રિસ્પેક્ટ સિનીયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144 સર્વિસ ચૅટ: +91 75072 45858

અંગ્રેજી

Claim Assistance
Get In Touch
Cashless Claim Process for Car Insurance
21 જુલાઈ, 2020

તમારા કાર ઇન્શ્યોરન્સ માટે કૅશલેસ ક્લેઇમ કેવી રીતે કરવો?

અકસ્માત જેવી અણધારી ઘટનાઓ સામે તમારી આર્થિક સુરક્ષા માટે કાર ઇન્શ્યોરન્સ ખરીદવો જરૂરી છે. તમારી સાથે તમારા સહ-યાત્રીઓને સુરક્ષિત કરવાથી તમે તણાવ-મુક્ત થઈને ડ્રાઇવિંગ કરી શકો છો. તમારો કાર ઇન્શ્યોરન્સ ઘણા લાભો પ્રદાન કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે - ખાસ કરીને જો તે એક કોમ્પ્રિહેન્સિવ પ્લાન હોય તો. જ તમારી પાસે ઇન્શ્યોરન્સ નથી, તો કોઈ રસ્તામાં થતી દુર્ઘટનાના કિસ્સામાં તમારે તમામ ખર્ચ કરવાના રહેશે. આ તમને આર્થિક રીતે મોંઘું પડી શકે છે, તેથી તમારી મહેનતની કમાણીને આ રીતે વેડફવી એ કોઈ વ્યવહારુ વિકલ્પ નથી. તેથી, તમારું વાહન ખરીદ્યા બાદ કાર ઇન્શ્યોરન્સ ખરીદવો ખૂબ જ જરૂરી છે. તે જ રીતે પૉલિસી પસંદ કરવાની પ્રક્રિયા પણ મહત્વપૂર્ણ છે, જેમાં સૌ પ્રથમ ઑનલાઇન સંશોધન કરવું જરૂરી છે. તમારી પસંદગીનો પ્લાન નક્કી કરતાં પહેલાં વિવિધ પ્લાનની ઑનલાઇન સરખામણી કરવી તે પણ જરૂરી છે. આજે ઇન્ટરનેટના માધ્યમથી માહિતી ઑનલાઇન સરળતાથી ઉપલબ્ધ છે, જેને કારણે ઇન્શ્યોરન્સ એજન્ટનો સંપર્ક કરવાની જરૂર પડતી નથી. આગળ વધતા પહેલાં, ચાલો તમારી કાર ઇન્શ્યોરન્સ પૉલિસી દ્વારા પ્રદાન કરેલા કેટલાક આવશ્યક લાભો વિશે ચર્ચા કરીએ.
  • અકસ્માતના કિસ્સામાં, તમારો કાર ઇન્શ્યોરન્સ તમને કોઈપણ જવાબદારી સામે સુરક્ષિત રાખશે અને પ્રદાન કરશે થર્ડ પાર્ટી કાર ઇન્શ્યોરન્સ કવરેજ
  • તે કારને થતા નુકસાન અથવા ક્ષતિ સામે સુરક્ષા પ્રદાન કરવા માટે તૈયાર કરવામાં આવેલ છે.
  • રિપેર અને પાર્ટ બદલવાનો ખર્ચ તમારે કરવાની જરૂર નથી કારણ કે તે તમારી ઇન્શ્યોરન્સ પૉલિસી દ્વારા કવર કરવામાં આવે છે.
  • તે ભૂકંપ, પૂર, આગ, ભૂસ્ખલન, વાવાઝોડું અને વીજળી પડવા જેવી ઘટનાઓને કારણે થતા નુકસાન અથવા ક્ષતિ માટે આર્થિક સહાય પ્રદાન કરે છે.
  • ઘરફોડી અને કોઈ વ્યક્તિ દ્વારા કરવામાં આવેલ નુકસાન સામે કવરેજ પ્રદાન કરે છે.
તમારા કાર ઇન્શ્યોરન્સનો સૌથી વધુ લાભ લેવા માટે સમયસર ક્લેઇમ કરવો જરૂરી છે. તમારા માટે ક્લેઇમની પ્રક્રિયાના પગલાં અહીં આપેલ છે કૅશલેસ કાર ઇન્શ્યોરન્સ. ક્લેઇમ રજિસ્ટર કરો: કાર અકસ્માત/ચોરી થયા પછી તરત જ આ કરવું પડશે. જો તમે બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સના પૉલિસીધારક છો તો અમારી વેબસાઇટ પર લૉગ ઇન કરો અથવા - 1800-209-5858 (ટોલ-ફ્રી) પર કૉલ કરો. પ્રક્રિયામાં વિલંબ થવાનું ટાળો અને શક્ય તેટલી વહેલી તકે અમારો સંપર્ક કરો. અમારા ગ્રાહક સેવા પ્રતિનિધિઓ પ્રક્રિયા દ્વારા તમને અસરકારક રીતે માર્ગદર્શન આપશે. ફરજિયાત દસ્તાવેજો: તમારા કાર ઇન્શ્યોરન્સ ક્લેઇમ માટે રજિસ્ટર કરતી વખતે નીચેના ડૉક્યૂમેન્ટ અને માહિતીને તૈયાર રાખવાની ખાતરી કરો:
  • ચેસિસ અને એન્જિન નંબર
  • અકસ્માતની તારીખ અને સમય
  • અકસ્માતનું સ્થાન અને તેની માહિતી
  • કારનું નિરીક્ષણ કરવા માટેનું ઍડ્રેસ
  • કિલોમીટર રીડિંગ
  • પોલીસ ફરિયાદ (જો તમારી કાર ચોરાઈ ગઈ હોય તો)
ક્લેઇમ સેટલમેન્ટ: તમારી કારને રિપેર કરનાર તમારા ગેરેજ/ડીલરને જરૂરી બધા ડૉક્યૂમેન્ટ સબમિટ કરવાની ખાતરી કરો. બધા દસ્તાવેજોની ચકાસણી થયા પછી, પૈસા ઇન્શ્યોરન્સ પ્રદાતા દ્વારા નેટવર્ક ગેરેજ પર સીધા મોકલવામાં આવે છે. તમારો કાર ઇન્શ્યોરન્સ ક્લેઇમ નીચે જણાવેલી કેટલીક સ્થિતિઓમાં નકારી શકાય છે:
  • જો ક્લેઇમ કરનાર ડ્રાઇવર પાસે માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ ન હોય અથવા અકસ્માત થયા પછી જાણ ન કરી હોય. ક્લેઇમ નકારવાનું આ સૌથી સામાન્ય કારણ છે.
  • કાર ઇન્શ્યોરન્સ પૉલિસી અસ્તિત્વમાં ન હોય, એટલે કે સમાપ્ત થઈ ગઈ હોય. હંમેશા તમારા કાર ઇન્શ્યોરન્સની સ્થિતિ તપાસો અને પૉલિસી રિન્યુઅલ માટે રિમાઇન્ડર સેટ કરો
  • જો અકસ્માત દરમિયાન તમારી કારમાં નિર્ધારિત મર્યાદાથી વધુ મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા.
  • જ્યારે તમારી કારણે અકસ્માત થયો ત્યારે તે નો-પાર્કિંગ ઝોનમાં પાર્ક કરવામાં આવેલી હતી.
  • ઉપયોગમાં લેવામાં આવેલ વાહનની યોગ્ય સર્વિસ કરવામાં આવેલ નહોતી.
  • સમય મર્યાદા વીતી ગયા બાદ ક્લેઇમ ફાઇલ કરવો.
  • ઇન્શ્યોરન્સ પ્રદાતાને ખોટી માહિતી પ્રદાન કરવી.
  • તમારા ઇન્શ્યોરન્સ પ્રદાતાને તમારી કાર રિપેરીંગની વિગતોની જાણ ન કરવી.
તમારા કાર ઇન્શ્યોરન્સ માટે માત્ર બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ જેવા વિશ્વસનીય પ્રદાતાઓ પસંદ કરો. આમ કરવાથી તમે લાંબા ગાળાના લાભો મેળવી શકો છો.

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 1 / 5. વોટની સંખ્યા: 2

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે