પ્રોડક્ટ
રિન્યુ કરો
ક્લેમ
સપોર્ટ
એક પ્રતિનિધિ બનો
સૂચિત કરેલું
Motor Blog
29 માર્ચ 2021
67 Viewed
આપણે આપણા વાહનોને માત્ર કાયદાકીય જરૂરિયાતને કારણે જ નહીં, પરંતુ જરૂરિયાતના સમયે મોટા આર્થિક નુકસાનથી બચવા માટે પણ સુરક્ષિત કરાવીએ છીએ. જો આપણે એક રોજિંદા વપરાશની કાર માટે આ બાબતોને ધ્યાનમાં લેતા હોઈએ, તો તે નિશ્ચિતપણે ક્લાસિક અથવા વિન્ટેજ કાર માટે જરૂરી છે. જો તમે વિન્ટેજ કારની કિંમત શું હોઈ શકે તેમ વિચારતા હોવ, તો તેના રિપેરનો ખર્ચ કેટલો હશે તેનો પણ તમારે વિચાર કરવો જોઈએ. તેથી, જો રોજિંદા ઉપયોગની મોટર કારની જાળવણી કરવી મુશ્કેલ હોય, તો વિન્ટેજ વાહન ચોક્કસપણે તમારે માટે નથી. જૂની કારના પ્રકારો લોકોને એક સામાન્ય પ્રશ્ન થાય છે કે, કારનો પ્રકાર કેવી રીતે નક્કી કરવામાં આવે છે? તો, કારને ઉત્પાદનના વર્ષના આધારે રેન્ક આપવામાં આવે છે. તેના પછી ઊઠતો પ્રશ્ન એ છે કે કયા વર્ષને વિન્ટેજ કાર કહેવાય અને અન્ય કેટેગરી શું છે? ચાલો જોઈએ. ક્લાસિક કાર: આ કારોનું ઉત્પાદન 1940 અને 1970 વચ્ચે કરવામાં આવ્યું હતું. આ વર્ગીકરણ વિવિધ પરિબળોને આધારે થઈ શકે છે, જેમાં ઉત્પાદનનું વર્ષ સૌથી વધુ મુખ્ય હોય છે. તે તેની મૂળ ડિઝાઇન, વિશિષ્ટતા અને વિશેષતાઓની નજીક હોવાનું માનવામાં આવે છે. વિન્ટેજ કાર: 1919 અને 1925 વચ્ચે, તેમજ 1930 માં ઉત્પાદિત કારોને પણ વિન્ટેજ કાર તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે. આ સૌથી જૂની કાર છે, જેમાંની ખૂબ જ ઓછી ઉપયોગમાં છે. આ પ્રકારની કારની ડિઝાઇન અથવા ફીચર્સમાં ફેરફારોથી તેની કિંમતમાં ખાસ ફેર પડતો નથી. ઓલ્ડ કાર ઇન્શ્યોરન્સ તમે અન્ય સ્ટાન્ડર્ડ કાર ઇન્શ્યોરન્સની જેમ વિન્ટેજ કાર ઇન્શ્યોરન્સ ઑનલાઇન અથવા ઑફલાઇન ખરીદી શકો છો. અત્યારના સમયમાં દરેક ઇન્શ્યોરન્સ કંપની કારના વર્ગીકરણ સંબંધિત પોતાની માર્ગદર્શિકા ધરાવે છે, તેથી કોન્ટ્રાક્ટને અંતિમ રૂપ આપતા પહેલાં તેને સંપૂર્ણપણે વાંચવો વધુ યોગ્ય છે. તમામ ઇન્શ્યોરન્સ કંપનીઓની સામાન્ય રીતે વધુ એક જરૂરિયાત છે એ છે કે, વિન્ટેજ કાર ઇન્શ્યોરન્સ ખરીદવા માટે તમારી પાસે કારના વર્ગીકરણના પુરાવા તરીકે વીસીસીસીઆઇ, એટલે કે ધ વિન્ટેજ એન્ડ ક્લાસિક કાર ક્લબ ઑફ ઇન્ડિયાનું સર્ટિફિકેટ હોવું ફરજિયાત છે. અન્ય ઑનલાઇન નિયમિત કાર ઇન્શ્યોરન્સની જેમ તેની પ્રીમિયમની રકમ નિર્ધારિત હોતી નથી. તમારી કારને ઍક્સેસ કરવા માટે ઇન્શ્યોરર દ્વારા એક નિષ્ણાત મોકલવામાં આવશે. સર્વેયર વિન્ટેજ કારની કિંમત શું છે, સ્પેર પાર્ટ્સની કિંમત શું છે, તે ભારતમાં ઉપલબ્ધ છે કે નહીં અથવા તેમને આયાત કરવાની જરૂર પડે છે, રિપેરનો સંભવિત ખર્ચ શું છે વગેરેને ધ્યાનમાં લે છે અને પછી રિપોર્ટ તૈયાર કરવામાં આવે છે. આ સૌના આધારે પ્રીમિયમની રકમ નક્કી કરવામાં આવે છે. પ્રીમિયમની રકમને અસર કરતા પરિબળો ઉંમર કારની જાળવણીનો ખર્ચ કાર કેટલી જૂની છે તેની સાથે સીધો સંબંધ ધરાવે છે. તમારી વિન્ટેજ કાર કયા વર્ષમાં નિર્મિત છે તથા તેની જાળવણી કેટલી સારી રીતે કરવામાં આવે છે તે પ્રીમિયમની રકમ નક્કી કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. વર્તમાન મૂલ્ય જો તમે વિન્ટેજ કારની કિંમત જાણવા માંગો છો, તો તમે આપેલી પરિસ્થિતિઓમાં આજે તેને વેચો છો તો તમે યોગ્ય રકમ મેળવી શકો છો. વિન્ટેજ કારનું વેચાણ બાકી રહેલ મોડેલની સંખ્યા, કારની સ્થિતિ અને અન્ય પરિબળોના આધારે લગભગ રૂ. 45000 થી રૂ. 4.5 લાખ સુધી કે તેથી વધુ કિંમતે પણ થઈ શકે છે. વપરાશ (કિલોમીટરમાં) કાર રસ્તા પર કેટલા કિલોમીટર ચાલેલ છે તે એક અગત્યનું પરિબળ છે, કારણ કે જેમ વપરાશ વધુ તેમ ઘસારો વધુ. પરંતુ ખૂબ જ ઓછી મદદનો અર્થ છે વધુ જાળવણી. તેથી બંને વચ્ચે સંતુલન હોવું મહત્વપૂર્ણ બની જાય છે. રિપેર અને સ્પેર પાર્ટ્સનો ખર્ચ આમાંથી ઘણી વિન્ટેજ અને ક્લાસિક કારોના સ્પેર પાર્ટ્સ સરળતાથી ઉપલબ્ધ હોતા નથી, અને જો તે હોય તો, તેઓ મોંઘા હોય છે. ક્યારેક તેમને ઇમ્પોર્ટ કરવાની પણ જરૂર પડે છે. આને લીધે કારનો ખર્ચ વધી જાય છે અને તેથી તેની ગણતરી કરીને જ નક્કી કરવી જોઈએ કાર ઇન્શ્યોરન્સ પ્રીમિયમ રકમ. વિન્ટેજ કાર ઇન્શ્યોરન્સ અને નિયમિત મોટર કાર ઇન્શ્યોરન્સ કેવી રીતે અલગ પડે છે? તમે બાળક પાસેથી દાદા-દાદીની જેમ કાર્ય કરવાની અપેક્ષા રાખી શકતા નથી. તેવું જ કાર માટે પણ છે. નિયમિત અને વિન્ટેજ વાહનોના ઇન્શ્યોરન્સ એક સરખી રીતે કામ કરતા નથી. બંને ઇન્શ્યોરન્સ પૉલિસીઓ એક રીતે અલગ પડે છે, તે છે સ્ટાન્ડર્ડ મોટર ઇન્શ્યોરન્સમાં, ઇન્શ્યોર્ડ ડિક્લેયર્ડ વેલ્યૂ અથવા આઇડીવી ને તેની કિંમતમાંથી ડેપ્રિશિયેશન વેલ્યૂને બાદ કરીને નિર્ધારિત કરવામાં આવે છે. વિન્ટેજ કાર ઇન્શ્યોરન્સ હેઠળ, તમારી કારની ઇન્શ્યોર્ડ ડિક્લેર્ડ વેલ્યૂ (આઇડીવી) નિર્ધારિત કરવા માટે સર્વેયર હોય છે. વિન્ટેજ કાર ઇન્શ્યોરન્સ પૉલિસી પસંદ કરતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ? વિન્ટેજ કાર પૉલિસી પસંદ કરવા માટે કોઈ ચોક્કસ બાબત નથી, પરંતુ તમારે હંમેશા તમારી કારના વર્તમાન મૂલ્યની નજીકની આઇડીવી હોય તેવી પૉલિસી પસંદ કરવી જોઈએ. ઉપરાંત, આવી કારોને ઘણીવાર પ્રદર્શનો અથવા અન્ય જાહેર કાર્યક્રમોમાં લઈ જવામાં આવે છે; જો તેમને નિયમિત વિન્ટેજ કાર ઇન્શ્યોરન્સ હેઠળ કવર કરવામાં આવેલ ન હોય તો તેમનો ઇન્શ્યોરન્સ અલગથી હોવો જરૂરી છે. વારંવાર પૂછાતા પ્રશ્નો શું વિન્ટેજ કાર માટે પણ થર્ડ-પાર્ટી ઇન્શ્યોરન્સ જરૂરી છે? હા, વિન્ટેજ કાર સહિતની તમામ કાર માટે થર્ડ-પાર્ટી ઇન્શ્યોરન્સ હોવું જરૂરી છે. મારી કાર માટે કઈ વિન્ટેજ કાર પૉલિસી યોગ્ય છે? તમારી કારના વર્તમાન મૂલ્યની નજીક હોય તેવી આઇડીવી ધરાવતી પૉલિસી તમારા માટે શ્રેષ્ઠ છે.
3177 Viewed
5 mins read
20 ઓક્ટોબર 2024
175 Viewed
5 mins read
16 નવેમ્બર 2024
49 Viewed
5 mins read
15 ડિસેમ્બર 2025
95 Viewed
5 mins read
07 જાન્યુઆરી 2022
What makes our insurance unique
With Motor On-The-Spot, Health Direct Click, etc we provide fast claim process , Our sales toll free number:1800-209-0144