સંસદમાં તાજેતરમાં રજૂ કરવામાં આવેલ કેન્દ્રીય બજેટ પાસેથી મોટાભાગના કરદાતાઓ, ખાસ કરીને આવક અનુસાર મધ્યમ વર્ગના લોકોને બજેટ પાસેથી ઘણી અપેક્ષાઓ હતી. ટૅક્સમાં બચતને પ્રોત્સાહન આપતાં વધુ ઇન્સેન્ટિવ, વધુ છૂટ અને વધુ સારા ટૅક્સ સ્લેબ જેવી કેટલીક અપેક્ષાઓ આ બજેટ પાસેથી હતી. આ અપેક્ષા મુજબ, કરદાતાઓ માટે નવા ટૅક્સ સ્લેબ રજૂ કરવામાં આવ્યા. એક કમાણી કરનાર વ્યક્તિ અને કરદાતા તરીકે, બજેટને કારણે તમને શું લાભ મળ્યો? ચાલો, રજૂ કરવામાં આવેલ નવા ટૅક્સ સ્લેબ અને તે સ્લેબના એકંદર ફાયદા પર નજર કરીએ.
ઇન્કમ ટૅક્સ સ્લૅબ
બજેટ અનુસાર ટૅક્સ સ્લેબ નીચે મુજબ છે:
ટૅક્સ સ્લૅબ |
દરો |
₹3,00,000 સુધી |
કંઈ નહીં |
₹ 3,00,000-₹ 6,00,000 |
₹3,00,000 થી વધુની ઇન્કમ પર 5% |
₹ 6,00,000-₹ 900,000 |
₹6,00,000 કરતાં વધુની ઇન્કમ પર ₹15,000 + 10% |
₹ 9,00,000-₹ 12,00,000 |
₹9,00,000 કરતાં વધુની ઇન્કમ પર ₹45,000 + 15% |
₹ 12,00,000-₹ 15,00,000 |
₹12,00,000 કરતાં વધુની ઇન્કમ પર ₹90,000 + 20% |
₹15,00,000 થી વધુ |
₹15,00,000 કરતાં વધુની ઇન્કમ પર ₹150,000 + 30% |
નીચે જણાવેલ ટૅક્સ સ્લેબ 60 થી 80 વર્ષની વચ્ચેની ઉંમરના લોકોને લાગુ પડે છે:
ટૅક્સ સ્લૅબ |
દરો |
₹ 3 લાખ |
કંઈ નહીં |
₹3 લાખ - ₹5 લાખ |
5.00% |
₹5 લાખ - ₹10 લાખ |
20.00% |
₹10 લાખ અને તેથી વધુ |
30.00% |
આ ટૅક્સ સ્લેબ 80 વર્ષથી વધુ ઉંમરના લોકોને લાગુ પડે છે:
ટૅક્સ સ્લૅબ |
દરો |
₹0 - ₹5 લાખ |
કંઈ નહીં |
₹5 લાખ - ₹10 લાખ |
20.00% |
₹10 લાખથી વધુ |
30.00% |
આ ટૅક્સ સ્લેબ હિન્દુ અવિભાજિત પરિવારો (એચયુએફ) અને વ્યક્તિઓને લાગુ પડે છે:
સ્લૅબ |
નવી ટૅક્સ પ્રણાલી
(બજેટ 2023 પહેલાં - 31 માર્ચ 2023 સુધી) |
નવી ટૅક્સ પ્રણાલી
(બજેટ 2023 પછી - 01 એપ્રિલ 2023 થી) |
₹ 0 થી ₹ 2,50,000 |
કંઈ નહીં |
કંઈ નહીં |
₹2,50,000 થી ₹3,00,000 |
5% |
કંઈ નહીં |
₹3,00,000 થી ₹5,00,000 |
5% |
5% |
₹5,00,000 થી ₹6,00,000 |
10% |
5% |
₹6,00,000 થી ₹7,50,000 |
10% |
10% |
₹7,50,000 થી ₹9,00,000 |
15% |
10% |
₹9,00,000 થી ₹10,00,000 |
15% |
15% |
₹10,00,000 થી ₹12,00,000 |
20% |
15% |
₹12,00,000 થી ₹12,50,000 |
20% |
20% |
₹12,50,000 થી ₹15,00,000 |
25% |
20% |
₹ 15,00,000 થી વધુ |
30% |
30% |
આ ઇન્કમ ટૅક્સ સ્લેબ જૂની ટૅક્સ પ્રણાલી મુજબના છે:
ઇન્કમ ટૅક્સ સ્લૅબ |
ટૅક્સના દર |
₹ 2,50,000 સુધી* |
કંઈ નહીં |
₹ 2,50,001 - ₹ 5,00,000 |
5% |
₹ 5,00,001 - ₹ 10,00,000 |
20% |
₹ 10,00,000 થી વધુ |
30% |
જૂની પ્રણાલી અને નવી પ્રણાલી વચ્ચેના તફાવત
બે ટૅક્સ પ્રણાલીઓમાં ઘણાં તફાવતો છે, જે નીચે મુજબ છે:
- જૂની ટૅક્સ પ્રણાલીની તુલનામાં નવી ટૅક્સ પ્રણાલીમાં ટૅક્સના દર ઓછા અને ટૅક્સ સ્લેબ વધુ છે.
- The income tax slabs for FY <an1> fluctuate based on whether you go with the જૂની ટૅક્સ પ્રણાલી અથવા નવી.
- જૂની ટૅક્સ પ્રણાલીમાં ચેપ્ટર VI હેઠળ મળતી કપાત નવી ટૅક્સ પ્રણાલીમાં સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવી છે.
- આનો અર્થ એ છે કે તમારી ટૅક્સની જવાબદારી ઓછી કરવાની રીતોને ઘટાડવામાં આવી છે.
- નવી પ્રણાલીની સરખામણીમાં, ટૅક્સમાં 70 જેટલી કપાત અને છૂટ મળતી હતી જેની મદદથી કરદાતા ટૅક્સમાં ઘણી બચત કરી શકતા હતા.
- સ્લેબના દર વધુ સારા હોવા છતાં, ટૅક્સમાં કપાત અને છૂટની ગેરહાજરી એક ગેરલાભ છે.
હેલ્થ ઇન્શ્યોરન્સના લાભો
આવકવેરા અધિનિયમની કલમ 80D હેઠળ, તમે હેલ્થ ઇન્શ્યોરન્સ માટે ચૂકવેલ પ્રીમિયમની ટૅક્સમાંથી કેટલીક છૂટ મેળવી શકો છો, જે નીચે મુજબ છે:
- જો તમારી, તમારા સાથી અને તમારા બાળકોની ઉંમર 60 વર્ષથી ઓછી હોય, તો તમે ₹25,000 સુધીની કપાત મેળવી શકો છો તમારા પ્રીમિયમ પર, જે ચૂકવીને તમે મેળવો છો ઑફલાઇન અથવા ઑનલાઇન હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી*.
- જો તમારા માતાપિતાની ઉંમર 60 વર્ષથી ઓછી હોય, અને તેમને પણ તે જ પૉલિસીમાં કવર કરવામાં આવેલ હોય, તો તમે ₹25,000 સુધીની વધારાની કપાતનો લાભ લઈ શકો છો. આ રીતે 60 વર્ષથી ઓછી ઉંમરના લોકો માટે મહત્તમ ₹50,000 ની કપાત મેળવી શકાય છે*
- જો તમારા માતાપિતાની ઉંમર 60 વર્ષથી વધુ હોય, તો તમને અને તમારા સાથી માટે મળતી ₹ 25,000 ની કપાત ઉપરાંત તમે તેમના માટે મહત્તમ ₹ 50,000 કપાત મેળવી શકો છો. આ પરિસ્થિતિમાં, મહત્તમ ₹ 75,000 ની કપાત પ્રાપ્ત થાય છે*.
- જો તમારી, તમારા સાથીની અથવા તમારા બાળકોની, કે જેઓ પૉલિસીના લાભાર્થીઓ છે, તેમની ઉંમર 60 વર્ષથી વધુ હોય, તો તમે મહત્તમ ₹ 50,000 સુધીની કપાત મેળવી શકો છો*.
- જો તમારા માતાપિતાની ઉંમર પણ 60 વર્ષથી વધુ હોય, તો ₹ 50,000 સુધીની અતિરિક્ત કપાત મળી શકે છે. આમ, મહત્તમ ₹1 લાખ સુધીની કપાત મળી શકે છે*.
જો કે, આ લાભ જૂની પ્રણાલી હેઠળ મેળવી શકાય છે. નવી પ્રણાલી હેઠળ આ કપાત ઉપલબ્ધ નથી.
તારણ
ટૅક્સની નવી પ્રણાલી અને રજૂ કરવામાં આવેલ સ્લેબ વડે તમે ટૅક્સમાં બચત કરીને ઘણો ફાયદો મેળવી શકો છો, પરંતુ તમારું હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રીમિયમ ચૂકવતી વખતે તમે આર્થિક રીતે થોડી અસર અનુભવી શકો છો. જો કે, પોતાને અને પોતાના પ્રિયજનોને, તેમના માટે શ્રેષ્ઠ એવી હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી વડે ઇન્શ્યોર્ડ રાખવા જરૂરી છે.
*સ્ટાન્ડર્ડ નિયમો અને શરતો લાગુ
ઇન્શ્યોરન્સ એ આગ્રહની વિષયવસ્તુ છે. લાભો, બાકાત, મર્યાદાઓ, નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે, કૃપા કરીને વેચાણ પૂર્ણ કરતા પહેલાં સેલ્સ બ્રોશર/પૉલિસી નિયમાવલીને કાળજીપૂર્વક વાંચો.
જવાબ આપો