પ્રોડક્ટ
રિન્યુ કરો
ક્લેમ
સપોર્ટ
એક પ્રતિનિધિ બનો
સૂચિત કરેલું
Motor Blog
30 જુલાઈ 2019
76 Viewed
ભારતમાં ટૂ-વ્હીલર અથવા ફોર-વ્હીલર ચલાવવા માટે ડ્રાઇવિંગ લાઇસન્સ એ એક ફરજિયાત ડૉક્યૂમેન્ટ છે જે તમારી પાસે હોવું જરૂરી છે. આ મહત્વપૂર્ણ ડૉક્યૂમેન્ટ ભારત સરકાર દ્વારા જારી કરવામાં આવે છે અને પ્રાદેશિક પરિવહન કાર્યાલય (આરટીઓ) દ્વારા સંચાલિત કરવામાં આવે છે. ભારતમાં, તમે 16 વર્ષની ઉંમરે ડ્રાઇવિંગ લાઇસન્સ માટે અરજી કરી શકો છો, જેમાં સૌ પ્રથમ કાચું ડ્રાઇવિંગ લાઇસન્સ આપવામાં આવે છે, જેને 18 વર્ષના થયા બાદ કાયમી કે પાકા લાઇસન્સમાં રૂપાંતરિત કરી શકાય છે. જો કે, તમારે ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માટે વિશિષ્ટ ડૉક્યૂમેન્ટ જમા કરાવવાના રહેશે અને ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાની રહેશે.
ભારતીય રસ્તાઓ પરની અવ્યવસ્થા અને વધતા અકસ્માતોને ધ્યાનમાં રાખીને, ભારત સરકાર કેટલાક ડ્રાઇવિંગ અને ટ્રાફિક નિયમો બદલવાની યોજના બનાવી રહી છે. આ નિયમોમાં સુધારો વાહનોથી ભરચક રસ્તાઓ પર ડ્રાઇવિંગ કરનાર લોકોમાં વધુ શિસ્ત લાવશે તેવી અપેક્ષા છે. આવા એક પગલાં તરીકે, ભારતના માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા ભારતમાં ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માટે આધાર કાર્ડને ફરજિયાત ડૉક્યૂમેન્ટ બનાવવા માટે લોક સભામાં બિલનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. બિલમાં ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા લોકોને ભારે દંડ કરવાનો અને ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવાની પ્રક્રિયાને ડિજિટલ કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવેલ છે. આ બિલ લોકસભામાં પસાર થઈ ગયું છે અને હવે રાજ્યસભાના સભ્યોની મંજૂરી માટે મોકલવામાં આવેલ છે. તેથી, થોડા સમયમાં જ ડ્રાઇવિંગ લાઇસન્સ માટે અરજી કરતી વખતે તમારું આધાર કાર્ડ ફરજિયાતપણે સબમિટ કરવું પડી શકે છે. તે ઉપરાંત, ભારતમાં તમારું વાહન ચલાવતી વખતે માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ ઉપરાંત તમારી પાસે મોટર ઇન્શ્યોરન્સ પૉલિસી પણ હોવી જરૂરી છે. કોમ્પ્રિહેન્સિવ ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ અથવા કાર ઇન્શ્યોરન્સ પૉલિસી હોવો સારી બાબત છે, કે જે તમને કોઈપણ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાના કિસ્સામાં સુરક્ષિત કરે છે.
3177 Viewed
5 mins read
20 ઓક્ટોબર 2024
175 Viewed
5 mins read
16 નવેમ્બર 2024
49 Viewed
5 mins read
15 ડિસેમ્બર 2025
95 Viewed
5 mins read
07 જાન્યુઆરી 2022
What makes our insurance unique
With Motor On-The-Spot, Health Direct Click, etc we provide fast claim process , Our sales toll free number:1800-209-0144