પ્રોડક્ટ
રિન્યુ કરો
ક્લેમ
સપોર્ટ
એક પ્રતિનિધિ બનો
સૂચિત કરેલું
Motor Blog
20 માર્ચ 2022
95 Viewed
Contents
ભારતના રસ્તાઓ પર ચાલતા દરેક મોટર વાહનનો મોટર ઇન્શ્યોરન્સ હોવો જરૂરી છે. થર્ડ-પાર્ટી ઇન્શ્યોરન્સ ખૂબ જ જરૂરી તેમજ ફરજિયાત છે. જો તમે ઇન્શ્યોરન્સ કવર વગર વાહન ચલાવવું યોગ્ય માનો છો, તો તમારી મોટી ભૂલ થાય છે. યોગ્ય વાહન ઇન્શ્યોરન્સ કવરેજ ન હોય તો હાલના કાયદાઓ મુજબ દંડ અથવા અન્ય કાનૂની પગલાંઓ લેવામાં આવી શકે છે. મોટર ઇન્શ્યોરન્સ મહત્વપૂર્ણ છે કારણ કે વાહનને અકસ્માત અથવા નુકસાન થાય તેવી સ્થિતિમાં તે સુરક્ષા તેમજ માનસિક શાંતિ પ્રદાન કરે છે. એક થર્ડ પાર્ટી કાર ઇન્શ્યોરન્સ અણધારી ઘટનાના કિસ્સામાં તમને આર્થિક સુરક્ષા પૂરી પાડે છે. મોટર વાહન અધિનિયમ મુજબ, થર્ડ-પાર્ટી ઇન્શ્યોરન્સ એ કાયદાકીય જરૂરિયાત છે. તેને તમે અલગથી ખરીદી શકો છો અથવા તેને વ્યાપક કાર ઇન્શ્યોરન્સ પ્લાનમાં ઉમેરી શકો છો. તમે ઑનલાઇન કોઈ કાર ઇન્શ્યોરન્સ નક્કી કરો તે પહેલાં, નિયમો અને શરતોને કાળજીપૂર્વક વાંચવા જરૂરી છે.
મોટર વાહન ધરાવતાં દરેક વ્યક્તિ માટે થર્ડ-પાર્ટી ઇન્શ્યોરન્સ કવર જરૂરી છે. તે તમને કોઈપણ આકસ્મિક અથવા કાનૂની જવાબદારી, સંપત્તિના નુકસાન અથવા આર્થિક નુકસાન સામે સુરક્ષિત કરે છે. જો થર્ડ પાર્ટીને ઇજા થાય અથવા તે વ્યક્તિનું તમારા વાહનને કારણે મૃત્યુ થાય છે ત્યારે પણ તે તમને સુરક્ષિત કરે છે. ઇન્શ્યોરર તેને મુખ્યત્વે કાર ઇન્શ્યોરન્સ પ્લાનમાં શામેલ કરી શકે તેવી સંભાવના છે. જો તમે અલગથી થર્ડ-પાર્ટી ઇન્શ્યોરન્સ કવર ધરાવો છો તો પણ તમે તેને વ્યાપક કાર ઇન્શ્યોરન્સ પૉલિસી સાથે ક્લબ કરી શકો છો. કાર ઇન્શ્યોરન્સ જે ડ્રાઇવર-માલિક માટે ઓન ડેમેજ કવર અને વ્યક્તિગત અકસ્માત કવર બંને પ્રદાન કરે છે.
આપણે સૌ જાણીએ છીએ કે ભારતના રસ્તાઓ પર વાહન ચલાવવું જોખમી છે. 199 રાષ્ટ્રોમાં રોડ દુર્ઘટનાને કારણે થતાં મૃત્યુની સંખ્યામાં ભારત ટોચ ઉપર છે. વિશ્વભરમાં થતાં અકસ્માત સંબંધિત મૃત્યુમાંથી 11% ભારતમાં થાય છે. વર્ષ 2019 માં લગભગ 449,002 અકસ્માતો થયા હતાં, જેને પરિણામે 151,113 મૃત્યુ થયા હતાં અને લગભગ 451,361 વ્યક્તિઓને ઈજાઓ થઈ હતી. આ આંકડા ડરામણાં છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં લેતાં, થર્ડ-પાર્ટી મોટર ઇન્શ્યોરન્સ એ પસંદગી કરતાં પણ હવે જરૂરિયાત છે. તેથી, ભારતના રસ્તાઓ પર ચાલતા તમામ મોટર વાહનો માટે થર્ડ-પાર્ટી ઇન્શ્યોરન્સ કવર મહત્વપૂર્ણ છે. તેથી, જો તમે થર્ડ-પાર્ટી લાયબિલિટી કવર ખરીદો છો તો તમે કાનૂની જવાબદારીઓનું પાલન કરી રહ્યા છો અને ભારતમાં કોઈ પણ ચિંતા વિના વાહન ચલાવી શકો છો. યાદ રાખો, થર્ડ-પાર્ટીને થયેલ નુકસાન, ઈજા અથવા મૃત્યુ અને સંપત્તિના નુકસાનના કિસ્સામાં થર્ડ-પાર્ટી ઇન્શ્યોરન્સ તમને આર્થિક સહાય પૂરી પાડે છે. દુર્ભાગ્યપૂર્ણ પરિસ્થિતિઓમાં તે તમને મનની શાંતિ આપે છે. યોગ્ય મોટર ઇન્શ્યોરન્સ પૉલિસી કવર પસંદ કરો કરો અને કોઈપણ ઇન્શ્યોરન્સ ક્લેઇમ સામે સંપૂર્ણ આર્થિક સુરક્ષા મેળવો. * સ્ટાન્ડર્ડ નિયમો અને શરતો લાગુ
ભારતમાં થર્ડ-પાર્ટી ઇન્શ્યોરન્સ કવર હોવાના મુખ્ય લાભો નીચે જણાવેલ છે:
એક જવાબદાર વ્યક્તિ તરીકે, વ્યાપક મોટર ઇન્શ્યોરન્સ પ્લાનમાં રોકાણ કરવાની ભલામણ કરવામાં આવે છે. આ થર્ડ-પાર્ટીની જવાબદારીને કવર કરવાની સાથે સાથે પોતાના નુકસાન માટે તથા વ્યક્તિગત અકસ્માત કવર પણ પ્રદાન કરે છે. તમે ઍડ-ઑન મોટર ઇન્શ્યોરન્સ રાઇડર શામેલ કરી શકો છો જે પ્લાન દ્વારા મળતી સુરક્ષાને વધુ મજબૂત બનાવે છે. અંતિમ નિર્ણય કરતાં પહેલાં, પ્લાનમાં ઑફર કરવામાં આવતી વિશેષતાઓ, લાભોને સમજો. ઇન્શ્યોરન્સ ક્વોટ્સની ઑનલાઇન તુલના કરો અને અંતિમ પસંદગી માહિતી મેળવ્યા બાદ કરો. તમે વિચારી શકો છો ટુ-વ્હીલર ખરીદવાનું અથવા કાર ઇન્શ્યોરન્સ ઑનલાઇન. થર્ડ-પાર્ટી ઇન્શ્યોરન્સ એ કાયદાનો એક ભાગ છે, જેને આપણે ટાળી શકતા નથી. ‘ઇન્શ્યોરન્સ એ વિનંતીનો વિષય છે. લાભો, બાકાત, મર્યાદાઓ, નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે, કૃપા કરીને વેચાણ પૂર્ણ કરતા પહેલાં સેલ બ્રોશર/પૉલિસી નિયમાવલીને કાળજીપૂર્વક વાંચો. ‘
What makes our insurance unique
With Motor On-The-Spot, Health Direct Click, etc we provide fast claim process , Our sales toll free number:1800-209-0144