રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144| સર્વિસ: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858

અંગ્રેજી

Claim Assistance
Get In Touch
India's E-Scooter & Bike RTO Rules
3 ફેબ્રુઆરી, 2023

ભારતમાં ઇલેક્ટ્રિક સ્કૂટર અને બાઇક માટે RTOના નિયમો: તેનું પાલન કરો

ભારતમાં ઇલેક્ટ્રિક વાહનો (ઇવી), ખાસ કરીને ઇલેક્ટ્રિક સ્કૂટર અને બાઇક વધુ લોકપ્રિય છે. આ વાહનો પર્યાવરણ માટે અનુકુળ હોવાની સાથે સાથે, બળતણ વડે ચાલતા સમકક્ષોની તુલનામાં કૉસ્ટ-ઇફેક્ટિવ પણ છે. જો કે, કોઈપણ અન્ય વાહનની જેમ, ભારતમાં ઇલેક્ટ્રિક સ્કૂટર અને બાઇક માટે RTOના કેટલાક નિયમોનું પાલન કરવું જરૂર છે, જેમ કે નોંધણી અને ઇલેક્ટ્રિક વાહન ઇન્શ્યોરન્સ. ભારતમાં ઇલેક્ટ્રિક સ્કૂટર અથવા બાઇક ખરીદતી વખતે અથવા ઉપયોગ કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવા, RTOના કેટલાક નીતિ નિયમો અહીં આપેલ છે:

ઇલેક્ટ્રિક સ્કૂટર અને બાઇક માટેના નીતિ નિયમો

·       લાઇસન્સ અને રજિસ્ટ્રેશન

કોઈપણ અન્ય વાહનની જેમ, ઇલેક્ટ્રિક સ્કૂટર અને બાઇકની પ્રાદેશિક પરિવહન કાર્યાલય (RTO)માં નોંધણી કરાવવી જરૂરી છે. તમારા ઇલેક્ટ્રિક સ્કૂટર અથવા બાઇકને રજિસ્ટર કરવા માટે, તમારે તમારી ઓળખનો, ઍડ્રેસનો અને ઇન્શ્યોરન્સનો પુરાવો પ્રદાન કરવાનો રહેશે. જો તમારી પાસે પહેલેથી ઈંધણ-સંચાલિત વાહન માટે લાઇસન્સ છે, તો તમે ઇલેક્ટ્રિક સ્કૂટર અથવા બાઇક ચલાવવા માટે તે જ લાઇસન્સનો ઉપયોગ કરી શકો છો. ઇલેક્ટ્રિક સ્કૂટર અથવા બાઇકને રજિસ્ટર કરવાની પ્રક્રિયા ખૂબ સરળ છે. તમારે તમારા સ્થાનિક RTO ઑફિસ પર જઈને જરૂરી ડૉક્યૂમેન્ટ સબમિટ કરવાના રહેશે. ડૉક્યૂમેન્ટની ચકાસણી થયા બાદ, RTO દ્વારા તમારા વાહનનું રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ (RC) અને નંબર પ્લેટ આપવામાં આવશે.

·       ઇન્શ્યોરન્સ

ભારતમાં, તમારી પાસે થર્ડ-પાર્ટી ઇલેક્ટ્રિક બાઇક ઇન્શ્યોરન્સ  અંતર્ગત સમાવિષ્ટ નિયમો અને શરતોને સમજવા જોઈએ.. આ ઇન્શ્યોરન્સ અકસ્માતના કિસ્સામાં થર્ડ-પાર્ટી, પછી તે વ્યક્તિ હોય કે સંપત્તિ, તેને થયેલા કોઈપણ નુકસાનને કવર કરે છે. જો કે, તમારા પોતાના વાહનને થયેલ નુકસાનને પણ કવર કરી લેતો કોમ્પ્રિહેન્સિવ ઇન્શ્યોરન્સ ખરીદવાની ભલામણ કરવામાં આવે છે. તમારા ઇલેક્ટ્રિક સ્કૂટર અથવા બાઇક માટે ઇન્શ્યોરન્સ હોવો જરૂરી છે, કારણ કે અકસ્માતના કિસ્સામાં તે તમને કોઈપણ આર્થિક જવાબદારીઓ સામે સુરક્ષિત કરે છે. ભારતમાં ઇલેક્ટ્રિક વાહનો માટે ઇન્શ્યોરન્સ પૉલિસીઓ ઑફર કરતી ઘણી ઇન્શ્યોરન્સ કંપનીઓ છે, જેમાંથી તમે તમારી જરૂરિયાતો અને બજેટને અનુકૂળ હોય તે પસંદ કરી શકો છો.

·       નંબર પ્લેટ

તમારા ઇલેક્ટ્રિક સ્કૂટર અથવા બાઇકમાં RTO દ્વારા પ્રદાન કરવામાં આવેલ નંબરનું પ્લેટ હોવી જરૂરી છે. નંબર પ્લેટ વાહનની આગળ અને પાછળ લગાવવામાં આવવી જોઈએ અને તેનો માન્ય રજિસ્ટ્રેશન નંબર હોવો જોઈએ. આ નંબર પ્લેટ તમારા ઇલેક્ટ્રિક સ્કૂટર અથવા બાઇકનો એક આવશ્યક હિસ્સો છે, કારણ કે તેના દ્વારા તમારા વાહનની અને તેના માલિકની ઓળખ થઈ શકે છે. નંબર પ્લેટ સ્પષ્ટપણે જોઈ શકાય તેવી હોવી જોઈએ અને તેની સાથે કોઈપણ રીતે છેડછાડ થવી જોઈએ નહીં.

·       ચાર્જિંગ સ્ટેશન

ભારતમાં ઇલેક્ટ્રિક સ્કૂટર અને બાઇકના ચાર્જિંગ સ્ટેશન માટે કોઈ વિશિષ્ટ નીતિ નિયમો નથી. જો કે, વાહનના ઉત્પાદક દ્વારા મંજૂર કરવામાં આવેલ ચાર્જિંગ સ્ટેશનનો ઉપયોગ કરવાની ભલામણ કરવામાં આવે છે. સ્ટાન્ડર્ડ ઇલેક્ટ્રિકલ આઉટલેટ અથવા ચાર્જિંગ સ્ટેશનનો ઉપયોગ કરીને ઇલેક્ટ્રિક સ્કૂટર અને બાઇક ચાર્જ કરી શકાય છે. ચાર્જિંગ સ્ટેશનો માટે કોઈ વિશિષ્ટ નીતિ નિયમો, ત્યારે તમારા વાહન સાથે સુસંગત હોય તેવા, અને ઉત્પાદક દ્વારા મંજૂર કરેલ ચાર્જિંગ સ્ટેશનનો ઉપયોગ કરવો મહત્વપૂર્ણ છે.

·       પોલ્યુશન અંડર કંટ્રોલ (પીયુસી) સર્ટિફિકેટ

ઇલેક્ટ્રિક વાહનો ઇકો-ફ્રેન્ડલી હોય છે અને કોઈપણ નુકસાનકારક પ્રદૂષકોને ઉત્સર્જિત કરતા નથી. જો કે, તમારા ઇલેક્ટ્રિક સ્કૂટર અથવા બાઇક માટે PUC સર્ટિફિકેટ મેળવવું હજુ પણ ફરજિયાત છે. કાનૂની જરૂરિયાત ઉપરાંત, તે ઇલેક્ટ્રિક બાઇક ઇન્શ્યોરન્સ માટે પણ એક મહત્વપૂર્ણ જરૂરિયાત છે. PUC સર્ટિફિકેટ એ સરકાર દ્વારા નિર્ધારિત પ્રદૂષણ નિયંત્રણ ધોરણોનું પાલન થતું હોવાનું દર્શાવતો પુરાવો છે. ઇલેક્ટ્રિક સ્કૂટર અને બાઇક સહિત ભારતના તમામ વાહનો માટે માન્ય PUC સર્ટિફિકેટ હોવું ફરજિયાત છે. તમારે સરકાર-માન્ય PUC કેન્દ્ર પર તમારું ઇલેક્ટ્રિક સ્કૂટર અથવા બાઇક ટેસ્ટ કરાવવાનું રહેશે અને PUC સર્ટિફિકેટ મેળવવાનું રહેશે.

·       બૅટરીનું પ્રમાણપત્ર

ઇલેક્ટ્રિક સ્કૂટર અને બાઇકમાં ઉપયોગમાં લેવાતી બૅટરીને ઑટોમોટિવ રિસર્ચ એસોસિએશન ઑફ ઇન્ડિયા (ARAI) અથવા અન્ય કોઈપણ અધિકૃત પરીક્ષણ એજન્સી દ્વારા પ્રમાણિત કરેલ હોવી જરૂરી છે. બૅટરી પ્રમાણપત્ર દ્વારા, બૅટરી સરકાર દ્વારા નિર્ધારિત સુરક્ષા અને કામગીરીના ધોરણો અનુસારની હોવાનું સુનિશ્ચિત થાય છે. તમારા ઇલેક્ટ્રિક સ્કૂટર અથવા બાઇક માટે પ્રમાણિત બૅટરીનો ઉપયોગ કરવો મહત્વપૂર્ણ છે, કારણ કે તે ચાલક અને વાહનની સુરક્ષાની ખાતરી કરે છે. પ્રમાણિત કરવામાં આવેલ બૅટરી વધુ વિશ્વસનીય અને કાર્યક્ષમ પણ હોય છે, જેના દ્વારા તમારું વાહન લાંબા સમય સુધી વધુ સારી કામગીરી આપી શકે છે. વળી, જો તમારી પાસે તમામ યોગ્ય પ્રમાણપત્રો છે, તો તમે ઇલેક્ટ્રિક વાહન ઇન્શ્યોરન્સ સરળતાથી ખરીદી શકો છો.

·       વાહનમાં ફેરફાર

RTO તરફથી જરૂરી મંજૂરી મેળવ્યા વિના તમારા ઇલેક્ટ્રિક સ્કૂટર અથવા બાઇકમાં ફેરફાર કરવું ગેરકાયદેસર છે. વાહનની મૂળ વિશિષ્ટતાઓમાં કરવામાં આવતા ફેરફારને કારણે કાનૂની દંડ થઈ શકે છે. જો તમે તમારા ઇલેક્ટ્રિક સ્કૂટર અથવા બાઇકમાં ફેરફાર કરવા માંગો છો, તો તમારે RTO માંથી જરૂરી મંજૂરી મેળવવાની રહેશે. કરાવવામાં આવેલ ફેરફારને કારણે વાહનની સુરક્ષા, કામગીરી અને ઉત્સર્જનના ધોરણો પર અસર પહોંચતી નથી તે તમારે સુનિશ્ચિત કરવાનું રહેશે.

·       ઉત્સર્જનના ધોરણો

ઇલેક્ટ્રિક સ્કૂટર અને બાઇક દ્વારા કોઈપણ નુકસાનકારક પ્રદૂષકો ઉત્સર્જિત કરવામાં આવતા નથી. તેમ છતાં પણ તેમણે સરકાર દ્વારા નિર્ધારિત ઉત્સર્જનના ધોરણોનું પાલન કરવું જરૂરી છે. ઉત્સર્જનના ધોરણો દ્વારા વાહન ઇકો-ફ્રેન્ડલી હોવાનું તથા તેનાથી પર્યાવરણને કોઈ નુકસાન ન થતું હોવાનું સુનિશ્ચિત કરવામાં આવે છે. ઇલેક્ટ્રિક સ્કૂટર અને બાઇકને સૌથી વધુ ઇકો-ફ્રેન્ડલી વાહનો માનવામાં આવે છે, કારણ કે તેઓ કોઈપણ પ્રદૂષકો ઉત્સર્જિત કરતા નથી. જો કે, સરકાર દ્વારા નિર્ધારિત ઉત્સર્જનના ધોરણોનું પાલન કરવાનું સુનિશ્ચિત કરવું જરૂરી છે. ઉત્સર્જનના આ ધોરણોનું પાલન કરવું ખાસ કરીને ખરીદવા માટે મહત્વપૂર્ણ છે ઇલેક્ટ્રિક કમર્શિયલ વ્હીકલ ઇન્શ્યોરન્સ.

તારણ

ઇલેક્ટ્રિક સ્કૂટર અને બાઇક તેમની ઇકો-ફ્રેન્ડલીનેસ અને કૉસ્ટ-ઇફેક્ટિવનેસને કારણે ભારતમાં લોકપ્રિય થઈ રહી છે. વધુમાં, ઇલેક્ટ્રિક વાહન ખરીદવા માટે માટે ભારતમાં ઇલેક્ટ્રિક વાહનોની સબસિડી પણ આપવામાં આવે છે. જો કે, ચાલક અને સામાન્ય લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે RTOના નીતિ નિયમોનું પાલન કરવું જરૂરી છે. નીતિ નિયમોનું પાલન કરીને, તમે કોઈપણ કાનૂની દંડની ચિંતા વિના ઇલેક્ટ્રિક સ્કૂટર અથવા બાઇક ચલાવવાનો આનંદ માણી શકો છો. તમારા વાહનને RTOમાં રજિસ્ટર કરાવવાનું, ઇન્શ્યોરન્સ અને PUC સર્ટિફિકેટ મેળવવાનું, ચલાવતી વખતે હેલમેટ પહેરવાનું અને સર્ટિફાઇડ બૅટરી અને ચાર્જિંગ સ્ટેશનનો ઉપયોગ કરવાનું યાદ રાખો. નીતિ નિયમોને અનુસરીને, તમે વાતાવરણને સ્વચ્છ અને હરિયાળું રાખવામાં યોગદાન આપી શકો છો અને તમારા ઇલેક્ટ્રિક સ્કૂટર અથવા બાઇક પર સુરક્ષિત અને ઝંઝટ મુક્ત રાઇડનો આનંદ માણી શકો છો.   * સ્ટાન્ડર્ડ નિયમો અને શરતો લાગુ ઇન્શ્યોરન્સ એ આગ્રહની વિષયવસ્તુ છે. લાભો, બાકાત, મર્યાદાઓ, નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે, કૃપા કરીને વેચાણ પૂર્ણ કરતા પહેલાં સેલ્સ બ્રોશર/પૉલિસી નિયમાવલીને કાળજીપૂર્વક વાંચો.    

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 5 / 5. વોટની સંખ્યા: 18

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે