રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144| સર્વિસ: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858

અંગ્રેજી

Claim Assistance
Get In Touch
Eco Friendly Diwali Celebration
23 નવેમ્બર, 2021

દિવાળીની ઉજવણી: આ વર્ષે ઇકો-ફ્રેન્ડલી દિવાળીની ઉજવણી કેવી રીતે કરવી?

દિવાળી એ સાથ-સહકારની ઉજવણી કરતો ઉત્સવ છે. જો કે, આમાં સારી બાબતો સાથે વાયુ પ્રદૂષણ, ધ્વનિ પ્રદૂષણ અને સંસાધનોનો બગાડ જેવી પ્રકૃતિને નુકસાનકર્તા બાબતો પણ શામેલ છે. ચાલો, આ વર્ષે પૃથ્વી માતાને બચાવવા માટે આપણાથી બનતું કરવાનો સંકલ્પ કરીએ! પર્યાવરણને અસર ન થાય તે રીતે અને તેટલા જ ઉત્સાહ સાથે દિવાળીની ઉજવણી કરવાની 06 રીતો અહીં જણાવેલ છે.

1. તમારા ઘરને સુંદર દિવડાઓ વડે પ્રકાશિત કરો

વીજળી એક મોંઘી વસ્તુ છે, જેનું બિલ તમને ભારે પડી શકે છે. તેના બદલે તમારા ઘરને દિવાઓ વડે પ્રકાશિત કરવાનો પ્રયત્ન કરો. પરંપરાગત તેમાં ઓર્ગેનિક હોવાને કારણે, તે દિવાળીનો ભાવ દર્શાવે છે અને જે લોકોની આજીવિકા આ વ્યવસાય પર આધારિત છે તેમને પણ મદદ પહોંચે છે.

2. હાથે બનાવેલ કોઈ વસ્તુ ભેટ તરીકે આપો

ઇલેક્ટ્રોનિક્સ અને પ્લાસ્ટિકથી બનાવેલ ભેટ એક ચોક્કસ સમય પછી કચરામાં જતી હોય છે. તમે શા માટે કપડાં અથવા શણ જેવી કુદરતી સામગ્રીથી જરૂર મુજબ બનાવેલ ભેટ પસંદ નથી કરતા?? ખાસ કરીને તમારા પ્રિયજનો માટે તમારા દ્વારા બનાવેલી ભેટનું સ્થાન કોઈ લઈ શકતું નથી. અદ્ભુત પ્રતિક્રિયાઓ માટે પહેલેથી જ ઉત્સાહિત છો?? હમણાં જ શરૂઆત કરો!

3. ભેટને છાપામાં વીંટાળીને આપો

જે રીસાઇકલ કરવામાં મુશ્કેલ છે તેવા ચમકદાર પ્લાસ્ટિક્સના બદલે, તમે જે ગિફ્ટ તમારા પ્રિયજનને આપવા માંગો છો તેને છાપામાં વીંટાળીને આપો. તમે બાળકો માટે અખબારના કૉમિક સ્ટ્રિપ્સ સેક્શનનો ઉપયોગ કરી શકો છો. તમારા નજીકના વ્યક્તિઓમાં તમે ટ્રેન્ડ સેટર બનો અને છાપામાં ગિફ્ટને બાંધવામાં તમારી સર્જનાત્મકતાનો ઉપયોગ કરો!

4. તમારી રંગોળી કુદરતી સામગ્રી વડે બનાવો

રંગોળી બનાવવા માટે તમે રંગોળીના કેમિકલ-યુક્ત રંગોને બદલે કુદરતી રંગો વાપરો અને ગુલાબ, ગલગોટો, સેવંતી જેવા ફૂલો અને પાંદડાઓનો ઉપયોગ કરો. તમે હળદર, કંકુ અને કૉફી પાવડરનો રંગ પૂરવામાં ઉપયોગ કરી શકો છો. આ વસ્તુઓ ઇકો-ફ્રેન્ડલી હોવાની સાથે સાથે બીજા દિવસે તમારા કમ્પોસ્ટ બિનમાં તેનો આસાનીથી નિકાલ કરી શકાય છે.

5. તમારી જૂની વસ્તુઓ દાન કરો

તમારા વૉર્ડરોબને સાફ કરતી વખતે તમારી વસ્તુઓને ફેંકી દેવાને બદલે જરૂરિયાતમંદ લોકોને તે દાનમાં આપો. આમ વસ્તુઓનો ફરીથી ઉપયોગ થશે અને કચરો ઘટશે. તમે તેમને થોડા ફટાકડાં પણ આપી શકો છો. આ કાર્યની પ્રશંસનીય હોવાની સાથે તે તેમના ચહેરા પર સ્મિત રેલાવશે!

6. ઇકો-ફ્રેન્ડલી ફટાકડાં વાપરો

ફટાકડાં બિલકુલ ન ફોડવા જોઈએ, પરંતુ બાળકોને તે માટે સમજાવવા મુશ્કેલ છે. આવી પરિસ્થિતિમાં ઇકો-ફ્રેન્ડલી ફટાકડા ખરીદી શકાય છે. આ રીસાયકલ કરેલ પેપરમાંથી બનાવવામાં આવે છે અને ઓછું પ્રદૂષણ ફેલાવે છે.

આ શુભ પ્રસંગે બજાજ આલિયાન્ઝની ઇન્શ્યોરન્સ પૉલિસી સાથે તમારા પ્રિયજનોને અમારા હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન વડે સુરક્ષિત કરો અથવા તમારા વાહનને કાર ઇન્શ્યોરન્સ /બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસી વડે કવર કરો

 

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 5 / 5. વોટની સંખ્યા: 18

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

  • મિલિંદ કાલે - 26 ઑક્ટોબર 2018, સવારે 12:33 કલાકે

    આ સરસ લેખ બદલ આભાર 🙂

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે