રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144 સર્વિસ ચૅટ: +91 75072 45858

અંગ્રેજી

Claim Assistance
Get In Touch
What You Need to Know About Exploring Canada in 2023?
31 માર્ચ, 2021

શું કેનેડા માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ફરજિયાત છે?

કેનેડામાં પરિવાર/બિઝનેસ પ્રવાસની યોજના બનાવી રહ્યા છો? તમે જાઓ તે પહેલાં, તમે મુશ્કેલી વગર પ્રવાસ કરી શકો એ માટે તમને કેટલીક બાબતોની જાણકારી હોવી જોઈએ. તેમાંની એક બાબત છે કે માન્ય ટ્રાવેલ ઇન્શ્યોરન્સ હોવો. ટ્રાવેલ ઇન્શ્યોરન્સ એક સુરક્ષિત ઇન્વેસ્ટમેન્ટ છે, જે તમારી મુસાફરીના આનંદને અવરોધિત કરી શકે તેવા વિવિધ સંભવિત જોખમો સામે કવરેજ પ્રદાન કરે છે. આજકાલ, બેલ્જિયમ, જર્મની, હંગેરી, ફિનલેન્ડ વગેરે જેવા ઘણા બધા દેશોએ તેમના પ્રવાસે આવતા લોકો માટે ઇન્શ્યોરન્સ કવર લેવાનું ફરજિયાત બનાવ્યું છે. અહીં આ લેખમાં, આપણે અભ્યાસ કરીશું કે શા માટે વિવિધ દેશો લોકોને ટ્રાવેલ ઇન્શ્યોરન્સ મેળવવા માટે પ્રેરિત કરે છે અને શું કેનેડા માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ફરજિયાત છે? ચાલો, જાણીએ!

કેનેડામાં જતી વખતે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ખરીદવાની જરૂરિયાત શું છે?

કેનેડા એક ખર્ચાળ દેશ છે, ખાસ કરીને ભારતીયો માટે. ઇમરજન્સીના સમયે થનારા ખર્ચ ખૂબ મોટા હોઈ શકે છે. દુર્ભાગ્યે, જો તમારી સાથે કોઈ પણ અણછાજતી ઘટના ઘટિત થાય, તો તે તમારા ખિસ્સાને ખાલી કરવા અને મુસાફરીને ખરાબ કરવા માટે પૂરતી રહેશે. તેથી, તમારા મનમાં કોઈપણ તણાવ રાખ્યા વગર ઇન્શ્યોરન્સ લેવો અને મુક્ત રીતે મુસાફરી કરવી એ વધુ સમજદારીભર્યું છે. જો તમારે કેનેડાની મુસાફરી દરમિયાન હૉસ્પિટલમાં દાખલ થવું આવશ્યક બને છે, તો ટ્રાવેલ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી હૉસ્પિટલના બિલ, પ્રિસ્ક્રિપ્શન દવાઓ અને અન્ય તબીબી ખર્ચ માટેના તમામ ખર્ચને વહન કરશે. આમ, તમને કોઈપણ ફાઇનાન્શિયલ બોજ, જે અન્યથા ફ્લાઇટ ટિકિટના ખર્ચ કરતાં વધુ ખર્ચાળ હોય, તેનાથી બચાવશે. કેનેડા માટેનો એક સ્ટાન્ડર્ડ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ સામાન્ય રીતે કેનેડાની મુસાફરી દરમિયાન કોઈપણ સમયે તબીબી ઇમરજન્સીઓ, બીમારીઓ, અકસ્માતો, પાસપોર્ટ અથવા સામાન ખોવાઈ જવો જેવા નુકસાનો માટે ફાઇનાન્શિયલ સહાય પ્રદાન કરે છે. આ ઇન્શ્યોરન્સ ફ્લાઇટના બોર્ડિંગથી લઇ મુસાફરીના અંત સુધીના ખર્ચને કવર કરે છે.

શું મારે કેનેડામાં મુસાફરી કરવા માટે મેડિકલ ઇન્શ્યોરન્સની જરૂર છે?

આપણા મૂળ પ્રશ્નમાં પાછા આવીએ તો, શું મારે કેનેડામાં મુસાફરી કરવા માટે મેડિકલ ઇન્શ્યોરન્સની જરૂર છે? સીધો જવાબ છે ના. કેનેડા સરકાર તરફથી એવો કોઈ સત્તાવાર નિર્ણય નથી કે જે તમને કેનેડા આવતી વખતે ફરજિયાત મેડિકલ અથવા ટ્રાવેલ ઇન્શ્યોરન્સ લેવાની ફરજ પાડે. જો કે, કેનેડા સરકાર મુલાકાતીઓને દેશમાં આવતા પહેલાં મેડિકલ ખર્ચ અને અન્ય ખર્ચને કવર કરવા માટે હેલ્થ ઇન્શ્યોરન્સ લેવા પ્રોત્સાહિત કરે છે. તે એટલા માટે છે કે કેનેડામાં તમારું રોકાણ સુખદ બને અને ચિંતાથી મુક્ત રહો.

કેનેડામાં ટ્રાવેલ ઇન્શ્યોરન્સના મૂળભૂત કવરેજ અને બાકાત

જો કે ફરજિયાત નથી, પણ પૉલિસીમાં મળતા વિવિધ લાભોને કારણે હંમેશા કેનેડા માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ખરીદવાની સલાહ આપવામાં આવે છે. ચાલો, હવે આપણે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ દ્વારા તેના પૉલિસીધારકોને ઑફર કરવામાં આવતા કવરેજ અને બાકાતને જોઈએ. પૉલિસીમાં શું શામેલ છે:
 • પર્સનલ એક્સિડન્ટ કવર
 • પાસપોર્ટ ખોવાઈ જવો
 • મેડિકલ ઇમરજન્સી કવર
 • સામાનનું નુકસાન અથવા ચોરી
 • મુસાફરી કૅન્સલ થવાને કારણે વળતર
 • વ્યક્તિગત જવાબદારી
પૉલિસીમાં શું શામેલ નથી:
 • અસ્થાયી પહેલાંથી હાજર બીમારીઓ માટે મેડિકલ કવર.
 • આત્મહત્યાનો પ્રયત્ન, પોતાને ઇજા વગેરેથી ઉદ્ભવતા કોઈપણ ક્લેઇમ.
 • કાયદો અને વ્યવસ્થાના ભંગને કારણે થયેલા નુકસાન માટેના ક્લેઇમ.

જો જરૂરી હોય તો ટ્રાવેલ ઇન્શ્યોરન્સ માટે ક્લેઇમ કેવી રીતે કરવો?

ટ્રાવેલ ઇન્શ્યોરન્સનો ક્લેઇમ કરવાની પ્રક્રિયા અત્યંત સરળ છે. દુર્ઘટના થતાંની સાથે જ ઇન્શ્યોરન્સ કંપનીને કૉલ અથવા ઇમેઇલ દ્વારા જાણ કરો. ગ્રાહક સેવા પ્રતિનિધિ તમારો સંપર્ક કરશે અને તમને ક્લેઇમની પ્રક્રિયામાં મદદ કરશે.

પ્રક્રિયા:

 1. ઇન્શ્યોરન્સ કંપનીના એજન્ટનો સંપર્ક કરો અને ઘટના વિશે તેમને જાણ કરો.
 2. અધિકારીઓને જાણ કર્યા બાદ, તેઓ તમારા કેસની તપાસ શરૂ કરશે.
 3. તમારી પૉલિસીનો સંપૂર્ણપણે રિવ્યૂ કરવામાં આવશે.
 4. તમારા કેસ મુજબ, નુકસાનીનું મૂલ્યાંકન કાં તો સ્થાનિક એજન્ટ દ્વારા અથવા અન્ય કોઈપણ માધ્યમ જેમ કે ફોટા, વિડિયો વગેરે દ્વારા હાથ ધરવામાં આવશે.
 5. ક્લેઇમ સેટલમેન્ટ કરવામાં આવશે.

વારંવાર પૂછાતા પ્રશ્નો (એફએક્યુ)

 1. શું હું કેનેડામાં મારી મુલાકાત લેતા મારા માતા-પિતા માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ખરીદી શકું?
હા, તમે તમારા માતા-પિતા માટે ઑનલાઇન અથવા ઑફલાઇન ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદી શકો છો.
 1. મેડિકલ ઇવેક્યુએશન અને મેડિકલ રિપેટ્રિએશનમાં શું કવર કરવામાં આવે છે?
મેડિકલ ઇવેક્યુએશન કવર તમને ઇમરજન્સીના કિસ્સામાં નજીકના હૉસ્પિટલમાં લઈ જવા માટે જરૂરી પરિવહનના ખર્ચ પ્રદાન કરશે. જ્યારે, મેડિકલ રિપેટ્રિએશન કવર ઇન્શ્યોર્ડ વ્યક્તિને તેમના નિવાસી દેશમાં સ્થાનાંતરિત કરવા માટે જરૂરી પરિવહનની વ્યવસ્થા કરશે.
 1. જો મને ડાયાબિટીસ અથવા હાઇપરટેન્શન હોય તો શું હું ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ખરીદી શકું?
જો તમે ડાયાબિટીસ અથવા હાઇપરટેન્શનથી પીડિત હોવ તો તમે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ખરીદી શકો છો. જો કે, તમારે પૉલિસી ખરીદતી વખતે તેને તમારા ઇન્શ્યોરરને જાહેર કરવું પડશે.

તારણ

શું કેનેડા માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ફરજિયાત છે? ના. જો કે, અમે હજુ પણ તમને ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસીના ઑફર કરવામાં આવતા બહુવિધ ફાયદાઓને કારણે કેનેડામાં મુસાફરી કરતી વખતે એક ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ખરીદવાની ભલામણ કરીએ છીએ. અકસ્માત કોઈપણ જાણ વગર થઈ શકે છે, તેથી હંમેશા એક કદમ આગળ રહેવું અને આવા અણધાર્યા ખર્ચાઓથી પોતાને સુરક્ષિત રાખવું એ સમજદારીભર્યું છે. કેનેડા માટેની ઇન્શ્યોરન્સ પૉલિસી વિશે વધુ જાણવા માટે તમે અમારા ઇન્શ્યોરન્સ નિષ્ણાત સાથે સંપર્ક કરી શકો છો તેમજ બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ દ્વારા ઑફર કરવામાં આવતા વરિષ્ઠ નાગરિકો માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ને પણ જોઈ શકો છો.

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 5 / 5. વોટની સંખ્યા: 1

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે