પ્રોડક્ટ
રિન્યુ કરો
ક્લેમ
સપોર્ટ
એક પ્રતિનિધિ બનો
સૂચિત કરેલું
Health Blog
21 નવેમ્બર 2021
2860 Viewed
Contents
વર્ષનો તે સમય ફરી આવી ગયો છે! તમે પૂછશો કયો સમય? તો, ગિફ્ટનો, આનંદ કરવાનો અને સફેદ હિમની ઠંડી મોસમમાં ઉષ્ણતા અનુભવવાનો. શું તમે હજુ અનુમાન ન કરી શક્યા કે અમે શેના વિશે વાત કરી રહ્યા છીએ. ચાલો, તમને બીજો સંકેત આપીએ. શું આનાથી ઘંટડીઓનો કોઈ રણકાર સંભળાય છે? અમને ખાતરી છે કે સંભળાય છે. અમે ક્રિસમસના સમય વિશે વાત કરી રહ્યા છીએ! આ ઉત્સવનું પ્રતિક એવું જાણીતું ક્રિસમસ ટ્રી સૌથી લોકપ્રિય પ્રતીકોમાંથી એક છે. અને આ સુંદર પરંપરાનું મહત્વ શું છે તે અમે તમને જણાવવાના છીએ.
ક્રિસમસ ટ્રીને શાશ્વત જીવનનું પ્રતીક માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે પહેલાં જર્મનીમાં ક્રિસમસ ટ્રી લગાવવાની પરંપરા શરૂ થઈ, ત્યાર પછી તે 1830s માં યુકેમાં આવ્યું. દંતકથા એવી પણ છે કે શિયાળાની ઋતુમાં જીસસ ક્રાઇસ્ટના જન્મ પછી, કેટલાક વૃક્ષો પરનો બરફ ખરી પડયો અને આ મહાન ઘટનાને ચિહ્નિત કરવા માટે લીલાછમ બની ગયા. આમ, ક્રિસમસ ટ્રી એ સ્થિરતા અને અમરતાનું પ્રતિક છે.
શિયાળાની આત્માહીન, નિસ્તેજ અને શુષ્ક ઋતુમાં યુગોથી ક્રિસમસ ટ્રી આનંદ, સકારાત્મકતા અને આશાવાદની ભાવનાનો સંચાર કરતું હોવાનું માનવામાં આવે છે. પ્રતિકૂળ હવામાન હોવા છતાં આશાવાદી તથા લીલાછમ રહેવાની ભાવના સાથે ક્રિસમસ ટ્રી સકારાત્મકતા દર્શાવે છે. ઉપરાંત, આ હંમેશા તરોતાજા રહેતા વૃક્ષોની મીઠી સુગંધ તમને રોજિંદા તણાવથી આરામ આપવામાં મદદ કરે છે.
શરૂઆતના દિવસોમાં, લોકો જિંજરબ્રેડ અને સફરજન જેવી ખાદ્ય વસ્તુઓનો ઉપયોગ ક્રિસમસ ટ્રીને સજાવવા માટે કરતાં હતા. પરંતુ સમયની સાથે પરંપરાઓ બદલાતી ગઈ અને હવે સજાવટમાં ઇલેક્ટ્રિક ક્રિસમસ લાઇટ્સ, કેન્ડીઝ, ટિન્સલ, બાબલ્સ, ફ્લેશી સ્ટાર્સ, કાપેલા રંગીન પેપર્સ, ગોલ્ડ ફોઇલ્સ, સિલ્વર વાયર્સ, સાન્તા ક્લોસ પપેટ્સ, કૃત્રિમ સ્નોફ્લેક્સ અને ક્રિસમસ બેલનો સમાવેશ થાય છે.
એવું કહેવામાં આવે છે કે ક્રિસમસની આગલી સાંજે સાન્તાક્લોઝ બાળકો માટે ગિફ્ટ લાવે છે અને ક્રિસમસ ટ્રી હેઠળ ગિફ્ટ મૂકે છે. આ પરંપરાને વધુ આનંદદાયક બનાવવા માટે, લોકો મોટા વૃક્ષો લાવે છે અને સાન્તાક્લોઝને આશ્ચર્યચકિત કરવા માટે તેમને વ્યાપક રીતે સજાવે છે. ક્રિસમસ ટ્રીની આજુબાજુ એકઠાં થઈને મળેલ ગિફ્ટ ખોલવા માટેની એક સારી જગ્યા છે. તમામ ઉત્સવો તમારામાં એક હદે ઉત્સાહ ભરી દે છે, જો કે, તમે એક્સ્ચેન્જ કરેલ ગિફ્ટ આશ્ચર્ય અને મનોરંજન પૂરું પાડે છે. આ તહેવારોની મોસમમાં, તમારા પ્રિયજનો તમને તેમની યાદોમાં આજીવન સંભાળી રાખે તેવી કોઈ ગિફ્ટ તેમને આપો.
આ ક્રિસમસમાં, ક્રિસમસ ટ્રી હેઠળ તમારી વિશેષ ગિફ્ટ મૂકો - અનોખી લાગણીઓની ગિફ્ટ. આ તહેવારોની મોસમમાં તમારા પ્રિયજનોને કંઈક અનન્ય ગિફ્ટ આપો - #GiftABetterEmotion. તમારા પ્રિયજનોને સુરક્ષાનો અહેસાસ કરાવીને તમારા પ્રેમ અને સંભાળને વ્યક્ત કરવાથી સારી રીત શું હોઈ શકે?? અમારી વેબસાઇટ - https://apps.bajajallianz.com/gift-an-insurance/index.html ની મુલાકાત લો અને તમારા પ્રિયજનોને ગિફ્ટ આપો એક જનરલ ઇન્શ્યોરન્સ પૉલિસી, જે કટોકટીના સમયે તેમની આર્થિક રીતે સંભાળ લઈ શકે. તમને સૌને ખૂબ જ આનંદદાયક ક્રિસમસની શુભકામનાઓ અને મેરી ક્રિસમસ!
50 Viewed
5 mins read
08 નવેમ્બર 2024
113 Viewed
5 mins read
07 નવેમ્બર 2024
341 Viewed
5 mins read
17 એપ્રિલ 2025
33 Viewed
5 mins read
17 એપ્રિલ 2025
What makes our insurance unique
With Motor On-The-Spot, Health Direct Click, etc we provide fast claim process , Our sales toll free number:1800-209-0144