપાત્ર એ તમારી હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી પર વાર્ષિક ધોરણે લાગુ પડે છે.
- તમે માત્ર એક્સ્ટ્રા કેર પ્લસ પૉલિસી જેવા ટૉપ-અપ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન્સ પર કપાતપાત્ર રકમ પસંદ કરી શકો છો. આને કુલ કપાતપાત્ર રકમ તરીકે ઓળખવામાં આવે છે.
- જેમ કપાતપાત્ર રકમ વધુ, તેમ પ્રીમિયમની રકમ ઓછી. ઉચ્ચ કપાતપાત્ર હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન ને ઉપભોક્તા-લક્ષિત પ્લાન તરીકે પણ ઓળખાય છે. તમે તમારી મેડિકલ હિસ્ટ્રી અને શરીરના પ્રકારના આધારે કપાતપાત્ર રકમ નક્કી કરી શકો છો. ઉદાહરણ તરીકે, જો તમે ભાગ્યે જ બીમાર પડો છો, તો વધુ કપાતપાત્ર અને ઓછું પ્રીમિયમ ધરાવતો હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન પસંદ કરવો વધુ યોગ્ય હોઈ શકે છે.
- કપાતપાત્ર અને કો-પે એ અલગ અર્થ ધરાવતા બે અલગ શબ્દો છે. કપાતપાત્ર એ તમે તબીબી સેવાઓ માટે ચુકવણી કરવાનું પસંદ કરો છો તેવી નિશ્ચિત રકમ છે, જ્યારે કો-પે એ ક્લેઇમની રકમની નિશ્ચિત ટકાવારી છે, જે તમારા ઇન્શ્યોરર દ્વારા ચૂકવવામાં આવે તે પહેલાં, તમારે ચૂકવવાની રહે છે.
- કપાતપાત્રને કારણે એસઆઈ (વીમાકૃત રકમ) ની રકમમાં ઘટાડો થતો નથી, માત્ર પ્રીમિયમની રકમ ઓછી થાય છે.
હેલ્થ ઇન્શ્યોરન્સ એક એવી સર્વિસ છે જે તબીબી ઇમરજન્સીના કિસ્સામાં તમને આર્થિક સુરક્ષા પૂરી પાડે છે. તમારી જરૂરિયાતોને પૂર્ણ કરતી ઇન્શ્યોરન્સ પૉલિસી મેળવવી સલાહભર્યુ છે. કપાતપાત્ર પ્રદાન કરે છે હેલ્થ ઇન્શ્યોરન્સના લાભો જેમ કે ઓછું પ્રીમિયમ પરંતુ સ્વાસ્થ્ય સંપત્તિ કરતાં વધુ મહત્વપૂર્ણ છે, તેથી તમારી કપાતપાત્ર અને હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી બુદ્ધિપૂર્વક પસંદ કરો.
જવાબ આપો