અંગ્રેજી

Claim Assistance
Get In Touch
24 x 7 Motor Insurance Spot Assistance
16 ડિસેમ્બર, 2024

તમારા વાહન માટે 24x7 સ્પૉટ સહાયતા સાથે સંપૂર્ણ રોડસાઇડ સહાય

આ પરિસ્થિતિ પર વિચાર કરો, ચાર મિત્રો ચોમાસાની ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યા હતા. તેમણે દરેક વીકેન્ડ માટે પ્લાન બનાવ્યા હતા. તેથી તેઓ નાસ્તો, કેટલીક રમત-ગમતો અને ઇલેક્ટ્રોનિક ગિયર લઈને તેમના બૅકપેક સાથે ફરવા નીકળી ગયા હતા. આ ટ્રિપનું આયોજન નજીકના હિલ સ્ટેશન પર 2 દિવસ માટે કરવામાં આવ્યું હતું, અને શક્ય તેટલા જોવાલાયક સ્થળોની મુલાકાત લેવાનું અને હા, સુંદર ફોટા ક્લિક કરવાનું નક્કી કરેલ હતું. આ મુસાફરીની શરૂઆત ચોમાસાના હિટ ગીતોથી થઈ હતી અને ચારેય મિત્રો પણ તેમાં સૂર પૂરાવતા હતા. પવનની લહેરખી અને હળવા વરસાદને કારણે મૂડ વધુ આરામદાયક, આનંદદાયક બની ગયો. પહાડી પ્રદેશમાં આવતાં જ ધુમ્મસના વાદળો કારની ખુલ્લી બારીઓમાંથી પસાર થવા લાગ્યા. તેઓ વાસ્તવમાં સાતમા આસમાને હતા! અચાનક, તેમની મુસાફરી અટકી ગઈ - ટાયર પંક્ચર થવાને કારણે. જ્યારે તેમણે ખ્યાલ આવ્યો કે તેમની પાસે સ્પેર ટાયર નથી અને અને તેઓ શહેરથી દૂર છે, અજાણ્યા સ્થળે છે અને નજીકમાં કોઈ સહાય ઉપલબ્ધ નથી, ત્યારે તેમની પરિસ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ. એક આનંદસભર અને નવી ઊર્જા ભરતી મુસાફરી થકવી નાંખતી અને ચિંતાજનક પરિસ્થિતિમાં પરિવર્તિત થઈ ગઈ. શું તમારી સાથે ક્યારેય આમ બન્યું છે? શું તમને લાગે છે કે તેમની મુસાફરી યોગ્ય રીતે આયોજિત થયેલ હતી? હવે આ પરિસ્થિતિમાં કેટલીક બાબતો ધ્યાનમાં લેવા જેવી છે:
  • વરસાદના દિવસોમાં રસ્તા પર ફેલાયેલો કચરો ટાયરમાં ભરાઈ જવાની કારણે તેમાં પંક્ચર થવું ખૂબ જ સામાન્ય છે. સ્પેર ટાયર હોવાથી પણ પરિસ્થિતિને ઓછી ખરાબ બની હોત.
  • જો તેમના એન્જિનને નુકસાન થયું હોત, જે ભારે વરસાદ દરમિયાન ખૂબ જ સામાન્ય છે, તો પરિસ્થિતિ વધુ મુશ્કેલીજનક બની શકી હોત, કારણ કે પાણી એન્જિનના કમ્પાર્ટમેન્ટમાં પ્રવેશ કરે છે અને કાર સંપૂર્ણપણે બંધ થઈ જાય છે.
શું તેઓ વધુ સારી રીતે તૈયારી કરી શક્યા હોત? જવાબ છે, હા. તેઓ 24 x 7 સ્પૉટ આસિસ્ટન્સ પૂરું પાડતી ઇન્શ્યોરન્સ પૉલિસી વડે પરિસ્થિતિને આસાન બનાવી શક્યા હોત. હા, તમે બરાબર વાંચ્યું. અમારી મોટર ઇન્શ્યોરન્સ પૉલિસીમાં 24x7 સ્પૉટ આસિસ્ટન્સ નામનું કવર આપવામાં આવે છે. અને તેના વિશે તમારે જાણવા જેવી બાબતો આ મુજબ છે: આ પણ વાંચો: સીએનજી કિટ વિશે તમારે જાણવા જેવી તમામ બાબતો - કિંમત, ઉપયોગ અને વધુ 1. જો તમારી ઇન્શ્યોર્ડ કાર સંપૂર્ણપણે ખોટકાઈ ગઈ હોય, તો અમારી વેલ્યૂ એડેડ સર્વિસિસ (વીએએસ) – 24 x 7. સ્પૉટ આસિસ્ટન્સ કવર તમને નીચેના લાભો પ્રદાન કરે છે:
    1. અકસ્માત: અકસ્માતના કિસ્સામાં, અમે તમને સ્પૉટ સર્વેની સુવિધા પ્રદાન કરીએ છીએ અને ક્લેઇમ ફોર્મ ડૉક્યૂમેન્ટેશનમાં મદદ કરીએ છીએ.
    2. ટોઇંગની સુવિધા: અમારી ટોઇંગ સુવિધાનો લાભ લેવા માટે તમે અમારા ગ્રાહક સેવા નંબર પર અમારો સંપર્ક કરી શકો છો, અમે તમારા વાહનને બજાજ આલિયાન્ઝના નજીકના નેટવર્ક ગેરેજ પર લઈ જવાની સુવિધા પૂરી પાડીશું.
    3. રહેવાની સગવડનો લાભ: જો તમારી કાર સંપૂર્ણપણે બંધ પડી જાય, અને આ ઘટનાની જાણ કર્યાના 12 કલાકની અંદર તેને રિપેર કરી શકાય તેમ ના હોય, તો તમે 24x7 સ્પૉટ આસિસ્ટન્સ ઍડ-ઑન કવર સાથે રહેઠાણની સગવડનો લાભ મેળવી શકો છો, આ ઍડ-ઑન કવર માટે તમારી પાસે હોવી જોઈએ એક કાર ઇન્શ્યોરન્સ પૉલિસી . જો ઘટના આવરી લેવામાં આવેલા શહેરના મધ્ય વિસ્તારથી 100 કિમીથી દૂર અને આવરી લેવામાં આવેલા અન્ય શહેરથી 100 કિમીની અંદર બની હોય, તો તમને પ્રતિ પૉલિસી વર્ષ માટે કુલ રૂ. 16,000 સુધી પ્રતિ દિન વ્યક્તિ દીઠ રૂ. 2000 રાત્રિ રોકાણ માટે ચૂકવવામાં આવશે.
    4. ટૅક્સી લાભ: જો ઘટના બન્યા પછી પણ તમારે મુસાફરી કરવી જરૂરી હોય, તો તમને ઘટનાના સ્થળથી 50 કિમી સુધીનો ટૅક્સીનો લાભ ઑફર કરવામાં આવશે
    5. રોડસાઇડ આસિસ્ટન્સ: જો તમારી કાર ક્ષતિગ્રસ્ત થયેલી છે, તો અમે બૅટરી જમ્પ સ્ટાર્ટ, સ્પેર કી પિક-અપ અને ડ્રૉપ સુવિધા, ફ્લેટ ટાયર સર્વિસ અને મિકેનિકલ/ઇલેક્ટ્રિકલ પાર્ટ્સના નાના સમારકામ જેવી સર્વિસ પ્રદાન કરીએ છીએ.
    6. તાત્કાલિક મેસેજ રિલે: તમારા સંબંધીઓને એસએમએસ અથવા કૉલ દ્વારા તમારા સંબંધીઓને તમારા સ્થળ અને તમારી મુસાફરીની વર્તમાન પરિસ્થિતિ વિશે જાણ કરીએ છીએ. પૉલિસી ખરીદતી વખતે તમે પ્રદાન કરેલ વૈકલ્પિક નંબર પર અમે સંપર્ક કરી શકીએ છીએ.
    7. ફ્યુઅલ આસિસ્ટન્સ: જો તમારા વાહનમાં ઈંધણ ખૂટી જવાને કારણે તે બંધ થઈ જાય છે, તો અમે તમારા વાહન સુધી 3 લિટર ઇંધણ રીફિલની સહાય કરી શકીએ છીએ જેને માટે તમારે ચુકવણી કરવાની રહે છે.
    8. મેડિકલ કો-ઓર્ડિનેશન: જ્યારે તમારી કાર બ્રેકડાઉન થાય ત્યારે તમને ઇજા થાય તેમ બની શકે છે, તો આવી પરિસ્થિતિમાં અમે તમને નજીકનું મેડિકલ સેન્ટર શોધવામાં મદદ કરીએ છીએ.
    9. કાનૂની સલાહ: જો જરૂર પડે તો અમે તમને ફોન પર 30 મિનિટ સુધી કાનૂની સહાય આપીએ છીએ.
2. જો તમારું ઇન્શ્યોર્ડ ટૂ-વ્હીલર ચાલતું બંધ થઈ જાય છે, તો થોડા ફેરફારો સાથે, ઉપર ઉલ્લેખિત તમામ લાભો સાથે તમે અમારી લાંબા ગાળાની ટૂ-વ્હીલર પૉલિસી હેઠળ 24 x 7 સ્પૉટ આસિસ્ટન્સ કવરનો લાભ લઈ શકો છો:
    1. ફ્યુઅલ આસિસ્ટન્સ: આ સર્વિસનો લાભ દર વર્ષે માત્ર બે વાર લઈ શકાય છે અને પ્રત્યેક ઘટના સમયે ઇંધણનું પ્રમાણ ઓછું થાય છે, એટલે કે 1 લીટર આપવામાં આવે છે.
    2. ટૅક્સી બેનિફિટ: અમે ઘટનાના સ્થળથી 40 કિમી સુધી તમને ટૅક્સીની સર્વિસ પ્રદાન કરીએ છીએ. 40 કિમી કરતા વધારે મુસાફરીના ખર્ચની જવાબદારી તમારી રહેશે.
    3. રહેવાની સગવડનો લાભ: જો તમારું ટૂ-વ્હીલર સંપૂર્ણપણે બંધ પડી જાય અને આ ઘટનાની જાણ કર્યાના 12 કલાકની અંદર તેને રિપેર કરી શકાય તેમ ના હોય,તો તમે ઍડ-ઑન તરીકે પ્રદાન કરવામાં આવતી રહેઠાણની સગવડનો લાભ લઈ શકો છો, જેના માટે તમારી પાસે હોવો જોઈએ એક 2 વ્હીલર ઇન્શ્યોરન્સ . તમે આ સર્વિસનો ઉપયોગ વર્ષમાં એકવાર કરી શકો છો, જેમાં રાત્રિ રોકાણ માટે પ્રતિ દિન રૂ. 3000 સુધી આપવામાં આવે છે.
તમારા મિત્રો અને પરિવાર સાથે મજા કરવાનો અને વરસાદનો આનંદ માણવાનો શ્રેષ્ઠ સમય ચોમાસાનો છે. પરંતુ વરસાદની ઋતુમાં અનપેક્ષિત પરિસ્થિતિઓને કારણે તમે તે આનંદ ન લઈ શકો તેમ પણ બની શકે છે. મોટર ઇન્શ્યોરન્સ પૉલિસી દ્વારા અમારું 24 x 7 સ્પૉટ આસિસ્ટન્સ કવર મેળવો અને જરૂર પડે ત્યાં અને ત્યારે મદદ મળશે તેની ખાતરી રાખો. આ પણ વાંચો: 2024 માટે ભારતમાં 10 લાખથી ઓછી કિંમતની ટોચની 7 શ્રેષ્ઠ માઇલેજ કાર

તારણ

મોનસૂન રોડ ટ્રિપ જાદુઈ હોઈ શકે છે, પરંતુ ફ્લેટ ટાયર અથવા બ્રેકડાઉન જેવી અનપેક્ષિત ઘટનાઓ ઝડપી તણાવપૂર્ણ મુસાફરીમાં બદલી શકે છે. અમારા 24x7 સ્પૉટ આસિસ્ટન્સ કવર સાથે, તમે ખાતરી કરી શકો છો કે મદદ માત્ર એક કૉલ દૂર છે. ટોઇંગ અને રોડસાઇડ સહાયથી લઈને આવાસ અને ઇંધણ સહાય સુધી, આ ઍડ-ઑન કવર તમને તમામ ઘટનાઓ માટે કવર કરે છે. અણધારી પરિસ્થિતિઓને તમારા ઉત્સાહને નુકસાન પહોંચાડવા દેશો નહીં. તમારી મોટર ઇન્શ્યોરન્સ પૉલિસીને 24x7 સ્પૉટ આસિસ્ટન્સ સાથે સજ્જ કરો અને કોઈપણ ઋતુ હોય, ચિંતા-મુક્ત સાહસોનો આનંદ માણો!

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 5 / 5. વોટની સંખ્યા: 18

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!