રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144| સર્વિસ: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858

અંગ્રેજી

Claim Assistance
Get In Touch
Deductible in Super Top Up Health Insurance
17 માર્ચ, 2021

સુપર ટૉપ અપ હેલ્થ ઇન્શ્યોરન્સમાં કપાતપાત્ર શું છે?

મેડિકલ ઇમરજન્સીની સ્થિતિમાં હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન સુરક્ષા પૂરી પાડવાનું કાર્ય કરે છે. ટૉપ-અપ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન વ્યાજબી કિંમતે બેઝ મેડિકલ ઇન્શ્યોરન્સ પૉલિસી ઉપરાંત કવરેજની રકમમાં વૃદ્ધિ કરે છે.

બે પ્રકારના ટૉપ-અપ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન કયા છે?

બે પ્રકારના ટૉપ-અપ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન છે - રેગ્યુલર અને સુપર ટૉપ-અપ પ્લાન.
  • એક રેગ્યુલર ટૉપ-અપ પ્લાન

    હાલના હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનની કપાતપાત્ર અથવા થ્રેશહોલ્ડ મર્યાદા ઉપરાંત કવરેજ પ્રદાન કરે છે. તેમાં દર વર્ષે કપાતપાત્ર રકમની ઉપર માત્ર એક જ ક્લેઇમ કરી શકાય છે. જો હૉસ્પિટલના બિલની રકમ કપાતપાત્ર રકમ કરતાં વધુ ન હોય, તો ટૉપ અપ હેલ્થ ઇન્શ્યોરન્સ ઍક્ટિવેટ થશે નહીં.
  • એક સુપર ટૉપ-અપ પ્લાન

    કપાતપાત્ર રકમ ઉપરાંત અતિરિક્ત કવરેજ પ્રદાન કરે છે અને એક વર્ષની અંદર કપાતપાત્ર રકમ ઉપરાંત સંચિત તબીબી ખર્ચ માટે એકથી વધુ ક્લેઇમ કરી શકાય છે. સુપર-ટૉપ-અપ પ્લાન વડે પૉલિસીધારક કોઈપણ મર્યાદા વિના તબીબી સારવાર મેળવી શકે છે.

સુપર ટૉપ-અપમાં કપાતપાત્ર શું છે?

કપાતપાત્ર એ હેલ્થ ઇન્શ્યોરન્સ કંપની દ્વારા ખર્ચને વહેંચવા માટેની જરૂરિયાત છે. સરળ શબ્દોમાં, કપાતપાત્ર એ પૉલિસીના સમયગાળા દરમિયાન હૉસ્પિટલાઇઝેશનના ક્લેઇમને ધ્યાનમાં લીધા વગર પૉલિસીધારક દ્વારા વહન કરવામાં આવતી નિશ્ચિત રકમ છે. કપાતપાત્રના માધ્યમથી હેલ્થ ઇન્શ્યોરન્સ કંપનીઓ પૉલિસીધારક સાથે ખર્ચ શેર કરે છે. જ્યારે પૉલિસીધારક સુપર ટૉપ-અપ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદે છે, ત્યારે તેઓ ચોક્કસ કપાતપાત્ર રકમ પસંદ કરી શકે છે. ઉદાહરણ તરીકે, સુશ્રી કૌર રૂ. 3 લાખની મેડિકલ ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદે છે. એક દિવસ તેમની બહેન સુશ્રી સિંઘાનિયા સાથે વાતચીત દરમિયાન, તેમણે આજના સમયના તબીબી ફુગાવા વિશે ચર્ચા કરી હતી. તેનાથી સુશ્રી કૌરને ચિંતા થાય છે કે પૉલિસીની રકમ ભવિષ્યની તેમની મેડિકલ ઇમરજન્સી માટે પર્યાપ્ત નહીં હોય તેમજ જો કોઈ નોંધપાત્ર ઘટના બને તો શું થશે?? તેમની બહેન સુશ્રી સિઘાનિયાએ તેમને મેડિકલ પૉલિસીની રકમ વધારવા કરતાં અન્ય સૂચન કર્યું અને જેમાં તેમણે નહીં ચૂકવવું પડે વધુ ઇન્શ્યોરન્સ પ્રીમિયમ. તેમણે તેમને રૂ. 7 લાખનો સુપર-ટૉપ અપ પ્લાન ખરીદવાનું સૂચન કર્યું. જો હૉસ્પિટલાઇઝેશનનું બિલ કપાતપાત્ર રકમથી વધુ હશે તો સુપર ટૉપ-અપ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન અમલમાં આવશે. પરંતુ સુશ્રી કૌરને મનમાં પ્રશ્ન થયો, કે જેમ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીમાં કપાતપાત્ર હોય છે, તો સુપર ટૉપ-અપમાં કપાતપાત્ર શું છે? તેમની બહેને તેમને જણાવ્યું કે સુપર ટૉપ-અપ હેલ્થ ઇન્શ્યોરન્સમાં પૉલિસીધારક નિશ્ચિત કપાતપાત્ર પસંદ કરી શકે છે. તેથી તેમણે રૂ. 3 લાખની કપાતપાત્ર રકમ નક્કી કરી. સુશ્રી કૌરના કિસ્સામાં, મેડિકલ ઇન્શ્યોરન્સ પ્રીમિયમની સાથે સાથે, તેમણે વધારાના કવરેજ માટે ખરીદેલ સુપર ટૉપ-અપ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીની કપાતપાત્ર રકમ તરીકે રૂ. 3 લાખ ચૂકવવાના રહેશે. એક વર્ષ પછી, સુશ્રી કૌરને હાર્ટ સર્જરી કરાવવી પડે છે, અને તેમનું હૉસ્પિટલાઇઝેશન બિલ રૂ. 5 લાખ થાય છે. હૉસ્પિટલાઇઝેશન બિલની રકમ કપાતપાત્ર રકમથી વધુ છે; તેથી રૂ. 3 લાખ મેડિકલ ઇન્શ્યોરન્સ દ્વારા કવર કરવામાં આવશે, અને સુપર-ટૉપ અપ પ્લાન ઇન્શ્યોરર દ્વારા રૂ. 2 લાખ ચૂકવવામાં આવશે. છ મહિનાની અંદર તેમને ફરીથી દાખલ કરવા પડે છે, અને હૉસ્પિટલનું બિલ 4 લાખ થાય છે. સુપર ટૉપ-અપ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનમાં, પૉલિસીધારક એક વર્ષમાં એકથી વધુ ટૅબનો ક્લેઇમ કરી શકે છે. આમ, સુશ્રી કૌરનું રૂ. 3 લાખનું બિલ મેડિકલ ઇન્શ્યોરન્સ કંપની દ્વારા અને રૂ. 1 લાખનો સુપર ટૉપ-અપ હેલ્થ ઇન્શ્યોરન્સ કંપની દ્વારા ચૂકવવામાં આવશે. તેથી, સુશ્રી કૌરે પોતાના ખિસ્સામાંથી કોઈ વધારાની ચુકવણી કરવાની જરૂર ન પડી.

વારંવાર પૂછાતા પ્રશ્નો

  1. ફેમિલી ફ્લોટર પ્લાન માટે પૂરતી કપાતપાત્ર રકમ ધરાવતી કઈ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદવી જોઈએ?

બજાજ આલિયાન્ઝ એક્સ્ટ્રા કેર પૉલિસી રૂ. 3 લાખ અને રૂ. 5 લાખ વચ્ચેની કપાતપાત્ર સાથે રૂ. 10 લાખથી રૂ. 15 લાખ સુધીનું કવરેજ પ્રદાન કરે છે. તે ફેમિલી ફ્લોટર મેડિકલ ઇન્શ્યોરન્સ પ્લાન સાથે આવે છે; તેથી તે પ્રતિ ક્લેઇમ આધારે કાર્ય કરે છે.
  1. સુપર ટૉપ-અપ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી ક્યારે લૅપ્સ થાય છે?

જ્યારે સંપૂર્ણ રકમ વપરાઇ જાય છે ત્યારે સુપર ટૉપ-અપ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી લૅપ્સ થઈ જાય છે, કારણ કે તેનો એકથી વધુ ક્લેઇમ માટે ઉપયોગ થઈ શકે છે.

અંતિમ તારણ

જો તમે બેસિક હેલ્થ ઇન્શ્યોરન્સ અથવા મેડિક્લેમ પૉલિસી ધરાવો છો, તો સુપર ટૉપ-અપ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદવાની સલાહ આપવામાં આવે છે. ટૉપ-અપ પ્લાનમાં, કપાતપાત્ર દરેક ક્લેઇમ પર લાગુ કરવામાં આવે છે, જ્યારે સુપર ટૉપ-અપ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનમાં, કપાતપાત્ર વર્ષમાં થયેલા કુલ તબીબી ખર્ચ પર લાગુ પડે છે. પૉલિસીધારક તેમની જરૂરિયાતોના આધારે જે પૉલિસી ખરીદે છે તે મુજબ કપાતપાત્ર વધુ હોઈ શકે છે. કેટલાક ઇન્શ્યોરર 70 વર્ષ સુધીની ઉંમરનો પ્રસ્તાવ ધરાવે છે, જેથી સંપૂર્ણ પરિવાર માટે એક જ સમ ઇન્શ્યોર્ડનો લાભ આપી શકાય. પ્રત્યેક ઇન્શ્યોરર દ્વારા આપવામાં આવતાં લાભ અલગ હોઈ શકે છે.

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 5 / 5. વોટની સંખ્યા: 18

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે