રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144| સર્વિસ: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858

અંગ્રેજી

Claim Assistance
Get In Touch
Car Fitness Certificate Guide
29 જૂન, 2021

5 પગલાંઓમાં ઑનલાઇન વાહન ઇન્શ્યોરન્સ રિન્યુઅલ

મોટર ઇન્શ્યોરન્સ પ્લાનની માન્યતા પૂર્વ-નિર્ધારિત હોય છે. પૉલિસીઓ સામાન્ય રીતે એક વર્ષ માટે માન્ય હોય છે પરંતુ હાલના નિયમોના આધારે અલગ હોઈ શકે છે. આ નિયમો નિયમનકારી સંસ્થા, ઇન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ બોડી ઑફ ઇન્ડિયા (આઇઆરડીએઆઇ) દ્વારા સમયાંતરે નિર્ધારિત કરવામાં આવે છે. એ સર્વવિદિત છે કે દરેક વાહનની ખરીદી સાથે તેના રજિસ્ટ્રેશન અને પીયુસી તેમજ કાર અથવા બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસી હોવી જરૂરી છે. પરંતુ એકવાર પૉલિસી ખરીદ્યા બાદ લોકો ભૂલી જાય છે; તેના રિન્યુઅલ વિશે ભૂલી જાય છે. આ લેખમાં વાહન ઇન્શ્યોરન્સ રિન્યુઅલનું મહત્વ, તેના ફાયદાઓ તથા તેને રિન્યુ કેવી રીતે કરી શકાય તે વિશે સમજાવવામાં આવેલ છે. ચાલો, જોઈએ –

મોટર ઇન્શ્યોરન્સ પૉલિસીનું રિન્યુઅલ એ પાંચ પગલાંની એક સરળ પ્રક્રિયા છે

તે આ મુજબ છે - પગલું 1: ઇન્શ્યોરન્સ કંપનીને વાહન ઇન્શ્યોરન્સ રિન્યુઅલ માટે પસંદ કરો અને તેના રિન્યુ કરો/ખરીદો સેક્શન પર જાઓ. પગલું 2: નામ, સંપર્કની વિગતો જેવી પ્રાથમિક વિગતો તેમજ અગાઉની મોટર ઇન્શ્યોરન્સ પૉલિસીની વિગતો દાખલ કરો. પગલું 3: અહી, પૉલિસીધારકે વાહનની વિગતો અને અગાઉની મુદત દરમિયાન મેળવેલ એનસીબીની ટકાવારી દાખલ કરવાના રહેશે. પગલું 4: પૉલિસી કવરેજ નક્કી કરો અને યોગ્ય ઍડ-ઑન કવર પસંદ કરો. પગલું 5: પસંદગીની પદ્ધતિ દ્વારા ચુકવણી કરો અને તરત જ મેઇલબૉક્સમાં પૉલિસી ડૉક્યૂમેન્ટ મેળવો.

ઑનલાઇન વાહન ઇન્શ્યોરન્સ રિન્યુઅલના લાભો

બાઇક અને કાર ઇન્શ્યોરન્સ પૉલિસીઓ ઇન્શ્યોરન્સ કંપનીઓ પાસેથી સીધી ઑનલાઇન અથવા પરંપરાગત રીતે ઇન્શ્યોરન્સ એજન્ટ પાસેથી ખરીદી શકાય છે. તેમ છતાં, વાહન ઇન્શ્યોરન્સને ઑનલાઇન રિન્યુ કરવાના કેટલાક ફાયદાઓ પણ છે.
  • મોટર ઇન્શ્યોરન્સને ઑનલાઇન રિન્યુ કરવાનો પ્રથમ ફાયદો છે પ્રીમિયમમાં થતી બચત. કારણ કે વ્યવહાર સીધો ઇન્શ્યોરન્સ કંપની સાથે થાય છે, તેથી કોઈ મધ્યસ્થીનું કમિશન શામેલ નથી અને પરિણામે પ્રીમિયમના ખર્ચમાં ઘટાડો થાય છે.
  • બીજો ફાયદો છે સમયમાં થતી બચતનો. મોટર ઇન્શ્યોરન્સ રિન્યુઅલ, જે મુશ્કેલ અને કંટાળાજનક કામ લાગે છે, જો તે ઑનલાઇન કરવામાં આવે તો થોડી જ મિનિટોમાં પૂર્ણ કરી શકાય છે.
  • આ ઉપરાંત, મોટર ઇન્શ્યોરન્સ પ્રીમિયમ કૅલ્ક્યૂલેટર જેવા ટૂલનો ઉપયોગ યોગ્ય પૉલિસીને શૉર્ટલિસ્ટ કરવા અને પ્રીમિયમને તમારા બજેટની અંદર રાખવા માટે કરી શકાય છે.
  • છેવટે, જ્યારે વાહન ઇન્શ્યોરન્સને ઑનલાઇન રિન્યુ કરવા માટે પસંદ કરવામાં આવે છે, ત્યારે એકથી વધુ ફોર્મ ભરવાની ઝંઝટમાંથી તમે બચી શકો છો, જે ઑનલાઇન સરળ બનાવવામાં આવેલ છે. યૂઝર પાસેથી થોડી જ માહિતી મેળવીને, સિસ્ટમ સેન્ટ્રલ ડેટાબેઝમાંથી પૉલિસીધારકને સંબંધિત લગભગ તમામ માહિતી મેળવી લે છે.

મોટર ઇન્શ્યોરન્સ રિન્યુઅલનું મહત્વ

સમયસર વાહન ઇન્શ્યોરન્સ રિન્યુઅલ શા માટે જરૂરી છે તે નીચેના મુદ્દાઓ દ્વારા સ્પષ્ટ થાય છે:  
  1. કાયદાનું અનુપાલન: મોટર ઇન્શ્યોરન્સ રિન્યુઅલ માટે એક મહત્વનું કારણ કાયદાકીય દૃષ્ટિકોણ છે. માન્યતા સમાપ્ત થયેલ મોટર ઇન્શ્યોરન્સ પૉલિસી સાથે વાહન ચલાવવું એ ઇન્શ્યોરન્સ પૉલિસી ન હોવા બરાબર છે. વાહનના ડૉક્યૂમેન્ટ તપાસતી વખતે ટ્રાફિક અધિકારીઓ પૉલિસીની વર્તમાન સ્થિતિ જુએ છે, અને જો માન્ય ન હોય તો, તેના માટે ભારે દંડ કરવામાં આવે છે. આ દંડથી બચવા માટે, મોટર ઇન્શ્યોરન્સ રિન્યુઅલ કરાવવો એક સ્માર્ટ પસંદગી છે.
  1. ફાઇનાન્શિયલ જવાબદારીઓ સામે રક્ષણ: અકસ્માત થાય ત્યારે થર્ડ-પાર્ટીની જવાબદારીમાંથી મોટર ઇન્શ્યોરન્સ પૉલિસી બચાવે છે. અકસ્માત એ અણધારી ઘટના છે અને તેની આર્થિક અસરનો અંદાજ લગાવવો શક્ય નથી. આમ, આ અચાનક ઉદ્ભવતી પરિસ્થિતિઓ માટે તૈયાર રહેવું લાંબા ગાળે મદદમાં આવે છે.
  1. ગ્રેસ પીરિયડ દરમિયાન કોઈ કવરેજ નથી: ઇન્શ્યોરન્સ કવરની મુદત પૂરી થયા બાદ ઇન્શ્યોરન્સ કંપનીઓ દ્વારા રિન્યુઅલ માટે થોડા દિવસો આપવામાં આવે છે. આ સમયગાળો ગ્રેસ પીરિયડ તરીકે ઓળખાય છે. જ્યારે વાહનના ઇન્શ્યોરન્સ રિન્યુઅલમાં વિલંબ થાય છે, ત્યારે આ ગ્રેસ પીરિયડ દરમિયાન કોઈ કવરેજ પ્રદાન કરવામાં આવતું નથી, અને તે દરમિયાન પૉલિસીધારકને વિવિધ જોખમો સામે કોઈપણ બૅકઅપ વિકલ્પ ઉપલબ્ધ રહેતો નથી.
  1. એનસીબીનું રિસેટ થવું: સમયસર વાહન ઇન્શ્યોરન્સ રિન્યુ કરાવવા માટેનું બીજું આવશ્યક કારણ છે નો-ક્લેમ બોનસ (એનસીબી) નું નુકસાન. જ્યારે પાછલી પૉલિસીની મુદતમાં ક્લેઇમ કરવામાં આવેલ ન હોય ત્યારે આ નો-ક્લેઇમ લાભ ઇન્શ્યોરન્સના પ્રીમિયમને ઓછું કરવામાં મદદ કરે છે. આમ, સમયસર વાહન ઇન્શ્યોરન્સ રિન્યુઅલ કરાવવાથી એનસીબીના લાભ કોઈ પણ નુકસાન વિના પછીના સમયગાળા માટે પણ મળતો રહે છે.
આ સીધા અને સરળ પગલાંઓને અનુસરીને, કોઈ પણ વ્યક્તિ ભારતમાં મોટર ઇન્શ્યોરન્સને રિન્યુ કરાવી શકે છે. ઉપર ચર્ચા કરવામાં આવેલ પૉલિસીના રિન્યુઅલના ફાયદા અને લાભો વિશે માહિતી મેળવ્યા બાદ તમે ત્વરિત રિન્યુઅલ કરાવો છો તે સુનિશ્ચિત કરો અને બિનજરૂરી ઝંઝટથી બચો. ઇન્શ્યોરન્સ એ વિનંતીનો વિષય છે. લાભો, બાકાત, મર્યાદાઓ, નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે, કૃપા કરીને વેચાણ પૂર્ણ કરતા પહેલાં સેલ બ્રોશર/પૉલિસી નિયમાવલીને કાળજીપૂર્વક વાંચો.

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 5 / 5. વોટની સંખ્યા: 18

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે