પ્રોડક્ટ
રિન્યુ કરો
ક્લેમ
સપોર્ટ
એક પ્રતિનિધિ બનો
સૂચિત કરેલું
Travel Blog
19 નવેમ્બર 2024
55 Viewed
Contents
ઝિમ્બાબ્વે એ આફ્રિકાના દક્ષિણમાં આવેલ એક આફ્રિકન દેશ છે. હરારે એ આ ચોતરફ અન્ય દેશોથી ઘેરાયેલા દેશની રાજધાની છે. આ દેશ તેના ભૌગોલિક વૈવિધ્ય માટે જાણીતો છે, જેમાં મધ્યમાં મેદાનો અને પૂર્વમાં ઊંચા ડુંગરા સૌથી વધુ જાણીતા પ્રદેશો છે. તેની વિવિધ પ્રાકૃતિક સૌંદર્ય સાથે, ઝિમ્બાબ્વે પોતાના વન્યજીવનની વૈવિધ્યતા, અસાધારણ કુદરતી સૌંદર્ય, જોવાલાયક સુંદર ધોધ, મોટા સવાના પ્રદેશ, મિઓમ્બોના જંગલ અને પક્ષીઓ અને માછલીની અસંખ્ય પ્રજાતિઓ માટે પણ પ્રસિદ્ધ છે. એપ્રિલ, મે, ઑગસ્ટ અને સપ્ટેમ્બર એ ઝિમ્બાબ્વેની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય છે. ઝિમ્બાબ્વેની મુલાકાત લેવાનું ભારતીયો પાસે વધુ વિશેષ કારણ એ છે કે આ આફ્રિકન દેશ તમામ પ્રકારના સત્તાવાર ટ્રાન્ઝૅક્શન માટે ભારતીય ચલણને સ્વીકારે છે. 7 અન્ય દેશોની સાથે, ઝિમ્બાબ્વેમાં ભારતીય રૂપિયાનો ઉપયોગ થાય છે અને માન્ય છે. પર્યટકો સામાન્ય રીતે નીચેના આકર્ષણો માટે આ દેશની મુલાકાત લે છે:
વિક્ટોરિયા ધોધ વિશ્વની સાત અજાયબીઓમાંથી એક છે. આ કાળા ખડકોમાંથી બહાર આવતો ઘૂઘવતો ધોધ ઝિમ્બાબ્વેનું મુખ્ય પ્રવાસી આકર્ષણ છે. લોકો આ અદ્ભુત પ્રદેશ એવા ઝિમ્બાબ્વેના, સૌથી મંત્રમુગ્ધ કરતું દૃશ્ય રચતા એવા પાણીના આ વિશાળ અને વિપુલ જથ્થાને પડતો જોવા અને પ્રચંડ અવાજ કરતો નિહાળવા માટે દૂર દૂરથી આવે છે.
અવિશ્વસનીય વનસ્પતિ અને પ્રાણીઓના ઘર હોવાથી, પ્રવાસ પસંદ કરનાર લોકો માટે ઝિમ્બાબ્વે આનંદદાયક છે. તે વન્યજીવોથી સમૃદ્ધ અસંખ્ય રાષ્ટ્રીય ઉદ્યાનો જેમ કે Hwange નેશનલ પાર્ક, માના પૂલ્સ નેશનલ પાર્ક વગેરેનું હોસ્ટ છે. આડા, ભૈંસ, સિંહ, વન્ય કૂતરાઓ, લીપાર્ડ, કુડુ, ઝેબ્રા, ઇમ્પાલા, વૉટરબક, હિપ્પો અને મગર ઝિમ્બાબ્વેના જંગલ અને નદીની નજીકના પ્રદેશોમાં વર્ષભર મોટી સંખ્યામાં જોવા મળે છે.
ઝિમ્બાબ્વેની ઉત્તર સીમામાં પ્રવાહિત ઝાંબેઝી નદી વિશ્વભરના પ્રવાસીઓને અદ્ભુત દૃશ્ય પ્રદાન કરે છે. વન્યજીવન દર્શન, વિક્ટોરિયા ધોધની સુંદરતાનો આનંદ માણવો અને પ્રાચીન સભ્યતાના અવશેષો વિશે માહિતી મેળવવી એ ઝિમ્બાબ્વેમાં લોકોને પસંદ પડતી એડવેન્ચર કેમ્પોની કેટલીક મુખ્ય બાબતો છે.
આ વિશ્વનો સૌથી મોટો માનવ-નિર્મિત સરોવર છે અને ઘણા લોકો દ્વારા ઉદ્ધૃત કર્યા મુજબ પ્રકૃતિ પ્રેમીનું સપનું છે. ઝામ્બેઝી નદી પર બનાવવામાં આવેલ ડેમને કારણે આ તળાવની રચના થયેલ છે, જે હવે ઝિમ્બાબ્વેના સૌથી આઇકોનિક પર્યટન સ્થળમાંથી એક બની ગયું છે.
હવે ભારતીયો તેમના પ્રવાસને યાદગાર બનાવી શકે છે અને કરન્સી એક્સચેન્જ અને ટ્રાવેલર્સ ચેક લઈ જવાની ચિંતા કર્યા વિના ઝિમ્બાબ્વેના આ અદ્ભુત સ્થળોએ પોતાના વેકેશનનો આનંદ માણી શકે છે. તો તમે શેની રાહ જોઈ રહ્યા છો? તમારી બૅગને પૅક કરો અને ઝિમ્બાબ્વેની મુલાકાત માટે તૈયાર થાઓ. તમારો ટ્રાવેલ પ્લાન બનાવતી વખતે, અમે ભલામણ કરીએ છીએ કે તમે યોગ્ય ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન, પણ પસંદ કરો, જે તમારી યાત્રાને ઝંઝટ-મુક્ત અને સુગમ બનાવીને ટ્રિપનો આનંદ માણવામાં તમને સહાયરૂપ બનશે. ખરીદતાં પહેલાં ટ્રાવેલ ઇન્શ્યોરન્સની તુલના ભૂલશો નહીં!
53 Viewed
5 mins read
27 નવેમ્બર 2024
32 Viewed
5 mins read
11 માર્ચ 2024
36 Viewed
5 mins read
11 માર્ચ 2024
36 Viewed
5 mins read
28 સપ્ટેમ્બર 2020
What makes our insurance unique
With Motor On-The-Spot, Health Direct Click, etc we provide fast claim process , Our sales toll free number:1800-209-0144