રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144| સર્વિસ: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858

અંગ્રેજી

Claim Assistance
Get In Touch
Mental & Physical Health Benefits of Traveling
5 જૂન, 2021

મુસાફરી તમારા સ્વાસ્થ્ય પર કેવી રીતે સકારાત્મક અસર કરી શકે છે

એક રોમન ફિલોસોફર, કુશળ રાજનીતિજ્ઞ અને નાટકકાર સેનેકાએ યોગ્ય જ કહ્યું છે કે, “મુસાફરી અને સ્થળમાં ફેરફાર મનને નવા ઉત્સાહથી ભરી દે છે”. જો તમારી વ્યસ્ત જીવનશૈલીને કારણે મુસાફરીનું આયોજન કરવું મુશ્કેલ હોય, તો પણ તમારે તમારી દિનચર્યામાંથી થોડો સમય ફાળવીને થોડા દિવસો માટે મુસાફરી કરવી જોઈએ, કારણ કે તે તમને આરામ તો આપે છે, પરંતુ તેની તમારા સ્વાસ્થ્ય પર પણ સકારાત્મક અસરો કરે છે. તમારા પરિવાર અને મિત્રો સાથે કરવામાં આવેલ પ્રવાસ તમને તમારા યંત્રવત્ જીવનમાં ખૂબ જ જરૂરી એવા વિરામનો આનંદ માણવાની તક આપે છે. યાદ રાખો કે તમે કેટલી લાંબી મુસાફરી કરો છો તે મહત્વનું નથી, પરંતુ મુસાફરી દરમિયાન તમે જે યાદો ભેગી કરો છો તે તમારા મન અને શરીરને તાજગી આપે છે. તેથી, જો માત્ર એક વીકેન્ડ હોય, તો પણ અમારી સલાહ છે કે તમારે તેમાં પ્રવાસ કરવો જોઈએ અને તમારા સ્વાસ્થ્યને સુધારવાની તક ઝડપવી જોઈએ. મુસાફરી તમારા સ્વાસ્થ્યને કેવી રીતે સુધારી શકે છે તે અહીં જણાવેલ છે:
  • મુસાફરી તમારા માનસિક સ્વાસ્થ્ય પર નોંધપાત્ર અસર કરે છે. વાતાવરણમાં ફેરફાર તમારો મૂડ સુધારે છે અને તણાવ અને હતાશાને દૂર કરવામાં તમારી મદદ કરે છે.
  • તમે તમારા પ્રવાસનું આયોજન શરૂ કરતાં જ તમારામાં ઊર્જાના સંચારમાં વધારો અનુભવ્યો હશે. આ ઊર્જા તમારી આસપાસ સકારાત્મક આભા બનાવે છે અને તમને ખુશી અને આત્મવિશ્વાસનો અનુભવ કરાવે છે અને શાંતિ પ્રદાન કરે છે.
  • મુસાફરી તમારો તણાવ ઓછો કરે છે, જેને પરિણામે હૃદય સંબંધિત રોગોનું જોખમ ઓછું થાય છે અને આમ, તમારા સ્વાસ્થ્ય પર સકારાત્મક અસર કરે છે.
  • એક નવું સ્થળ તમારી રોગપ્રતિકારક શક્તિને વધુ સારી બનવાની તક આપે છે અને વિવિધ રોગો સામે લડવા માટે તમને મજબૂત બનાવે છે.
  • જ્યારે તમે તમારી ચિંતાઓને એક બાજુ મૂકીને નવી સંસ્કૃતિઓ, નવી ખાણી-પીણી, નવા લોકો અને નવી ભાષાઓ વિશે જાણવા માટે વિશ્વ પ્રવાસે નીકળો છો ત્યારે નવી ઊર્જાનો સંચાર અનુભવી શકો છો.
  • મુસાફરી દરમિયાન તમે નવા વ્યક્તિઓના પરિચયમાં આવો છો અને વધુ સ્માર્ટ અને માહિતગાર બનો છો.
જો તમે ચિંતા-મુક્ત થઈને તમારી મુસાફરીનો આનંદ માણો છો, તો મુસાફરીના અનેક ગણાં ફાયદા થઈ શકે છે. તમારે માત્ર ખરીદવાનો રહે છે એક ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન, જે તમારી મુસાફરી દરમિયાન તમારી આર્થિક જરૂરિયાતોની કાળજી લઈ શકે. ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસી તમને મુસાફરી દરમિયાન પાસપોર્ટ ખોવાઈ જવો, સામાન ખોવાઈ જવો, ટ્રિપમાં વિલંબ થવો, ટ્રિપની મુદતમાં ઘટાડો થવો અને હૉસ્પિટલાઇઝેશનના ખર્ચ જેવી અપ્રિય પરિસ્થિતિઓ સામે કવર કરી શકે છે. તમારે બજાજ આલિયાન્ઝના ગ્લોબલ પર્સનલ ગાર્ડ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી, વિશે પણ માહિતી મેળવવી જોઈએ, જે તમને વિશ્વમાં ક્યાંય પણ કવર કરી શકે છે અને અકસ્માતના તમામ સંભવિત પરિણામો સામે તમને 360-ડિગ્રી સુરક્ષા આપી શકે છે. અમારી વેબસાઇટ, બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ ની મુલાકાત લો અને વિવિધ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ્સ વિશે માહિતી મેળવો.

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 5 / 5. વોટની સંખ્યા: 18

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે