રિસ્પેક્ટ સિનીયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144 સર્વિસ ચૅટ: +91 75072 45858

અંગ્રેજી

Claim Assistance
Get In Touch
Medical Insurance & Preventive Check-Up
2 ડિસેમ્બર, 2021

બેરિયાટ્રિક સર્જરી માટે મેડિકલ ઇન્શ્યોરન્સનું કવરેજ કેવી રીતે મદદરૂપ થાય છે?

સ્થૂળતા એ વિશ્વભરમાં વધી રહેલો ચિંતાનો વિષય છે. ખાવા-પીવાની બિનઆરોગ્યપ્રદ ટેવો, બેઠાડું જીવનશૈલી, પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સનો વધી રહેલો ઉપયોગ વગેરે કારણોસર સ્થૂળતાનું પ્રમાણ વધી રહ્યું છે. 2015 માં ICMR-INDIAB દ્વારા કરવામાં આવેલ અભ્યાસ અનુસાર પેટની સ્થૂળતા એ હૃદયને લગતા રોગોમાં ફાળો આપતા મુખ્ય પરિબળોમાંથી એક છે. આ અભ્યાસમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે પુરુષોની સરખામણીમાં મહિલાઓમાં સ્થૂળતા વધુ જોવા મળે છે.

બેરિયાટ્રિક સર્જરી એટલે શું?

વધુ ગંભીર સ્થૂળતાને કારણે સ્વાસ્થ્ય માટે પણ જોખમ ઊભું થઈ શકે છે અને શસ્ત્રક્રિયા કરવાની જરૂર પડી શકે છે. આ પ્રક્રિયાને બેરિયાટ્રિક સર્જરી તરીકે ઓળખવામાં આવે છે, જેની ભલામણ ડૉક્ટરો દ્વારા ડાયેટિંગ, નિયમિતપણે ખૂબ કસરત જેવા વજન ઘટાડવાના સ્ટાન્ડર્ડ પગલાંઓ પછી જ કરવામાં આવે છે.

બેરિયાટ્રિક સર્જરીની જરૂર કોને હોય છે?

અત્યારે ડૉક્ટરો દ્વારા ત્રણ દાયકા જૂના માપદંડોને અનુસરવામાં આવે છે, જેમાં જો કોઈ વ્યક્તિનું બૉડી માસ ઇન્ડેક્સ (BMI) 40 અથવા તેનાથી વધુ હોય. અથવા, BMI 35 કે તેથી વધુ હોય પરંતુ ટાઇપ 2 ડાયાબિટીસ, હાઇ બ્લડ પ્રેશર, હૃદયની બિમારી અથવા સ્લીપ એપ્નિયા જેવી જીવલેણ બિમારીઓ પણ ધરાવે છે. તેમ છતાં, ઘણા ડૉક્ટરો માને છે કે ઉપરોક્ત ગંભીર બીમારીઓ ધરાવતા લોકો માટે BMI નું પ્રમાણ 30 સુધી ઓછું કરવું મદદરૂપ થઈ શકે છે. ઘણા દર્દીઓ તંદુરસ્ત જીવનશૈલી અને સારી આહાર પ્રણાલીઓ પસંદ કરવાને બદલે વજન ઘટાડવા માટે બેરિયાટ્રિક સર્જરીનો આશરો લે છે અને સર્જરી પછી તરત જ તેમનું વજન વધી જાય છે.

શું બેરિયાટ્રિક સર્જરી માટે કોઈ વિશિષ્ટ પ્રક્રિયા હોય છે?

હા, બેરિયાટ્રિક સર્જરી માટે દર્દીએ તેમના નિયમિત જીવનના ભાગ રૂપે કસરતની સાથે સાથે કડક ડાયેટ પ્લાન અનુસરવો જરૂરી છે - કે જેથી વજન ફરીથી વધતું રોકી શકાય. જો કે, ગંભીર કિસ્સાઓ માટે આ એક સુરક્ષિત વિકલ્પ છે જ્યાં અન્ય તમામ પગલાં નિષ્ફળ જાય છે.

શું મેડિકલ ઇન્શ્યોરન્સ બેરિયાટ્રિક સર્જરી માટે કવરેજ પ્રદાન કરે છે?

હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીનો પ્રકાર, એટલે કે., પરિવાર માટે હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન અથવા વ્યક્તિગત કવર પૉલિસી દ્વારા શું કવર કરવામાં આવે છે અથવા નહીં તે નક્કી કરવામાં આવે છે. સામાન્ય રીતે, મોટાભાગની ઇન્શ્યોરન્સ કંપનીઓ આવી બેરિયાટ્રિક સારવાર માટે ક્લેઇમ સ્વીકારે છે, જો કે, તમારે તમારી મેડિકલ ઇન્શ્યોરન્સ પૉલિસીનો સ્કોપ તપાસવો આવશ્યક છે. બેરિયાટ્રિક સારવાર ખર્ચાળ છે, અને તેનો ખર્ચ ₹2.5 લાખથી ₹5 લાખ જેટલો હોય છે. તે સર્જરીના પ્રકાર, સારવારની ગંભીરતા, સર્જનની ફી, પસંદ કરેલ તબીબી સુવિધા, ઉપયોગમાં લેવાતા સાધનો, સંલગ્ન કન્સલ્ટન્ટ, એનેસ્થેશિયા અને અન્ય ફૉલો-અપ પ્રક્રિયાઓ જેવા પરિબળો પર પણ નિર્ભર છે. આવી ઉચ્ચ સારવારના ખર્ચનો સામનો કરવા માટે, ઇન્શ્યોરન્સ ક્લેઇમ તમારા ઇન્શ્યોરર સાથે જે આ તમામ ખર્ચાઓની કાળજી લે છે અને આર્થિક બાબતોની ચિંતા કરવા કરતાં રિકવરી પર વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે. * સ્ટાન્ડર્ડ નિયમો અને શરતો લાગુ

શું બેરિયાટ્રિક સારવારના કવરેજમાં કોઈ બાકાત (એકસકલુઝન) છે?

કોઈપણ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીની જેમ, સારવાર માટે ઑફર કરવામાં આવતું કવરેજ ઇન્શ્યોરન્સ પ્લાનના નિયમો અને શરતોને આધિન મર્યાદિત છે. બેરિયાટ્રિક સારવાર માટેના કોઈપણ ક્લેઇમને, 30 દિવસની પ્રારંભિક પ્રતીક્ષા અવધિ કે જે તમારી હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીમાં લાગુ પડે છે તે દરમિયાન કરવામાં આવે, તો તેને ઇન્શ્યોરર દ્વારા નકારવામાં આવે છે. ઉપરાંત, આવી સારવાર હેઠળ કોઈપણ પહેલાંથી હાજર સ્થિતિઓ માટેના ક્લેઇમ કવર કરવામાં આવતા નથી. * સ્ટાન્ડર્ડ નિયમો અને શરતો લાગુ પડે છે જ્યારે બેરિયાટ્રિક સારવાર સ્થૂળતા સાથે વ્યવહાર કરવાનો છેલ્લો તબક્કોનો પ્રયત્ન છે, આવી બિમારીને કારણે મૃત્યુને ટાળવાની તે અસરકારક રીત છે. તેથી આરોગ્યને પરત મેળવવાની એક ઉપયોગી રીત છે. ઇન્શ્યોરન્સ એ વિનંતીનો વિષય છે. લાભો, બાકાત, મર્યાદાઓ, નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે, કૃપા કરીને વેચાણ પૂર્ણ કરતા પહેલાં સેલ બ્રોશર/પૉલિસી નિયમાવલીને કાળજીપૂર્વક વાંચો.

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 5 / 5. વોટની સંખ્યા: 1

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે