કૅશલેસ ક્લેઇમની સુવિધા એ એક સર્વિસ છે જેનો લાભ તમે તમારી ઇન્શ્યોરન્સ કંપની સાથે ટાઇ-અપ ધરાવતી નેટવર્ક હૉસ્પિટલોમાં લઈ શકો છો. આ
કૅશલેસ હેલ્થ ઇન્શ્યોરન્સ સુવિધા વડે તમે તમારો પોતાનો ખર્ચ કર્યા વિના શ્રેષ્ઠ મેડિકલ સેવાઓનો લાભ લઈ શકો છો.
કૅશલેસ ક્લેઇમની પ્રક્રિયા:
- તમારી પૉલિસીની વિગતો સાથે નેટવર્ક હૉસ્પિટલનો સંપર્ક કરો.
- તમારા દ્વારા પ્રદાન કરવામાં આવેલી વિગતોની હૉસ્પિટલ દ્વારા ચકાસણી કરવામાં આવશે અને તમારી ઇન્શ્યોરન્સ કંપનીને પ્રિ-ઑથોરાઇઝેશન ફોર્મ મોકલશે.
- ઇન્શ્યોરન્સ કંપની દ્વારા પ્રિ-ઑથોરાઇઝેશન વિનંતીની ચકાસણી કરવામાં આવશે અને હૉસ્પિટલને પૉલિસી કવરેજ અને અન્ય વિગતોની જાણ કરશે.
- હવે, ઇન્શ્યોરન્સ કંપની પ્રિ-ઓથોરાઇઝેશન વિનંતીને મંજૂર કરી શકે છે અથવા નકારી શકે છે. તે વધુ વિગતો જણાવવા માટેની વિનંતી કરતો પત્ર પણ હૉસ્પિટલને મોકલી શકે છે.
- જો પ્રિ-ઓથોરાઇઝેશન નકારવામાં આવે છે, તો સારવારનો ખર્ચ તમારે કરવાનો રહેશે, જેનું તમે પછીથી વળતર મેળવી શકો છો. વિગતે જાણો મેડિક્લેમ રિઇમ્બર્સમેન્ટ માટે જરૂરી ડૉક્યૂમેન્ટ.
- જો તમારા ઇન્શ્યોરર દ્વારા હૉસ્પિટલને પ્રશ્ન કરતો પત્ર મોકલવામાં આવે છે, તો તેમને ઇન્શ્યોરન્સ કંપનીને તેમના દ્વારા વિનંતી કરવામાં આવેલ અતિરિક્ત માહિતી પૂરી પાડવાની રહેશે.
- જો પ્રિ-ઓથોરાઇઝેશન મંજૂર થઈ જાય, તો સારવાર શરૂ થાય છે. અને હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા પછી, અંતિમ બિલ અને ડિસ્ચાર્જ પેપર ઇન્શ્યોરન્સ કંપનીને મોકલવામાં આવે છે. કો-પેમેન્ટ (જો લાગુ પડતું હોય તો) અને કન્ઝ્યુમેબલ ખર્ચ બાદ કરીને અંતિમ રકમ ચૂકવવામાં આવશે.
નોંધ: પ્રિ-ઓથોરાઇઝેશન એ તમામ ખર્ચને કવર કરી લેવામાં આવશે તેવી ગેરંટી આપતી નથી. તમારી ઇન્શ્યોરન્સ કંપની ક્લેઇમની સંપૂર્ણપણે સમીક્ષા કરે છે અને તે અનુસાર તમારી પૉલિસીના નિયમો અને શરતોના આધારે મેડિકલ ઇન્શ્યોરન્સ કવરેજ નિર્ધારિત કરવામાં આવે છે. તમે જ્યાં તમે સારવાર મેળવવા માંગો છો માત્ર તે રાજ્ય અને શહેર પસંદ કરીને અમારી નેટવર્ક હૉસ્પિટલો શોધી શકો છો. તબીબી સારવાર કરાવી રહેલ વ્યક્તિ પહેલેથી જ તણાવપૂર્ણ પરિસ્થિતિમાં હોય છે. આ પરિસ્થિતિમાં સારવારના ખર્ચની ચુકવણી ચિંતાઓમાં ઉમેરો કરે છે. આવી પરિસ્થિતિઓમાં શ્રેષ્ઠ વિકલ્પ એ છે કે, તમારે જરૂરી સારવાર તમે શહેરની શ્રેષ્ઠ હૉસ્પિટલોમાં કરાવો અને તેના ખર્ચની જવાબદારી તમારા ઇન્શ્યોરર પર છોડી દો. યોગ્ય ટૉપ-અપ કવર સાથે શ્રેષ્ઠ
હેલ્થ ઇન્શ્યોરન્સ પસંદ કરો અને પોતાને અને તમારા પરિવારને ઇન્શ્યોર કરો.
તમારા હેલ્થ ઇન્શ્યોરન્સ માટે કૅશલેસ ક્લેઇમની સુવિધા વિશે જાણવા માટે અમારો લેખ – “હું મારી હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીમાં કૅશલેસ સુવિધા કેવી રીતે મેળવી શકું?” વાંચો
કૃપા કરીને મને હેલ્થ અને વેલનેસ કાર્ડ હેઠળ કવર કરેલી બિમારીઓ વિશે જણાવો.
અજીત ઇંગલે
નમસ્તે અજીત,
અમારો સંપર્ક કરવા બદલ આભાર.
અમારી ટીમ તમારા મેઇલ આઇડી પર ટૂંક સમયમાં તમારો સંપર્ક કરશે. કૃપા કરીને તે તપાસો.
શું હું મારા સ્ટુડન્ટ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ સાથે યુએસએમાં કૅશલેસ સુવિધાનો લાભ લઈ શકું છું?
માનનીય સાહેબ,
અમે તમારા ઇમેઇલ આઈડી પર મેઇલ કરેલ છે, કૃપા કરીને તેને તપાસો.
આભાર,
નીલેશ.એમ.
કસ્ટમર ફોકસ યુનિટ,