રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144 સર્વિસ ચૅટ: +91 75072 45858

અંગ્રેજી

Claim Assistance
Get In Touch
5 Documents to Carry to Avoid Traffic Challans
16 મે, 2022

મુંબઈ ટ્રાફિક પોલિસ ઇ-ચાલાન – સ્થિતિની તપાસ અને ઇ-ચુકવણી પ્રક્રિયા

મુંબઈ, મનોરંજન અને નાણાંકીય રાજધાની. એક શહેર જે ક્યારેય ઊંઘતું નથી અને અવારનવાર તેને 'સ્વપ્નોના શહેર' તરીકે ઓળખવામાં આવે છે. મુંબઈ, મહારાષ્ટ્રની રાજધાની સૌથી વધુ ગીચ શહેરોમાંથી એક છે. વ્યસ્ત રસ્તાઓ પર દરરોજ ઘણા બધા વાહનો દોડતા હોવાથી, ટ્રાફિક પોલિસ નિયમો તોડનાર દરેક વ્યક્તિ વિરુદ્ધ કઠોર પગલાં લેવા માટે સતર્ક છે. સદનસીબે, મુંબઈમાં ઇ-ચાલાન સિસ્ટમ પણ અમલમાં મૂકવામાં આવેલ છે. આનાથી સ્થાનિક ટ્રાફિક પોલીસને નિયમ તોડનારને ઓળખવાની સરળતા રહે છે અને તેવી જ રીતે ઇ-ચાલાનના રૂપમાં એસએમએસ દ્વારા પેનલ્ટી જારી કરવાની સુવિધા મળે છે. મુંબઈમાં વાહન પર ચાલાન, તેની ચુકવણી અને ચાલાનની સ્થિતિ કેવી રીતે તપાસવી તે વિશે વધુ જાણો.

ઇ-ચાલાન શું છે?

ઇ-ચાલાનને સમજતા પહેલાં અમને મુખ્યત્વે ચાલાન શબ્દની સમજૂતી સ્પષ્ટ કરવા દો. સરળ શબ્દોમાં, ચાલાન એક અધિકૃત પેપર છે, જે વાહનના માલિકો/ડ્રાઇવરોને ટ્રાફિકના નિયમો અને નિયમનોનું ઉલ્લંઘન કરવા માટે જારી કરવામાં આવે છે. તેથી જ્યારે ટ્રાફિક ચાલાન જારી કરવામાં આવે, ત્યારે તમારે મોટર વાહન અધિનિયમ, 1988 મુજબ અપરાધના સ્થળે દંડ ચૂકવવાનો હોય છે. ટ્રાફિક પોલિસ વિભાગ ડ્રાઇવિંગ કરતી વખતે ટ્રાફિકના નિયમોનું પાલન ન કરતા મળેલા દરેક વ્યક્તિને ચાલાન જારી કરે છે. ના, નિયમો તોડવા માટે હોતા નથી. તમારી અને અન્યની સુરક્ષા માટે ટ્રાફિકના નિયમો બનાવવામાં આવ્યા છે. ઉપરાંત, ભારતીય રસ્તાઓ પર વાહનો ચલાવતી વખતે, ઇન્શ્યોરન્સ પૉલિસી હોય એ સુનિશ્ચિત કરો. જો ના હોય, તો તમે પસંદ કરી શકો છો એક યોગ્ય મોટર ઇન્શ્યોરન્સ ઑનલાઇન. ઇ-ચાલાનનો વિચાર ભારતના માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. આજે આપણે એક એવા સમયમાં જીવી રહ્યા છીએ જ્યાં લગભગ બધું ઇલેક્ટ્રોનિક પ્લેટફોર્મ પર છે. વાહન ઇ-ચાલાન કમ્પ્યુટર દ્વારા જનરેટ કરવામાં આવે છે અને ટ્રાફિક પોલીસ દ્વારા તેનો ઉપયોગ કરવામાં આવે છે. ઇ-ચાલાન ભારતમાં ટ્રાફિકના તમામ ડિફૉલ્ટરને જારી કરવામાં આવે છે. ભારત સરકારે ટ્રાફિક સેવાઓને સુવિધાજનક અને પારદર્શક બનાવવા માટે આ પ્રક્રિયા શરૂ કરી છે.

વાહન નંબર દ્વારા મુંબઈમાં ઇ-ચાલાનની ઑનલાઇન તપાસ કેવી રીતે કરવી?

વિચારી રહ્યા છો કે તે કેવી રીતે જારી કરવામાં આવે છે? ચાલો, તમને પ્રક્રિયા સમજાવીએ. મુંબઈ ટ્રાફિક પોલીસ તમારા પર તેમની નજર રાખે છે. આ આંખો કેમેરા અને સ્પીડ સેન્સરના રૂપમાં ઇન્સ્ટૉલ કરવામાં આવેલ છે. કેમેરા ટ્રાફિક પોલિસ કંટ્રોલ રૂમને લાઇવ ફીડ મોકલે છે. ટ્રાફિક કંટ્રોલ રૂમ એ એવી જગ્યા છે, જ્યાંથી ટ્રાફિક લાઇટ મેનેજ કરવામાં આવે છે અને ડિફૉલ્ટર પર સતત નજર રાખવામાં આવે છે. આ કેમેરા વાહનનો રજિસ્ટ્રેશન નંબર મેળવવામાં પણ મદદ કરે છે. આનાથી, મુંબઈ ટ્રાફિક પોલિસ વાહનના માલિક/ડ્રાઇવરની તમામ મહત્વપૂર્ણ વિગતો મેળવે છે. ડિફૉલ્ટરના નામ સામે ઇ-ચાલાન બનાવવામાં આવે છે, જે રજિસ્ટર્ડ મોબાઇલ નંબર અને ઇમેઇલ આઇડી પર મોકલવામાં આવે છે. જો જરૂરિયાત હોય તો તે ઘરના ઍડ્રેસ પર પણ મોકલવામાં આવી શકે છે. ડિફૉલ્ટરને જારી કર્યાના 60 દિવસની અંદર ચુકવણી કરવાની હોય છે. જારી કરેલ ઇ-ચાલાનને તપાસવાનો એક માર્ગ મહારાષ્ટ્ર ટ્રાફિક પોલિસની વેબસાઇટને નિયમિત સમયાંતરે તપાસવાનો છે. ઇ-ચાલાન તપાસવાના પગલાં નીચે જણાવેલ છે:
  1. ઇ-ચાલાનની વેબસાઇટની મુલાકાત લો: https://mahatrafficechallan.gov.in/payechallan/PaymentService.htm
 
  1. હોમપેજ પર, તમે 'ચાલાનની સ્થિતિ તપાસો' જોઈ શકશો
  2. ચેસિસ/એન્જિન નંબરના વાહન નંબર અથવા છેલ્લા ચાર અંકો દાખલ કરો. અથવા તમે ચેસિસ નંબર પણ દાખલ કરી શકો છો
  3. સ્ક્રીન પર દેખાતા કૅપ્ચા દાખલ કરો
  4. 'સબમિટ' પર ક્લિક કરો
  5. 'વિગતો મેળવો' પર ક્લિક કરો
  6. અહીં તમે તમારી સામે જારી કરેલ દરેક ચાલાન જોઈ શકશો
હવે તમે જાણો છો કે મુંબઈના વાહન સામે ચાલાનની સ્થિતિ કેવી રીતે તપાસવી. ચાલો આગળ વધીએ અને ચુકવણીની પ્રક્રિયાને પણ સમજીએ.

મુંબઈ ઇ-ચાલાનની ઑનલાઇન ચુકવણી કેવી રીતે કરવી?

ઇ-ચાલાનની ઑનલાઇન ચુકવણી એક સરળ પ્રક્રિયા છે. એકવાર ઇ-ચાલાન જારી થયા પછી નીચે સૂચિબદ્ધ પગલાં અનુસરો:
  1. હવે, તમે સ્ક્રીન પર ચાલાનનું લિસ્ટ જોઈ રહ્યા છો. તેમાં ચુકવણી કરવાની હોય, તેના પર ક્લિક કરો
  2. 'હમણાં ચુકવણી કરો' ટૅબ પર ક્લિક કરો
  3. તમને ચુકવણી પેજ પર લઈ જવામાં આવશે
  4. તમારી સુવિધા અનુસાર ચુકવણીની પદ્ધતિ પસંદ કરો
  5. એકવાર ઇ-ચાલાનની ચુકવણી થઈ જાય પછી, રસીદ પ્રાપ્ત થશે
હવે તમે જાણો છો કે વાહન નંબર દ્વારા મુંબઈના ઇ-ચાલાનને ઑનલાઇન કેવી રીતે તપાસવું અને તેની ઑનલાઇન ચુકવણી કેવી રીતે કરવી. હવે, તમને પેટીએમ દ્વારા ઇ-ચાલાનની ચુકવણી કેવી રીતે કરવી તે જણાવીએ.

પેટીએમ એપ દ્વારા મુંબઈ ઇ-ચાલાનની ચુકવણી કેવી રીતે કરવી?

પેટીએમ મોબાઇલ એપ દ્વારા મુંબઈ ઇ-ચાલાનની ચુકવણી કરવા માટે નીચે આપેલ પગલાંને અનુસરો:
  1. મોબાઇલ પર પેટીએમ એપ ખોલો
  2. 'રિચાર્જ અને બિલની ચુકવણી' પર નીચે સ્ક્રોલ કરો. 'ટ્રાન્ઝિટ' હેઠળ 'ચાલાન' પર ટૅપ કરો
  3. 'ટ્રાફિક અધિકારી' દાખલ કરો’
  4. વાહન નંબર, ચાલાન નંબર, એન્જિન/ચેસિસ નંબર દાખલ કરો અને 'આગળ વધો' પર ટૅપ કરો
  5. ચુકવણીની યોગ્ય પદ્ધતિ જેમ કે કાર્ડ, પેટીએમ યૂપીઆઇ અથવા વૉલેટને પસંદ કરો
  6. એકવાર ટ્રાન્ઝૅક્શન પૂર્ણ થયા પછી, રજિસ્ટર્ડ મોબાઇલ નંબર અને ઇમેઇલ ઍડ્રેસ પર કમ્યુનિકેશન મોકલવામાં આવશે

મુંબઈમાં ટ્રાફિક ઉલ્લંઘન અને દંડ

નીચેનું ટેબલ ટ્રાફિકના નિયમોના ઉલ્લંઘન અનુસાર લેટેસ્ટ દંડને હાઇલાઇટ કરે છે:
રાઇડિંગ/ડ્રાઇવિંગ, વગર બાઇક/ કાર ઇન્શ્યોરન્સ પૉલિસી ₹ 2000
સીટબેલ્ટ વગર ડ્રાઇવિંગ ₹ 1000
રાઇડર અને પેવેલિયન રાઇડર બંનેનું હેલ્મેટ વગર રાઇડિંગ ₹ 1000
ડ્રાઇવિંગ લાઇસન્સ ના હોવું ₹ 5000
જો વાહનનું નિયંત્રણ તમારા હાથમાં હોય તો ફોનનો ઉપયોગ કરશો નહીં ₹ 5000
આલ્કોહોલના પ્રભાવ હેઠળ ડ્રાઇવિંગ કરવું ₹10,000, પુનરાવર્તનના કિસ્સામાં ₹15,000
ગતિ મર્યાદાથી વધુ ઝડપે વાહન હંકારવું એલએમવી ₹1000 થી ₹2000 એચપીવી/એમપીવી ₹2000 થી ₹4000 (લાઇસન્સ જપ્ત)
મોબાઇલ હાથમાં રાખીને રાઇડિંગ/ડ્રાઇવિંગ ₹ 5,000
વધુ ઝડપે વાહન હંકારવું/રેસિંગ ₹ 5000 પુનરાવર્તિત ઉલ્લંઘન ₹ 10,000
સાઇલન્ટ ઝોનમાં હોન્કિંગ ₹ 2000 પુનરાવર્તિત ઉલ્લંઘન ₹ 4,000
ટૂ-વ્હીલરમાં ઓવરલોડિંગ ₹ 2,000 અને લાઇસન્સ અયોગ્યતા
ફોર-વ્હીલરમાં ઓવરલોડિંગ ₹200 પ્રતિ અતિરિક્ત મુસાફર
રજિસ્ટર્ડ ડૉક્યૂમેન્ટ વગર ડ્રાઇવિંગ ₹ 5,000 પુનરાવર્તિત ઉલ્લંઘન: ₹10,000
તરુણો દ્વારા થતા અપરાધો ₹25,000, એક વર્ષ માટે રજિસ્ટ્રેશન કૅન્સલ, તરુણની ઉંમરના 25 વર્ષ સુધી તે ડીએલ માટે અયોગ્ય રહેશે
કોઈ જરૂરી ટિકિટ વગર ડ્રાઇવિંગ ₹ 500
ઓવરસાઇઝ વાહનોનું સંચાલન ₹ 5,000 થી ₹ 10,000
અયોગ્ય ઠેરવ્યા પછી રાઇડિંગ/ડ્રાઇવિંગ ₹ 10,000
ઇમરજન્સી વાહનને અવરોધવું ₹ 10,000
લાંચ ઑફર કરવી રોડસાઇડ ઉલ્લંઘનના સંપૂર્ણ ચૂકવવાપાત્ર દંડથી બમણો
અધિકારીઓના આદેશનું પાલન ના કરવું ₹ 2,000
સ્રોત: https://trafficpolicemumbai.maharashtra.gov.in/fine/

જો તમે તમારા ઇ-ચાલાનની ચુકવણી ન કરો તો શું થશે?

જો કોઈ અપરાધી 60 દિવસની અંદર ઇ-ચાલાનની ચુકવણી કરવામાં નિષ્ફળ જાય, તો ઇ-ચાલાનને આગળ લોક અદાલતને મોકલવામાં આવે છે. અદાલત મુખ્યત્વે ઇ-ચાલાનની રકમમાં વધારો કરી શકે છે અથવા અપરાધીને 03 મહિના માટે જેલમાં પણ મોકલવામાં આવી શકે છે. ટ્રાફિક પોલીસે પ્રિ-લિટીગેશનની નોટિસ આપવાનું પણ શરૂ કર્યું છે. અપરાધીઓએ દંડ ચૂકવવા માટે લોક અદાલત સમક્ષ હાજર રહેવું જરૂરી છે. મોટર વાહનના માલિકોને એક ટેક્સ્ટ મેસેજ મોકલવામાં આવે છે, જેમાં એક લિંક હોય છે. આ લિંક પીડીએફ ફોર્મેટમાં રહેલ નોટિસ ડાઉનલોડ કરવાની છે. લોક અદાલત સમક્ષ ગેરહાજર રહેનાર દરેક મોટર વાહન માલિકે કોર્ટ દ્વારા કાર્યવાહીનો સામનો કરવો પડશે અને આખરે વધુ દંડ ભરવો પડશે.

તમને જારી કરેલ ઇ-ચાલાનની કેટલા દિવસમાં ચુકવણી કરવી પડશે?

આદર્શ રીતે, વધુ કાનૂની ઝંઝટથી બચવા માટે, ઇ-ચાલાનની ચુકવણી જારી કર્યાના 60 દિવસની અંદર કરવી જોઈએ.

સો વાતની એક વાત

દંડ અથવા કોઈપણ કાનૂની દુષ્પ્રભાવોને ટાળવા માટે, સુનિશ્ચિત કરો કે તમે ભારતમાં કાયદા અને નિયમોનું પાલન કરો છો. આ નિયમો રસ્તા પર વ્યવસ્થા અને સુરક્ષા સુનિશ્ચિત કરે છે. તમારા ઇન્શ્યોરન્સ પેપર તપાસો. ઝંઝટથી બચવા માટે તમે કાર, ટૂ વ્હીલર ઇન્શ્યોરન્સ પૉલિસી તપાસી શકો છો અને ખાતરી કરો કે તમે પર્યાપ્ત ઇન્શ્યોરન્સ ધરાવો છો. કાયદાઓનું પાલન કરો અને જવાબદારીપૂર્વક વાહન ચલાવો! ઇન્શ્યોરન્સ એ આગ્રહની વિષયવસ્તુ છે. લાભો, બાકાત, મર્યાદાઓ, નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે, કૃપા કરીને વેચાણ પૂર્ણ કરતા પહેલાં સેલ બ્રોશર/પૉલિસી નિયમાવલીને કાળજીપૂર્વક વાંચો.

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 5 / 5. વોટની સંખ્યા: 18

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે