રિસ્પેક્ટ સિનીયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144 સર્વિસ ચૅટ: +91 75072 45858

અંગ્રેજી

Claim Assistance
Get In Touch
Car Insurance Tax Deduction Guide
30 માર્ચ, 2023

શું કાર ઇન્શ્યોરન્સ ટૅક્સ કપાતપાત્ર છે? મહત્તમ બચત અંગે અમારી માર્ગદર્શિકા

ઇન્શ્યોરન્સ પૉલિસીઓ અનપેક્ષિત નાણાંકીય નુકસાનને સુરક્ષિત કરવાનો એક માર્ગ છે. ભલે તે તમારા જીવન, તમારા સ્વાસ્થ્ય, તમારી મુસાફરી અથવા તમારી કારનું નુકસાન હોય, તમારી પાસે તેમના માટે ઇન્શ્યોરન્સ પ્લાન હોય છે. પરંતુ જ્યારે જીવન અને હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનની વાત આવે છે, ત્યારે ઇન્કમ ટૅક્સ અધિનિયમ ચૂકવેલ પ્રીમિયમ માટે કેટલીક કપાતોની મંજૂરી આપે છે. આને સામાન્ય રીતે ઘણા લોકો જાણતા હોય છે અને ટૅક્સ બચાવવા માટે ઉપયોગમાં લેતા હોય છે. જો કે, તે કેટલીક શરતોને આધિન છે જેનું પાલન કરવું આવશ્યક છે. પરંતુ, તમારી કાર ઇન્શ્યોરન્સ પૉલિસી માટે તમે જે પ્રીમિયમ ચૂકવો છો તેનું શું? શું તે તમારા ટૅક્સની ગણતરીમાં કપાતપાત્ર છે? આ લેખમાં, આપણે કાર ઇન્શ્યોરન્સ ટૅક્સ કપાતપાત્ર છે કે કેમ, તેની કપાતનો ક્લેઇમ કરવા માટે કોણ પાત્ર છે અને આવી કપાતનો ક્લેઇમ કેવી રીતે કરવો તે આપણે જાણીએ.

શું કાર ઇન્શ્યોરન્સ પ્રીમિયમ ટૅક્સ કપાતપાત્ર છે?

"શું કાર ઇન્શ્યોરન્સ ટૅક્સ કપાતપાત્ર છે" નો જવાબ 'હા' છે તેમજ 'ના' પણ છે. તમે જે હેતુ માટે કારનો ઉપયોગ કરો છો તેના આધારે, તમે તેના પ્રીમિયમની કપાતનો ક્લેઇમ કરી શકો છો. તમે તમારા કાર ઇન્શ્યોરન્સ પ્રીમિયમની કપાતનો ક્લેઇમ કેવી રીતે કરી શકો છો તે સમજાવતી બે પરિસ્થિતિઓ અહીં આપેલ છે.
  1. કારનો ઉપયોગ ખાસ કરીને વ્યક્તિગત હેતુઓ માટે કરવામાં આવે

જો તમે તમારી કારનો ઉપયોગ માત્ર વ્યક્તિગત હેતુઓ માટે કરો છો, તો પ્રીમિયમની કપાતનો કોઈ ક્લેઇમ કરી શકાતા નથી. આ મોટાભાગે પગારદાર વ્યક્તિઓ માટેનો કિસ્સો છે જે તેમની કારોમાં કામ પર જવા માટે કારમાં પ્રવાસ કરે છે. કારણ કે નિયોક્તા દ્વારા મુસાફરી ભથ્થું ચૂકવવામાં આવે છે, તેથી તેના ઇન્શ્યોરન્સ પ્રીમિયમ માટે કોઈ વધુ કપાતનો ક્લેઇમ કરી શકાતો નથી. જ્યારે નિયોક્તા તમને કાર પ્રદાન કરે છે ત્યારે પણ આ સાચું છે.
  1. કારનો ઉપયોગ બિઝનેસ હેતુઓ માટે કરવામાં આવે

જો તમે તમારી બિઝનેસ પ્રવૃત્તિઓ કરવા માટે કારનો ઉપયોગ કરો છો, તો તમે તેના પ્રીમિયમની કપાતનો ક્લેઇમ કરી શકો છો. તેના પ્રીમિયમની કપાત ઇન્કમ ટૅક્સ અધિનિયમના કોઈપણ સેક્શન હેઠળ સીધી ઉપલબ્ધ નથી. તેના બદલે, તે તમારા બિઝનેસ ખર્ચમાં ઉમેરો કરીને ઉપલબ્ધ છે, જેથી તમારા બિઝનેસ માટે જે કુલ નફા પર ટૅક્સ ચૂકવવાનો હોય છે તેમાં એકંદરે ઘટાડો થાય છે. આમ, તમારા કાર ઇન્શ્યોરન્સ પ્રીમિયમની કપાતનો ક્લેઇમ કરવાની કોઈ સીધી રીત નથી. જો કે, ઉપરોક્ત રીતનો ઉપયોગ ફક્ત પ્રોફેશનલ અને ઉદ્યોગપતિઓ જ કરી શકે છે જેઓ તેમના વાહનોનો ઉપયોગ બિઝનેસ ઉપયોગ માટે કરે છે. વાહનનો ઉપયોગ સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બિઝનેસ માટે કરવામાં આવ્યો છે કે કેમ તેના આધારે પ્રીમિયમની કપાત સંપૂર્ણપણે અથવા સપ્રમાણ ધોરણે ઉપલબ્ધ છે. આવા વર્ગીકરણ વિશેની વધુ વિગતો માટે, તમે તમારા ટૅક્સ પ્રોફેશનલ અથવા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો સંપર્ક કરી શકો છો. **

તમારા કાર ઇન્શ્યોરન્સ પ્રીમિયમની કપાતનો ક્લેઇમ કરવાની રીતો શું છે?

  • કોમ્પ્રિહેન્સિવ અથવા થર્ડ-પાર્ટી કાર ઇન્શ્યોરન્સ પૉલિસીમાં કપાતને ક્લેઇમ કરવા માટે, તમારે તમારા એકાઉન્ટના હિસાબ-કિતાબ જાળવવાની જરૂર છે. એકાઉન્ટના હિસાબ-કિતાબની જાળવણી એ સુનિશ્ચિત કરે છે કે તમારા બિઝનેસ માટે તમામ કપાતપાત્ર ખર્ચ કુલ વેચાણમાંથી બાદ કરી શકાય છે જેથી નફો નિર્ધારિત કરી શકાય. **
  • વધુમાં, જો તમારા બિઝનેસનું ટર્નઓવર ₹1 કરોડથી વધુનું છે, તો તમારે પ્રમાણિત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દ્વારા તમારા હિસાબ-કિતાબને ઑડિટ કરાવવાના રહેશે. **
  • એકવાર તમારો હિસાબ કિતાબ વ્યવસ્થિત થઈ જાય, પછી કાર ઇન્શ્યોરન્સ પ્રીમિયમની રસીદોને કપાતપાત્ર ખર્ચ તરીકે ક્લેઇમ કરી શકાય છે, જેનાથી ટૅક્સની ગણતરી કરવા માટેના કુલ નફામાં ઘટાડો થાય છે. **
  • સ્ત્રોત પર કપાત કરેલા ટૅક્સના આધારે, તમને રિફંડ કરવામાં આવશે અથવા અતિરિક્ત ટૅક્સની ચુકવણી કરવાની જરૂર પડશે.

શું ઇન્શ્યોરન્સ ક્લેઇમની રકમ પર પણ ટૅક્સ કપાતપાત્ર છે?

ઇન્શ્યોરન્સ પ્લાન ક્ષતિપૂર્તિના સિદ્ધાંત પર કામ કરે છે. તેથી, આ નફો કમાવવાનું સાધન નથી, પરંતુ નુકસાનની ભરપાઇ કરવાનું એક સાધન છે. પૉલિસીધારક તરીકે, જ્યારે તમે ક્લેઇમ કરો ત્યારે તમે નફો મેળવી રહ્યા નથી. તેથી, ઇન્શ્યોરન્સ કંપની દ્વારા ચૂકવેલ ક્લેઇમ ટૅક્સને પાત્ર નથી. ઇન્શ્યોરર તમને થયેલા આર્થિક નુકસાન માટે ચુકવણી કરે છે. ચાલો આને સમજવા માટે એક ઉદાહરણ જોઈએ: શ્રીમાન સંજય પાસે ચાર વર્ષ જૂની કાર છે, જેની ઇન્શ્યોર્ડ ડિકલેર્ડ વેલ્યૂ (આઇડીવી) ₹5 લાખ છે. આગને કારણે તેની કારને રિપેર ન થઈ શકે તેવું નુકસાન થયું. ઇન્શ્યોરર સાથેનો ક્લેઇમ કુલ નુકસાનના કિસ્સામાં પરિણમે છે અને આમ, ઇન્શ્યોરર દ્વારા વળતર તરીકે ₹5 લાખ ચૂકવવામાં આવ્યા. કારનો ઉપયોગ શ્રીમાન સંજય દ્વારા તેના બિઝનેસ માટે કરવામાં આવ્યો હતો અને ક્લેઇમ દ્વારા સંપૂર્ણ આઇડીવી ચૂકવવામાં આવી હતી, તેથી તેઓ માનતા હતા કે તેના પર ટૅક્સ લગાવવામાં આવશે. જો કે, ₹5 લાખની ચુકવણી પર કોઈ ટૅક્સ લાગુ પડતો નથી.

શું કાર ઇન્શ્યોરન્સ પૉલિસી હોવી ફરજિયાત છે?

હા, દેશમાં તમામ રજિસ્ટર્ડ વાહનો માટે મોટર ઇન્શ્યોરન્સ ફરજિયાત છે. ભારતમાં કાનૂની રીતે વાહન ચલાવવા માટે, માન્ય રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ, પીયુસી સર્ટિફિકેટ અને માન્ય મોટર ઇન્શ્યોરન્સ પૉલિસી હોવી જરૂરી છે. કાર આ નિયમમાં કોઈ અપવાદ નથી અને તેથી, તમામ કાર માટે કાર ઇન્શ્યોરન્સ પૉલિસી હોવી જરૂરી છે. વધુમાં, કાર ઇન્શ્યોરન્સ પૉલિસી એક વખતની પ્રક્રિયા નથી. કવરેજને ચાલુ રાખવા માટે દરેક મુદત બાદ તેને સતત રિન્યુ પણ કરવી આવશ્યક છે. *

નિષ્કર્ષ

જો કારનો ઉપયોગ બિઝનેસ હેતુઓ માટે કરવામાં આવે તો કાર ઇન્શ્યોરન્સ પ્રીમિયમને કપાતપાત્ર ખર્ચ તરીકે ક્લેઇમ કરી શકાય છે. જ્યારે પસંદ કરવા માટે વિવિધ ઇન્શ્યોરન્સ પ્લાન હોય છે, ત્યારે કઈ પૉલિસી પસંદ કરવી તે નક્કી કરવું મૂંઝવણભર્યું હોઈ શકે છે. ત્યારે તમે ઉપયોગ કરી શકો છો કાર ઇન્શ્યોરન્સ કૅલ્ક્યૂલેટર. આ સર્વશ્રેષ્ઠ ટૂલ માત્ર તેમના પ્રીમિયમના આધારે વિવિધ પૉલિસીઓની તુલના કરવામાં જ નહીં, પરંતુ તેમની વિશેષતાઓના આધારે પણ ઉપયોગી છે.   ઇન્શ્યોરન્સ એ આગ્રહની વિષયવસ્તુ છે. લાભો, બાકાત, મર્યાદાઓ, નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે, કૃપા કરીને વેચાણ પૂર્ણ કરતા પહેલાં સેલ્સ બ્રોશર/પૉલિસી નિયમાવલીને કાળજીપૂર્વક વાંચો. * સ્ટાન્ડર્ડ નિયમો અને શરતો લાગુ ** ટૅક્સ લાભો લાગુ કાયદામાં ફેરફારને આધિન છે.

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 5 / 5. વોટની સંખ્યા: 1

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે