રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144| સર્વિસ: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858

અંગ્રેજી

Claim Assistance
Get In Touch
Schengen Travel Insurance
25 સપ્ટેમ્બર , 2020

શેન્ગન ટ્રાવેલ ઇન્શ્યોરન્સ વિશે સંપૂર્ણ ગાઇડલાઇન

પ્રવાસ માટે હંમેશા સૌથી પ્રિય સ્થળોમાંનું એક હોવાને કારણે, યુરોપના પ્રવાસે જવા ઘણાં લોકો ઈચ્છતા હોય છે. તેની વધતી લોકપ્રિયતાને કારણે, યુરોપમાં મુસાફરી કરતી વખતે શેન્ગન ટ્રાવેલ ઇન્શ્યોરન્સ હોવો ફરજિયાત છે. શેન્ગન ટ્રાવેલ ઇન્શ્યોરન્સ 26 થી વધુ યુરોપિયન દેશોને આવરી લેવાની સાથે દરેક યુરોપિયન મુસાફર માટે અસંખ્ય લાભો પણ ધરાવે છે. તમે એકલ મુસાફરી કરી રહ્યા હોવ કે પરિવાર સાથે, તમે આ સંપૂર્ણ માર્ગદર્શિકા વાંચો, જે તમને શેન્ગન ટ્રાવેલ ઇન્શ્યોરન્સના મહત્વને વધુ સારી રીતે સમજવામાં મદદ કરશે:

શેન્ગન ટ્રાવેલ ઇન્શ્યોરન્સ હેઠળ કયા દેશોને કવર કરવામાં આવે છે?

જ્યારથી યુરોપિયન યુનિયન દેશોએ શેન્ગન ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ફરજિયાત કર્યું છે, ત્યારથી તેમાં કવરેજ હેઠળ 26 દેશો શામેલ છે. તેથી જો તમે યુરોપની મુલાકાતે જાઓ છો, તો તમારી પાસે શેન્ગન ઇન્શ્યોરન્સ હોવો એકદમ જરૂરી છે. આ ઉપરાંત, જો તમે સૂચિમાં ઉલ્લેખિત આમાંથી કોઈપણ 26 દેશોમાં મુસાફરી કરવા માંગો છો તો પણ તમારો વિઝા માન્ય રહેશે. તેથી, શેન્ગન ટ્રાવેલ ઇન્શ્યોરન્સ હેઠળ આવરી લેવામાં આવતા દેશોની સૂચિ પર એક નજર કરો.
ઑસ્ટ્રિયા જર્મની માલ્ટા સ્પેન
બૅલ્જિયમ ગ્રીસ નૅધરલૅન્ડ્સ સ્વીડન
ચેક રિપબ્લિક હંગેરી નૉર્વે સ્વિટ્ઝર્લૅન્ડ
ડેન્માર્ક આઇસલૅન્ડ પોલૅન્ડ -
ઇસ્ટોનિયા ઈટાલી પોર્તુગલ -
ફિન્લૅન્ડ લિથુઆનિયા સ્લોવાકિયા -
ફ્રાંસ લક્ઝમબર્ગ સ્લોવિનિયા -
 

શેન્ગન ટ્રાવેલ ઇન્શ્યોરન્સ મેળવવાના મુખ્ય લાભો શું છે?

જ્યારે તમે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદો છો, ત્યારે તે જરૂરિયાતના સમયે ગ્રાહકોને કવરેજ પ્રદાન કરે છે. આ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાનની મૂળભૂત ભાવનાને અકબંધ રાખીને, શેન્ગન ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસીધારકોને ઘણા લાભો પ્રદાન કરે છે. શેન્ગન ટ્રાવેલ ઇન્શ્યોરન્સની ખરીદી પર ઇન્શ્યોરન્સ કંપનીઓ દ્વારા પ્રદાન કરવામાં આવતા મુખ્ય લાભો અહીં જણાવેલ છે.
  1. મુસાફરી શરૂ થાય તે પહેલાંના 7 દિવસ સુધીમાં, પૉલિસીમાં ઓટોમેટિક વિસ્તરણની સુવિધા પ્રદાન કરે છે.
  2. ફિઝિશિયન દ્વારા સૂચવેલ આકસ્મિક સર્જરી, એક્સ-રે, સ્કૅન જેવા ડાયગ્નોસ્ટિક ટેસ્ટ અને બ્લડ સેમ્પલ અથવા અન્ય કોઈપણ ટેસ્ટ જેવી ઇમરજન્સી સ્થિતિઓ માટે મેડિકલ કવરેજ પ્રદાન કરે છે.
  3. વ્યક્તિગત અકસ્માત કવર, વ્યક્તિગત જવાબદારી કવર, સામાન અથવા પાસપોર્ટનું ગુમ થવું, મુસાફરીમાં વિલંબ અને તેવા અન્ય કવર માટેની જોગવાઈ કરે છે.
  4. મેડિકલ કવર ઉપરાંત ઇમરજન્સી ડેન્ટલ કવર આપવામાં આવે છે.
  5. કેટલીક ઇન્શ્યોરન્સ કંપનીઓ તમે વિદેશમાં હોવ ત્યારે હોમ ઇન્શ્યોરન્સ કવર પ્રદાન કરી શકે છે.

શેન્ગન ટ્રાવેલ ઇન્શ્યોરન્સ માટે કેવી રીતે અરજી કરવાની હોય છે?

શેન્ગન ટ્રાવેલ ઇન્શ્યોરન્સ માટે અરજી કરવાની પ્રક્રિયા જટિલ છે. તેથી, નીચે આપેલી પ્રક્રિયાને અનુસરવી જરૂરી છે. તમે યુરોપ માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ખરીદો, તે પહેલાં તમારે ક્યારે અને કેવી રીતે અરજી કરવી અને તેના માટે કયા ડૉક્યૂમેન્ટ જરૂરી છે તે જાણવું જોઈએ. તેથી, ઝંઝટ-મુક્ત મુસાફરી માટે નીચે આપેલા પગલાંઓ જુઓ:
  1. અરજી કરવા માટેનો યોગ્ય સમય:
જો તમે પસંદ કરેલ પ્રવાસનું સ્થળ શેન્ગન દેશોની સૂચિ હેઠળ આવે છે, તો સીધા તે ચોક્કસ દેશના એમ્બેસી અથવા કોન્સ્યુલેટ પર અરજી કરો. જો તમે એકથી વધુ શેન્ગન દેશોની મુલાકાત લેવાની યોજના બનાવી રહ્યા છો, તો જે તમારી મુસાફરીનો જે મુખ્ય દેશ છે તેના વિઝા માટે તે ચોક્કસ દેશના એમ્બેસી અથવા કોન્સ્યુલેટમાં અરજી કરો.
  1. જરૂરી ડૉક્યૂમેન્ટ:
પ્રવેશ મેળવવા માટે પાસપોર્ટની સાથે સાથે 3 મહિના અને તેનાથી વધુ સમય માટે માન્ય વિઝા મેળવો. જો તમે શેન્ગન દેશોની 2 અઠવાડિયા માટે મુલાકાત લેવાની યોજના બનાવો છો, તો 5 મહિનાના સમયગાળા માટેનો પાસપોર્ટ આવશ્યક છે.
બિઝનેસ પર્યટન સત્તાવાર પ્રતિનિધિમંડળ
● કોઈ ઇવેન્ટમાં ભાગ લેવા માટે કંપની તરફથી આમંત્રણ ● અન્ય ડૉક્યૂમેન્ટમાં ઉક્ત ઇવેન્ટ થઈ રહી હોવાનો પુરાવો આવશ્યક છે ● જો તમે કોઈની સાથે રહો છો, તો હોસ્ટનું આમંત્રણ અથવા લૉજિંગનું કોઈપણ ડૉક્યૂમેન્ટ ● ટ્રાન્ઝિટના કિસ્સામાં, તમારે પ્રૂફ તરીકે ટિકિટની જરૂર પડશે ● તમારા પ્રતિનિધિ મંડળને કન્ફર્મ કરતો થર્ડ પાર્ટીનો પત્ર ● સત્તાવાર આમંત્રણની કૉપી
 

પૉલિસીમાં આ સામેલ છે:

  1. ટ્રિપ કૅન્સલેશન અને વિક્ષેપ
  2. શેન્ગન દેશોમાં મુસાફરી કરતી વખતે તબીબી જરૂરીયાતો
  3. વ્યક્તિગત સામાનનું ગુમ થવું
  4. ફ્લાઇટ કૅન્સલેશન અથવા વિલંબ
  5. હાઇજેક

પૉલિસીમાં આ સામેલ નથી:

  1. અસ્થમા અને ડાયાબિટીસ જેવી પહેલાંથી હાજર તબીબી સ્થિતિઓ
  2. સ્કીઇંગ, સ્ક્યુબા ડાઇવિંગ, પેરાગ્લાઇડિંગ અને તેવા અન્ય એડવેન્ચર સ્પોર્ટ્સ
  3. યુદ્ધ અથવા આતંકવાદનું મોટું જોખમ ધરાવતા દેશોની યાત્રા
  4. કોઈપણ ચેતવણી અથવા લક્ષણો વિના પહેલાંથી હાજર તબીબી સમસ્યાઓનો ઊથલો મારવો
શેન્ગન ટ્રાવેલ ઇન્શ્યોરન્સ સાથે યુરોપની તમારી ફેમિલી ટ્રિપને કેવી રીતે સુરક્ષિત કરવી તે હવે તમે જાણો છો, તો શેની રાહ જોઈ રહ્યા છો? યુરોપની મુસાફરી માટે સ્ટાન્ડર્ડ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૂરતો નથી, ત્યારે શેન્ગન ટ્રાવેલ ઇન્શ્યોરન્સ યુરોપમાં ઝંઝટ-મુક્ત અનુભવ માટે ફરજિયાત છે. સુનિશ્ચિત કરો કે તમે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાનની તુલના કરો અને તમારા અને તમારા પરિવારના સભ્યો માટે યોગ્ય હોય તે પ્લાન પસંદ કરો. તમે તમારી મુસાફરી શરૂ કરો તે પહેલાં તમને અને તમારા પરિવારને અમારા ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન સાથે સજ્જ કરવા માટે બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ વેબસાઇટની મુલાકાત લો.

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 5 / 5. વોટની સંખ્યા: 18

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

  • લેગિટ ગ્લોબલ ડૉક્સ - 6 એપ્રિલ 2021, સાંજે 5:29 કલાકે

    સરસ બ્લૉગ અને આ માહિતી અમારી સાથે શેર કરવા બદલ આભાર.

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે