હેલ્ધી હાઇજીન રૂટીન એ ઘણી સારી આદતોમાંથી એક છે, જે તમારે તમારા બાળકોને શીખવવી જોઈએ. કહેવાય છે કે બાળકો ભીની માટી જેવા હોય છે, તેમને જેવી રીતે ઘડવામાં આવે તેવો ઘાટ તેઓ ધારણ કરે છે, તેથી નાની ઉંમરથી સારી ટેવો શીખવવાથી લાંબા સમય સુધી તેની અસર રહેશે. હવે, તમે ઘર પર છો, તમારા બાળકો સાથે સમય વિતાવી રહ્યા છો,
કોરોનાવાઇરસ મહામારીના પ્રતાપે, તમે તમારા બાળકોને કેટલીક વ્યક્તિગત સ્વચ્છતા ટિપ્સ શીખવી શકો છો, જે સમયની જરૂરિયાત પણ છે.
એવી કેટલી વ્યક્તિગત સ્વચ્છતા આદતો છે જે તમારે તમારા બાળકોને શીખવવી જોઈએ?
- તમારા બાળકોને પાણી અને સાબુથી હાથ ધોવાનું શીખવો. જો બાળકો રમવા માટે બહાર ન જતા હોય, તો પણ તેઓ તેમની પહોંચની અંદરની કોઈપણ વસ્તુ અને દરેક વસ્તુને અડતાં હોય છે. જ્યારે તમે તમારા ઘરને સ્વચ્છ રાખતા હોવ, તો પણ જ્યારે તમે ટેબલ ટોપ્સ અને શો-પીસ આગલી વખતે તેને સાફ કરશો ત્યાં સુધીમાં તેના પર ધૂળ જમા થવાની સંભાવના છે. તેથી, એ સુનિશ્ચિત કરવું વધુ સારું છે કે તમારા બાળકો તેમના હાથ સારી રીતે ધોઈ લે, ખાસ કરીને જમતા પહેલાં, વોશરૂમનો ઉપયોગ કર્યા પછી અને ઘરના પાળતું પ્રાણીઓની (જો કોઈ હોય તો) સાર-સંભાળ પછી.
- ખાતા પહેલાં શાકભાજીઓ અને ફળોને ધોવાનું તમારા બાળકોને શીખવો. ફળો અને શાકભાજીઓ સામાન્ય રીતે તેમની બાહ્ય સપાટી પર ઇ.કોલી બેક્ટેરિયા હોય છે. ઉપરાંત, તેઓ તમારા ઘરે પહોંચતા પહેલા ઘણા હાથમાંથી પસાર થાય છે. આમ, કાળજીપૂર્વક ધોયા પછી જ તેનો ઉપયોગ કરવો જોઈએ.
- કફ કાઢતી વખતે અને છીંકતી વખતે તમારે તમારા બાળકોને ટિશ્યૂ અથવા રૂમાલ સાથે તેમના મોઢાને કવર કરવાનું શીખવવું જોઈએ. કોરોનાવાઇરસ જેવા સંક્રમિત રોગોના પ્રસારને રોકવાની આ સૌથી અસરકારક રીતોમાંથી એક છે. તમારે તમારા બાળકોને માસ્કનો ઉપયોગ કરવા અને પહેરવાની સાચી રીત પણ શીખવી જોઈએ. જો કે જ્યારે તમે ઘરે હોવ ત્યારે માસ્ક પહેરવું ફરજિયાત નથી, પરંતુ, તેમને આના વિશે શિક્ષિત કરવું જેથી ભવિષ્યમાં આ સારી આદત ઉપયોગી બની શકે છે.
- તેમને સામાજિક અંતર અને તેના મહત્વ વિશે શિક્ષિત કરો. જ્યારે હાલમાં દરેક વ્યક્તિ ઘરની અંદર બંધ છે, પરંતુ સામાજિક અંતર જાળવવું એ એક મૂલ્યવાન પાઠ હશે કે જ્યારે બધું ધીમે ધીમે અને સામાન્ય થઈ જશે ત્યારે તેઓએ શીખેલું હોવું જોઈએ.
- અન્ય કેટલીક મૂળભૂત હાઇજીન રૂટીન જે તમારા બાળકોએ વિકસિત કરવી જોઈએ:
- દિવસમાં બે વાર દાંતને બ્રશ કરવું
- નિયમિતપણે સ્નાન કરવું
- નિયમિતપણે વાળ ધોવા
- દરરોજ સ્વચ્છ અને સાફ કપડાં પહેરવા
- તેમના રૂમને સાફ રાખવું
- દરેક ઉપયોગ પછી શૌચાલયને પાણી નાખી સાફ કરવું
- જ્યારે નખ મોટા થઈ જાય ત્યારે નખ કાપવા
- નખને સાફ રાખવા
તમારા બાળકોને વ્યક્તિગત સ્વચ્છતાની આદતોને કેવી રીતે શીખવવી?
તમે તમારા બાળકોને 'પોતાની જાતને સ્વચ્છ અને સ્વસ્થ રાખો' વિશે આવશ્યક શીખ આપતા હોવ છો, ત્યારે તેઓ કદાચ તમને સાંભળશે નહીં. તમારા બાળકોને સારી આદત કેળવવાનું શીખવવાની શ્રેષ્ઠ રીત એ છે કે પહેલા જાતે આ આદત કેળવો. વડીલો જે કરે છે તેનું બાળકો ઝડપથી અનુકરણ કરે છે. તેથી, તમે બોધ આપતા પહેલાં તેને જાતે અનુસરવાનું યાદ રાખો. તમારા બાળકોને સ્વચ્છતા શીખવવાની બીજી રસપ્રદ રીત એ છે કે તેઓને રમતો રમતી વખતે, કોયડાઓ ઉકેલીને અને કેટલાક મજેદાર વિજ્ઞાનના પ્રયોગો કરીને શીખવો. વિવિધ કાર્ટૂન અને એનિમેટેડ કાર્યક્રમો છે જે બાળકોને આ સ્વચ્છતાને લગતી પ્રથાઓ શીખવાડવામાં તમારી મદદ કરી શકે છે. તમે મનોરંજક અને માહિતીપ્રદ પપેટ શોનું આયોજન કરી શકો છો અને
તંદુરસ્ત આદતો અને તેનું મહત્વ દર્શાવી શકો છો. અમે આશા રાખીએ છીએ કે આ ટિપ્સ તમારા બાળકોને સ્વસ્થ રહેવામાં મદદ કરશે. જ્યારે તમે તેમની ફિટનેસ સુનિશ્ચિત કરો છો, ત્યારે અમે તમને એ સુનિશ્ચિત કરવાની ભલામણ કરીએ છીએ કે તમે તેમની સુરક્ષા માટે
હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનમાં ઇન્વેસ્ટ કરો, જે અણધારી મેડિકલ ઇમરજન્સીના કિસ્સામાં ખૂબ મદદરૂપ થઈ શકે છે.
*સ્ટાન્ડર્ડ નિયમો અને શરતો લાગુ
ઇન્શ્યોરન્સ એ આગ્રહની વિષયવસ્તુ છે. લાભો, બાકાત, મર્યાદાઓ, નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે, કૃપા કરીને વેચાણ પૂર્ણ કરતા પહેલાં સેલ્સ બ્રોશર/પૉલિસી નિયમાવલીને કાળજીપૂર્વક વાંચો.
જવાબ આપો