રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144| સર્વિસ: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858

અંગ્રેજી

Claim Assistance
Get In Touch
Importance of Transferring Car Insurance
5 ફેબ્રુઆરી, 2023

કાર ઇન્શ્યોરન્સને ટ્રાન્સફર કરવો શા માટે મહત્વપૂર્ણ છે?

તમે તમારા માટે સેકન્ડ-હેન્ડ કાર ખરીદવા માટે તૈયાર છો અને તમને પહેલેથી જ એક કાર મોડેલ ગમે છે અને તે તમે ખરીદવા માંગો છો - તો તમે સારા વિક્રેતાને શોધો છો અને કિંમત વિશે વાટાઘાટો કરો છો. તમે કારનું રજિસ્ટ્રેશન તમારા નામ પર ટ્રાન્સફર પણ કરો છો. હવે માત્ર એક વધુ આવશ્યક પગલું લેવાનું છે - પાછલા માલિક પાસેથી કાર ઇન્શ્યોરન્સ પૉલિસી ને તમારા નામે ટ્રાન્સફર કરવી. જો કે, મોટાભાગના લોકો જાણતા નથી કે કાર ઇન્શ્યોરન્સ ટ્રાન્સફર પ્રક્રિયામાં ખરેખર શું હોય છે. તે શું છે અને તે તમારા માટે શું કરી શકે છે, એ વિશે જાણવા લાયક તમામ અહીં પ્રસ્તુત છે.

કાર ઇન્શ્યોરન્સ ટ્રાન્સફર પ્રક્રિયા શું છે?

કાર ઇન્શ્યોરન્સ ટ્રાન્સફર પ્રક્રિયામાં તમારી કાર ઇન્શ્યોરન્સ પૉલિસીને તેના વર્તમાન માલિકથી અન્ય પાર્ટી, જે હવે વાહનના માલિકીના અધિકારો ધરાવે છે તેને ટ્રાન્સફર અથવા સોંપવામાં આવે છે. મોટર વાહન અધિનિયમના સેક્શન 157 મુજબ આ ટ્રાન્સફર ફરજિયાત છે અને બંને પાર્ટી માટે ટ્રાન્ઝૅક્શનની તારીખથી 14 દિવસની અંદર કાર ઇન્શ્યોરન્સ પૉલિસી ટ્રાન્સફર કરવી જરૂરી છે. જો તે 3rd પાર્ટી કાર ઇન્શ્યોરન્સ, હોય તો ત્યારબાદ તે 14 દિવસ માટે સક્રિય રહે છે. જો તે એક કોમ્પ્રિહેન્સિવ પૉલિસી છે, તો માત્ર થર્ડ-પાર્ટી કોમ્પોનન્ટ જ, આ 14 દિવસમાં આપોઆપ ટ્રાન્સફર તરીકે ગણવામાં આવે છે. જો 14-દિવસની વિંડોનું પાલન કરવામાં આવતું નથી અને ખરીદદાર તે સમયસીમાની અંદર કાર ઇન્શ્યોરન્સ પૉલિસીને તેમના નામ પર ટ્રાન્સફર કરી શકતા નથી, તો ઑટોમેટિક થર્ડ-પાર્ટી કવર ટ્રાન્સફર રદ કરવામાં આવે છે અને ભવિષ્યમાં તેની સામે કરવામાં આવેલ ક્લેઇમ નકારવામાં આવશે.

કાર ઇન્શ્યોરન્સ ટ્રાન્સફર પ્રક્રિયા શા માટે મહત્વપૂર્ણ છે? 

તમે વિચારતા હશો કે આ ટ્રાન્સફરની પ્રક્રિયા મહત્વપૂર્ણ શા માટે છે. ચાલો, તમને તેને વધુ સારી રીતે સમજવામાં મદદ કરવા માટે એક ઉદાહરણ લઈએ - ધારો કે તમે તમારું સેકન્ડ-હેન્ડ વાહન ખરીદો છો, અને રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરો છો, પરંતુ વાહનના અગાઉના માલિક પાસેથી તમારા નામ પર કાર ઇન્શ્યોરન્સને ટ્રાન્સફર કરવાનું ભૂલી જાઓ છો. ત્યારબાદ, કદાચ એકાદ મહિના બાદ, તમારો અકસ્માત થાય છે, જ્યાં તમે બીજા વાહન સાથે અથડાઇ જાઓ છો. તમારે તેમના નુકસાનની ભરપાઈ કરવાની રહે છે, સાથે કાર ઇન્શ્યોરન્સ કંપનીમાં ક્લેઇમ પણ દાખલ કરવો પડશે. પરંતુ તમે અગાઉના વાહન માલિક પાસેથી કાર ઇન્શ્યોરન્સ પૉલિસીને તમારા નામ પર ટ્રાન્સફર કરી નથી, તેથી ઇન્શ્યોરન્સ કંપની તમારા ક્લેઇમને નકારશે. તેથી, તમારે આ વાહનના નવા માલિક તરીકે કાર ઇન્શ્યોરન્સ તમારા નામ પર ટ્રાન્સફર કરાવવો જરૂરી બને છે. જો તમે વિક્રેતા હોવ, તો આ પ્રક્રિયા તમારા માટે પણ સમાન રીતે મહત્વપૂર્ણ છે. કોઈ નુકસાન થયું હોય કે અકસ્માતના સંજોગોમાં, તમને જવાબદાર ગણવામાં આવી શકે છે. તેથી, તમને નવા વાહન માલિક દ્વારા થયેલ થર્ડ પાર્ટીને નુકસાન અથવા સંપત્તિના નુકસાનની ભરપાઈ કરવા માટે કાનૂની રીતે જવાબદાર ગણવામાં આવી શકે છે. જો તમે વિક્રેતા હોવ, તો તમારી પાસે નો ક્લેઇમ બોનસ નામનો વધારાનો રિવૉર્ડ પણ છે. ઇન્શ્યોરન્સ કંપની પાછલા પૉલિસી વર્ષ દરમિયાન કોઈપણ ક્લેઇમ દાખલ ન કરેલ પૉલિસીધારકોને નો ક્લેઇમ બોનસ પ્રદાન કરે છે. જો તમારી પાસે એકત્રિત કરેલ નો ક્લેઇમ બોનસ હોય, પરંતુ નવા માલિકને ઇન્શ્યોરન્સ ટ્રાન્સફર ના કરો, તો તમે બીજી કાર ખરીદો તેના માટેના કાર ઇન્શ્યોરન્સ પર મળવાપાત્ર ડિસ્કાઉન્ટ ગુમાવશો. *

વાહનના ઇન્શ્યોરન્સની માલિકી કેવી રીતે બદલવી?

જો તમારી પાસે કાર ઇન્શ્યોરન્સ પૉલિસી સાથે કારનું ઓરિજિનલ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ હોય, તો તમે ઇન્શ્યોરન્સ પૉલિસીની માલિકીને સફળતાપૂર્વક ટ્રાન્સફર કરવા માટે નીચેની પ્રક્રિયાને અનુસરી શકો છો:
  • સંબંધિત આરટીઓની વેબસાઇટ અથવા ઑફિસમાંથી ફોર્મ 28, 29, અને 30 ડાઉનલોડ કરો.
  • ફોર્મ ભરો અને આવશ્યક ડૉક્યૂમેન્ટ સાથે તેને આરટીઓમાં સબમિટ કરો.
  • સુનિશ્ચિત કરો કે તમે સબમિટ કરેલા ફોર્મ અને વેચાણના પુરાવા માટે આરટીઓમાંથી 'ક્લિયરન્સ સર્ટિફિકેટ' પ્રાપ્ત કરો.
  • તમામ સંબંધિત ડૉક્યૂમેન્ટ ઇન્શ્યોરન્સ કંપનીને સબમિટ કરો.
  • આવશ્યક ફી ચૂકવો.
  • તમારું નામ ધરાવતી પૉલિસી ઇમેઇલ અથવા કુરિયર દ્વારા પ્રાપ્ત કરો.

થર્ડ-પાર્ટી ઇન્શ્યોરન્સ કેવી રીતે ટ્રાન્સફર કરવો?

જો તમે થર્ડ-પાર્ટી ઇન્શ્યોરન્સની માલિકીને અન્યને ટ્રાન્સફર કરવા માંગતા હોવ, તો તેના પગલાં ઉપર દર્શાવ્યા મુજબ રહેશે.

વપરાયેલ કારનું ઇન્શ્યોરન્સ ટ્રાન્સફર

વપરાયેલ કારના ઇન્શ્યોરન્સને તમારા નામે ટ્રાન્સફર કરવા માટે, આ પગલાંઓને અનુસરો:
  • તમારા ઇન્શ્યોરરને ટ્રાન્સફરની વિનંતી કરો અને ફી ચૂકવો
  • ફોર્મ 29 મેળવો
  • જૂની પૉલિસીના ડૉક્યૂમેન્ટ પ્રાપ્ત કરો
  • અગાઉના પૉલિસીધારક પાસેથી એનઓસી મેળવો
  • ઇન્શ્યોરર પાસેથી નવું એપ્લિકેશન ફોર્મ મેળવો
  • ઇન્શ્યોરર તરફથી નિરીક્ષણ રિપોર્ટ
  • નો ક્લેઇમ બોનસ રિપોર્ટ
હવે તમે જાણો છો કે કાર ઇન્શ્યોરન્સ ટ્રાન્સફર પ્રક્રિયા કેટલી મહત્વપૂર્ણ છે અને તમારી પૉલિસીને કેવી રીતે ટ્રાન્સફર કરવી, તો આગળ વધો અને તેના પર કામ શરૂ કરો - પછી ભલે તમે ખરીદનાર હોવ કે વિક્રેતા. આ ટ્રાન્સફર પ્રક્રિયાથી દરેક માટે લાભકારી છે અને જે સમયે વાહનની ખરીદી કરો અથવા વેચાણ કરો, આ પ્રક્રિયા પૂર્ણ કરવી જરૂરી છે.   * સ્ટાન્ડર્ડ નિયમો અને શરતો લાગુ ઇન્શ્યોરન્સ એ આગ્રહની વિષયવસ્તુ છે. લાભો, બાકાત, મર્યાદાઓ, નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે, કૃપા કરીને વેચાણ પૂર્ણ કરતા પહેલાં સેલ્સ બ્રોશર/પૉલિસી નિયમાવલીને કાળજીપૂર્વક વાંચો.    

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 5 / 5. વોટની સંખ્યા: 18

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે