કલ્પના કરો કે તમે વેકેશનમાં ફરવા જાઓ છો, પણ ત્યારે પણ તમને તમારા ઘર, કાર અને અન્ય સામાન વિશેની નિરંતર ચિંતા રહે છે. ચોક્કસપણે તમે આ રીતે વેકેશનની મજા નહીં માણી શકો. તમે સતત તમારા ઘરનું ધ્યાન રાખવું કે રજાનો આનંદ લેવો એ દ્વિધામાં રહેશો. આવી સ્થિતિમાં જનરલ ઇન્શ્યોરન્સ મદદે આવે છે. ઇન્શ્યોરન્સ મુખ્યત્વે બે શ્રેણીઓમાં વિભાજિત કરવામાં આવે છે - લાઇફ અને નૉન-લાઇફ. નૉન-લાઇફ ઇન્શ્યોરન્સ જનરલ ઇન્શ્યોરન્સ તરીકે પણ ઓળખાય છે. ઇન્શ્યોરન્સની આ શ્રેણીમાં લાઇફ ઇન્શ્યોરન્સ સિવાય અન્ય તમામ પ્રકારના ઇન્શ્યોરન્સ આવરી લેવામાં આવે છે. ઉપરોક્ત ઉદાહરણમાં, તમારો બધો સામાન જનરલ ઇન્શ્યોરન્સ પૉલિસીનો ઉપયોગ કરીને કવર કરી શકાય છે. વિવિધ પ્રકારના
જનરલ ઇન્શ્યોરન્સ પ્લાન ઉપલબ્ધ છે, ત્યારે દરેક એસેટને વિશિષ્ટ પ્રકારની ઇન્શ્યોરન્સ પૉલિસીનો ઉપયોગ કરીને આવરી શકાય છે. તમને થયેલા નુક્સાનનું વળતર આપવું એ પ્રાથમિક સિધ્ધાંત પર ઇન્શ્યોરન્સ પૉલિસી કામ કરે છે. તેથી યાદ રાખો, ઇન્શ્યોરન્સ એ નુકસાનને રોકવાનું સુરક્ષા સ્તર નથી, પરંતુ તમને થયેલ કોઈપણ નુકસાન અથવા ખોટ માટે વળતર આપે છે.
જનરલ ઇન્શ્યોરન્સ કેવી રીતે કામ કરે છે?
લાઇફ ઇન્શ્યોરન્સની જેમ, જનરલ ઇન્શ્યોરન્સ પણ ઘણા લોકોને થતા જોખમને ધ્યાનમાં લઈને કામ કરે છે. જોખમ ધરાવતી દરેક વ્યક્તિને નુકસાન થાય છે તેવું નથી. આ રીતે જનરલ ઇન્શ્યોરન્સ કંપનીઓને તમારો ક્લેઇમ ચૂકવી શકે છે. જોખમને કવર કરવા માટે ઇન્શ્યોરન્સ કંપની દ્વારા પ્રીમિયમ વસૂલવામાં આવે છે. સમાન પ્રકારના જોખમ માટે ઇન્શ્યોરન્સ લેવા ઈચ્છતા અન્ય લોકોને સમાન કવરેજ પ્રદાન કરવામાં આવે છે. ત્યારબાદ ક્લેઇમ કરવામાં આવે ત્યારે ઇન્શ્યોરન્સ કંપનીઓ દ્વારા આ ભંડોળમાંથી ચુકવણી કરવામાં આવે છે. જેમ લાઇફ ઇન્શ્યોરન્સ તમારી ગેરહાજરીમાં તમારા પરિવારને આર્થિક સહાય પ્રદાન કરે છે, તેમ એક જનરલ ઇન્શ્યોરન્સ પ્લાન તમને પૉલિસીની શરતો મુજબ સમય આવે ત્યારે પૈસા મળી રહે તેની ખાતરી કરે છે.
તમે કયા પ્રકારની જનરલ ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદી શકો છો?
આજે જ્યારે કિંમત ચૂકવતા લગભગ કોઈપણ વસ્તુનો ઇન્શ્યોરન્સ લઈ શકાય છે, ત્યારે અહીં કેટલાક મુખ્ય પ્રકારના જનરલ ઇન્શ્યોરન્સ છે જે તમે ખરીદી શકો છો -
#1 Health Insurance
વ્યક્તિના જીવન જેટલું જ મહત્વપૂર્ણ તેનું સ્વાસ્થ્ય છે. જેમ કહેવાય છે કે, 'સ્વાસ્થ્ય એ જ સંપત્તિ', તે દ્રષ્ટિએ હેલ્થ કવર ખરીદવું યોગ્ય છે. ભારતમાં અસંખ્ય જનરલ ઇન્શ્યોરન્સ કંપનીઓ ઉપલબ્ધ છે, અને તમે તમારા માટે યોગ્ય પ્લાન પસંદ કરી શકો છો. હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીઓ ચોક્કસ વીમાકૃત રકમ સુધી કોઈપણ અનપેક્ષિત હૉસ્પિટલાઇઝેશનના ખર્ચને આવરી લે છે. તમે તમારી જરૂરિયાત મુજબ પસંદ કરી શકો એવા વિવિધ પ્રકારના
હેલ્થ ઇન્શ્યોરન્સ ઉપલબ્ધ છે. સ્ટેન્ડઅલોન હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન તમારી પ્રાથમિકતા હોવી જોઈએ, પરંતુ તમે તમારા પર આશ્રિત લોકો, બાળકો અને જીવનસાથીને આવરી લેવા માટે ફેમિલી ફ્લોટર પ્લાન પણ ખરીદી શકો છો. જો તમારા પરિવારમાં કોઈ બીમારી હોય, તો તમે તેને ક્રિટિકલ ઇલનેસ પ્લાનનો ઉપયોગ કરીને ઇન્શ્યોર કરી શકો છો. એ નોંધવું જરૂરી છે કે તમામ હેલ્થ પૉલિસીઓનું કવર મેળવવા માટે તમારે હૉસ્પિટલમાં દાખલ થવાની જરૂર નથી. તમે જે પ્લાન પસંદ કરો છો તેના આધારે, હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી હેઠળ હૉસ્પિટલાઇઝેશનની જરૂર ન હોય તેવી સારવારોને પણ કવર કરી લેવામાં આવે છે.
#2 Motor Insurance
મોટર વાહન ખરીદવું એક કઠિન કાર્ય છે, અને ચોક્કસ તમે તેને નુકસાન પહોંચે તેમ નથી ઈચ્છતા. તોડફોડ, નુકસાન, ચોરી અથવા અકસ્માતના કોઈપણ કેસને મોટર ઇન્શ્યોરન્સ પૉલિસી હેઠળ કવર કરી લેવામાં આવે છે. યોગ્ય મોટર ઇન્શ્યોરન્સ પૉલિસી પસંદ કરવાથી તમે તમારી કારને દરેક રીતે સુરક્ષા આપી શકો છો. તમારું
કાર ઇન્શ્યોરન્સ ને, સંપૂર્ણ કવરેજ પ્રાપ્ત કરવા માટે, પસંદગીના ઍડ-ઑનનો ઉપયોગ કરીને કસ્ટમાઇઝ કરી શકાય છે. કાર ઇન્શ્યોરન્સ પૉલિસી તમારા પોતાના નુકસાનની સાથે સાથે થર્ડ-પાર્ટીના ખર્ચ સામે પણ સુરક્ષા સુનિશ્ચિત કરે છે. વધુમાં, મોટર વાહન અધિનિયમ, 2019 અનુસાર દરેક વાહન માટે ઓછામાં ઓછું થર્ડ-પાર્ટી ઇન્શ્યોરન્સ કવર હોવું ફરજિયાત છે.
#3 Home Insurance
અન્ય પ્રકારનો જનરલ ઇન્શ્યોરન્સ જે તમારા ઘર તેમજ તેના સામાનને સુરક્ષિત કરે છે. તમે ઘરના માલિક હોવ અથવા ભાડાના ઘરમાં રહેતા હોવ, તમે હોમ ઇન્શ્યોરન્સ કવર લઈ શકો છો. હોમ કવર તમારા ઘરને કુદરતી તેમજ માનવસર્જિત જોખમો સામે સુરક્ષિત કરે છે અને તમને આર્થિક સુરક્ષા પ્રદાન કરે છે.
#4 Travel Insurance
શું તમે ઘરથી દૂર મુસાફરી દરમિયાન ક્યારેય તમારો સામાન ગુમાવ્યો છે?? આવી દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓ બની શકે છે, અને તેથી ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ખરીદવું. ખાસ કરીને આંતરરાષ્ટ્રીય મુસાફરી માટે ખૂબ જરૂરી છે. જ્યારે તમે ઘરથી દૂર હોવ ત્યારે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ કવર વડે ખોવાયેલ સામાનને કારણે, અથવા ઇમરજન્સી હૉસ્પિટલાઇઝેશનની સ્થિતિમાં થતાં કોઈપણ આર્થિક નુકસાનને કવર કરી લેવામાં આવે છે. વધુમાં, ડોમેસ્ટિક ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પણ સમાન કવરેજ પ્રદાન કરે છે.
#5 Commercial Insurance
જ્યારે ઉપરોક્ત ઇન્શ્યોરન્સ તમારા જીવનના તમામ વ્યક્તિગત પાસાઓને આવરી લે છે, ત્યારે તમારા બિઝનેસને પણ તે અતિરિક્ત સંભાળની જરૂર છે. બિઝનેસમાં કોઈપણ અનપેક્ષિત નુકસાનને કારણે મોટો આર્થિક ફટકો પડી શકે છે અને તમને દેવાદાર બનાવી શકે છે. આવા અનપેક્ષિત નુકસાનને ટાળવા માટે, ભારતમાં વિવિધ જનરલ ઇન્શ્યોરન્સ કંપનીઓ પાસેથી કમર્શિયલ ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદવી એ એક વિકલ્પ છે. આ કેટલીક મુખ્ય પ્રકારની જનરલ ઇન્શ્યોરન્સ પૉલિસીઓ છે જે તમે ખરીદી શકો છો, પરંતુ તમે તમારી પસંદગીના ઇન્શ્યોરરનો કસ્ટમાઇઝ્ડ ઇન્શ્યોરન્સ કવર માટે પણ સંપર્ક કરી શકો છો. ટૂંકમાં, સાવચેત રહો અને ઇન્શ્યોર્ડ રહો!
જવાબ આપો