રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144| સર્વિસ: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858

અંગ્રેજી

Claim Assistance
Get In Touch
1 Crore Health Insurance
17 માર્ચ, 2021

1 કરોડનો હેલ્થ ઇન્શ્યોરન્સ

જીવન-જોખમી રોગોના આ સમયમાં આપણી જાતને અને આપણા પરિવારને સુરક્ષિત કરવું એ સમયની મુખ્ય જરૂરિયાત છે. આ અત્યંત મહત્ત્વના સમયમાં, હેલ્થ ઇન્શ્યોરન્સ સુરક્ષા કવચ તરીકે કાર્ય કરે છે કારણ કે તે અમારા આર્થિક સ્વાસ્થ્યને સુરક્ષિત કરે છે. 1 કરોડનો હેલ્થ ઇન્શ્યોરન્સ શું છે તે સમજવા માટે, સૌ પ્રથમ ટર્મ હેલ્થ ઇન્શ્યોરન્સને સમજવું જરૂરી છે. હેલ્થ ઇન્શ્યોરન્સ એ એક ઇન્શ્યોરન્સ છે જે તમારી તબીબી સારવારો જેમ કે અંગ પ્રત્યારોપણ, કીમોથેરેપી, ડાયાલિસિસ, ઇમરજન્સી હૉસ્પિટલાઇઝેશન વગેરેને કવર કરે છે.

1 કરોડનું હેલ્થ ઇન્શ્યોરન્સ શું છે?

હવે આપણે હેલ્થ ઇન્શ્યોરન્સ શું છે તે જાણીએ છીએ, તો હવે 1 કરોડનો હેલ્થ ઇન્શ્યોરન્સ શું છે તે સમજીએ. હેલ્થ ઇન્શ્યોરન્સમાં રૂ. 1 લાખથી શરૂ થતાં અનેક કવરેજ છે. આ આધુનિક સમયમાં, તબીબી સારવારનો ખર્ચ દસ વર્ષ પહેલાં કરતાં ખૂબ વધુ છે. ભારતમાં મોટી સંખ્યામાં લોકો જાહેર સ્વાસ્થ્ય ક્ષેત્રની સારવાર કરતાં ખાનગી સંસ્થાઓમાં સારવાર કરાવવી પસંદ કરે છે. આમ, 1 કરોડનું હેલ્થ ઇન્શ્યોરન્સ એક સામાન્ય જરૂરિયાત બની ગયું છે કારણ કે લોકો માત્ર પોતાને જ નહીં પરંતુ તેમના પરિવારોને પણ કવર કરે છે. ઘણા લોકો પર્યાપ્ત હેલ્થ ઇન્શ્યોરન્સ કવર પસંદ ન કરીને તેમના અને તેમના પરિવારોના જીવનને જોખમમાં મૂકે છે. વળી, ઓછું કવરેજ ધરાવતો પ્લાન પસંદ કર્યા બાદ કૅન્સર અથવા ડાયાલિસિસ જેવી મોટી બીમારી અથવા રોગનું નિદાન થાય તો મોટો ખર્ચ થઈ શકે છે. આમ એટલા માટે, કારણ કે એકવાર બીમારીનું નિદાન થયા પછી 1 કરોડનો હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદવાથી તમને મદદ મળશે નહીં. ઉદાહરણ તરીકે, તમે કારમાં મુસાફરી કરી રહ્યા છો અને અકસ્માત થાય છે. અકસ્માતના પરિણામે થતી ગંભીર ઈજાઓને કારણે તાત્કાલિક સર્જરીની જરૂર પડે છે. તમારી સર્જરીનો કુલ ખર્ચ રૂ. 30 લાખથી વધુ છે જે તમારા વર્તમાન ઇન્શ્યોરન્સ પ્લાન દ્વારા કવર કરવામાં આવતી રકમ કરતાં વધુ છે. આવી પરિસ્થિતિમાં, 1 કરોડનો હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન તમારી સહાયમાં આવે છે જે આવી અણધારી પરિસ્થિતિઓમાં તમામ ખર્ચને કવર કરી શકે છે. સામાન્ય રીતે, લોકો ઓછું કવર ધરાવતો પ્લાન પસંદ કરે છે, જેનો ખર્ચ બચે અને તેમણે ભરવું પડે ઓછું ઇન્શ્યોરન્સ પ્રીમિયમ. થોડા હજાર રૂપિયા બચાવવામાં, તેઓ એ હકીકતને અવગણે છે કે જો કોઈ આપત્તિ આવી પડે, તો તેમણે લાખો રૂપિયા ચુકવવા પડશે. 1 કરોડના હેલ્થ ઇન્શ્યોરન્સના કેટલાક સામાન્ય લાભોમાં એમ્બ્યુલન્સ કવર, ઇન-પેશન્ટ હૉસ્પિટલાઇઝેશન, સમ ઇન્શ્યોર્ડનું ઑટોમેટિક રિસ્ટોરેશન, રિન્યુએબિલિટી, નો ક્લેઇમ બોનસ, હૉસ્પિટલાઇઝેશન પહેલા અને પછીનો ખર્ચ વગેરેનો સમાવેશ થાય છે. 1 કરોડની નવી વ્યક્તિગત અને ફેમિલી હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીઓ દ્વારા મોતિયા, સાંધાની નાની સારવાર, પિત્તાશય દૂર કરવાની પ્રક્રિયા, ટેન્ડન અને સ્નાયુની સારવાર વગેરે જેવી ડે-કેર પ્રક્રિયાઓને પણ કવર કરવામાં આવે છે. વર્તમાન સમયમાં, 1 કરોડનો હેલ્થ ઇન્શ્યોરન્સ માત્ર તમારા જ નહીં પરંતુ તમારા પ્રિયજનોના પણ તમામ મુખ્ય હેલ્થ રિસ્કને કવર કરે છે. ભવિષ્ય અનિશ્ચિત છે અને સારવાર કરતાં સાવચેત રહેવું હંમેશા વધુ સારું છે!  

વારંવાર પૂછાતા પ્રશ્નો:

 1. 1 કરોડનો ઇન્શ્યોરન્સ પ્લાન કોણે ખરીદવો જોઈએ? આ પ્લાન એવી વ્યક્તિઓએ ખરીદવો જોઈએ:

  • જેમના પરિવારમાં કોઈ ગંભીર બીમારી હોય
  • જો તમારી ઉંમર 40 વર્ષથી વધુ હોય
  • જો તમારા પરિવારની જવાબદારી તમાર પર હોય અને તમે એકમાત્ર કમાણી કરનાર હોવ
 2. શું મારે જીવનપર્યંત દર વર્ષે હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રીમિયમ ચૂકવવાનું રહેશે?

  • ના, તમે ચુકવણી માટે 5/8/12/15 વર્ષમાંથી અવધિ પસંદ કરી શકો છો.
 3. કોઈપણ વ્યક્તિએ 1 કરોડનો હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન શા માટે પસંદ કરવો જોઈએ?

  • ધારો કે તમને અથવા તમારા પરિવારના કોઈ સભ્યને કોઈ જીવલેણ બીમારી હોવાનું નિદાન કરવામાં આવે છે, તે સમય દરમિયાન પર્યાપ્ત ભંડોળની વ્યવસ્થા કરવી એ એક પડકાર બને છે, અને સાથે સાથે પર્યાપ્ત કવર ન લેવાનો અફસોસ પણ છે. અફસોસ કરવા કરતાં સુરક્ષિત રહેવું વધુ સારું.
 4. મને ધૂમ્રપાન, તમાકુ ખાવાની આદત છે. શું મારા માટે ઇન્શ્યોરન્સ ઉપલબ્ધ છે?

  • હા, તમને કોઈપણ ટેવ હોય તો પણ તમે હેલ્થ ઇન્શ્યોરન્સ ખરીદી શકો છો.
 5. શું મારા પોતાના પૈસા ખર્ચ કર્યા વિના ઇન્શ્યોરન્સનો લાભ લઈ શકાય છે?

  • હા, કૅશલેસ એક એવી સુવિધા છે જેમાં ગ્રાહકે એક પણ પૈસો ખર્ચ કરવાની જરૂર નથી અને ઇન્શ્યોરન્સ કંપની દ્વારા જ બિલ સેટલ કરવામાં આવે છે.
 6. જો રિન્યુઅલની તારીખ ચૂકી જવાય તો શું?

  • સદભાગ્યે, જો તમે રિન્યુઅલની તારીખ ચૂકી જાઓ છો, તો આગામી 30 દિવસોની અંદર તેને રિન્યુ કરાવી શકો છો, જેમાં તમને પાછલી પૉલિસી જેવા જ લાભો પ્રાપ્ત થાય છે. કૃપા કરીને નોંધ કરો કે આ વધારાના 30 દિવસો દરમિયાન ગ્રાહકનો કોઈપણ ક્લેઇમ કવર કરવામાં આવતો નથી.
 7. જો હું 1 કરોડ હેલ્થ ઇન્શ્યોરન્સ ખરીદું છું, તો એક સાથે કરી શકાય તેવી ક્લેઇમની રકમ પર કોઈ મર્યાદા છે?

  • ના, એક જ વારમાં કેટલો ક્લેઇમ કરી શકાય છે તેની પર કોઈ મર્યાદા નથી. જ્યાં સુધી તમારી સમ ઇન્શ્યોર્ડ રકમ સમાપ્ત ન થઈ જાય ત્યાં સુધી તમે એકથી વધુ વાર ક્લેઇમ કરી શકો છો.
 8. શું હેલ્થ ઇન્શ્યોરન્સ ઑનલાઇન ખરીદવાથી ટૅક્સમાં લાભ મળે છે?

  • જીવનસાથી, બાળકો અને પોતાને માટે 80D હેઠળ 25000 સુધીની રકમ બાદ મળે છે. 60 વર્ષથી ઓછી ઉંમરના માતાપિતા માટે કરેલ ચુકવણી પર વધારાના 25000 અને 60 થી વધુ ઉંમરના માતાપિતા માટે કરેલ ચુકવણી પર 50,000 બાદ મળે છે.
 9. હેલ્થ ઇન્શ્યોરન્સ ઑનલાઇન ખરીદવામાં અને શાખામાંથી લેવા વચ્ચે કોઈ તફાવત છે?

  • ઑનલાઇન અને ઑફલાઇન માટે મળતું મૂળભૂત કવરેજ સમાન છે, પરંતુ એમ બની શકે છે કે ઑનલાઇન હેલ્થ ઇન્શ્યોરન્સ દ્વારા પરંપરાગત ઇન્શ્યોરન્સ કરતાં ભિન્ન ડીલ ઉપલબ્ધ હોય.

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 5 / 5. વોટની સંખ્યા: 18

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે