• search-icon
  • hamburger-icon

મેડિક્લેમ ઇન્શ્યોરન્સ ક્લેઇમની પ્રક્રિયા: વિગતવાર માર્ગદર્શિકા

  • Health Blog

  • 08 નવેમ્બર 2024

  • 541 Viewed

Contents

  • કૅશલેસ ક્લેઇમની પ્રક્રિયા
  • રિઇમ્બર્સમેન્ટ (વળતર) ક્લેઇમની પ્રક્રિયા

The mediclaim insurance claim is a request raised by the policyholder to compensate for the incurred medical expenses for treatment. The insurer verifies the claims and settles the bills either directly with the hospital or reimburses the amount. It depends on the type of claim procedure one has selected. At Bajaj Allianz General Insurance Company, the claims are directly settled by the in-house claim settlement team of the company. No third-party administrator is engaged. At the sole discretion of the company, it reserves the right to engage a third-party administrator (TPA). The key objective of a best mediclaim insurance policy is to provide financial assistance at the time of need. Anyone who meets with any accidental bodily injury or might suffer an illness resulting in a claim must comply with the following:

કૅશલેસ ક્લેઇમની પ્રક્રિયા

કૅશલેસ સારવાર માત્ર નેટવર્ક હૉસ્પિટલ ખાતે ઉપલબ્ધ છે. નીચે જણાવેલ પ્રક્રિયાને અનુસરીને કૅશલેસ સારવારનો લાભ લઈ શકાય છે:

  • નેટવર્ક પ્રદાતા દ્વારા સારવાર લેવામાં આવી શકે છે. તે કંપની અથવા અધિકૃત થર્ડ-પાર્ટી ઍડ્મિનિસ્ટ્રેટર દ્વારા પૂર્વ-અધિકૃતતાને આધિન છે.
  • કૅશલેસ સારવાર માટેનું ફોર્મ નેટવર્ક પ્રોવાઇડર અને ટીપીએ પાસે ઉપલબ્ધ હોય છે. તેમાં વિગતો ભરીને તેને અધિકૃતતા માટે કંપની અથવા ટીપીએને મોકલવામાં આવશે.
  • ઇન્શ્યોર્ડ વ્યક્તિ અથવા નેટવર્ક પ્રોવાઇડર પાસેથી કૅશલેસ સારવાર માટેનું ફોર્મ અને અન્ય સંબંધિત મેડિકલ માહિતી પ્રાપ્ત થયા બાદ કંપની અથવા ટીપીએ દ્વારા ચકાસણી બાદ હૉસ્પિટલને પૂર્વ-અધિકૃતતાની જાણ કરતો પત્ર મોકલવામાં આવે છે.
  • ડિસ્ચાર્જ સમયે, ઇન્શ્યોરન્સ લેનાર વ્યક્તિએ ડિસ્ચાર્જ પેપરની ચકાસણી કર્યા બાદ સહી કરવાની રહેશે. નૉન-મેડિકલ તેમજ જેને માટે ક્લેઇમ કરી શકાતો નથી તેવા ખર્ચ માટે ચુકવણી કરવાની રહેશે.
  • જો ઇન્શ્યોરન્સ લેનાર વ્યક્તિ દ્વારા જરૂરી મેડિકલ બિલ પ્રદાન કરવામાં આવતા નથી, તો કંપની અથવા ટીપીએ કોઈપણ પૂર્વ-અધિકૃતતા નહીં આપવાનો અધિકાર ધરાવે છે.
  • જો કૅશલેસ ઍક્સેસ નકારવામાં આવે છે, તો ઇન્શ્યોરન્સ લેનાર વ્યક્તિ મેડિકલ સલાહ મુજબ સારવાર કરાવી શકે છે અને બાદમાં રિઇમ્બર્સમેન્ટ માટે કંપની અથવા ટીપીએને ડૉક્યૂમેન્ટ સબમિટ કરી શકે છે.

*સ્ટાન્ડર્ડ નિયમો અને શરતો લાગુ

રિઇમ્બર્સમેન્ટ (વળતર) ક્લેઇમની પ્રક્રિયા

જ્યારે વાત હોય રિઇમ્બર્સમેન્ટ ક્લેઇમ, વિશે, તો પહેલાં સારવાર માટે ચુકવણી કરવાની રહે છે અને બાદમાં રિઇમ્બર્સમેન્ટ માટે ક્લેઇમ કરવાનો હોય છે. ક્લેઇમ ફાઇલ કરતી વખતે, સારવાર અને હૉસ્પિટલાઇઝેશનના ખર્ચના તમામ મેડિકલ બિલ અને અન્ય વિવિધ રેકોર્ડ રજૂ કરવાના રહે છે. જો કૅશલેસ ક્લેઇમની પ્રક્રિયા અનુસાર પૂર્વ-અધિકૃતતા નકારવામાં આવે છે અથવા નૉન-નેટવર્ક હૉસ્પિટલમાં સારવાર લેવામાં આવે છે. જો કોઈ આ કૅશલેસ હેલ્થ ઇન્શ્યોરન્સ સુવિધાનો લાભ લેવા માંગતા નથી, તો વળતર ક્લેઇમની પ્રક્રિયા માટે નીચે જણાવેલ પગલાંઓને અનુસરવાના રહેશે:

  • ઇન્શ્યોર્ડ વ્યક્તિ અથવા તેમના વતી ક્લેઇમ કરનાર કોઈપણ વ્યક્તિએ લેખિતમાં જાણ કરવાની રહેશે. ઇમરજન્સી હૉસ્પિટલાઇઝેશનના 48 કલાકની અંદર તરત જ જાણ કરવી જરૂરી છે. પહેલેથી નિર્ધારિત હૉસ્પિટલાઇઝેશનના કિસ્સામાં, હૉસ્પિટલાઇઝેશનના 48 કલાક પહેલાં જાણ કરવી જરૂરી છે.
  • તરત જ તબીબી સલાહ લો અને ભલામણ કરેલ સલાહ અને સારવારને અનુસરો.
  • મેડિક્લેમ પૉલિસી હેઠળ કરેલા કોઈપણ ક્લેઇમનું પ્રમાણ ઓછું કરવા માટે વાજબી પગલાં લો.
  • ઇન્શ્યોર્ડ વ્યક્તિ અથવા તેમના વતી ક્લેઇમ કરનાર કોઈપણ વ્યક્તિએ હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયાના 30 દિવસની અંદર તરત ક્લેઇમ કરવાનો રહેશે.
  • જો ઇન્શ્યોરન્સ લેનાર વ્યક્તિનું અવસાન થાય છે, તો કંપનીને લેખિતમાં જાણ કરવાની રહેશે. પોસ્ટમોર્ટમ રિપોર્ટની એક કૉપી 30 દિવસની અંદર મોકલવાની રહેશે.
  • જો અસલ ડૉક્યૂમેન્ટ કો-ઇન્શ્યોરરને સબમિટ કરવામાં આવે છે, તો કો-ઇન્શ્યોરર દ્વારા પ્રમાણિત નકલ પણ સબમિટ કરવાની રહેશે.
Claim TypeTime Limit Prescribed
Reimbursement of daycare, hospitalization, and pre-hospitalizationWithin 30 days of discharge date from the hospital
Reimbursement of post-hospitalization expensesWithin 15 days from post-hospitalization treatment completion

*સ્ટાન્ડર્ડ નિયમો અને શરતો લાગુ

Follow the steps carefully and get the mediclaim insurance policy claim approved. Please note to keep the documents safe. The insurer might ask for any documents during the insurance claim process of the mediclaim health insurance policy.

ઇન્શ્યોરન્સ એ આગ્રહની વિષયવસ્તુ છે. લાભો, બાકાત, મર્યાદાઓ, નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે, કૃપા કરીને ખરીદતાં પહેલાં સેલ્સ બ્રોશર/પૉલિસી નિયમાવલીને કાળજીપૂર્વક વાંચો.

ડિજિટલ રીત અપનાવો

Download Caringly Yours App!

godigi-bg-img