રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144| સેવા: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858

અંગ્રેજી

Claim Assistance
Get In Touch
Online No Objection Certificate For Two-Wheelers
26 નવેમ્બર, 2024

બાઇક માટે ઑનલાઇન એનઓસી: ટૂ-વ્હીલર માટે નો ઑબ્જેક્શન સર્ટિફિકેટ

ભારતમાં વાહનોની કુલ સંખ્યાના લગભગ 70% વાહનો ટૂ-વ્હીલર છે. વર્ષ 2018માં, દેશના ઇન્શ્યોરન્સ બજારનો લગભગ 40% હિસ્સો મોટર ઇન્શ્યોરન્સનો હતો, જેમાંથી બાઇક ઇન્શ્યોરન્સ એક ભાગ છે. જો તમે પણ દેશના લાખો ટૂ-વ્હીલર માલિકોમાંથી એક હોવ, તો બાઇક એનઓસી અથવા ટૂ-વ્હીલરના એનઓસી વિશે તમારે જાણવું જોઈએ. ખાસ કરીને જો તમે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં રહેવા જવાની યોજના બનાવી રહ્યા હોવ, તો આ ડૉક્યૂમેન્ટ તમારે આરટીઓ પાસેથી પ્રાપ્ત કરવાનું રહેશે. ટૂ-વ્હીલર માટેના એનઓસી, તેને માટે અપ્લાઇ કરવાની પ્રક્રિયા અને તેના હેતુ વિશે વધુ માહિતી મેળવીએ.

ટૂ-વ્હીલરનું એનઓસી

એનઓસી એટલે નો ઑબ્જેક્શન સર્ટિફિકેટ. જ્યારે તમે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં વસવાટ માટે જઈ રહ્યા હોવ, ત્યારે તમારા ટૂ-વ્હીલર માટે તમારે આ ડૉક્યૂમેન્ટ તમારી પ્રાદેશિક પરિવહન ઑફિસ (આરટીઓ) માંથી મેળવવાનું રહેશે. તમારે તમારા ટૂ-વ્હીલર માટે તમે જે વિસ્તારમાં શિફ્ટ કરી રહ્યા હોવ, તે વિસ્તારના આરટીઓમાં બાઇક એનઓસી રજૂ કરવાનું રહેશે. જ્યારે તમે વપરાયેલા વાહનને વેચી રહ્યા હોવ અથવા ખરીદી રહ્યા હોવ ત્યારે પણ આની જરૂર પડે છે. એનઓસી એક કાનૂની ડૉક્યૂમેન્ટ તરીકે કાર્ય કરે છે, જેની મદદથી તમે વાહનને વર્તમાન આરટીઓના અધિકારક્ષેત્રમાંથી રિલીઝ કરાવી શકો છો. ત્યાર બાદ તમારું વાહન અન્ય આરટીઓના અધિકારક્ષેત્રમાં રજિસ્ટ્રેશન માટે ઉપલબ્ધ થાય છે. એનઓસીની સાથે તમારે અન્ય ડૉક્યૂમેન્ટની પણ જરૂર પડી શકે છે, જેમ કે તમારું વાહન રજિસ્ટ્રેશન કાર્ડ અથવા સર્ટિફિકેટ અને બાઇક ઇન્શ્યોરન્સ. *

ટૂ-વ્હીલરના એનઓસી માટે જરૂરી ડૉક્યૂમેન્ટ

તમે જ્યારે બાઇક એનઓસીમાટે અપ્લાઇ કરો છો, ત્યારે તમારે નીચેના ડૉક્યૂમેન્ટની જરૂર પડશે:
  • ફોર્મ 28 એપ્લિકેશન
  • રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ
  • બાઇક ઇન્શ્યોરન્સ સર્ટિફિકેટ
  • અત્યાર સુધીનો મોટર વાહન ટૅક્સ ચૂકવવામાં આવેલ હોવાનું પ્રમાણ
  • પીયુસી (પોલ્યુશન અંડર કંટ્રોલ) સર્ટિફિકેટ
આ સાથે, કેટલાક રાજ્યોમાં નીચે જણાવેલ ડૉક્યૂમેન્ટની પણ જરૂર પડી શકે છે:
  • ચેસિસ અને એન્જિનનું પેન્સિલ પ્રિન્ટ
  • માલિકની સહીનો પૂરાવો

એનઓસી માટે કેવી રીતે અપ્લાઇ કરવું

સૌથી મૂળભૂત ટૂ-વ્હીલર ડૉક્યૂમેન્ટેશન, જેમ કે થર્ડ પાર્ટી બાઇક ઇન્શ્યોરન્સની જેમ, ટૂ-વ્હીલરના એનઓસી માટે અપ્લાઇ કરવાની પ્રક્રિયા ઑનલાઇન કરી શકાય છે. નીચે આપેલ પગલાં અનુસરો અને અપ્લાઇ કરીને મેળવો બાઇક એનઓસી.
  1. વાહન નાગરિક સેવાઓ (પરિવહન) ની વેબસાઇટ પર લૉગ ઑન કરો
  2. તમારું રાજ્ય અને સંબંધિત આરટીઓ પસંદ કરો
  3. સેવાઓનો લાભ લેવા માટે ક્લિક કરો
  4. નવા પેજ પર આવ્યા બાદ, "એનઓસી માટે એપ્લિકેશન" પર ક્લિક કરો
  5. જરૂરી માહિતી, જેમ કે, બાઇક રજિસ્ટ્રેશન નંબર અને ચેસિસ નંબર (છેલ્લા પાંચ અંકો) દાખલ કરો
  6. તમારા રજિસ્ટ્રેશન નંબર/ચેસિસ નંબરની ખરાઈ કરવા માટેના વિકલ્પ પર ક્લિક કરો
  7. આમ કરવાથી તમારું એપ્લિકેશન ફોર્મ જનરેટ થશે, જેમાં તમે તમારી વિગતોને ચકાસી કરી શકો છો
  8. હવે તમારે તમારા બાઇક ઇન્શ્યોરન્સ સર્ટિફિકેટ મુજબ બાઇકની વિગતો દાખલ કરવાની રહેશે
  9. નવું આરટીઓ (તમે જે આરટીઓમાં શિફ્ટ કરી રહ્યા છો તે) દાખલ કરો
  10. એપ્લિકેશન ફી ચૂકવો
  11. તમારી ફીની રસીદ સેવ કરો અને પ્રિન્ટ કરો
  12. તમારી બાઇકનું એનઓસી મેળવવા માટે તમારા વર્તમાન આરટીઓમાં ફીની રસીદ અને જરૂરી ડૉક્યૂમેન્ટ રજૂ કરો
* સ્ટાન્ડર્ડ નિયમો અને શરતો લાગુ યાદ રાખો કે એકવાર તમારું એનઓસી આપવામાં આવ્યા પછી, તમારે તેને છ મહિનાની અંદર તમારા નવા આરટીઓ પર રજૂ કરવાનું રહેશે, અન્યથા એનઓસીની માન્યતા સમાપ્ત થશે. જો તમારી પાસે બાઇક હોય, તો તમારા તમામ ડૉક્યૂમેન્ટ ઉપલબ્ધ હોવાની ખાતરી કરવી જરૂરી છે. આમાં બાઇકના માલિક તરીકે હોવા જોઈએ તે તમામ ડૉક્યૂમેન્ટ તથા એનઓસી જારી કરવા માટે આરટીઓ દ્વારા જરૂરી તમામ ડૉક્યૂમેન્ટનો સમાવેશ થાય છે, જેમ કે થર્ડ-પાર્ટી બાઇક ઇન્શ્યોરન્સ.   *સ્ટાન્ડર્ડ નિયમો અને શરતો લાગુ ઇન્શ્યોરન્સ એ આગ્રહની વિષયવસ્તુ છે. લાભો, બાકાત, મર્યાદાઓ, નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે, કૃપા કરીને વેચાણ પૂર્ણ કરતા પહેલાં સેલ્સ બ્રોશર/પૉલિસી નિયમાવલીને કાળજીપૂર્વક વાંચો.

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 5 / 5. વોટની સંખ્યા: 18

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે