રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144| સર્વિસ: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858

અંગ્રેજી

Claim Assistance
Get In Touch
PMFBY Scheme: Overview on Eligibility, Documents and more
11 ફેબ્રુઆરી, 2023

પીએમએફબીવાય ક્રોપ ઇન્શ્યોરન્સ - પાત્રતા, ડૉક્યૂમેન્ટ, રજિસ્ટ્રેશન અને ક્લેઇમ પર ઝડપી ઓવરવ્યૂ

કૃષિ એ ભારતમાં ઘણા લોકો માટે આજીવિકાનો મુખ્ય સ્ત્રોત છે અને ખોરાક એ જીવનની સૌથી મહત્વપૂર્ણ જરૂરિયાતોમાંથી એક છે. આપણે કૃષિ ક્ષેત્ર વિશે વાત કરીએ, તો તે ખૂબ જ અનિશ્ચિત છે. તેનું કારણ અમુક પરિબળો જેમ કે હવામાનની સ્થિતિ, પાકને લાગતી બીમારીઓ, કીટકો વગેરે છે, જે ઉપજને પણ પ્રભાવિત કરે છે. ખેડૂતોને કોઈપણ અનિશ્ચિતતા અને પાકના નુકસાન સામે રક્ષણ આપવા માટે, કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે, ફેબ્રુઆરી 18, 2016 ના રોજ એક પહેલ શરૂ કરી હતી, જેનું નામ છે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના (પીએમએફબીવાય).

પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના (પીએમએફબીવાય) શું છે?

પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના એ ભારત સરકારની પહેલ છે. પીએમએફબીવાય યોજના હેઠળ, ખેડૂત તેમના પાકનું ઇન્શ્યોરન્સ કરાવી શકે છે અને વેબ પોર્ટલની સહાયથી કોઈપણ પ્રશ્નો અને સમસ્યાઓનું સમાધાન મેળવી શકે છે. આ પોર્ટલ ભારત સરકારના વિવિધ વિભાગોને લાંબા ગાળે ખેડૂતોને લાભદાયક યોજના વિશે માહિતી પ્રસારિત કરવાની સુવિધા આપે છે. પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના સ્કીમ ભારતીય ખેડૂતોને દુર્ભાગ્યપૂર્ણ ઘટના હેઠળ થતા કોઈપણ નાણાંકીય નુકસાન સામે કવરેજ પ્રદાન કરે છે. પીએમ ફસલ બીમા યોજના એ કુદરતી આપત્તિ, પાકને થતા રોગો, કીટકો, કમોસમી વરસાદ અને તેના જેવી અન્ય ઘટનાઓને કારણે થતા નુકસાનના કિસ્સામાં ઇન્શ્યોરન્સ કવરેજ પ્રદાન કરે છે. આ ખેડૂતોને તેમની આવકને સ્થિર કરવામાં કરવામાં મદદ કરશે અને તેઓ ખેતી કરવાનું ચાલુ રાખે તેમજ નવીન અને આધુનિક કૃષિ પદ્ધતિઓને અપનાવે તે સુનિશ્ચિત કરશે. વધુમાં, તે કૃષિ ક્ષેત્રમાં ધિરાણના પ્રવાહને પણ સુનિશ્ચિત કરે છે. તમે પીએમએફબીવાય પોર્ટલને સરળતાથી ઍક્સેસ કરવા માટે પોર્ટલ લિંકની મુલાકાત લઈ શકો છો: https://pmfby.gov.in/

પીએમએફબીવાય યોજનાની લાક્ષણિકતાઓ

પીએમએફબીવાય યોજનાનો મુખ્ય ઉદ્દેશ 'એક રાષ્ટ્ર, એક પાક, એક પ્રીમિયમ' છે. આ પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના તમામ ભારતીય ખેડૂતોને વ્યાજબી પ્રીમિયમમાં પાક ઇન્શ્યોરન્સ પ્રદાન કરવાનો ઉદ્દેશ ધરાવે છે. ચાલો, પીએમએફબીવાય યોજનાની મુખ્ય લાક્ષણિકતાઓ પર એક નજર નાખીએ:
 • પીએમએફબીવાય યોજના એ લોન લેનાર ખેડૂત માટે સૂચિત પાક માટે પાક લોન/કેસીસી એકાઉન્ટ મેળવવા માટે ફરજિયાત છે.
 • ખેડૂત દ્વારા ચૂકવવાપાત્ર મહત્તમ પ્રીમિયમ ખરીફ ખાદ્ય અને તેલીબિયાંના પાકો માટે 2% હશે. રવિ ખાદ્ય અને તેલીબિયાંના પાક માટે, તે 1.5% છે અને વાર્ષિક વ્યવસાયિક અથવા બાગાયતી પાકો માટે તે 5% રહેશે.
 • ખેડૂતો દ્વારા ચૂકવવાપાત્ર પ્રીમિયમ અને ઇન્શ્યોરન્સ દરના શુલ્કો વચ્ચેનો તફાવત કેન્દ્ર અને રાજ્ય બંને દ્વારા સમાન રીતે શેર કરવામાં આવે છે.
 • આ યોજના 'ક્ષેત્રીય અભિગમ' ના આધારે લાગુ કરવામાં આવી છે. તેની અંદર, મુખ્ય પાક માટે ઇન્શ્યોરન્સ યુનિટ કોઈ ગ્રામ/ગ્રામ-પંચાયતના લેવલનું હશે. અન્ય પાકો માટે, તે યુનિટ ગ્રામ અથવા ગ્રામ-પંચાયતથી ઉપરની સાઇઝનું હોઈ શકે છે.
 • કોઈપણ અટકાવી ન શકાય તેવા કુદરતી જોખમોને કારણે પાકના નુકસાનનું મૂલ્યાંકન 'ક્ષેત્રીય અભિગમ' ના આધારે કરવામાં આવશે’.
 • ટેક્નોલોજીના ઉપયોગને ઘણી હદ સુધી પ્રોત્સાહિત કરવામાં આવે છે. સ્માર્ટફોનનો ઉપયોગ પાકની લણણીની તારીખ નોંધવા/અપલોડ કરવા માટે કરવામાં આવશે. તે ખેડૂતોને ક્લેઇમની ચુકવણીમાં થતા વિલંબને ઘટાડવામાં સક્ષમ કરશે. રિમોટ સેન્સિંગનો ઉપયોગ પાકની લણણીના પ્રયોગોને ઘટાડવા માટે કરવામાં આવે છે.
 • પીએમએફબીવાય એ એનએઆઇએસ/એમએનએઆઇએસના બદલે આવેલી યોજના છે. તેથી, આ યોજનાના અમલીકરણમાં શામેલ તમામ સેવાઓ માટે સર્વિસ ટૅક્સની જવાબદારીમાંથી છૂટ આપવામાં આવે છે.
નોંધ: વિગતવાર માહિતી માટે, કૃપા કરીને પીએમએફબીવાય વેબ પોર્ટલની મુલાકાત લો.

પીએમએફબીવાય માટે જરૂરી મહત્વપૂર્ણ ડૉક્યૂમેન્ટ

પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના માટે જરૂરી તમામ ડૉક્યૂમેન્ટની સૂચિ અહીં પ્રદાન કરેલ છે:
 • ખેડૂતનો પાસપોર્ટ સાઇઝ ફોટો
 • ખેડૂતનો ઓળખનો પુરાવો (આધાર કાર્ડ, પાન કાર્ડ, વોટર આઇડી, ડ્રાઇવિંગ લાઇસન્સ અથવા પાસપોર્ટ)
 • ખેડૂતનો સરનામાંનો પુરાવો (આધાર કાર્ડ, વોટર આઇડી, ડ્રાઇવિંગ લાઇસન્સ અથવા પાસપોર્ટ)
 • જો ખેતર ખેડૂતની માલિકીનું હોય, તો 'ખસરા' પેપર અને એકાઉન્ટ નંબરને સાથે રાખવાની જરૂર રહેશે
 • જો પાકની વાવણી માત્ર ખેતરમાં કરી હોય, તો તેના માટેના પુરાવા રજૂ કરવાની જરૂર રહેશે
 • પુરાવા તરીકે, ખેડૂતોએ પ્રધાન, સરપંચ, ગ્રામ પ્રધાન, પટવારી વગેરે લોકો પાસેથી લિખિતમાં પત્ર લેવાનો રહેશે.

પીએમએફબીવાય પોર્ટલ પર સ્વ-નોંધણી પૂર્ણ કરવાના પગલાં

ભારત સરકારે તમામ ભારતીય ખેડૂતોને પીએમ ફસલ બીમા યોજનાઓ માટે પોતાની નોંધણી કરાવવાની સુવિધા પ્રદાન કરી છે. આ રીતે ખેડૂતો પીએમએફબીવાય ઑનલાઇન નોંધણી માટે સફળતાપૂર્વક આગળ વધી શકે છે:
 1. પીએમએફબીવાય પોર્ટલની મુલાકાત લો https://pmfby.gov.in/
 2. ત્યારબાદ યૂઝરે પોતાની નોંધણી કરવા માટે 'રજિસ્ટર' ટૅબ પર ક્લિક કરવાનું રહેશે.
 3. આવશ્યકતા મુજબ વ્યક્તિગત અને અધિકૃત માહિતી દાખલ કરો.
 4. ત્યારબાદ યૂઝરે આધાર નંબર (ઑટોમેટિક રીતે ચકાસણી કરેલ) અને મોબાઇલ નંબરની (ઓટીપી ચકાસણી) ચકાસણી કરવાની રહેશે.
 5. એકવાર, નોંધણી મંજૂર થયા પછી, યૂઝરને મંજૂર/અસ્વીકાર થયા પર એસએમએસ અથવા ઇમેઇલ દ્વારા સૂચિત કરવામાં આવે છે.

પીએમએફબીવાય ક્રોપ ઇન્શ્યોરન્સ ક્લેઇમની પ્રક્રિયા

પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના માટે ક્લેઇમની પ્રક્રિયા સરળ અને ઝંઝટ-મુક્ત છે. પીએમએફબીવાય યોજનાની ક્લેઇમ પ્રક્રિયામાં શામેલ સામાન્ય પગલાંઓનો ઝડપી સારાંશ અહીં જણાવેલ છે:
 • સૌ પ્રથમ, ઇન્શ્યોરન્સ લેનાર ખેડૂતે તરત જ આપત્તિના 72 કલાકની અંદર ઇન્શ્યોરન્સ કંપની/સંબંધિત બેંક/સ્થાનિક કૃષિ વિભાગ અથવા જિલ્લા અધિકારીઓને નુકસાનની વિગતોની જાણ કરવી જોઈએ.
 • સૂચનામાં ઇન્શ્યોરન્સ લેનાર ખેડૂતની તમામ વિગતો હોવી જોઈએ જેમ કે નામ, અસરગ્રસ્ત સર્વેક્ષણ નંબર મુજબ વીમાકૃત પાક અને અસરગ્રસ્ત વાવેતર ક્ષેત્ર. અન્ય જરૂરી વિગતોમાં છે એનસીઆઇપી મુજબ ખેડૂતનો અરજી નંબર, મોબાઇલ નંબર, કેસીસી એકાઉન્ટ નંબર (લોન લીધેલ ખેડૂતના કિસ્સામાં), અથવા સેવિંગ બેંક એકાઉન્ટ (લોન ના લીધેલ ખેડૂતના કિસ્સામાં, ક્રોપ ઇન્શ્યોરન્સ માટે અરજી કરતી વખતે જાહેર કરેલ મુજબ) ઓળખ અને ચકાસણીના હેતુ માટે.
 • પ્રીમિયમની ચુકવણીની ચકાસણી પોર્ટલમાંથી કરવામાં આવે છે. જો જરૂરી હોય તો તેને બેંક દ્વારા ચકાસી શકાય છે. બેંક મોટાભાગે આવી કોઈપણ વિનંતીની પ્રાપ્તિના 48 કલાકની અંદર ચુકવણીની ચકાસણી કરી આપે છે.
 • મોબાઇલ એપ્લિકેશન-આધારિત 'ક્રોપ ઇન્શ્યોરન્સ એપ' નો ઉપયોગ રેખાંશ/અક્ષાંશની વિગતો અને ફોટા પ્રદાન કરીને લણણી પછીની ઘટનાઓની જાણ કરવા માટે થાય છે.
 • એકવાર ચકાસણી યોગ્ય રીતે પૂર્ણ થયા પછી, ઇન્શ્યોરન્સ ધરાવતા ખેડૂતોના બેંક એકાઉન્ટમાં ક્લેઇમના લાભો ઇલેક્ટ્રોનિક રીતે પ્રદાન કરવામાં આવે છે.

સો વાતની એક વાત

પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના એ ભારત સરકાર દ્વારા કૃષિ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટેની પ્રમુખ યોજના છે. પાક માટેનું ઇન્શ્યોરન્સ એ એક મહત્વપૂર્ણ સાધન છે, જે મોટા અણધાર્યા નુકસાનની સૌથી નાની શક્યતા સામે રક્ષણ આપે છે. યાદ રાખો, પીએમએફબીવાય સ્કીમ તમને કોઈપણ અનિશ્ચિતતા સામે સક્ષમ બનાવશે, જે અન્યથા નાણાંકીય તકલીફ ઊભી કરી શકે છે. *સ્ટાન્ડર્ડ નિયમો અને શરતો લાગુ ઇન્શ્યોરન્સ એ આગ્રહની વિષયવસ્તુ છે. લાભો, બાકાત, મર્યાદાઓ, નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે, કૃપા કરીને વેચાણ પૂર્ણ કરતા પહેલાં સેલ્સ બ્રોશર/પૉલિસી નિયમાવલીને કાળજીપૂર્વક વાંચો.

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 5 / 5. વોટની સંખ્યા: 18

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે