રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144| સેવા: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858

અંગ્રેજી

Claim Assistance
Get In Touch
Maharashtra Bike Registration Guide
27 ફેબ્રુઆરી, 2023

મહારાષ્ટ્ર બાઇક રજિસ્ટ્રેશન ગાઇડલાઇન

નવી બાઇક ખરીદવાનો અનુભવ રોમાંચક હોય છે, પરંતુ તેને રજિસ્ટર કરવા અંગે થોડી મૂંઝવણ થઈ શકે છે. મહારાષ્ટ્રમાં, બાઇક ધરાવનાર પ્રત્યેક વ્યક્તિએ મોટર વાહન અધિનિયમ, 1988 મુજબ પ્રાદેશિક પરિવહન કાર્યાલય (આરટીઓ) માં તેમના વાહનનું રજિસ્ટ્રેશન કરાવવું આવશ્યક છે. આ અધિનિયમ હેઠળ થર્ડ-પાર્ટી લાયબિલિટીને આવરી લેતો બાઇક ઇન્શ્યોરન્સ ખરીદવો પણ ફરજિયાત છે. મહારાષ્ટ્રમાં તમારી બાઇક રજિસ્ટર કરાવતી વખતે, રજિસ્ટ્રેશન પ્રક્રિયાની સરળતા માટે અને કોઈપણ કાનૂની સમસ્યાઓને ટાળવા માટે યોગ્ય ડૉક્યૂમેન્ટ હોવા જરૂરી છે. આ લેખમાં, આપણે મહારાષ્ટ્રમાં નવી બાઇકના રજિસ્ટ્રેશનની પગલાંબદ્ધ પ્રક્રિયા તેમજ રજિસ્ટ્રેશનના રિન્યુઅલની પ્રક્રિયા વિશે ચર્ચા કરીશું.

તમારા નવા વાહનનું રજિસ્ટ્રેશન કેવી રીતે કરાવવું?

મહારાષ્ટ્રમાં તમારા નજીકના આરટીઓમાં તમારા નવા વાહનને કેવી રીતે રજિસ્ટર કરાવવું તે વિશેની ગાઇડલાઇન અહીં આપેલ છે:
  1. આરટીઓની મુલાકાત લો:

    સૌ પ્રથમ તમારા સ્થાનિક આરટીઓની મુલાકાત લો અને જરૂરી રજિસ્ટ્રેશન ફોર્મ ભરો. તમારે તમારું નામ, ઍડ્રેસ અને સંપર્કની વિગતો જેવી વ્યક્તિગત માહિતી તેમજ તમારી નવી બાઇક વિશેની વિગતો જેમ કે મેક, મોડેલ અને એન્જિન નંબર, પ્રદાન કરવાની રહેશે.
  2. રજિસ્ટ્રેશન ફી ચૂકવો:

    ફોર્મ સંપૂર્ણ રીતે ભર્યા બાદ તમારે રજિસ્ટ્રેશન ફી ચૂકવવાની રહેશે. તમારે લાગુ પડતો રોડ ટૅક્સ પણ ચૂકવવો પડી શકે છે.
  3. જરૂરી ડૉક્યૂમેન્ટ સબમિટ કરો:

    ત્યાર બાદ, જરૂરી ડૉક્યૂમેન્ટ સબમિટ કરો. મૂળ ડૉક્યૂમેન્ટ તેમજ ફોટોકૉપી જરૂર લાવો.
  4. તમારી બાઇકનું નિરીક્ષણ કરાવો:

    તમારી બાઇકના રજિસ્ટ્રેશન પહેલાં, તે મહારાષ્ટ્ર સરકાર દ્વારા નિર્ધારિત ધોરણો અનુસાર છે તેની ખાતરી કરવા તેનું નિરીક્ષણ કરાવવું જરૂરી છે. નિરીક્ષણ મુજબ આરટીઓ સુપરિન્ટેન્ડન્ટ દ્વારા તમારી નવી બાઇક સંબંધિત ડેટાની ચકાસણી કરવામાં આવશે.
  5. રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ પ્રાપ્ત કરો:

    તમારી બાઇકના સફળ નિરીક્ષણ બાદ આસિસ્ટન્ટ રીજનલ ટ્રાન્સપોર્ટ ઑફિસર (એઆરટીઓ) દ્વારા રજિસ્ટ્રેશન મંજૂર કરવામાં આવશે. ત્યાર બાદ, તમને આરટીઓ તરફથી તમારું રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ પ્રાપ્ત થશે.
રજિસ્ટ્રેશનનું સર્ટિફિકેટ એ તમારી બાઇક રજિસ્ટર થયેલ છે અને તેને કાનૂની રીતે જાહેર માર્ગ પર ચલાવવાની મંજૂરી પ્રાપ્ત થયેલ છે તેના પુરાવા તરીકે કાર્ય કરે છે. બાઇકનું રજિસ્ટ્રેશન કરાવવાની સાથે સાથે, તમારે અન્ય જરૂરિયાતોનું પાલન કરવું જોઈએ અને ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પણ ખરીદવો જોઈએ.

નવી બાઇકના રજિસ્ટ્રેશન માટે જરૂરી ડૉક્યૂમેન્ટ:

મોટર વાહનને રજિસ્ટર કરવા માટે કેટલાક ફોર્મ અને ડૉક્યૂમેન્ટ જરૂરી છે, જેમ કે:
  1. ફોર્મ 20 (રજિસ્ટ્રેશન માટેની એપ્લિકેશન)
  2. ફોર્મ 21 (વાહનના વેચાણનું સર્ટિફિકેટ જેમાં મેક/મોડેલ, ઉત્પાદનની તારીખ, બિલની કુલ રકમ વગેરેની વિગતો શામેલ છે)
  3. ફોર્મ 22 (સુરક્ષા અને પ્રદૂષણ સંબંધિત જરૂરિયાતોનું પાલન થાય છે તેમ દર્શાવતું રોડવર્ધીનેસ સર્ટિફિકેટ)
  4. ફોર્મ 29 (વાહન માલિકી ટ્રાન્સફર નોટિસ)
  5. ફોર્મ 30 (વાહનની માલિકી સૂચિત કરતી અને ટ્રાન્સફર માટેની એપ્લિકેશન)
  6. ફોર્મ 34 (રજિસ્ટ્રેશન સર્ટિફિકેટમાં લોન હાઇપોથિકેશન ઉમેરવા માટેનું એપ્લિકેશન ફોર્મ)
  7. ફોર્મ 38 A (વાહનના નિરીક્ષણનો અહેવાલ)
  8. ફોર્મ 51 (વાહન ઇન્શ્યોરન્સનું સર્ટિફિકેટ)
  9. ફોર્મ 60 (જો પૅન કાર્ડ ન હોય તો)
તમારી બાઇકનું રજિસ્ટ્રેશન પૂર્ણ થયા બાદ અને તેને માટે યોગ્ય વાહન ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદ્યા બાદ, તમે કોઈપણ ચિંતા વગર તમારું ટૂ-વ્હીલર ચલાવી શકો છો. જો કે, યાદ રાખો કે તમારી બાઇકનું રજિસ્ટ્રેશન માત્ર થોડા વર્ષો માટે ઍક્ટિવ છે, જેના પછી તમારે રિન્યુઅલ માટે એપ્લિકેશન કરવી પડી શકે છે.

ઑનલાઇન વાહન રજિસ્ટ્રેશન રિન્યુઅલ કેવી રીતે પૂર્ણ કરવું

વાહનના રજિસ્ટ્રેશનનું સર્ટિફિકેટ મહારાષ્ટ્રમાં ચોક્કસ વર્ષો માટે જ માન્ય છે, જેના પછી તેને રિન્યુ કરાવવાનું રહે છે. તમારી બાઇકના રજિસ્ટ્રેશનને ઑનલાઇન રિન્યુ કરવાના પગલાં અહીં જણાવેલ છે: પગલું 1: માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયની અધિકૃત વેબસાઇટ પર જાઓ પગલું 2: 'ઑનલાઇન સર્વિસિસ' ટૅબ પર ક્લિક કરો અને 'વાહન રજિસ્ટ્રેશન સંબંધિત સર્વિસિસ' પર ક્લિક કરો પગલું 3: રાજ્યનું નામ અને તમારા વાહનનો રજિસ્ટ્રેશન નંબર દાખલ કરો અને 'રિન્યુઅલ ઑફ રજિસ્ટ્રેશન' પર ક્લિક કરો'. પગલું 4: હવે દાખલ કરો તમારું વાહનનો ચેસિસ નંબર. પગલું 5: તમારો રજિસ્ટર્ડ મોબાઇલ નંબર દાખલ કરો જેના પર તમને, 'ઓટીપી જનરેટ કરો' પર ક્લિક કર્યા પછી ઓટીપી પ્રાપ્ત થશે. પગલું 6: દર્શાવવામાં આવતી માહિતીને ચકાસો કરો અને પછી 'ચુકવણી' પર ક્લિક કરો. ફીની ચુકવણી કરો અને પહોંચ પાવતી ડાઉનલોડ કરવાનું યાદ રાખો. પગલું 7: પ્રિન્ટ કરેલ રસીદ સાથે આરટીઓની મુલાકાત લો અને સંબંધિત ડૉક્યૂમેન્ટ પ્રદાન કરો. આ પછી તમારા વાહનની રજિસ્ટ્રેશન રિન્યુઅલ પ્રક્રિયા પૂર્ણ થાય છે. તમને ટૂંક સમયમાં રિન્યુ કરેલ RC મોકલવામાં આવશે. જેમ તમારી બાઇકના રજિસ્ટ્રેશનને રિન્યુ કરવું મહત્વપૂર્ણ છે, તેમ એટલું જ મહત્વપૂર્ણ છે કે તમારી બાઇકને રિન્યુ કરો બાઇક ઇન્શ્યોરન્સ કવરેજને સમયસર રિન્યુ કરવું પણ મહત્વપૂર્ણ છે. જો તમને માન્ય ઇન્શ્યોરન્સ પૉલિસી વગર પકડવામાં આવે છે, તો તમારે દંડ ચૂકવવો પડી શકે છે. નિયમનો વારંવાર ભંગ કરવામાં આવે તો જેલ પણ થઈ શકે છે.

આરસી રિન્યુઅલ માટે જરૂરી ડૉક્યૂમેન્ટ

બાઇકના રજિસ્ટ્રેશનના રિન્યુઅલ માટેની એપ્લિકેશન માટે નીચેના ડૉક્યૂમેન્ટ જરૂરી છે:
  1. ફોર્મ 25
  2. પોલ્યુશન અંડર કંટ્રોલ (પીયુસી) સર્ટિફિકેટ
  3. ઓરિજિનલ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ (RC)
  4. ફિટનેસ સર્ટિફિકેટ
  5. રોડ ટૅક્સ ચુકવણીની રસીદ
  6. માન્ય વાહન ઇન્શ્યોરન્સ પૉલિસી
  7. માલિકની સહીની ઓળખનો નમૂનો.
  8. પૅન કાર્ડ (વૈકલ્પિક રીતે, ફોર્મ 60 અને ફોર્મ 61 સબમિટ કરી શકાય છે)
  9. ચેસિસ અને એન્જિન નંબરનું પેન્સિલ પ્રિન્ટ

તારણ

મહારાષ્ટ્રમાં નવી બાઇક રજિસ્ટર કરવાની પ્રક્રિયા મુશ્કેલ લાગી શકે છે, પરંતુ સુરક્ષિત અને કાયદાકીય રીતે વાહન ચલાવવા માટે નીતિ નિયમોનું પાલન કરવું જરૂરી છે. તમામ જરૂરી ડૉક્યૂમેન્ટ સાથે રાખો, પગલાંઓને કાળજીપૂર્વક અનુસરો અને મેળવો તમારી બાઇક માટે વિશ્વસનીય ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પૉલિસી. આ રીતે, તમે કોઈપણ મોટી સમસ્યા વિના તમારી બાઇક ચલાવી શકો છો અને મહારાષ્ટ્રના રમણીય માર્ગોનો આનંદ માણી શકો છો. ઇન્શ્યોરન્સ એ આગ્રહની વિષયવસ્તુ છે. લાભો, બાકાત, મર્યાદાઓ, નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે, કૃપા કરીને વેચાણ પૂર્ણ કરતા પહેલાં સેલ્સ બ્રોશર/પૉલિસી નિયમાવલીને કાળજીપૂર્વક વાંચો.

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 5 / 5. વોટની સંખ્યા: 18

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે