સારું જીવન જીવવા માટે હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી મહત્વપૂર્ણ છે, તે વાસ્તવિકતાને કોઈ નકારી શકે નહીં. તે ઇમરજન્સી તબીબી પરિસ્થિતિ માટે કવરેજ પ્રદાન કરવાની સાથે સાથે, તમારી મદદ માટે પ્લાન B તૈયાર છે તેવી માનસિક શાંતિ પણ પ્રદાન કરે છે; અને તે પણ કોઈ મોટા ખર્ચ વિના કરે છે. પરંતુ તેની સાથે, અસંખ્ય હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનમાંથી યોગ્ય હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી પસંદ કરવી એ મૂંઝવણભર્યું હોઈ શકે છે. પૉલિસી ડૉક્યૂમેન્ટમાં વપરાતાં વિવિધ શબ્દોને કારણે ઘણીવાર સામાન્ય વ્યક્તિ માટે ખરીદીની પ્રક્રિયા જટિલ બની જાય છે. આમ, તમે કોઈપણ ઇન્શ્યોરન્સ પૉલિસી નક્કી કરો તે પહેલાં, તમે જે ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ ખરીદો તેની સ્પષ્ટ સમજણ મેળવવામાં મદદરૂપ એવા શબ્દોને સમજવા જોઈએ. આ લેખમાં
હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનનો આવો જ એક શબ્દ, ડોમિસિલરી હૉસ્પિટલાઇઝેશન કવર સમજાવવામાં આવ્યો છે.
ડોમિસિલરી હૉસ્પિટલાઇઝેશનનો અર્થ
ડોમિસિલરી હૉસ્પિટલાઇઝેશન એ તમારી ઇન્શ્યોરન્સ પૉલિસીની એક એવી સુવિધા છે જેના દ્વારા, જો તમારી શારીરિક સ્થિતિને કારણે સારવાર માટે હૉસ્પિટલમાં જવું શક્ય ન હોય, તો ઘરે સારવાર મેળવી શકાય છે. આ સારવાર એવી પરિસ્થિતિમાં ઘરે પ્રદાન કરી શકાય છે જ્યાં બીમારી ગંભીર છે અને દર્દીની શારીરિક સ્થિતિને કારણે તેમનું હલન ચલન મર્યાદિત છે, અથવા જ્યાં કોઈ હૉસ્પિટલમાં બેડ ઉપલબ્ધ નથી. વધુમાં, ઘરે આપવામાં આવતી સારવાર વિશિષ્ટ પ્રકારની હોય છે અને જે તમારી ઇન્શ્યોરન્સ પૉલિસીમાં સ્પષ્ટપણે નિર્ધારિત કરવામાં આવેલ હોય છે. જો કે, તમારે ધ્યાનમાં રાખવું જોઈએ કે કવરેજ મર્યાદિત હોય છે અને તેમાં આયુર્વેદ અને હોમિયોપેથી જેવી વૈકલ્પિક તબીબી શાખાઓને કવરમાંથી બાકાત રાખવામાં આવે છે.
ડોમિસિલરી હૉસ્પિટલાઇઝેશન સુવિધાનો હેતુ
સારવાર ઘરમાં કરાવવી એ સામાન્ય પરિસ્થિતિ નથી, તેથી, તમામ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનમાં ડોમિસિલરી કવર શામેલ નથી. માત્ર મર્યાદિત ઇન્શ્યોરન્સ કંપનીઓ જ આવી સુવિધા પ્રદાન કરે છે, અને બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ તેમાંની એક કંપની છે. વધુમાં, આવું ડોમિસિલરી કવર તમારા બેઝ હેલ્થ ઇન્શ્યોરન્સ કવરેજ ઉપરાંતનું હોવાને કારણે તેને માટે અતિરિક્ત ચુકવણી કરવાની રહે છે. જ્યારે તમે આવું કવર પસંદ કરો, તે વખતે યાદ રાખવું જરૂરી છે કે જ્યારે હલન ચલન મર્યાદિત હોય કે હૉસ્પિટલમાં બૅડ ઉપલબ્ધ ન હોય, ત્યારે આ ઘરે સારવાર મેળવવા માટે આ સુવિધાનો ઉપયોગ કરી શકાય છે.
ડોમિસિલરી હૉસ્પિટલાઇઝેશન કવર હેઠળ સમાવેશ કરવામાં આવેલ બાબતો
દરેક ઇન્શ્યોરન્સ કંપનીનું પોતાનું ડોમિસિલરી હૉસ્પિટલ માટેનું કવર હોય છે, પરંતુ સામાન્ય રીતે 72 કલાકથી વધુ સમયની સારવારનો તેમાં સમાવેશ કરવામાં આવે છે. પેરાલિસિસ અથવા ફ્રેક્ચર જેવી પરિસ્થિતિઓને કારણે હૉસ્પિટલ સુધી ન લઈ જઈ શકાય તેવી વ્યક્તિઓ અથવા પર્યાપ્ત સારવાર ઉપલબ્ધ હોય તેવી હૉસ્પિટલમાં બેડ ઉપલબ્ધ ન હોય તો તેવા કિસ્સામાં આ સુવિધાનો લાભ લઈ શકાય છે. *સ્ટાન્ડર્ડ નિયમો અને શરતો લાગુ
ડોમિસિલરી હૉસ્પિટલાઇઝેશન કવર હેઠળ બાકાત
ઉપર જણાવ્યા મુજબ, ઓછામાં ઓછી 72 કલાકની સારવારને આવરી લેવામાં આવે છે, પરંતુ તેનાથી ઓછા સમયની કોઈપણ સારવારને તેના કવરેજમાંથી બાકાત કરવામાં આવે છે. વધુમાં, ડોમિસિલરી કવરમાંથી સારવાર પહેલાં/પછીના ખર્ચને બાકાત રાખવામાં આવે છે. ઉપર જણાવ્યા અનુસાર, ડોમિસિલરી કવર માત્ર કેટલીક ચોક્કસ સારવારો માટે લાગુ પડે છે; જેવી કે વાઇ અથવા એપિલેપ્સિ, હાઇપરટેન્શન, અસ્થમા, ક્રોનિક નેફ્રાઇટિસ, બ્રોન્કાઇટિસ, ડાયાબિટીસ મેલિટસ અને ઇન્સિપિડસ, ડાયેરિયા, સંધિવા, શરદી અને ઇન્ફ્લુએન્ઝા, મનોવૈજ્ઞાનિક વિકારો, ફેરીન્જાઇટિસ, ગાઉટ, રહ્યુમેટિઝમ, ટૉન્સિલાઇટિસ અને અપર રેસ્પિરેટરિ ટ્રેક્ટ સંબંધિત કેટલીક સમસ્યાઓને કવર કરવામાં આવતી નથી.
ડોમિસિલરી કવર ખરીદતી વખતે યાદ રાખવા જેવી બાબતો
પૉલિસી ઘરે કરાવવામાં આવેલી સારવારને કવર કરે છે, તેથી તે
ફેમિલી હેલ્થ ઇન્શ્યોરન્સ કવર અને સિનીયર સિટીઝન પ્લાન સાથે જોડાણમાં શ્રેષ્ઠ રીતે કામ કરે છે. જો વૃદ્ધ વ્યક્તિઓને હૉસ્પિટલમાં લઈ જઈ શકાય તેમ ન હોય, તો તમારી ઇન્શ્યોરન્સ કંપની દ્વારા નક્કી કરવામાં આવેલ શરતો અનુસાર આ સુવિધાનો લાભ લઈ શકાય છે. અંતમાં, યાદ રાખો કે હેલ્થ ઇન્શ્યોરન્સ એ આધુનિક જીવનની એક જરૂરિયાત છે, અને ડોમિસિલરી કવરેજ તેમાં મૂલ્યવૃદ્ધિ કરે છે. પૉલિસી ડૉક્યૂમેન્ટ કાળજીપૂર્વક વાંચો અને વિવિધ
હેલ્થ ઇન્શ્યોરન્સની તુલના કરો , જેથી તેમને ખરીદતી વખતે માહિતીપૂર્ણ નિર્ણય લઈ શકાય. ઇન્શ્યોરન્સ એ વિનંતીનો વિષય છે. લાભો, બાકાત, મર્યાદાઓ, નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે, કૃપા કરીને ખરીદતાં પહેલાં સેલ્સ બ્રોશર/પૉલિસી નિયમાવલીને કાળજીપૂર્વક વાંચો.
જવાબ આપો