રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144| સર્વિસ: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858

અંગ્રેજી

Claim Assistance
Get In Touch
Calculating NCB In Car Insurance
5 ઑગસ્ટ, 2022

કાર ઇન્શ્યોરન્સમાં નો ક્લેઇમ બોનસ (એનસીબી) ની ગણતરી કેવી રીતે કરવી તે અહીં આપેલ છે

કારના માલિક તરીકે, તમારે તમારા વાહન માટે રજિસ્ટ્રેશન અને પીયુસી ઉપરાંત ઇન્શ્યોરન્સ કવર હોવાની ફરજિયાત જરૂરિયાત વિશે જાણવું આવશ્યક છે. મોટર વાહન અધિનિયમ દ્વારા નિર્ધારિત આ નિયમન તેને માત્ર કાર માલિકોને જ નહીં, પરંતુ ભારતમાં તમામ પ્રકારના વાહન માલિકો માટે - તે ખાનગી માલિકીના હોય કે વ્યવસાયિક હેતુઓ માટેના વાહન હોય, તેને કાનૂની જરૂરિયાત બનાવે છે. જ્યારે તમે કાર ઇન્શ્યોરન્સ ઑનલાઇનખરીદો છો, ત્યારે પૉલિસીઓને બે વિસ્તૃત શ્રેણીઓમાં વિભાજિત કરવામાં આવે છે - થર્ડ-પાર્ટી કવર અને કોમ્પ્રિહેન્સિવ ઇન્શ્યોરન્સ કવર. થર્ડ-પાર્ટી પૉલિસીમાં માત્ર પૉલિસીધારક દ્વારા ચૂકવવાપાત્ર જવાબદારીઓને કવર કરવામાં આવે છે. આવી જવાબદારીઓ અકસ્માતને કારણે ત્રાહિત વ્યક્તિને થતી ઈજા અથવા મિલકતના નુકસાનને કારણે ઉદ્ભવી શકે છે. તેનાથી વિપરીત, કોમ્પ્રિહેન્સિવ પ્લાન આવી જવાબદારીઓ જ નહીં પરંતુ પૉલિસીધારકની કારને થયેલ નુકસાનને પણ કવર કરે છે. પરંતુ તમારા વાહનને થયેલ નુકસાન માટે આર્થિક સુરક્ષા ઑફર કરવાની સાથે કોમ્પ્રિહેન્સિવ પૉલિસી અન્ય લાભો, જેમ કે નો-ક્લેઇમ બોનસ (એનસીબી) પણ પ્રદાન કરે છે. તે ઇન્શ્યોરન્સ ક્લેઇમ ન કરવા બદલ ઇન્શ્યોરર દ્વારા આપવામાં આવતો એક રિન્યુઅલ લાભ છે. જ્યારે ક્લેઇમ ન કરવામાં આવે ત્યારે ઇન્શ્યોરન્સ કંપનીએ કોઈ વળતર પ્રદાન કરવાની જરૂર નથી, તેથી પૉલિસીધારકને આ રિન્યુઅલ લાભ પ્રદાન કરવામાં આવે છે. આમ, ક્લેઇમ ન કરીને, તમે તમારા રિન્યુઅલ પ્રીમિયમમાં છૂટનો લાભ મેળવી શકો છો.

નો-ક્લેઇમ બોનસની ગણતરી કેવી રીતે કરવામાં આવે છે?

કોમ્પ્રિહેન્સિવ કાર ઇન્શ્યોરન્સ પ્લાનના ત્રણ ઘટકો છે - થર્ડ-પાર્ટી કવર, પોતાના નુકસાનનું કવર અને વ્યક્તિગત અકસ્માત કવર. આ ત્રણ ઇન્શ્યોરન્સ કવરમાંથી, થર્ડ-પાર્ટી કવર ઇન્શ્યોરન્સ કવરેજ હોવું જરૂરી છે, જેનું પ્રીમિયમ ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (આઇઆરડીએઆઇ) દ્વારા નક્કી કરવામાં આવે છે. જો કે, પોતાના નુકસાનના કવર માટેનું પ્રીમિયમ ઇન્શ્યોરન્સ કંપની દ્વારા નક્કી કરવામાં આવે છે. આમ, નો-ક્લેઇમ બોનસ દ્વારા કિંમતમાં કોઈપણ ઘટાડો આવા ઓન-ડેમેજ કવર પર ગણવામાં આવે છે. છૂટની રકમ પોતાના નુકસાનના પ્રીમિયમની ટકાવારી તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે, અને તે 20% થી શરૂ થાય છે અને તેમાં પૉલિસીના સળંગ ક્લેઇમ-મુક્ત સમયગાળા સાથે 50% સુધી વૃદ્ધિ થાય છે. વધુ વિગતો માટે તમે IRDAI ની અધિકૃત વેબસાઇટની મુલાકાત લઈ શકો છો. * સ્ટાન્ડર્ડ નિયમો અને શરતો લાગુ, ઉદાહરણ તરીકે તમે પૉલિસીની મુદત દરમિયાન કોઈ ક્લેઇમ કરતા નથી, અને તેથી, ઇન્શ્યોરર ઓન-ડેમેજ પ્રીમિયમ પર 20% ની રિન્યુઅલ છૂટ પ્રદાન કરે છે. તે જ રીતે, આ રકમમાં પૉલિસીના ક્લેઇમ-મુક્ત સળંગ બીજા વર્ષ માટે 25% સુધીનો વધારો થાય છે, અને ત્રણ, ચાર અને પાંચ સળંગ ક્લેઇમ-મુક્ત પૉલિસીના સમયગાળા પછી 35%, 45%, અને 50% જેટલો વધારો થાય છે. જો કે, પૉલિસીના પાંચ સમયગાળા પછી, આ ટકાવારી પર 50% ની મર્યાદા છે. એક કાર ઇન્શ્યોરન્સ કૅલ્ક્યૂલેટર હાથવગું સાધન છે જે તમને તમારી ઇન્શ્યોરન્સ પૉલિસીમાં રિન્યુઅલ લાભ જાણવામાં મદદ કરી શકે છે. આનો સારાંશ નીચેના ટેબલમાં આપવામાં આવ્યો છે:
સતત ક્લેઇમ-મુક્ત પૉલિસીની મુદત ઓન-ડેમેજ પ્રીમિયમ પર માર્કડાઉનની ટકાવારી
એક ક્લેઇમ-મુક્ત સમયગાળો 20%
સતત બે ક્લેઇમ-મુક્ત સમયગાળા 25%
સતત ત્રણ ક્લેઇમ-મુક્ત સમયગાળા 35%
સતત ચાર ક્લેઇમ-મુક્ત સમયગાળા 45%
સતત પાંચ ક્લેઇમ-મુક્ત સમયગાળા 50%
  * સ્ટાન્ડર્ડ નિયમો અને શરતો લાગુ; ધારો કે શ્રી રાકેશ ₹20,000 ના કુલ પ્રીમિયમમાં કોમ્પ્રિહેન્સિવ પૉલિસી ખરીદે છે, જેમાંથી ₹3000 થર્ડ-પાર્ટી ઘટક છે. ₹17,000 ની બૅલેન્સ રકમ પોતાના નુકસાનના પ્રીમિયમ માટે ફાળવવામાં આવે છે. હવે, જો શ્રી રાકેશ સતત પાંચ પૉલિસી સમયગાળા માટે કોઈ ક્લેઇમ કરતા નથી. તે પોતાના નુકસાનના પ્રીમિયમના 50% નો-ક્લેઇમ બોનસ તરીકે એકત્રિત કરશે. આનાથી પોતાના નુકસાનના પ્રીમિયમમાં ₹8,500 સુધીનો ઘટાડો થશે. આ રીતે, ₹20,000 ના બદલે કુલ ₹11,500 પ્રીમિયમ રહેશે, જે રિન્યુઅલ પર નોંધપાત્ર રકમ બચાવે છે. * સ્ટાન્ડર્ડ નિયમો અને શરતો લાગુ; આ કાર ઇન્શ્યોરન્સની કિંમતોમાં બચતના નોંધપાત્ર લાભ સાથે, નો-ક્લેઇમ બોનસ એ કોમ્પ્રિહેન્સિવ કાર ઇન્શ્યોરન્સ પૉલિસીની મહત્વપૂર્ણ સુવિધા છે. વધુમાં, એનસીબી અલગ ઇન્શ્યોરન્સ કંપનીને ટ્રાન્સફર કરી શકાય છે, જેથી તમે તમારા ઇન્શ્યોરરને બદલતી વખતે તેના લાભો ગુમાવવા વિશે ચિંતા કરવાનું ટાળી શકો. ઇન્શ્યોરન્સ એ વિનંતીનો વિષય છે. લાભો, બાકાત, મર્યાદાઓ, નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે, કૃપા કરીને વેચાણ પૂર્ણ કરતા પહેલાં સેલ બ્રોશર/પૉલિસી નિયમાવલીને કાળજીપૂર્વક વાંચો.

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 5 / 5. વોટની સંખ્યા: 18

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે