રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144 સર્વિસ ચૅટ: +91 75072 45858

અંગ્રેજી

Claim Assistance
Get In Touch
What are the 5 Principles of Marine Insurance?
31 માર્ચ, 2021

મરીન ઇન્શ્યોરન્સના સિદ્ધાંતો

બેંકિંગ, ઇન્શ્યોરન્સ અને અન્ય નાણાંકીય સર્વિસેજ જેવા ઉદ્યોગો સદીઓથી ટકી રહ્યા છે તેનું મુખ્ય કારણ તેમના ઑપરેટિંગ સિદ્ધાંતો છે. તેમની કામગીરી આ સિદ્ધાંતો દ્વારા સંચાલિત છે, જેમાં તેમના દ્વારા પૂરી પાડવામાં આવતી સર્વિસ નિશ્ચિત ધોરણ પ્રમાણેની હોય છે, જે તેમને સંકળાયેલી પાર્ટીઓ અને ગ્રાહકો સાથે સુસંગત બનાવે છે. મરીન ઇન્શ્યોરન્સ પણ અલગ નથી. તે એક સાથે ઘણા ઉદ્યોગોને અસર કરી શકે છે - વિક્રેતાઓ, વિતરકો, વેપારીઓ, કાયદાનું અમલીકરણ, ટેક્સ અધિકારીઓ, ખરીદદારો, ઇન્શ્યોરર, લોજિસ્ટિક્સ કંપનીઓ અને અન્ય ઘણી કંપનીઓ. તેથી, પ્રત્યેક શિપમેન્ટની કામગીરી અવરોધરહિત થાય તે માટે ઉદ્યોગે અપનાવેલ છે મરીન ઇન્શ્યોરન્સના સિદ્ધાંતો.  

મરીન ઇન્શ્યોરન્સના 5 સિદ્ધાંતો કયા છે?

સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતા મરીન ઇન્શ્યોરન્સના સિદ્ધાંતો છ સિદ્ધાંતોનો સમાવેશ થાય છે. પરંતુ ગુડ ફેથનો સિદ્ધાંત સામાન્ય રીતે સામેલ તમામ પાર્ટીઓ માટે એક સંમતિપૂર્વકનો આવશ્યક આદેશ માનવામાં આવે છે. તે સિદ્ધાંત અનુસાર બે પક્ષો, ઇન્શ્યોરન્સ લેનાર અને ઇન્શ્યોરર, ની સંમતિ સાથે કાર્ગોની તમામ વિગતો અત્યંત પ્રામાણિકતા સાથે પૂરી પાડવામાં આવશે. ગુડ ફેથના સિદ્ધાંત સાથે અન્ય પાંચ સિદ્ધાંતો આ પ્રમાણે છે:
  1. ઇન્ડેમ્નિટી: આ સિદ્ધાંત મરીન ઇન્શ્યોરન્સ પૉલિસીને કેપિટલ માર્કેટની સ્પેકયુલેટિવ પ્રોડક્ટથી જૂદી પાડે છે. દાખલા તરીકે, કેપિટલ માર્કેટમાં હેજિંગ માટે અને નફા માટે પુટ અથવા કૉલ કોન્ટ્રાક્ટરનો ઉપયોગ કરી શકાય છે. જો કે, મરીન ઇન્શ્યોરન્સના પ્રકાર હેઠળ કેટલાય પ્લાન છે જે નુકસાન સામે રક્ષણ આપવા માટે ખાસ કરીને ડિઝાઇન કરવામાં આવેલ છે. આથી, ચૂકવવાપાત્ર ક્લેઇમની રકમ વીમાધારકને થયેલા નુકસાન કરતાં હંમેશા ઓછી હોય છે.
 
  1. ઇન્શ્યોરેબલ ઇન્ટરેસ્ટ: આ સિદ્ધાંતને ‘સ્કીન ઇન ધ ગેમ’ વાક્ય સાથે સરખાવી શકાય. તેનો અર્થ એ છે કે ટ્રાન્ઝિટ સાઇકલના અંતે માલના સુરક્ષિત આગમનમાં વીમા કંપનીનું હિત હોવું જોઈએ. જો માલ સમયસર અને કોઈ નુકસાન થયા વગર પહોંચે છે, તો વીમાધારકને ફાયદો થાય છે, અને જો માલ નક્કી કરેલ સ્થિતિમાં તેના નિયત સમયે ન પહોંચે, તો તે જ વીમાધારકને નુકસાન સહન કરવું પડે છે. જો વીમાધારકનું નુકસાન અથવા લાભ તરત જ અન્ય દ્વારા ઉઠાવવામાં નથી આવતું, તો તેણે ઓછામાં ઓછું વ્યાજબી રીતે તે સહન કરવાની અથવા તેને પ્રાપ્ત કરવાની અપેક્ષા રાખવી જોઈએ. આ રીતે ઇન્શ્યોરન્સ કવર દ્વારા વીમાધારકનું ‘હિત’ સચવાઇ જાય છે.
 
  1. પ્રૉક્સીમેટ કૉઝ: જો તમે રચનાત્મક અને દાર્શનિક જેવું વિચારો છો, તો તમે કોઈપણ બે ઘટનાઓ વચ્ચે વ્યવહારિક રીતે કારણ અને અસર વચ્ચેનો અનુમાનિત સંબંધ સ્થાપિત કરી શકો છો. આની મદદથી, એક એન્ટિટી તરીકે લગભગ કોઈપણ કારણસર તમારા ઇન્શ્યોરન્સ ક્લેઇમને માનવામાં આવી શકે છે, જે તમને ઇન્શ્યોરન્સ કંપની સામે અયોગ્ય લાભ આપે છે.
  ઉદાહરણ તરીકે, તમે વહાણ દ્વારા કાર્ગો નેધરલૅન્ડ્સ મોકલી રહ્યા છો. રસ્તામાં કેટલાક ચાંચિયાઓ વહાણ પર હુમલો કરે છે, અને તમારું કાર્ગો ચોરાઈ જાય છે. જ્યારે, તમારી મરીન ઇન્શ્યોરન્સ પૉલિસી માત્ર કુદરતી કારણો અથવા નુકસાન દ્વારા થતા નુકસાનને આવરી લે છે. જો પ્રૉક્સીમેટ કૉઝ સિદ્ધાંત અસ્તિત્વમાં ન હોત તો, કારણ કે કિનારા પાસે ધુમ્મસ હોવાને કારણે ઓથોરિટી ચાંચિયાઓને સમયસર જોઈ શક્યા નહીં, તેથી કાર્ગો આ કુદરતી કારણને લીધે ચોરાઇ ગયું, તેમ તમે કહી શક્યા હોત. તેથી, પ્રૉક્સીમેટ કૉઝ સિદ્ધાંત અનુસાર, ઇન્શ્યોરન્સ ધરાવતી એન્ટિટી દ્વારા નુકસાન માટે નજીકનું અને સૌથી શક્ય કારણ સ્વીકારવામાં આવશે. બીજી બાજુ, જો તે કૉઝ ઇન્શ્યોરન્સ પૉલિસીમાં કવર કરવામાં આવે છે, તો ઇન્શ્યોરર દ્વારા ક્લેઇમ સેટલ કરવામાં આવશે અને તે જ સિદ્ધાંત દ્વારા બાધ્ય રહેશે.  
  1. સબ્રોગેશન: સબ્રોગેશન એ ઇન્ડેમ્નિટી સિદ્ધાંતનો ફોલો-થ્રુ સિદ્ધાંત છે. તે ઇન્શ્યોરન્સ કોન્ટ્રાક્ટમાંથી નફો મેળવવાનો અવકાશ મર્યાદિત કરે છે. નુકસાન થયેલ માલના નિકાલ પછી, ક્લેઇમ પછી માલની વાસ્તવિક કિંમતથી વધુ ચોખ્ખી રકમ ઇન્શ્યોરરને પરત કરવી આવશ્યક છે.
  ઉદાહરણ તરીકે, માનો કે તમે કોઈ ચોક્કસ કાર્ગોનો રુ.5,00,000 નો ઇન્શ્યોરન્સ લીધેલ છે. તેને અકસ્માતમાં જહાજ પર નુકસાન થાય છે. ક્લેઇમમાં ઉલ્લેખિત પૉલિસીઓ મુજબ તમારા ઇન્શ્યોરર તમને રુ.4,90,000 ની ચુકવણી કરે છે. નુકસાન થયેલ માલ તમે રુ.20,000માં વેચો છો. જ્યારે આ રકમ ક્લેઇમની રકમમાં ઉમેરવામાં આવે છે, ત્યારે તમને પ્રાપ્ત થયેલ કુલ કૅશ રકમ માલના મૂલ્ય કરતાં રુ.10,000 જેટલી વધી જાય છે. સબ્રોગેશનના સિદ્ધાંત હેઠળ, આ રકમ ઇન્શ્યોરરને પરત કરવી આવશ્યક છે.  
  1. યોગદાન: મરીન ઇન્શ્યોરન્સ ઘણીવાર આવા જટિલ ટ્રાન્ઝિટ કવર કરે છે જેમાં બે ઇન્શ્યોરર વચ્ચે ઓવરલૅપ હોઈ શકે છે. બે અલગ-અલગ અધિકારક્ષેત્રો અથવા પૉલિસીઓ હેઠળ એક જ કાર્ગોનો બે અલગ ઇન્શ્યોરર દ્વારા ઇન્શ્યોરન્સ કરવો એ સમજી શકાય છે. જો કાર્ગોને નુકસાન થાય અને ક્લેઇમ ચૂકવવાપાત્ર હોય, તો વીમા કંપનીઓએ ક્લેઇમની જવાબદારી વહેંચી લેવાની રહેશે.
  મરીન ઇન્શ્યોરન્સના પાંચ સિદ્ધાંતોને સમજવાથી તમને તમારા ઇન્શ્યોરન્સ કરારને વધુ સારી રીતે સમજવામાં અને તેનું પાલન કરવામાં મદદ મળી શકે છે. બજાજ આલિયાન્ઝ વેબસાઇટ પર અમારી કમર્શિયલ ઇન્શ્યોરન્સ પૉલિસીઓ વિશે વધુ માહિતી મેળવો.  

વારંવાર પૂછાતા પ્રશ્નો

  1. તમે મરીન ઇન્શ્યોરન્સના સિદ્ધાંતોનું ઉલ્લંઘન ખરેખર થયાનું કયા સમયે રિપોર્ટ કરી શકો છો?
પેટા નિયમોથી વિપરીત, સિદ્ધાંતો પર બે વાત પર સંમતિ થાય છે - કાં તો તમે તેમનું પાલન કર્યું છે, અથવા નથી કર્યું.  
  1. મરીન ઇન્શ્યોરન્સના સિદ્ધાંતોની દેખરેખ કોણ કરે છે?
સિદ્ધાંતો જનરલ ઇન્શ્યોરન્સ કાઉન્સિલ દ્વારા સૂચિબદ્ધ કરવામાં આવ્યા છે, પરંતુ જ્યારે તમે તેનું ઉલ્લંઘન કરો છો, ત્યારે તમે કોઈક રીતે ઇન્શ્યોરન્સ કરારનું પણ ઉલ્લંઘન કરી રહ્યા છો અને તેથી આ બાબતને કાનૂની રીતે અમલ કરવા પાત્ર બનશે. ઇન્શ્યોરન્સ કરારમાં ઉલ્લેખિત અધિકારક્ષેત્ર મુજબ, ઇન્શ્યોરર આ બાબતને અદાલતમાં લઈ જઈ શકે છે.

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 5 / 5. વોટની સંખ્યા: 18

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે