આઈઆરડીએઆઈ (ધ ઇન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઑફ ઇન્ડિયા) દ્વારા 20 સપ્ટેમ્બર, 2018 ના રોજ નવા નિયમોની જાહેરાત કરવામાં આવી હતી જે, આ બંન્ને પૉલિસીની ખરીદી અને તેને રિન્યૂ કરતી વખતે લાગુ પડે છે: ટૂ-વ્હીલર અને
કાર ઇન્શ્યોરન્સ પૉલિસીઓ. વર્તમાન સીપીએ (ફરજિયાત વ્યક્તિગત અકસ્માત) કવર ખૂબ ઓછું અને અપૂરતું હોવાનું ધ્યાનમાં આવતા પૉલિસીમાં ફેરફારો કરવામાં આવ્યા હતા. લાલ રંગથી ચિહ્નિત કરેલા ઘટકમાં આ ફેરફારો કરવામાં આવ્યા છે. ભારતમાં, તમામ વાહન માલિકો માટે થર્ડ-પાર્ટી લાયબિલિટી ઇન્શ્યોરન્સ ખરીદવું ફરજિયાત છે. આ થર્ડ-પાર્ટી લાયબિલિટી ઇન્શ્યોરન્સના બે ઘટકો છે:
- થર્ડ પાર્ટી - આ ઘટક તમારા ઇન્શ્યોરન્સ ધરાવતા વાહનને કારણે થર્ડ પાર્ટીને (લોકો અને સંપત્તિ) થયેલા નુકસાન અથવા ખોટ સામે કવરેજ પ્રદાન કરે છે.
- માલિક-ડ્રાઇવર માટે સીપીએ કવર - આ ઘટક તમારું ઇન્શ્યોરન્સ ધરાવતું વાહન ચલાવતી વખતે અથવા તેમાં મુસાફરી કરતી વખતે અકસ્માતને કારણે માલિક-ડ્રાઇવર, એટલે કે તમારા મૃત્યુ અથવા કાયમી અપંગતાના કિસ્સામાં કવરેજ પ્રદાન કરે છે.
થર્ડ-પાર્ટી લાયબિલિટી ઇન્શ્યોરન્સમાં નીચેના ફેરફારો છે:
- આ વીમાકૃત રકમ (SI) તમામ વાહનો માટે TP કવર ₹15 લાખ સુધી વધારવામાં આવ્યું છે. અગાઉ, ટુ-વ્હિલર માટે એસઆઈ રુ. 1 લાખ હતી અને કાર માટે રુ.2 લાખ હતી.
- એકદમ નવી પૉલિસીઓ માટે થર્ડ-પાર્ટી લાયબિલિટી ઇન્શ્યોરન્સનો ટીપી ઘટક 5 વર્ષ માટે ખરીદવો ફરજિયાત છે. જ્યારે માલિક-ડ્રાઇવર માટે પીએ કવર મહત્તમ 5 વર્ષની મર્યાદા સાથે 1 અથવા વધુ વર્ષ માટે ખરીદી શકાય છે.
- એકદમ નવી પૉલિસીઓ માટે થર્ડ-પાર્ટી લાયબિલિટી ઈન્સ્યોરન્સનો ટીપી ઘટક બાઇક ઇન્શ્યોરન્સ 3 વર્ષ માટે ફરજિયાતપણે ખરીદવાનો રહેશે. માલિક-ડ્રાઇવર માટે પીએ કવર મહત્તમ 3 વર્ષની મર્યાદા સાથે 1 અથવા વધુ વર્ષ માટે ખરીદી શકાય છે.
- વીમાકૃત રકમમાં વધારાને કારણે, 1 વર્ષ માટે માલિક-ડ્રાઇવર માટે પીએ કવરના પ્રીમિયમની રકમ જીએસટી સિવાય રુ.331 નક્કી કરવામાં આવી છે. અગાઉ ટૂ-વ્હીલર માટે પ્રીમિયમની રકમ રુ.50 અને કાર માટે રુ.100 હતી.
- પીએ કવર કોઈપણ કંપની અથવા સંસ્થાની માલિકીના વાહનો માટે લઈ શકાતું નથી. આમ, કંપનીઓના માલિકીના વાહનો માટે પીએ કવર માટે વધારાનું પ્રીમિયમ ચૂકવવું પડતું નથી.
- 1 થી વધુ વાહન ધરાવતા વ્યક્તિએ માત્ર એક વાહન માટે પીએ કવર માટે પ્રીમિયમ રકમ ચૂકવવાનું રહે છે. માલિક-ડ્રાઇવરની માલિકીના ઇન્શ્યોર્ડ વાહનોમાંથી કોઈપણ વાહનને થતા અકસ્માતને કારણે માલિક-ડ્રાઇવરનું મૃત્યુ અથવા કાયમી અપંગતાના કિસ્સામાં વળતર પ્રદાન કરવા માટે આ પ્રીમિયમની રકમનો ઉપયોગ કરી શકાય છે.
આ ફેરફારો
મોટર ઇન્શ્યોરન્સ તમામ પૉલિસીઓ (નવી અથવા રિન્યુઅલ પ્રક્રિયા) માટે કરવામાં આવ્યા છે. નવા નિયમો હજુ લાગુ થઈ રહ્યા છે અને ઇન્શ્યોરન્સ કંપનીઓ તેમના પ્રતિષ્ઠિત ગ્રાહકોને શ્રેષ્ઠ મોટર ઇન્શ્યોરન્સ પ્લાન્સ પ્રદાન કરવા માટે આ ફેરફારોનું પાલન કરી રહી છે. જો તમને વ્યક્તિગત અકસ્માત કવરમાં કરેલા ફેરફારો સંબંધિત કોઈ પ્રશ્નો હોય તો કૃપા કરીને અમારી વેબસાઇટની મુલાકાત લો અથવા અમારા ટોલ-ફ્રી નંબર દ્વારા અમારો સંપર્ક કરો. અમે મોટર ઇન્શ્યોરન્સ પૉલિસીમાં કરવામાં આવેલા તમામ લેટેસ્ટ ફેરફારોને શામેલ કરવા માટે આ લેખને અપડેટ કરતા રહીશું. વધુ વિગતો માટે નિયમિત મુલાકાત લેતા રહો.
જવાબ આપો