રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144| સર્વિસ: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858

અંગ્રેજી

Claim Assistance
Get In Touch
Motor OTS for Two Wheeler Insurance Claim
29 એપ્રિલ, 2019

મોટર ઓટીએસ - ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ ક્લેઇમ માટે ઑન-ધ-સ્પૉટ સેટલમેન્ટ

બજાજ આલિયાન્ઝ ખાતે અમે અમારા ગ્રાહકોને શ્રેષ્ઠ સર્વિસ પ્રદાન કરીને તેમને કંઈક અલગ અનુભવ પ્રદાન કરવાનો પ્રયત્ન કરીએ છીએ. મોટર ઓટીએસ આવો જ એક પ્રયત્ન છે, જે મોટર ઇન્શ્યોરન્સ ક્લેઇમ સેટલમેન્ટની પ્રક્રિયાને સરળ બનાવે છે. બજાજ આલિયાન્ઝ દ્વારા પોતાના ગ્રાહકોને ₹30,000 સુધીના કાર ઇન્શ્યોરન્સ ક્લેઇમ 20 મિનિટમાં સેટલ કરવામાં મદદ કરવા માટે સૌ પ્રથમ મોટર ઓટીએસ (ઑન-ધ-સ્પૉટ) સુવિધા લૉન્ચ કરવામાં આવી. અમારી કેરિંગલી યોર્સ એપ પર ઉપલબ્ધ મોટર ઓટીએસ સુવિધા, 'ઑન-ધ-સ્પૉટ' સેટલમેન્ટનો વિકલ્પ પ્રદાન કરીને કાર ઇન્શ્યોરન્સ ક્લેઇમ સેટલમેન્ટની પ્રક્રિયાને ઝડપી બનાવે છે. અમે મોટર ઓટીએસ દ્વારા 4000 કરતાં વધુ કાર ઇન્શ્યોરન્સ ક્લેઇમ સેટલ કર્યા છે, જેના પરિણામે એકંદર ક્લેઇમ સેટલમેન્ટની પ્રક્રિયા પૂર્ણ કરવાના સમયમાં 11% નો ઘટાડો નોંધવામાં આવ્યો છે. અમે એક પગલું આગળ વધારવા માંગતા હતા અને અમારા ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ ગ્રાહકોને આ ઝડપી ક્લેઇમ સેટલમેન્ટ પ્રક્રિયાનો લાભ પણ આપવા માંગતા હતા. ટૂ-વ્હીલર ક્લેઇમ માટે મોટર ઓટીએસ સુવિધા વડે અમે તેમ જ કરી રહ્યા છીએ!

ટૂ-વ્હીલર ક્લેઇમ માટે મોટર ઓટીએસના લાભો:

 • મોટર ઓટીએસ સુવિધા ₹10,000 સુધીના ઓન ડેમેજ ક્લેઇમની પ્રક્રિયાને ઝડપી બનાવે છે
 • તમે માત્ર 20 મિનિટમાં ક્લેઇમ રજિસ્ટર અને સેટલ કરી શકો છો
 • તમે અમારી કેરિંગલી યોર્સ એપનો ઉપયોગ કરીને તમારા સ્માર્ટ ફોનમાંથી તરત જ ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ ક્લેઇમ ફાઇલ કરી શકો છો
 • એપમાં જ તમારા દ્વારા તમામ જરૂરી વિગતો ભર્યા બાદ સીધા તમારા બેંક એકાઉન્ટમાં ક્લેઇમની રકમ જમા કરવામાં આવે છે
 • કેરિંગલી યોર્સ એપની આ સુવિધા સમગ્ર ભારતમાં ઍક્સેસ કરી શકાય છે
 • તમારી ક્લેઇમની પ્રક્રિયા સરળ, ઝડપી અને ખૂબ જ સુવિધાજનક બની જાય છે

 

મોટર ઓટીએસ ટૂ-વ્હીલર ક્લેઇમ પ્રોસેસ ફ્લો:

 • તમારા મોબાઇલ ડિવાઇસ પર અમારી કેરિંગલી યોર્સ એપ ડાઉનલોડ કરો
 • જો તમે નવા યૂઝર છો, તો પોતાને રજિસ્ટર કરો અને કેરિંગલી યોર્સ એપ પરની વિશેષતાઓ અને સર્વિસને ઍક્સેસ કરવા માટે લૉગ ઇન કરો
 • જો તમે વર્તમાન યૂઝર છો, તો કેરિંગલી યોર્સ એપ પર તમારા વેરિફાઇડ ક્રેડેન્શિયલ સાથે લૉગ ઇન કરો.
 • "પૉલિસી મેનેજ કરો" વિકલ્પ હેઠળ, તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર એસએમએસ દ્વારા પ્રાપ્ત થયેલ ઓટીપી અને પૉલિસી નંબર, પ્રીમિયમ રકમ, મોબાઇલ નંબર અને પૉલિસી નંબર સબમિટ કરીને તમારી ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પૉલિસી ઉમેરો
 • તમારા ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ ક્લેઇમને રજિસ્ટર કરવા માટે "ક્લેઇમ - મારા ક્લેઇમ" વિકલ્પનો ઉપયોગ કરો
 • તમારા ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ ક્લેઇમને રજિસ્ટર કરવા નીચેની વિગતો દાખલ કરો અને તેમ કરવા ઉપયોગ કરો અમારી મોટર ઓટીએસ સુવિધા:
  • અકસ્માતની તારીખ, સમય અને સ્થળ
  • વાહન નિરીક્ષણ માટેનું ઍડ્રેસ
  • વાહનના રજિસ્ટ્રેશનનું રાજ્ય
  • વાહન રજિસ્ટ્રેશન નંબર
  • રજિસ્ટર કરેલ મોબાઇલ નંબર.
  • જાતિ
  • જન્મતારીખ
  • થર્ડ-પાર્ટીની કોઈપણ પ્રકારની સંડોવણી
  • અકસ્માતનું વર્ણન
  • જો રિપેર માટે વર્કશોપમાં મોકલવામાં આવેલ હોય, તો વાહનનું લોકેશન
  • બજાજ આલિયાન્ઝની નજીકની ઑફિસ
  • ડ્રાઇવરનું નામ
  • સંબંધ
  • ડ્રાઇવરનો લાઇસન્સ નંબર
  • લાઇસન્સની સમાપ્તિની તારીખ
  • જારીકર્તા આરટીઓ
  • ડ્રાઇવરનો મોબાઇલ નંબર
 • સેવ પર ક્લિક કરો.
 • રજિસ્ટર પર ક્લિક કરો.
 • "રજિસ્ટર" પર ક્લિક કર્યા પછી, તમને તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર ક્લેઇમ નંબર સાથે એક મેસેજ મળશે.
 • ત્યારબાદ તમારે ક્લેઇમ ફોર્મ સબમિટ કરવાનું રહેશે તથા તમારી એનઇએફટી વિગતો, એપ પર દર્શાવવામાં આવેલ રેફરન્સ ફોટા પ્રમાણે વાહનના ફોટા, ફરજિયાત એવો વીઆઇએન નંબર, ઓડોમીટર રીડિંગ, ક્ષતિગ્રસ્ત પાર્ટ્સનો નજીકથી લેવામાં આવેલ ફોટો, ડ્રાઇવિંગ લાઇસન્સ તથા આરસીના ફોટા અપલોડ કરવાના રહેશે.
 • સબમિટ પર ક્લિક કરો.
 • ક્લેઇમ ફોર્મ તથા અપલોડ કરેલ તમામ ડૉક્યૂમેન્ટની ની ચકાસણી બાદ, તમને ઑફર કરવામાં આવતી વળતરની રકમ સાથે સંમત/અસહમત થવાની લિંક સાથે SMS દ્વારા તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર લાયબિલિટી રકમ પ્રાપ્ત થશે.
 • જો તમે "સંમત" પર ક્લિક કરો છો, તો તમારા ક્લેઇમ પર પ્રક્રિયા કરવામાં આવશે અને તમારા બેંક એકાઉન્ટમાં ક્લેઇમની રકમ જમા કરવામાં આવશે.
 • જો તમે "અસંમત" પર ક્લિક કરો છો, તો અમારી મોટર ક્લેઇમ ટીમ દ્વારા તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર તમારો સંપર્ક કરવામાં આવશે.
 • કેરિંગલી યોર્સ એપનો ઉપયોગ કરીને, તમે "ક્લેઇમની સ્થિતિ" વિકલ્પ હેઠળ તમારા સ્માર્ટફોન પર તમારા ક્લેઇમની સ્થિતિ પણ તપાસી શકો છો.
ટૂ-વ્હીલર મોટર ઓટીએસની પ્રક્રિયાને સમજવા માટે આ સ્લાઇડશેર પ્રેઝન્ટેશન જુઓ.

અમે આશા રાખીએ છીએ કે અમારી મોટર ઓટીએસ સુવિધા વડે તમે તમારા ટૂ-વ્હીલર ક્લેઇમને ઝડપથી અને સુગમ રીતે સેટલ કરવા માટે સરળ ઇન્શ્યોરન્સ ક્લેઇમ પ્રક્રિયાનો ઉપયોગ કરી શકો છો.

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 5 / 5. વોટની સંખ્યા: 18

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે