અમારી ટીમ
બજાજ આલિયાન્ઝ ખાતે, બદલાવ ટોચથી શરૂ થાય છે. ડિજિટલ પહેલથી લઈને પ્રૉડક્ટના વિકાસ સુધી, અમારી લીડરશીપ ટીમ 100 વર્ષથી વધુનો સામૂહિક અનુભવ ધરાવે છે. ઉદ્યોગસાહસિકતાની ભાવના અને ગ્રાહકની સફળતા માટેના જુસ્સા સાથે, આજે બજારમાં સૌથી વધુ નફાકારક ઇન્શ્યોરરમાંથી એક તરીકે કંપનીના સાતત્યપૂર્ણ પ્રદર્શન માટે તેઓ ઉત્પ્રેરક રહ્યા છે. સંઘના માર્ગદર્શક તરીકે, તેઓ અમને વિકાસની નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
-
તપન સિંઘલ
એમડી અને સીઇઓ

તપન સિંઘલ
શ્રી તપન સિંઘલ 2001 માં બજાજ આલિયાન્ઝની સ્થાપનાથી સાથે જોડાયેલા છે અને રિટેલ માર્કેટમાં ઇન્શ્યોરન્સ બિઝનેસ શરૂ કરતી ટીમનો અભિન્ન ભાગ રહ્યા હતા.
તપન સિંઘલે 2012 માં એમડી અને સીઇઓ તરીકેનો ભાર સંભાળ્યો હતો. છેલ્લા 11 વર્ષોમાં તેમના નેતૃત્વ હેઠળ, કંપનીએ નવીનતાઓ, ઉદ્યોગમાં સૌપ્રથમ પહેલો અપનાવી છે અને ગ્રાહક સર્વોપરીની નીતિ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. તેમના માર્ગદર્શન હેઠળ ઇન્શ્યોરન્સ સેલ, વિતરણ અને ગ્રાહક સંલગ્નતાની પ્રક્રિયાઓ ડિજિટલ થઈ ગઈ.
આ પૂર્વે, તેઓ બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સના મુખ્ય માર્કેટિંગ અધિકારી (સીએમઓ) હતા. તેમણે કંપનીમાં રિજનલ મેનેજર, ઝોનલ હેડ અને સીએમઓ તરીકે તમામ રિટેલ ચેનલોના પ્રમુખ જેવી વિવિધ ભૂમિકાઓ પણ ભજવી છે.
બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સના એમડી અને સીઇઓ તરીકે, તેમણે ઉદ્યોગમાં વિકાસ, નફાકારકતા અને ખર્ચમાં કાપ માટે નેતૃત્વ સુનિશ્ચિત કર્યા છે. હાલમાં તેઓ સીઆઇઆઇની ઇન્શ્યોરન્સ અને પેન્શન માટેની રાષ્ટ્રીય સમિતિની અધ્યક્ષતા પણ કરે છે. તેમણે અનેક એવૉર્ડ જીત્યા છે, જેમ કે ઇન્ડિયા ઇન્શ્યોરન્સ સમિટ અને એવૉર્ડ 2019, 22 મા એશિયા ઇન્શ્યોરન્સ ઇન્ડસ્ટ્રી એવૉર્ડ 2018 અને ઇન્ડિયન ઇન્શ્યોરન્સ સમિટ 2017 ખાતે 'પર્સનાલિટી ઑફ ધ યર'. તેમને 2019 અને 2018 માં 'ભારતમાં LinkedIn ટોપ વૉઇસ' તરીકે દર્શાવવામાં આવ્યા હતા અને તેમને The Economic Times ગ્લોબલ બિઝનેસ સમિટ 2018 માં એશિયાના 'મોસ્ટ પ્રોમિસિંગ બિઝનેસ લીડર' તરીકે માન્યતા આપવામાં આવી છે.
-
ટીએ રામાલિંગમ
મુખ્ય તકનીકી અધિકારી

ટીએ રામાલિંગમ
ટીએ રામાલિંગમ એ બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સમાં મુખ્ય તકનીકી અધિકારી છે. તેમની વર્તમાન ભૂમિકામાં, તેઓ સંસ્થામાં મોટર અને નૉન-મોટર અન્ડરરાઇટિંગ, ક્લેઇમ, રિસ્ક મેનેજમેન્ટ અને રિ-ઇન્શ્યોરન્સ મેનેજ કરવા માટે જવાબદાર છે. આ પૂર્વે, તેમણે સંસ્થાકીય વેચાણ માટે મુખ્ય વિતરણ અધિકારી તરીકે કંપનીની વિતરણ ચેનલો અને વ્યૂહાત્મક જોડાણોનું સંચાલન કર્યું હતું. તેમની અગાઉની ભૂમિકાઓમાં, તેમણે ક્લેઇમ દરમિયાન શ્રેષ્ઠ ગ્રાહક અનુભવ પ્રદાન કરવા માટે મહત્વપૂર્ણ રીતે મદદકર્તા એવી કાર્યક્ષમ ક્લેઇમ મેનેજમેન્ટ પ્રક્રિયાઓ બનાવવા માટે ટીમનું માર્ગદર્શન અને નેતૃત્વ કર્યું. પરિણામે, આજે બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ એ ક્લેઇમ મેનેજમેન્ટમાં તેના શ્રેષ્ઠ ટર્નઅરાઉન્ડ સમય માટે ભારતીય ઇન્શ્યોરન્સ ઉદ્યોગમાં જાણીતું નામ છે. રામાએ બેન્કિંગ ઉદ્યોગમાં પોતાનો કારકિર્દીની શરૂઆત કરી અને ઇન્શ્યોરન્સ ઉદ્યોગમાં બે દાયકાથી વધુનો કાર્યાનુભવ ધરાવે છે. તેમણે એક પ્રમુખ રાષ્ટ્રીય ઇન્શ્યોરર સાથે પોતાની કારકિર્દી શરૂ કરી હતી, જેમાં તેમણે માર્કેટિંગ, ક્લેઇમ અને રિ-ઇન્શ્યોરન્સ સહિતના વિવિધ ઓપરેશનલ ક્ષેત્રોને સંભાળ્યા છે. તેઓ કોમર્સમાં પોસ્ટ ગ્રેજ્યુએટ છે અને ઇન્શ્યોરન્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાના સહયોગી છે.
-
સસિકુમાર અદિદામુ
મુખ્ય વિતરણ અધિકારી - સંસ્થાકીય વેચાણ

સસિકુમાર અદિદામુ
સસિકુમાર અદિદામુ એ બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ ખાતે સંસ્થાકીય વેચાણના મુખ્ય વિતરણ અધિકારી છે. તેમની વર્તમાન ભૂમિકામાં તેઓ વિવિધ વિતરણ ચેનલો જેમ કે બેંક ઇન્શ્યોરન્સ અને કોર્પોરેટ બિઝનેસ અને સરકારી બિઝનેસ, પાક માટે ઇન્શ્યોરન્સ અને સંગઠનના પ્રૉડક્ટ પોર્ટફોલિયોના માધ્યમથી વ્યૂહાત્મક જોડાણ દ્વારા કંપનીના કોર્પોરેટ બિઝનેસ પોર્ટફોલિયોનું નેતૃત્વ કરવા માટે જવાબદાર છે. આ ભૂમિકા પૂર્વે, સસિકુમારે મુખ્ય તકનીકી અધિકારી તરીકે કંપનીના અન્ડરરાઇટિંગ, ક્લેઇમ, રિ-ઇન્શ્યોરન્સ અને રિસ્ક મેનેજમેન્ટ પોર્ટફોલિયોને મેનેજ કરેલ. તેમની અગાઉની ભૂમિકામાં, સીટીઓ પૂર્વે, તેમણે અન્ડરરાઇટિંગ, ક્લેઇમ, રિસ્ક મેનેજમેન્ટ, માર્કેટિંગ, સેલ્સ અને પ્રોફિટ સેન્ટર મેનેજમેન્ટ જેવા પોર્ટફોલિયોને સંભાળ્યો હતો. સસિકુમાર ત્રણ દાયકાથી વધુનો સમૃદ્ધ અનુભવ ધરાવે છે અને તેમણે 1989 માં New India Assurance Company માં ડાયરેક્ટ રિક્રૂટ ઑફિસર તરીકે ઇન્શ્યોરન્સ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમણે 2001 વર્ષમાં બજાજ આલિયાન્ઝમાં જોડાયા પહેલાં 12 વર્ષ માટે જાહેર ક્ષેત્રની કંપનીઓ સાથે કામ કર્યું છે. સસિકુમારે થોડો સમય આઇટી સેક્ટરમાં પણ કામ કર્યું હતું, તેમણે ઓસ્ટ્રેલિયન આઇટી કંપની સાથે બિઝનેસ એનાલિસ્ટ તરીકે કામ કર્યું હતું. સસિકુમાર અદિદામુ સિવિલ એન્જિનિયરિંગમાં બૅચલર ઑફ એન્જિનિયરિંગની ડિગ્રી ધરાવે છે, અને તેઓ ઇન્શ્યોરન્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાના સહયોગી છે. તેમણે મ્યુનિચ ખાતે ઍડવાન્સ્ડ એન્જિનિયરિંગ ઇન્શ્યોરન્સ ટ્રેનિંગ પણ પૂર્ણ કરી છે. કામકાજ ઉપરાંત, સસિકુમાર એક ઉત્સુક વાચક છે અને તેમને તેમના પરિવાર સાથે સમય ગાળવાનું ગમે છે.
-
રમનદીપ સિંહ સાહની
મુખ્ય નાણાંકીય અધિકારી
રમનદીપ સિંહ સાહની
રમનદીપ સિંહ સાહની બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સના મુખ્ય નાણાંકીય અધિકારી છે. આ ભૂમિકામાં, તેઓ ફાઇનાન્સ, કમ્પ્લાયન્સ, લિગલ અને એડમિનિસ્ટ્રેશનને લગતી જવાબદારીઓ સંભાળે છે. રમનદીપ ઇન્શ્યોરન્સ ક્ષેત્રે નોંધપાત્ર અનુભવ ધરાવે છે, તેઓ ભારતીય લાઇફ ઇન્શ્યોરન્સ ક્ષેત્રમાં 17 વર્ષથી વધુ સમયથી કાર્યરત રહ્યા છે. તેમની અગાઉની ભૂમિકાઓમાં તેમણે ભારતની બે અગ્રણી પ્રાઇવેટ લાઇફ ઇન્શ્યોરન્સ કંપનીમાં સિનિયર પોઝિશન પર કામ કરેલ છે, જેમાં તેમણે ફાઇનાન્સ, બિઝનેસ પ્રોસેસ રિ-એન્જિનિયરિંગ, બિઝનેસ સ્ટ્રેટેજી ફોર્મ્યુલેશન અને અમલીકરણ, એડમિનિસ્ટ્રેશન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઇન્ટરનલ ઑડિટના લગભગ દરેક પાસાઓમાં અનુભવ પ્રાપ્ત કર્યો છે. રમનદીપ એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે અને તેમનું ક્વૉલિફિકેશન બૅચલર ઑફ કૉમર્સ છે. તેઓ એક સર્ટિફાઇડ ઇન્ફોર્મેશન સિસ્ટમ્સ ઑડિટર પણ છે.
-
અવિનાશ નાઇક
મુખ્ય માહિતી અધિકારી
અવિનાશ નાઇક
શ્રી અવિનાશ નાઇક બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સના પ્રમુખ અને મુખ્ય માહિતી અધિકારી છે. તેમની વર્તમાન ભૂમિકામાં, તેઓ ટેક્નોલોજી સ્ટ્રેટેજી માટે, ડિજિટલ ક્ષમતાઓને મજબૂત બનાવવા અને સંસ્થામાં નવી ટેક્નોલોજી નવીનતાઓ લાવવા માટે જવાબદાર છે. અવિનાશ અલગ-અલગ ભૌગોલિક પ્રદેશોમાં વિશાળ ટેક્નોલોજી ઓપરેશન્સ, ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને ઇનોવેશન પ્રોગ્રામ ચલાવવાનો સમૃદ્ધ અનુભવ ધરાવે છે. તેઓ Infosys Limited માં એક દાયકાથી વધુ સમય માટે કાર્યરત રહ્યા હતા, જેમાં તેમણે ફોર્ચ્યુન 100 કંપનીઓ માટે ડિલિવરી હેડ, ક્લાયન્ટ પાર્ટનર, પ્રોગ્રામ મેનેજર, એન્ટરપ્રાઇઝ આર્કિટેક્ટ વગેરે સહિતની અનેક ભૂમિકાઓ ભજવી હતી. બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સમાં જોડાયા પહેલાં, તેઓ બજાજ ફિનસર્વની ગ્રુપ કોર્પોરેટ સ્ટ્રેટેજી ટીમમાં હતા, જ્યાં તેઓ ગ્રુપ કંપનીઓમાં ડિજિટલ અને ઇનોવેશન એજેન્ડા માટે જવાબદાર હતા. અવિનાશ મુંબઈની વીજેટીઆઇમાંથી એન્જિનિયરિંગની સ્નાતક ડિગ્રી ધરાવે છે.
-
કેવી દિપુ
હેડ - ઑપરેશન્સ અને કસ્ટમર સર્વિસ
કેવી દિપુ
કે.વી. દિપુ એ બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ ખાતે સિનિયર પ્રેસિડેન્ટ અને ઑપરેશન્સ અને કસ્ટમર સર્વિસ હેડ છે. તેઓ રિટેલ ફાઇનાન્સ ઑપરેશન્સમાં મેનેજમેન્ટનો બહોળો અનુભવ ધરાવે છે. તેમની વિશેષતાઓમાં સેલ્સ, બિઝનેસ ડેવલપમેન્ટ, ઑપરેશન્સ, પ્રોસેસ રિ-એન્જિનિયરિંગ અને પ્રૉડક્ટ મેનેજમેન્ટનો સમાવેશ થાય છે.
તેઓ GE Capital માં સેલ્સ, પ્રૉડક્ટ મેનેજમેન્ટ, સિક્સ સિગ્મા અને ઑપરેશન્સનો 19 વર્ષથી વધુનો અનુભવ ધરાવે છે. તેઓ એક સર્ટિફાઇડ લીન સિગ્મા બ્લૅક બેલ્ટ છે અને વિવિધ ઉદ્યોગ કોન્ફરન્સ અને બિઝનેસ સ્કૂલમાં વક્તા તરીકે કાર્યરત છે. તેઓ હાર્વર્ડ બિઝનેસ રિવ્યૂ એડવાઇઝરી કાઉન્સિલ, બિઝનેસ પ્રોફેશનલ્સની એક વૈકલ્પિક રિસર્ચ કમ્યુનિટીના મેમ્બર પણ છે.
-
વિક્રમજીત સિંહ
મુખ્ય માનવ સંસાધન અધિકારી
વિક્રમજીત સિંહ
વિક્રમજીત બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપનીમાં પ્રેસિડેન્ટ અને મુખ્ય માનવ સંસાધન અધિકારી છે. બજાજ આલિયાન્ઝ જીઆઇસી પૂર્વે, વિક્રમજીત L&T, Vodafone, અને Deutsche Bank જેવી અગ્રણી કંપનીઓ સાથે એક ગતિશીલ અને સમૃદ્ધ જોડાણ ધરાવતા હતા. એક યુવા અને વાઇબ્રન્ટ લીડર, વિક્રમજીત હંમેશા નવીન અને પાથ બ્રેકિંગ એચઆર પહેલના અમલીકરણ માટે પ્રતિબદ્ધ છે. તેમણે સુદૃઢ પરફોર્મન્સ મેનેજમેન્ટ ફ્રેમવર્ક તૈયાર કરીને અને કાર્યશૈલીમાં પરિવર્તનને આગળ ધપાવીને લોકોના એજેન્ડામાં ઘણું યોગદાન આપ્યું છે.
-
આદિત્ય શર્મા
મુખ્ય વિતરણ અધિકારી - રિટેલ સેલ્સ

આદિત્ય શર્મા
શ્રી આદિત્ય શર્મા એ બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ ખાતે મુખ્ય વિતરણ અધિકારી - રિટેલ સેલ્સ છે. તેમની વર્તમાન ભૂમિકામાં, તેઓ કંપનીની વિવિધ વિતરણ ચેનલો દ્વારા કંપનીના સંપૂર્ણ રિટેલ બિઝનેસ પોર્ટફોલિયોનું નેતૃત્વ કરવા માટે જવાબદાર છે. કંપની સાથે તેમની છેલ્લી ભૂમિકામાં, તેઓ મોટર વિભાગના બિઝનેસ હેડ હતા અને તેઓ તમામ ઑટો ઉદ્યોગ ક્ષેત્રોમાંથી આવકની વૃદ્ધિ, માર્કેટ શેર અને નફાને વધારવા માટે જવાબદાર હતા. તેમણે કંપનીની સૌથી નાવીન્યપૂર્ણ પહેલ વર્ચ્યુઅલ ઑફિસને સંભાળવામાં પણ મહત્વની ભૂમિકા ભજવી છે. તેમની ભૂમિકામાં વિવિધ વિતરણ ચૅનલો સાથેનો સહયોગ, કસ્ટમર સર્વિસ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને ઑપરેશનલ કાર્યક્ષમતા સુનિશ્ચિત કરવી અને વર્ચ્યુઅલ ઑફિસના વિકાસ ક્ષેત્રોની ઓળખનો સમાવેશ થાય છે. તેમના પ્રયત્નોએ કંપનીને વર્ચ્યુઅલ ઑફિસ નેટવર્ક વધારવામાં મદદ કરી છે અને ગ્રાહકોને ઘરબેઠાં ઇન્શ્યોરન્સ ઉકેલો પ્રદાન કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે, જેનાથી ઇન્શ્યોરન્સની પહોંચમાં વધારો થયો છે. આદિત્ય પાસે બે દાયકાથી વધુનો સમૃદ્ધ અનુભવ છે અને તેઓ નવી વિતરણ ચૅનલોના વિકાસ અને તેમની વચ્ચે સુમેળ સ્થાપિત કરવો, ડિજિટલ માર્કેટિંગ અને રિટેલ માર્કેટિંગ જેવા ક્ષેત્રોમાં નિપુણતા ધરાવે છે. તેમણે વિવિધ ભૌગોલિક ક્ષેત્રોમાં ઑફિસ હેડ, એરિયા મેનેજર, વેબ સેલ્સ, ડાયરેક્ટ માર્કેટિંગ, ટ્રાવેલ, રિટેલ હેલ્થ અને હોમના પ્રમુખ અને વ્યૂહાત્મક પહેલના પ્રમુખ જેવી અલગ-અલગ ભૂમિકાઓ ભજવી છે. આદિત્ય વિજ્ઞાનમાં ગ્રેજ્યુએટ છે અને હિમાચલ પ્રદેશ યુનિવર્સિટી, શિમલામાંથી ફાઇનાન્સ અને કંટ્રોલમાં પોસ્ટ ગ્રેજ્યુએટ, મેનેજમેન્ટ ડિગ્રી ધરાવે છે. તેઓ ઇન્શ્યોરન્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાના ફેલો પણ છે. કામકાજ ઉપરાંત, તેમને વાંચન, ફિલ્મો જોવી, વ્યાયામ કરવો અને પોતાના પરિવાર સાથે સમય પસાર કરવાનું ગમે છે.
-
અમિત જોશી
મુખ્ય ઇન્વેસ્ટમેન્ટ અધિકારી
અમિત જોશી
અમિત 2016 વર્ષમાં બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સમાં મુખ્ય ઇન્વેસ્ટમેન્ટ અધિકારી તરીકે જોડાયા હતા તેઓ બોર્ડ અને કંપનીની ઇન્વેસ્ટમેન્ટ કમિટી દ્વારા નિર્ધારિત રિસ્ક અને રિટર્નના ઉદ્દેશો મુજબ ઇન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયોને મેનેજ કરવા માટે જવાબદાર છે બજાજ આલિયાન્ઝમાં જોડાતા પહેલાં, તેઓ Aviva Life Insurance કંપનીના મુખ્ય ઇન્વેસ્ટમેન્ટ અધિકારી હતા અમિત ઇન્વેસ્ટમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં ઇન્વેસ્ટમેન્ટ બેંક, લાઇફ ઇન્શ્યોરન્સ અને જનરલ ઇન્શ્યોરન્સ કંપનીઓમાં 20 થી વધુ વર્ષનો અનુભવ ધરાવે છે તેઓ બનારસ હિન્દુ યુનિવર્સિટી (બીએચયુ) માંથી કોમર્સમાં બૅચલર ડિગ્રી અને દિલ્હી યુનિવર્સિટીમાંથી બિઝનેસ ઇકોનોમિક્સમાં માસ્ટર ડિગ્રી ધરાવે છે અમિત સીએફએ ઇન્સ્ટિટ્યૂટ યુએસએ તરફથી સીએફએ ચાર્ટર પણ ધરાવે છે કામકાજ ઉપરાંત, અમિત લાંબા અંતરની દોડ અને સાઇકલિંગ જેવા એન્ડ્યુરન્સ સ્પોર્ટ્સમાં ખૂબ જ સક્રિય છે અને નિયમિતપણે મેરેથોન અને અલ્ટ્રા-સાઇકલિંગ ઇવેન્ટમાં ભાગ લે છે.