રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144 સર્વિસ ચૅટ: +91 75072 45858

અંગ્રેજી

Claim Assistance
Get In Touch
Car Insurance Exclusions
22 ઑક્ટોબર, 2019

કાર ઇન્શ્યોરન્સમાં બાકાત બાબતો - કાર ઇન્શ્યોરન્સમાં શું કવર કરવામાં આવતું નથી?

તમે શોરૂમમાં જાઓ છો અને એક નવી કાર ખરીદો છો. શું તે એક અદ્ભૂત અનુભવ નથી? પરંતુ જ્યાં સુધી તમારી પાસે માન્ય કાર ઇન્શ્યોરન્સ ન હોય ત્યાં સુધી તમે કાર ચલાવીને ઘરે લઈ જઈ શકતા નથી. તમે જાતે કાર ઇન્શ્યોરન્સ ઑનલાઇન ખરીદી શકો છો અથવા તમારી કારના ડીલરનું જેની સાથે ટાઇ-અપ હોય તેવી ઇન્શ્યોરન્સ કંપની પાસેથી કાર ઇન્શ્યોરન્સ ખરીદી શકો છો. તમારું પ્રિય વાહન ચલાવી શકો તે માટે તમારે તમારી કારનો ઇન્શ્યોરન્સ લેવો જરૂરી છે અને નિયમો અને પૉલિસીઓ વાંચવા જરૂરી છે. પરંતુ કેટલીક શરતો લાગુ પડવા માટે પણ શરતો હોય છે. તમારે તેમને વધુ કાળજીપૂર્વક વાંચવાની જરૂર છે. આ તમામ તમારી ઇન્શ્યોરન્સ પૉલિસીની બાકાત બાબતો છે. ચાલો, નીચે એક ઉદાહરણ જોઈએ: મુંબઈના આનંદ શ્રીવાસ્તવે તેમની નવી કાર ખરીદી અને તેમના મિત્રોને પાર્ટી આપવાનું નક્કી કર્યું. પાર્ટી સમાપ્ત થયા પછી, આનંદના મિત્ર રાહુલ તેમની નવી કાર ચલાવવા માંગતા હતા. આનંદ તે માટે તરત સંમત થયા. બધું જ સરળતાથી ચાલી રહ્યું હતું, અને એક કાર પૂરપાટ ઝડપે ખોટી બાજુએથી આવી અને આનંદની કારને સામેથી અથડાઈ. જોકે બંને સુરક્ષિત હતા, પરંતુ બમ્પરને નુકસાન થયું હતું. સદ્ભાગ્યે આનંદે તેમની કારનો ઇન્શ્યોરન્સ લીધેલ હતો, અને તે હેઠળ તેમણે ક્લેઇમ નોંધાવ્યો. તેમનો ક્લેઇમ નકારવામાં આવ્યો હતો! કારણ? રાહુલ પાસે માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ ન હતું, અને આનંદને તે વિશે જાણ ન હતી. થયેલ તમામ ખર્ચ આનંદે ચૂકવવો પડયો. ઉપરોક્ત પરિસ્થિતિ પરથી જોઈ શકીએ છીએ કે પૉલિસીમાં ઘણી બાબતો બાકાત હોય છે, જેમાં તમારી કારને કવર કરવામાં આવશે નહીં. ધ્યાન રાખો કે ઓન ડેમેજ માત્ર કોમ્પ્રિહેન્સિવ કાર ઇન્શ્યોરન્સ હેઠળ જ કવર કરવામાં આવે છે, થર્ડ-પાર્ટી લાયબિલિટી પ્લાન હેઠળ નહીં. જ્યારે તમારે સૌથી વધુ જરૂર હોય ત્યારે તમારી કાર ઇન્શ્યોરન્સ પૉલિસી તમને અને તમારા વાહનને કોઈપણ નુકસાન સામે કવર કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. પરંતુ કેટલીક પરિસ્થિતિઓને ઇન્શ્યોરન્સના તમારા ક્લેઇમ હેઠળ કવર કરવામાં આવતી નથી, અને તેથી આનંદ જેવી સ્થિતિમાં તમારા પોતાના ખિસ્સામાંથી તમારા નુકસાન માટે ચુકવણીથી બચવા માટે તેમના વિશે જાણવું ખૂબ જ જરૂરી છે. નીચે જણાવેલ પરિસ્થિતિઓ વિશે તમારે માહિતગાર રહેવું જોઈએ: 1) ઘસારાને કારણે થતા નુકસાન: વાહનના સામાન્ય ઘસારાને કારણે થતા કોઈપણ નુકસાન ક્લેઇમ માટે પાત્ર રહેશે નહીં. તેવી જ રીતે, કોઈપણ પ્રકારના મિકેનિકલ અથવા ઇલેક્ટ્રિકલ બ્રેકડાઉન, ચેસિસનું નુકસાન અથવા બોડી પાર્ટ્સ અથવા રસ્ટિંગ અથવા હવામાનને કારણે બ્રેકેજને ક્લેઇમ માટે ધ્યાનમાં લેવામાં આવશે નહીં. 2) ટાયરને નુકસાન, ઇલેક્ટ્રિકલ અથવા ઇલેક્ટ્રોનિક ઉપકરણોને નુકસાન: ટાયર સમય જતાં સતત ઉપયોગને કારણે ઘસાઈ જાય છે. પરિણામે, તેઓ કોઈપણ ક્લેઇમ માટે પાત્ર રહેશે નહીં. તેવી જ રીતે, હવામાનની પ્રતિકૂળ સ્થિતિઓ, શોર્ટ-સર્કિટ અથવા કોઈ પ્રાણી દ્વારા કોતરી ખાવાને કારણે કારમાં ઇલેક્ટ્રિકલ ઉપકરણોને નુકસાન થઈ શકે છે. આવા નુકસાન માટે વળતર આપવામાં આવશે નહીં. 3) જો ઇન્શ્યોરન્સ લેનાર આલ્કોહોલના પ્રભાવ હેઠળ વાહન ચલાવતા હોય તો થયેલ નુકસાન: જો વ્યક્તિ આલ્કોહોલ અથવા અન્ય કોઈ નશીલા પદાર્થના પ્રભાવ હેઠળ વાહન ચલાવતી હોય, તો અકસ્માતને કારણે કારને થયેલા નુકસાન કોઈ પણ ઇન્શ્યોરર દ્વારા કવર કરવામાં આવશે નહીં. 4) ઈરાદાપૂર્વક થયેલ કોઈપણ ઇજા અથવા મિલકતને નુકસાન: જો ઇન્શ્યોર્ડ વ્યક્તિએ ઈરાદાપૂર્વક કોઈ વ્યક્તિ અથવા મિલકતને નુકસાન પહોંચાડ્યું હોય, તો તેને કાર ઇન્શ્યોરન્સ પ્લાન હેઠળ કોઈપણ પ્રકારનું વળતર મળશે નહીં. તેવી જ રીતે, તે ઇન્શ્યોર્ડની પ્રોપર્ટીને થયેલા નુકસાનને કવર કરશે નહીં. 5) યુદ્ધ અને અન્ય જોખમોને કારણે થયેલું નુકસાન: યુદ્ધ, જૈવ-રાસાયણિક હુમલા અથવા પરમાણુ વિસ્ફોટ અને તેવી સંબંધિત ઘટનાઓને કારણે લાગેલી આગને કારણે વાહનને થયેલ કોઈપણ નુકસાન માટે ક્લેઇમ કરી શકાશે નહીં. 6) રેસિંગને કારણે નુકસાન: ઓર્ગેનાઇઝ્ડ રેસિંગમાં થતી કોઈપણ પ્રકારની અથડામણને કારણે થતું નુકસાન અથવા મિલકતને નુકસાન કાર ઇન્શ્યોરન્સ પૉલિસી હેઠળ કવર કરવામાં આવશે નહીં. તેવી જ રીતે, જો વાહનનો શેરિંગ પ્રોગ્રામમાં ઉપયોગ કરવામાં આવ્યો હોય તો તે નુકસાન માટે મર્યાદિત કવર અથવા બિલકુલ કવર આપશે નહીં. 7) માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ વગર વાહન ચલાવવું: અગાઉ ઉદાહરણમાં જણાવ્યા મુજબ, જો કોઈ માન્ય ડ્રાઇવિંગ લાયસન્સ વિના ડ્રાઇવિંગ કરી રહ્યું હોય અને કારને અકસ્માત થાય છે, તો ક્લેઇમની ચુકવણી કરવામાં આવશે નહીં. હવે તમે તમારી કાર ઇન્શ્યોરન્સ પૉલિસીની બાકાત બાબતો વિશે જાણો છો, તો તમારી જરૂરિયાતો અનુસારનો ઇન્શ્યોરન્સ ખરીદો. જો તમે કાર ઇન્શ્યોરન્સ ખરીદવા માંગો છો, તો બજાજ આલિયાન્ઝની કાર ઇન્શ્યોરન્સ પૉલિસી પર નજર કરી શકો છો. તે ભારતની સૌથી કોમ્પ્રિહેન્સિવ કાર ઇન્શ્યોરન્સ પૉલિસીઓમાંથી એક છે.  

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 5 / 5. વોટની સંખ્યા: 18

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે