પ્રોડક્ટ
રિન્યુ કરો
ક્લેમ
સપોર્ટ
એક પ્રતિનિધિ બનો
સૂચિત કરેલું
Motor Blog
16 સપ્ટેમ્બર 2021
140 Viewed
Contents
ઇન્શ્યોરન્સ કોન્ટ્રાક્ટ એ ચોક્કસ પ્રકારના જોખમો સામે કવરેજ પ્રદાન કરવા માટે તમારા, પૉલિસીધારક અને ઇન્શ્યોરન્સ કંપની વચ્ચેનો કરાર છે. આ કોન્ટ્રાક્ટ કાયદાકીય રીતે લાગુ પડે છે અને તે ચોક્કસ સમયગાળા માટે માન્ય હોય છે. આ સમયગાળો પૂરો થયા બાદ તમારે ભવિષ્યમાં કવરેજ મેળવવા માટે તેને રિન્યુ કરાવવાનો રહે છે. કાર ઇન્શ્યોરન્સ હવે માત્ર કાયદાકીય રીતે ફરજિયાત જ નથી, પરંતુ જરૂરી પણ છે. ઇન્શ્યોરન્સના કોઈપણ અન્ય કોન્ટ્રાક્ટની જેમ, કાર ઇન્શ્યોરન્સ પૉલિસીઓ પણ માત્ર ચોક્કસ સમયગાળા માટે માન્ય હોય છે. દરેક પૉલિસીના સમયગાળાના અંતે, તમારે બેવડો લાભ, એટલે કે કાયદાના પાલન માટે તથા તમારી કારને અકસ્માત, નુકસાન અને અન્ય જોખમો સામે સુરક્ષિત કરવા માટે તેને રિન્યુ કરાવવી જરૂરી છે. તમારી કવરેજની જરૂરિયાત અનુસાર રેગ્યુલેટર, ઇન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઑથોરિટી ઑફ ઇન્ડિયા (આઇઆરડીએઆઇ) બે પ્રકારની પૉલિસીઓ ઑફર કરે છે - થર્ડ-પાર્ટી પૉલિસી અને વ્યાપક પ્લાન. તમે તેમાંથી કોઈપણ પસંદ કરી શકો છો, જો કે, તમારી પાસે થર્ડ-પાર્ટી કવર હોવો જરૂરી છે. જો તમારી પાસે વાહન ઇન્શ્યોરન્સ પૉલિસી ન હોય તો ભારે દંડ તેમજ જેલની સજા પણ થઈ શકે છે. આમ, સમયસર રિન્યુઅલ કરાવવું જરૂરી છે. આમ કરવા માટે તમારે તમારી કાર ઇન્શ્યોરન્સ પૉલિસીની મુદત પૂરી થવાની તારીખની નોંધ રાખવાની રહેશે. તમને મળતું કવરેજ બંધ ન થઈ જાય તે માટે, સમાપ્તિની તારીખ કઇ કઇ જગ્યાએથી જાણી શકાય છે તે વિશે આ લેખમાં માહિતી આપવામાં આવેલ છે –
ઇન્શ્યોરન્સ પૉલિસી એ કવરેજની મુદત લંબાવવામાં આવે તે સમયે ઇન્શ્યોરર દ્વારા તમને આપવામાં આવતો ડૉક્યૂમેન્ટ છે. તમે કાર ઇન્શ્યોરન્સ ઑનલાઇન કે ઑફલાઇન, ઇન્શ્યોરન્સ કંપની દ્વારા આ ડૉક્યૂમેન્ટ આપવામાં આવે છે જેમાં તમારી પૉલિસી વિશેની સંપૂર્ણ વિગતો જણાવેલ હોય છે. તમારા ઇન્શ્યોરન્સ કોન્ટ્રાક્ટની સમાપ્તિની તારીખ આ ડૉક્યૂમેન્ટમાંથી મળી શકે છે. પૉલિસી વ્યાપક પ્લાન પ્રકારની હોય કે થર્ડ-પાર્ટી કવર, તેનો ઉલ્લેખ તમામ પૉલિસી ડૉક્યૂમેન્ટમાં કરવામાં આવે છે.
જો તમે તમારી પૉલિસી ઇન્શ્યોરન્સ એજન્ટ પાસેથી ખરીદી છે, તો તમે તેમનો સંપર્ક કરી શકો છો અને તમારી પૉલિસીની સમાપ્તિની તારીખ જાણી શકો છો. સામાન્ય રીતે ઇન્શ્યોરન્સ એજન્ટ પાસે પૉલિસી ડૉક્યૂમેન્ટની એક કૉપી હોય છે કે જેથી તેઓ તમને ક્લેઇમને લગતા પ્રશ્નો માટે અને સેટલમેન્ટની પ્રક્રિયામાં મદદ કરી શકે.
જો તમે તમારી પૉલિસી સીધી ઇન્શ્યોરર પાસેથી ખરીદી છે, તો તમારી પૉલિસીની સમાપ્તિની તારીખની વિગતો ફોન દ્વારા પૂછી શકાય છે. ગ્રાહક સહાય ટીમ દ્વારા કેટલીક વ્યક્તિગત વિગતો પૂછવામાં આવશે, જે તેમણે તમારી પૉલિસીની વિગતો પ્રાપ્ત કરવામાં મદદ કરશે અને તમને તેની સમાપ્તિની તારીખ વિશેની માહિતી પ્રદાન કરશે. અહીં, તમે રિન્યુઅલ પ્રક્રિયા અને ઉપલબ્ધ વિવિધ ચુકવણી પદ્ધતિઓ વિશે પણ પૂછપરછ કરી શકો છો. વૈકલ્પિક રીતે, તમે ઇન્શ્યોરન્સ કંપનીના ઑફિસની પણ મુલાકાત લઈ શકો છો. કોઈપણ વ્યક્તિ કે જે કૉલ પર માહિતી કેવી રીતે મેળવવી તે વિશે જાણતાં નથી અથવા તે વિકલ્પ તેમણે માટે આરામદાયક નથી, તેમના માટે તમારી ઇન્શ્યોરન્સ કંપનીના ઑફિસની મુલાકાત લેવી એ વધુ સારો વિકલ્પ હશે. ટેલિફોન પર પૂછવામાં આવતી માહિતીની જેમ જ, તમારે તમારી પૉલિસી વિશે કેટલીક વિગતો આપવાની રહેશે, અને ત્યાર બાદ સમાપ્તિની તારીખ સહિતની કાર ઇન્શ્યોરન્સ રિન્યુઅલ, કોઈપણ માહિતી પ્રદાન કરવામાં આવશે.
જો તમારી ઇન્શ્યોરન્સ કંપનીની કોઇ એપ્લિકેશન છે, તો તમે તમારી તમામ પૉલિસીઓને આવી એપમાં સ્ટોર કરી શકો છો અને તેના કવરેજની સમાપ્તિની તારીખ તેમાંથી જાણી શકો છો. ઇન્શ્યોરન્સ કંપનીઓ ઘણીવાર નોટિફિકેશન મોકલવામાં આવે છે, જે તમને તમારી રિન્યુઅલની તારીખ ટૂંક સમયમાં જ આવી રહી હોવાનું યાદ અપાવે છે.
ઇન્શ્યોરન્સ ઇન્ફોર્મેશન બ્યુરો અથવા IIB એક એવી સંસ્થા છે જેની પાસે, જારી કરવામાં આવેલ તમામ ઇન્શ્યોરન્સ પૉલિસીઓનો ડેટા હોય છે. તેમની વેબસાઇટની મુલાકાત લઈને તમે તમારી કાર ઇન્શ્યોરન્સ પૉલિસી સંબંધિત જરૂરી માહિતી મેળવી શકો છો. આ રીતે કેટલાક વિવિધ સ્થળેથી તમે સમાપ્તિની તારીખ મેળવી શકો છો. સમયસર રિન્યુઅલ ન કરાવવાથી પૉલિસીનું કવરેજ અટકી જવાની સાથે સાથે કેટલાક સંચિત થયેલ લાભો, કે જે રિન્યુઅલ સમયે પ્રાપ્ત થતા હોય છે, તે પણ રદ થઈ શકે છે. તેથી, રિમાઇન્ડરનો ઉપયોગ કરો અને પૉલિસીને ઍડવાન્સમાં રિન્યુ કરાવો. ઇન્શ્યોરન્સ એ વિનંતીનો વિષય છે. લાભો, બાકાત, મર્યાદાઓ, નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે, કૃપા કરીને વેચાણ પૂર્ણ કરતા પહેલાં સેલ બ્રોશર/પૉલિસી નિયમાવલીને કાળજીપૂર્વક વાંચો. *સ્ટાન્ડર્ડ નિયમો અને શરતો લાગુ *ઇન્શ્યોરન્સ એ આગ્રહની વિષયવસ્તુ છે. લાભો, બાકાત, મર્યાદાઓ, નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે, કૃપા કરીને ખરીદતાં પહેલાં સેલ્સ બ્રોશર/પૉલિસી નિયમાવલીને કાળજીપૂર્વક વાંચો.
3177 Viewed
5 mins read
20 ઓક્ટોબર 2024
175 Viewed
5 mins read
16 નવેમ્બર 2024
49 Viewed
5 mins read
15 ડિસેમ્બર 2025
95 Viewed
5 mins read
07 જાન્યુઆરી 2022
What makes our insurance unique
With Motor On-The-Spot, Health Direct Click, etc we provide fast claim process , Our sales toll free number:1800-209-0144