રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144| સર્વિસ: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858

અંગ્રેજી

Claim Assistance
Get In Touch
What are the 6 fundamental rights?
22 નવેમ્બર, 2021

સ્વતંત્રતા દિવસ : સ્વતંત્રતાના અધિકારની ઉજવણી

ભારત ઑગસ્ટ 15, 2019 ના રોજ તેના 73 મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરશે. 1947 માં સ્વતંત્રતા મળ્યા બાદથી, ભારત ઘણું આગળ આવી ગયું છે અને હવે વિશ્વના સૌથી શક્તિશાળી, આદરણીય અને ઝડપી વિકાસશીલ રાષ્ટ્રોમાંથી એક છે. ભારતની પ્રગતિના નવા તબક્કામાં અને શરૂ થઈ રહેલ અસંખ્ય પ્રોજેક્ટ્સની સાથે, અમુક પાસાઓ એવા પણ છે જેને હજી પણ મુક્તપણે સંબોધવાની જરૂર છે. ભારતીય સંવિધાન તમને; ભારતના નાગરિકોને, છ મૂળભૂત અધિકારો પ્રદાન કરે છે.

છ મૂળભૂત અધિકારો કયા છે?

છ મૂળભૂત અધિકારો છે:
  1. સમાનતાનો અધિકાર
  2. સ્વતંત્રતાનો અધિકાર
  3. શોષણ વિરૂધ્ધનો અધિકાર
  4. ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર
  5. સંસ્કૃતિ અને શિક્ષણ સંબંધી અધિકાર
  6. બંધારણીય અધિકાર
પરંતુ, તમારામાંથી કેટલા વ્યક્તિઓ આ અધિકારો વિશે વિગતવાર જાણે છે, અને જરૂર પડે ત્યારે ઉપયોગ કરે છે? આપણામાંથી ઘણા લોકો જાણતા નથી કે આ મૂળભૂત અધિકારો કેટલા મૂલ્યવાન છે અને તે આપણને, એટલે ભારતના નાગરિકોને, સુરક્ષિત રાખવા અને સશક્ત બનાવવા માટે કેવી રીતે તૈયાર કરવામાં આવ્યા છે. ચાલો, ભારતના સંવિધાન દ્વારા આપણને પ્રદાન કરવામાં આવેલ મૂળભૂત અધિકારોમાંથી એક - સ્વતંત્રતાના અધિકાર વિશે ચર્ચા કરીએ. સ્વતંત્રતા એટલે મુક્તિ, પછી તે કોઈપણ દેશ દ્વારા કરવામાં આવેલ રાજથી હોય કે તમને પાછા પાડતી માનસિકતા, કે જે તે તમારી પ્રગતિ રૂંધે છે, તેમાંથી હોય. આજે, પરિવર્તનશીલ સમાજ અને પરિવર્તનશીલ જીવનશૈલી તમને વધુ યોગ્ય અને સાવધાનીપૂર્વક સ્વતંત્રતા માટે આ અધિકારનો ઉપયોગ કરવા જણાવે છે. ભારતીય બંધારણની કલમ 19 છ સ્વતંત્રતા પ્રદાન કરે છે:
  • ભાષણ અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર
  • શાંતિપૂર્વક, હથિયારો વગર એકત્રિત થવાનો અધિકાર
  • સંગઠનો અથવા સંઘ બનાવવાનો અધિકાર
  • ભારતમાં મુક્ત રીતે હરવા ફરવાનો અધિકાર
  • ભારતના કોઈપણ ભાગમાં રહેવાનો અને સ્થાયી થવાનો અધિકાર
  • કોઈપણ વ્યવસાય કરવાનો અથવા કોઈપણ રોજગાર, વેપાર અથવા બિઝનેસ કરવાનો અધિકાર
આ સ્વતંત્રતા દિવસે, તમે હંમેશા જેનું સપનું જોયું છે તે વાસ્તવિક સ્વતંત્રતાની ઉજવણી કરો. તમારી લાગણીઓ, તમારા સપનાઓ અને તમારા ભવિષ્યથી દૂર ભાગશો નહીં. તમારી લાગણી વ્યક્ત કરવાની તક ઝડપો અને તમને જેનાથી ખુશી અને સંતોષ મળે તે કાર્ય કરો. આ સ્વતંત્રતા દિવસને માણો અને ઉજવો #FreedomToLove, તમને, તમારા પરિવારને, તમારા મિત્રોને, તમારા જોડીદારને, તમારા પાળતું પ્રાણીઓને અને તમારા સપનાઓને પ્રેમ કરો. આપ સૌને સ્વતંત્રતા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ! અમારી વેબસાઇટની મુલાકાત લો અને જુઓ વિવિધ જનરલ ઇન્શ્યોરન્સ પ્લાન ઑનલાઇન અથવા વધુ વિગતે વાંચો અમારા ઇન્શ્યોરન્સ બ્લૉગ.  

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 5 / 5. વોટની સંખ્યા: 18

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે