હેલ્થ કેર અને મેડિકલ સુવિધાઓના વધતા ખર્ચ સાથે, દરેક વ્યક્તિ માટે હેલ્થ ઇન્શ્યોરન્સ કવર હોવું આવશ્યક છે. એક સમયે અતિરિક્ત લાભ તરીકે ગણવામાં આવતા હેલ્થ પ્લાન હવે જરૂરિયાત બની ગયા છે. પર્યાપ્ત હેલ્થ ઇન્શ્યોરન્સ કવર ન હોય તો, તે મેડિકલ ઇમરજન્સી દરમિયાન નાણાંકીય મુશ્કેલીઓ ઊભી થાય છે. આવા ગંભીર સમયે તમે પૈસાની ચિંતા કરવાનું ઈચ્છતા નહીં જ હોવ. આ
મેડિકલ ઇન્શ્યોરન્સ ની વધતી જરૂરિયાતને કારણે ઘણા નિયોક્તાઓ તેમના કર્મચારીઓને ગ્રુપ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન ઓફર કરે છે. કર્મચારીઓ એક મુખ્ય સંસાધન છે, જેના પર કોઈ સંસ્થા આધાર રાખે છે. આમ, કોઈ સંસ્થા માટે કર્મચારીઓને ગ્રુપ હેલ્થ ઇન્શ્યોરન્સના આ અતિરિક્ત લાભો ઑફર કરવા જરૂરી બને છે. ગ્રુપ પૉલિસી ક્રેડિટ કાર્ડ, સેવિંગ એકાઉન્ટ અથવા અન્ય સામાન્ય સંગઠનની સમાન કેટેગરીના ધારકો દ્વારા પણ ખરીદી શકાય છે. ગ્રુપ હેલ્થ ઇન્શ્યોરન્સ સુવિધા તમે જે સંસ્થા સાથે સંકળાયેલ છો તેના પર આધારિત છે. આવી સુવિધા માટેની એકમાત્ર જરૂરિયાત એ છે કે આવા ગ્રુપની રચના Insurance Regulatory and Development Authority of India (IRDAI) દ્વારા નિર્ધારિત માર્ગદર્શિકામાં આપેલ જોગવાઇઓ પ્રમાણે કરવી આવશ્યક છે. માસ્ટર પૉલિસી તરીકે પણ ઓળખાતી આ સિંગલ પૉલિસી, ગ્રુપના નામ અને તે ચોક્કસ ગ્રુપ સાથે જોડાયેલા સભ્યોના નામે જારી કરવામાં આવે છે.
ગ્રુપ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનની વિશેષતાઓ
કોઈ વેટિંગ પિરિયડ નથી
ગ્રુપ હેલ્થ ઇન્શ્યોરન્સનો પ્રાથમિક લાભ એ છે કે તેમાં કવરેજ માટે કોઈપણ વેટિંગ પિરિયડ હોતો નથી. આ પ્લાન અન્ય પ્રકારના ઇન્શ્યોરન્સ કવરમાં ફરજિયાત વેટિંગ પિરિયડની જરૂરિયાતને છોડી દે છે. આવા ઇન્શ્યોરન્સના લાભાર્થીઓ કોઈપણ લાંબાગાળાની બીમારીઓ સહિત માટે પહેલા દિવસથી જ કવરેજનો લાભ લઈ શકે છે.
કૅશલેસ સુવિધા
કેટલીક ગ્રુપ હેલ્થ ઇન્શ્યોરન્સ કંપનીઓ હૉસ્પિટલોના ચોક્કસ લિસ્ટ સાથે જોડાણ ધરાવે છે. આ ટાઇ-અપ કૅશલેસ સુવિધાનો લાભ પ્રદાન કરે છે જ્યાં મેડિકલ બિલની ચુકવણી ઇન્શ્યોરર દ્વારા જ કરવામાં આવે છે. આ સાથે, તમે લાંબા અને થકવી દેનારા પેપરવર્કથી છૂટકારાનો લાભ મેળવી શકો છો. તમારે માત્ર એટલું જ કરવાની જરૂર છે કે હૉસ્પિટલમાં દાખલ થવાના સમયે તમારા ગ્રુપ હેલ્થ ઇન્શ્યોરન્સ ઓળખ કાર્ડને રજૂ કરો. તમારી પૉલિસી અંતર્ગત આવતી કોઈપણ સારવારની ચુકવણી સીધી ઇન્શ્યોરન્સ કંપની દ્વારા સેટલ કરવામાં આવે છે.
હૉસ્પિટલાઇઝેશન પહેલા તેમજ પછીના ખર્ચ
હેલ્થ ઇન્શ્યોરન્સનો અતિરિક્ત લાભ,
કર્મચારીઓ માટે ગ્રુપ મેડિક્લેમ પૉલિસી એ છે કે તમારો હૉસ્પિટલાઇઝેશન પહેલાના અને પછીના, બંને ખર્ચ પૉલિસી કવરેજમાં શામેલ છે. આમાં માત્ર હૉસ્પિટલાઇઝેશનનો ખર્ચ જ નહીં, પરંતુ મેડિકલ રિપોર્ટ્સ, એક્સ-રે વગેરે જેવા અન્ય અતિરિક્ત ખર્ચ પણ શામેલ છે. વધુમાં, હૉસ્પિટલમાંથી રજા મળ્યા બાદ, દવાઓનો ખર્ચ પણ તમારા ખિસ્સાને અસર કરી શકે છે તેથી તેને પણ કવર કરવામાં આવે છે.
પહેલેથી હોય તેવી બીમારીઓ માટે કવર
ગ્રુપ હેલ્થ ઇન્શ્યોરન્સની એક હાઇલાઇટ વિશેષતામાં પહેલેથી હોય તેવી બીમારીઓ માટે કવરેજ શામેલ છે. જો તમે કોઈપણ બીમારીથી પીડિત હોવ તો તમારે કવરેજના અસ્વીકાર થવા વિશે ચિંતા કરવાની જરૂર નથી. તમારા ગ્રુપ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન દ્વારા પહેલેથી હોય તેવા તમામ રોગો અથવા અન્ય સ્વાસ્થ્ય સ્થિતિઓને કવર કરી લેવામાં આવે છે. કેટલીક કંપનીઓ ગંભીર બીમારીઓ માટે પણ કવરેજ ઑફર કરે છે, પરંતુ ઇન્શ્યોરન્સ ખરીદતી વખતે આ શરતો જાણી લેવી વધુ સારું છે.
આશ્રિતો માટે કવરેજ
ગ્રુપ પૉલિસી માત્ર પ્રાથમિક અરજદાર માટે જ ઉપલબ્ધ નથી, પરંતુ નજીવા પ્રીમિયમ પર અરજદારના આશ્રિતો માટે પણ ઉપલબ્ધ છે. તેથી, તમારા નિયોક્તા દ્વારા ઑફર કરવામાં આવતા ગ્રુપ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનનો લાભ તમારા તેમજ તમારા માતા-પિતા, જીવનસાથી અને બાળકો માટે પણ ઉપલબ્ધ છે.
પોકેટ-ફ્રેન્ડલી પ્રીમિયમ
ગ્રુપ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન એ કેટલાક સૌથી વ્યાજબી ઇન્શ્યોરન્સ કવર છે જેમાં તમે ઇન્વેસ્ટ કરી શકો છો. અન્ય પ્રકારના ઇન્શ્યોરન્સ પ્લાનની તુલનામાં, તે પોકેટ-ફ્રેન્ડલી હોય છે અને ખાસ કરીને પ્રથમ વખત ઇન્શ્યોરન્સ ખરીદનાર માટે તેમાં કોઈ મગજ ચલાવવાનું નથી. ઉપરોક્ત મુદ્દાઓ એ ગ્રુપ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીની કેટલીક નોંધપાત્ર વિશેષતાઓ છે. વ્યાપક કવરેજ માટે વિશેષતાઓ,
હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનની તુલના કરો, અને તેનું અચૂક વિશ્લેષણ કરો.
જવાબ આપો