રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144| સર્વિસ: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858

અંગ્રેજી

Claim Assistance
Get In Touch
taxi insurance guide
29 માર્ચ, 2023

લોન્ગ-ટર્મ કાર ઇન્શ્યોરન્સ: મહત્તમ સુરક્ષા માટે કવરેજ અને ફાયદાની સમજૂતી

કાર ધરાવતી તથા ચલાવતી કોઈપણ વ્યક્તિ પાસે કાર ઇન્શ્યોરન્સ હોવો જરૂરી છે, તેથી કવરેજ માટે શ્રેષ્ઠ વિકલ્પોની માહિતી હોવી જરૂરી છે. અત્યારના સમયમાં અનેક લોકો ખરીદવા માંગે છે તેવો, સૌથી લોકપ્રિય અને લાભદાયક વિકલ્પોમાંથી એક છે લાંબા ગાળાનો કાર ઇન્શ્યોરન્સ. બહુ-વર્ષીય ફોર-વ્હીલર ઇન્શ્યોરન્સ વાહનચાલકને તેમને માટે જરૂરી એવી શ્રેષ્ઠ સુરક્ષા પ્રદાન કરે છે. આ લેખમાં, આપણે બહુ-વર્ષીય અને લાંબા ગાળાના કાર ઇન્શ્યોરન્સના લાભો, કવરેજ અને પાત્રતાની જરૂરિયાતો વિશે વાત કરીશું.

બહુ વર્ષીય અને લોન્ગ-ટર્મ કાર ઇન્શ્યોરન્સ શું છે?

બહુ-વર્ષીય કાર ઇન્શ્યોરન્સ એ એક પ્રકારનો કાર ઇન્શ્યોરન્સ છે. તેમાં મળતા એકંદર લાભ કોમ્પ્રિહેન્સિવ કાર ઇન્શ્યોરન્સ જેવા જ હોય છે. બે વચ્ચેનો મુખ્ય તફાવત કવરેજના સમયગાળાનો છે. સ્ટાન્ડર્ડ કાર ઇન્શ્યોરન્સ પૉલિસીની મુદત એક વર્ષની હોય છે. લાંબા ગાળાનો કાર ઇન્શ્યોરન્સ સામાન્ય રીતે બેથી પાંચ વર્ષનું કવરેજ પૂરું પાડે છે. ઉદાહરણ તરીકે, તમે કાર ઇન્શ્યોરન્સ મૂળભૂત રીતે એક સાથે 3 વર્ષ માટે ખરીદશો. આની સાથે દરેકને સામાન્ય રીતે તેના પ્રીમિયમની ચુકવણીને લગતો પ્રશ્ન થવો સ્વાભાવિક છે. સ્પષ્ટ રીતે કહીએ તો, તમારે કેટલું પ્રીમિયમ ચૂકવવું પડશે અને ક્યારે? સામાન્ય રીતે, તમારે લાંબા ગાળાના કાર ઇન્શ્યોરન્સ માટે વધુ પ્રીમિયમ ચુકવવાનું રહેશે. તેની સામે, તમને વધુ લાંબા સમય માટે કવરેજ પ્રાપ્ત થાય છે. વધુમાં, બહુ-વર્ષીય કાર ઇન્શ્યોરન્સ માટે ચુકવવી પડતી રકમ, તમારી પૉલિસીને રિન્યુ કરવા માટે દર વર્ષે ચુકવવી પડતી રકમ, પ્રત્યેક વર્ષના કુલ સરવાળા કરતાં ઓછી હશે.

બહુ વર્ષીય કાર ઇન્શ્યોરન્સના ફાયદા

બહુ-વર્ષીય કાર ઇન્શ્યોરન્સ પસંદ કરવાના ઘણા મુખ્ય ફાયદા છે.

1. ખર્ચ બચત

લાંબા ગાળાની કાર ઇન્શ્યોરન્સ પૉલિસીમાં ઘણીવાર ડિસ્કાઉન્ટ આપવામાં આવતું હોય છે, જે તમારી પૉલિસી માટે શ્રેષ્ઠ ડીલ સાબિત થાય છે અને સરવાળે જે તમારા માટે બચતમાં પરિણમે છે.

2. સુવિધાજનક

બહુ વર્ષીય કાર ઇન્શ્યોરન્સ ખરીદવાથી પૉલિસીને દર વર્ષે રિન્યુ કરાવવી પડતી નથી, તથા તમને પૉલિસીના સંપૂર્ણ સમયગાળા માટે કવર પ્રાપ્ત થાય છે.

3. મનની શાંતિ

કાર ઇન્શ્યોરન્સ 3 વર્ષ અથવા તેનાથી વધુ સમયનો હોવાથી, તમને અથવા તમારી કારને કોઈપણ નુકસાન થાય, તો તેવી સ્થિતિમાં તમે સુરક્ષિત છો.

4. સુગમતા

કેટલીક બહુ વર્ષીય પૉલિસીઓમાં, તમારી જરૂરિયાતોને અનુરૂપ કવરેજને કસ્ટમાઇઝ કરી શકાય છે. આની મદદથી તમે તમારી પૉલિસી તમારી ચોક્કસ જરૂરિયાતોને અનુરૂપ હોય બનાવી શકો છો.

બહુ વર્ષીય અને લાંબા ગાળાના કાર ઇન્શ્યોરન્સનું કવરેજ

· અકસ્માત કવરેજ

અકસ્માતને કારણે જરૂરી રિપેર અથવા રિપ્લેસમેન્ટ તેમજ સંપત્તિને થયેલ નુકસાન અથવા શારીરિક ઈજાઓ માટે લાયબિલિટી કવરેજ.

· ચોરી સામે કવરેજ

તમારી કાર અથવા કારમાંથી ચોરાયેલા પાર્ટ માટે વળતર અથવા કવરેજ.

· કુદરતી આપત્તિ

પૂર, કરા, ભૂકંપ જેવી પ્રાકૃતિક ઘટનાઓ અથવા તોડફોડ જેવી ઘટનાને કારણે તમારી કારને થયેલા કોઈપણ નુકસાન માટે રિપેર અથવા રિપ્લેસમેન્ટ.

· તબીબી ખર્ચ

થયેલ અકસ્માત માટે કોણ જવાબદાર હતું તે ધ્યાનમાં લીધા વિના, અકસ્માતના પરિણામે થતા કોઈપણ તબીબી ખર્ચ માટે કવરેજ.

· કાયદાકીય ખર્ચ

અકસ્માતના પરિણામે થતા કોર્ટના ખર્ચ અને કાનૂની ફી માટે કવરેજ.

મલ્ટી-ઇયર કાર ઇન્શ્યોરન્સ માટે ઍડ-ઑન

મોટાભાગની બહુ વર્ષીય કાર ઇન્શ્યોરન્સ પૉલિસીઓમાં વાહનચાલક તેમની જરૂર મુજબ અતિરિક્ત કવરેજ ઉમેરી શકે છે. આમાં નીચે જણાવેલી ઘટનાઓને કવર કરવામાં આવે છે:

· રોડસાઇડ આસિસ્ટન્સ

આ ટોઇંગ, પંક્ચર થયેલ ટાયરને બદલવું, ડેડ બૅટરીને જમ્પ-સ્ટાર્ટ કરવી અને જો જરૂર પડે તો ઇંધણની ડિલિવરી સાથે સંકળાયેલા ખર્ચને કવર કરે છે.

· કન્ઝ્યુમેબલ્સ કવરેજ

ઘણી પૉલિસીઓ હેઠળ, કારમાં મૂકવામાં આવેલ વ્યક્તિગત વસ્તુઓ ચોરાઇ જવી અથવા અકસ્માત જેવી ઘટનાને કારણે નુકસાન થાય છે અથવા ખોવાઈ જાય છે, તો તેના માટે કવરેજ આપવામાં આવે છે. આખરમાં, મોટાભાગની બહુ-વર્ષીય કાર ઇન્શ્યોરન્સ પૉલિસીઓ દ્વારા, એન્ટી-થેફ્ટ અથવા અથડામણ સામે સુરક્ષા જેવા અતિરિક્ત કવરેજ ઉમેરવામાં આવે, તો ડિસ્કાઉન્ટ ઑફર કરવામાં આવે છે. આ પૉલિસીની એકંદર કિંમતને ઘટાડવામાં મદદ કરી શકે છે. વધુમાં, કેટલીક પૉલિસીઓમાં એક જ કંપનીની એકથી વધુ પૉલિસીઓ ઉમેરવા માટે છૂટ આપવામાં આવી શકે છે.

બહુ-વર્ષીય અને લાંબા ગાળાનો કાર ઇન્શ્યોરન્સ ખરીદવા માટેના નિયમો

ભારતમાં બહુ-વર્ષીય કાર ઇન્શ્યોરન્સ ખરીદવા માટે, વાહનચાલકો નીચે જણાવ્યા મુજબ પાત્ર હોવા જોઈએ:
  • ચાલકની ઉંમર ઓછામાં ઓછી 21 વર્ષની હોવી જોઈએ અને તેમની પાસે માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું જોઈએ.
  • કારનું માન્ય રજિસ્ટ્રેશન અને યોગ્ય થર્ડ-પાર્ટી કવર હોવું જોઈએ.
  • ચાલક પાસે મોટર ઇન્શ્યોરન્સ પૉલિસીનો માન્ય પુરાવો પણ હોવો આવશ્યક છે.
  • કાર મૂળભૂત સુરક્ષા ધોરણો અનુસાર હોવી જરૂરી છે.
  • કારનું દર વર્ષે નિરીક્ષણ કરાવવું અથવા તેણે 'પોલ્યુશન અંડર કંટ્રોલ' (PUC) ટેસ્ટ પાસ કરવી આવશ્યક છે.

તારણ

લાંબા ગાળાનો કાર ઇન્શ્યોરન્સ એ ચાલકો માટે એક શ્રેષ્ઠ વિકલ્પ છે જેઓ તેમને વ્યાજબી કિંમતે કવરેજ ખરીદવા ઇચ્છે છે. સુવિધા, ખર્ચની બચત અને મનની શાંતિ વગેરે જેવા ફાયદાને કારણે, આ પૉલિસી ઉત્તમ પસંદગી બની રહે છે. વધુમાં, તેનું કવરેજ સ્ટાન્ડર્ડ ફોર-વ્હીલર ઇન્શ્યોરન્સ પૉલિસીમાં ઑફર કરવામાં આવતા કવરેજ જેવું જ છે, અને તેની સાથે રોડસાઇડ આસિસ્ટન્સ જેવું અતિરિક્ત કવરેજ ઉમેરવાનો પણ વિકલ્પ પ્રાપ્ત થાય છે. જો કે, આવી પૉલિસી ખરીદતાં લેતા પહેલાં, તે માટેની ઓછામાં ઓછી ઉંમર અને સારો ડ્રાઇવિંગ રેકોર્ડ જેવી યોગ્યતા મેળવવી જરૂરી છે.   ઇન્શ્યોરન્સ એ આગ્રહની વિષયવસ્તુ છે. લાભો, બાકાત, મર્યાદાઓ, નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે, કૃપા કરીને વેચાણ પૂર્ણ કરતા પહેલાં સેલ્સ બ્રોશર/પૉલિસી નિયમાવલીને કાળજીપૂર્વક વાંચો.

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 5 / 5. વોટની સંખ્યા: 18

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે