રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144| સર્વિસ: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858

અંગ્રેજી

Claim Assistance
Get In Touch
Number of Car Insurance Claims Each Year
23 મે, 2022

વર્ષ દરમિયાન કેટલા કાર ઇન્શ્યોરન્સ ક્લેઇમ કરી શકાય છે?

જો તમે કાર ધરાવો છો, તો કાર ઇન્શ્યોરન્સ એ કાનૂની તેમજ આર્થિક સુરક્ષાને સુનિશ્ચિત કરવાની એક સ્માર્ટ રીત છે. કાયદા પ્રમાણે દ્વારા કાર ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદવી ફરજિયાત છે, તો તમે પહેલેથી જ તેની ચુકવણી કરી રહ્યા હોવ ત્યારે સંપૂર્ણ ફાયદો શા માટે ન લેવો?? તેથી, માત્ર થર્ડ-પાર્ટીની કાનૂની જવાબદારીઓ સામે જ નહીં પરંતુ તમારી કારના નુકસાન સામે પણ રક્ષણ આપે ટેવો કોમ્પ્રિહેન્સિવ ઇન્શ્યોરન્સ પસંદ કરવો જોઈએ. બીજી તરફ, થર્ડ-પાર્ટી પ્લાન ઇન્શ્યોરન્સ કવર ફરજિયાત છે પરંતુ તેમાં આપવામાં આવતું કવરેજ પૂરતું નથી. તમારો ફોર-વ્હીલર ઇન્શ્યોરન્સ પ્લાન નુકસાનની ભરપાઈ માટે ઉપયોગી બની શકે છે. ઇન્શ્યોરરને સૂચિત કરવાની અને કોઈપણ વળતર પ્રાપ્ત કરવાની આ પ્રક્રિયાને ક્લેઇમ કહેવામાં આવે છે. તેથી પૉલિસીધારક તરીકે, તમે કેટલી વખત ક્લેઇમ કરી શકો છો તેમ વિચારી રહ્યા છો?? વધુ જાણવા માટે આગળ વાંચો.

વર્ષ દરમિયાન કેટલા કાર ઇન્શ્યોરન્સ ક્લેઇમ કરી શકાય છે?

ઇન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઑથોરિટી ઑફ ઇન્ડિયા (આઇઆરડીએઆઇ) દ્વારા ઇન્શ્યોરન્સ ક્લેઇમની સંખ્યા પર કોઈ મર્યાદા લાગુ કરવામાં આવી નથી. તેથી, તમારા ઇન્શ્યોરર પાસેથી કોઈપણ સંખ્યામાં ક્લેઇમ કરી શકાય છે, અને જો તે યોગ્ય હશે તો તે માટે ચુકવણી પણ કરવામાં આવશે. જો કે, ખાસ કરીને નાના રિપેર માટે વારંવાર ઇન્શ્યોરન્સ ક્લેઇમ કરવાની સલાહ આપવામાં આવતી નથી. આમ કરવાથી નો-ક્લેઇમ બોનસ, કે જે એક અતિરિક્ત લાભ છે અને જે પ્રીમિયમના ભારને ઘટાડવામાં મદદ કરે છે, તેની પર અસર થાય છે. ઉદાહરણ તરીકે, તમારા બમ્પરને થયેલ નુકસાન અથવા તૂટેલા મિરર જેવા નાના રિપેરીંગ માટે ક્લેઇમ કરવો એ સ્માર્ટ પસંદગી નથી. માત્ર મોટી રકમના નુકસાનના માટે ક્લેઇમ કરવું યોગ્ય છે.

એકથી વધુ કાર ઇન્શ્યોરન્સ ક્લેઇમ કરવાની શું અસર થાય છે?

ઉપર જણાવ્યા અનુસાર, કેટલા ક્લેઇમ કરી શકાય છે તે પર કોઈ મર્યાદા નથી, પરંતુ તમે તે કયા સમયે દાખલ કરો છો તે વિશે જાણવું ખૂબ જરૂરી છે. વારંવાર ક્લેઇમ કરવાથી પ્રતિકૂળ અસર શા માટે થઈ શકે છે તેના કેટલાક કારણો અહીં આપેલ છે:

·       એનસીબી લાભોનું નુકસાન

નો-ક્લેઇમ બોનસ અથવા એનસીબી એ એક લાભ છે જે ક્લેઇમ ન કરવામાં આવે ત્યારે ઇન્શ્યોરન્સ કંપનીઓ ઑફર કરે છે. આ બોનસ રિન્યુઅલ પ્રીમિયમમાં ઘટાડા રૂપે આપવામાં આવે છે. આવા ઘટાડાની ટકાવારી ઓન-ડેમેજ પ્રીમિયમના 20% થી 50% જેટલી હોય છે 5th વર્ષના અંતે, અને પ્રત્યેક ક્લેઇમ વિનાના પૉલિસીના સમયગાળા માટે. તેથી, જ્યારે ઇન્શ્યોરન્સ ક્લેઇમ કરવામાં આવે ત્યારે રિન્યુઅલની આ રકમ શૂન્ય થઈ શકે છે. કૃપા કરીને વધુ વિગતો માટે આઇઆરડીએઆઇની અધિકૃત વેબસાઇટની મુલાકાત લો.

·       પ્રીમિયમ રકમનું રિસ્ટોરેશન

વારંવાર ઇન્શ્યોરન્સ ક્લેઇમ કરવાનો એક અન્ય ગેરલાભ એ છે કે તમારી વ્યાપક કાર ઇન્શ્યોરન્સ પ્રીમિયમ તેની મૂળ રકમમાં રિસ્ટોર કરવામાં થાય છે. જ્યારે એનસીબી શૂન્ય થાય છે, ત્યારે પ્રીમિયમ મૂળ રકમ જેટલું રિસ્ટોર થાય છે, અને તેથી તમારે ચુકવવું જોઈએ તે કરતાં વધુ ચુકવણી કરવી પડશે.

·       ઝીરો-ડેપ્રિશિયેશન કવરના કિસ્સામાં મર્યાદાઓ

જો તમારો સ્ટાન્ડર્ડ ઇન્શ્યોરન્સ પ્લાન ઝીરો-ડેપ્રિશિયેશન ઍડ-ઑન ધરાવે છે, તો પૉલિસી હેઠળ સ્પેરના રિપ્લેસમેન્ટ દરમિયાન ડેપ્રિશિયેશન માટે પણ કવરેજ પ્રદાન કરે છે. આ ઍડ-ઑન્સ સ્ટાન્ડર્ડ પૉલિસી કવર ઉપરાંતના હોવાને કારણે તેમની શરતો ઇન્શ્યોરન્સ કંપની દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવે છે. તેથી, આ શરતો દ્વારા, ઇન્શ્યોરન્સ ક્લેઇમ હેઠળ ડેપ્રિશિયેશનની કવર કરવા પાત્ર સંખ્યા નિર્ધારીત કરી શકાય છે.

·       આઉટ-ઑફ-પૉકેટ ખર્ચ: કપાતપાત્ર

જ્યારે તમે ઇન્શ્યોરન્સ ક્લેઇમ કરો છો, ત્યારે કપાતપાત્ર એ રકમ છે જે તમારે ચૂકવવાની રહે છે. કપાતપાત્રની આ રકમ આગળ બે શ્રેણીઓમાં વિભાજિત કરવામાં આવી છે - ફરજિયાત અને સ્વૈચ્છિક. ફરજિયાત કપાતપાત્ર આઇઆરડીએઆઇ દ્વારા નિર્ધારીત કરવામાં આવે છે, અને સ્વૈચ્છિક કપાતપાત્ર તમારી પૉલિસીની શરતોમાં ઉલ્લેખિત હોવાથી, ક્લેઇમ સમયે તમારે ચુકવવાપાત્ર રકમને ધ્યાનમાં લેવાની રહે છે.

એવી પરિસ્થિતિઓ જેમાં તમારે કાર ઇન્શ્યોરન્સ ક્લેઇમ કરવો જોઈએ નહીં

કેટલીક ચોક્કસ પરિસ્થિતિઓમાં કાર ઇન્શ્યોરન્સ ક્લેઇમ દાખલ કરવા વિશે તમે મૂંઝવણ અનુભવી શકો છો. નીચે જણાવેલ 2 કિસ્સાઓમાં ક્લેઇમ ફાઇલ કરવો યોગ્ય રહેશે નહીં. પરિસ્થિતિ #1: જો રિપેરીંગનો ખર્ચ તમારી પૉલિસીની કપાતપાત્ર રકમ કરતાં ઓછો હોય પરિસ્થિતિ #2: એકત્ર થયેલ નો ક્લેઇમ બોનસ (એનસીબી) રકમ તમારા રિપેરના ખર્ચ કરતાં વધુ હોય સંક્ષિપ્તમાં, તમે તમારી કાર ઇન્શ્યોરન્સ પૉલિસીમાં કોઈપણ સંખ્યામાં ક્લેઇમ કરી શકો છો, પરંતુ ઉપર ઉલ્લેખિત કારણોસર વારંવાર ક્લેઇમ ન કરવો એક સમજદારીપૂર્ણ નિર્ણય છે.   ઇન્શ્યોરન્સ એ આગ્રહની વિષયવસ્તુ છે. લાભો, બાકાત, મર્યાદાઓ, નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે, કૃપા કરીને ખરીદતાં પહેલાં સેલ્સ બ્રોશર/પૉલિસી નિયમાવલીને કાળજીપૂર્વક વાંચો.    

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 5 / 5. વોટની સંખ્યા: 18

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે