રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144| સર્વિસ: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858

અંગ્રેજી

Claim Assistance
Get In Touch
Here's why you should buy a health plan before going into your thirties
15 એપ્રિલ, 2015

તમારી ઉંમરના 30 ના દાયકા પહેલાં હેલ્થ ઇન્શ્યોરન્સમાં ઇન્વેસ્ટ કરવાના 5 લાભો

આજની દુનિયામાં, જ્યારે દર વર્ષે સારવારનો ખર્ચ વધી રહ્યો છે તેમજ નિદાન અને શસ્ત્રક્રિયાઓ માટેની મેડિકલ ટેક્નોલોજીમાં નવી પ્રગતિ થઈ રહી છે, ત્યારે આટલા વર્ષોમાં સારવારનો ખર્ચ ઘણો વધી ગયો છે. ઘણા કિસ્સાઓમાં, દીર્ઘકાલીન રોગો જેવા કે કેન્સર, લિવર સિરોસિસ (લિવર ફેલ્યોર) અથવા કિડનીની ગંભીર બીમારી માટે હૉસ્પિટલમાં દાખલ થયેલ લોકોએ માત્ર પોતાની બચત જ નહીં પરંતુ સંપૂર્ણ પરિવારની બચત પણ ગુમાવી દીધી છે. ઉદાહરણ તરીકે, જ્યારે દિલ્હીમાં સ્વાઇન ફ્લૂ ફેલાયો હતો, ત્યારે દુર્ભાગ્યે, અમારા એક ઇન્શ્યોરન્સ ધારકને આ બીમારી લાગી ગઈ હતી. તેમનું બિલ આશરે 20 લાખનું થયું હતું. ઇન્શ્યોરન્સ પૉલિસીના પીઠબળ વિના, તેમને હૉસ્પિટલના બિલની ચુકવણી કરવા માટે પોતાના ઘરને વેચવું પડ્યું હોત. આ લેખમાં, અમે કેટલાક મુખ્ય કારણો સૂચિબદ્ધ કરીએ છીએ, જે જણાવે છે કે શા માટે તમારે વહેલી તકે હેલ્થ ઇન્શ્યોરન્સ ખરીદવો જોઈએ. શ્રેષ્ઠ સારવારનો લાભ લો ભારતના નાના શહેરોમાં પણ અસંખ્ય કોર્પોરેટ હૉસ્પિટલો બની ગઈ છે. આ હૉસ્પિટલો ટાયર 3 શહેરોમાં પણ સર્વોત્તમ સારવાર પ્રદાન કરે છે. તેઓ વિવિધ સુવિધાઓ જેમ કે ડિલક્સ, વીઆઇપી કે પ્રેસિડેન્ટ સ્યૂટ રૂમ, હેલિકોપ્ટર એમ્બ્યુલન્સની સુવિધા, ઓપરેશનની લેટેસ્ટ તકનીકો જેવી કે રોબોટિક આર્મ્સ, સ્ટિચ-લેસ સર્જરી, પિન હોલ સર્જરી વગેરે પ્રદાન કરે છે. બદલામાં, આ સુવિધાઓને કારણે સારવારના ખર્ચમાં અતિશય વધારો થયો છે. સર્વોત્તમ સુવિધાઓ અને તમામ લક્ઝરી સાથે વિશ્વ-સ્તરીય સારવારનો લાભ લેવા માટે, મધ્યમ અને ઉચ્ચ વર્ગના લોકોએ હેલ્થ ઇન્શ્યોરન્સ લેવો જોઈએ. તેથી, હૉસ્પિટલમાં દાખલ થનાર વ્યક્તિ પાસે ઉચ્ચ વીમાકૃત રકમનો હેલ્થ ઇન્શ્યોરન્સ હોય, સંભવત: 10 લાખથી વધુનો, તો તેઓ સર્વોત્તમ રૂમની સુવિધાઓનો આનંદ માણી શકે છે. બજાજ આલિયાન્ઝના હેલ્થ કેર સુપ્રિમ જેવા ઘણા હેલ્થ ઇન્શ્યોરન્સ ઓપીડી સુવિધાઓ પ્રદાન કરે છે. આવા ઉચ્ચ રકમના ઓપીડી પ્લાન સાથે, તમે કોઈપણ મુશ્કેલી વગર વર્ષમાં ₹25000 સુધીની ઓપીડી સારવાર મેળવી શકો છો. વૈકલ્પિક ઉપચાર પદ્ધતિનો લાભ મેળવો હેલ્થ ઇન્શ્યોરન્સ સાથે, તમે આયુર્વેદ અને હોમિયોપેથી જેવી વૈકલ્પિક ઉપચાર પદ્ધતિનો લાભ મેળવી'શકો છો. ઘણા લોકો ઓપીડી સ્તરે આયુર્વેદ અને હોમિયોપેથી સારવારને પસંદ કરતા હોય છે. જો કે, વૈકલ્પિક સારવારનો લાભ લેવા માટે, તેમણે પોતાના ખિસ્સામાંથી પૈસા ખર્ચ કરવાના હોય છે. બજાજ આલિયાન્ઝ હેલ્થ કેર સુપ્રીમ જેવા નવા ઇન્શ્યોરન્સ પ્લાન સાથે, આ ખર્ચની પણ કાળજી લેવામાં આવે છે. તમે દેશમાં ક્યાંય પણ વૈકલ્પિક સારવારનો આનંદ માણી શકો છો. ટૅક્સ બચતના લાભો મેળવો જો તમે આવકના ઉપલા સ્લેબમાં આવતા હોવ તો વધારે ટૅક્સ ચૂકવવાનું ટાળવા માટે આજે ટૅક્સની બચત જરૂરી બની ગઈ છે. તમે હેલ્થ ઇન્શ્યોરન્સ ખરીદતી વખતે ચૂકવેલ પ્રીમિયમ પર ઇન્કમ ટૅક્સ ઍક્ટના સેક્શન 80D હેઠળ કપાત સાથે ટૅક્સમાં બચત કરી શકો છો. લૉયલ્ટી લાભો મેળવો જ્યારે તમે વહેલી તકે ઇન્શ્યોરન્સ કંપની સાથે પૉલિસી ખરીદો હોય, ત્યારે તમે સમય જતા તે ઇન્શ્યોરન્સ કંપનીના વિશ્વસનીય ગ્રાહક બનો છો. કંપનીઓ તમને પોતાના પ્રાથમિકતા ધરાવતા ગ્રાહક માને છે, ખાસ કરીને જો તમે લાંબા સમય સુધી કોઈ ક્લેઇમ દાખલ કર્યો ના હોય. આને લીધે તમે ઘણા લાભોનો આનંદ માણી શકો છો. ઉદાહરણ તરીકે, જ્યારે તમે ક્લેઇમ દાખલ કરો, ત્યારે તેને પ્રાથમિકતાના ધોરણે સેટલ કરવામાં આવે છે. વેલનેસ લાભો મેળવો વેલનેસ લાભો આજકાલ ઘણી ઇન્શ્યોરન્સ કંપનીઓ માટે ગેમ ચેન્જર સાબિત થતા હોય છે. સંપૂર્ણ ધ્યાન ગ્રાહકો માટે વેલનેસ પ્રવૃત્તિઓ જેમ કે મોટી બ્રાન્ડના સહયોગથી હેલ્થ ચેક-અપ કેમ્પનું આયોજન કરવું, યોગના નિઃશુલ્ક વર્ગો પ્રદાન કરવા અને જિમની મેમ્બરશિપ, પંચકર્મ સારવાર, દાંતની સારવાર, ડૉક્ટર ઑન કૉલ વગેરે જેવી વિવિધ સુવિધાઓને ભારે ડિસ્કાઉન્ટ સાથે પ્રદાન કરવી. તમે ભારતમાં હેલ્થ ઇન્શ્યોરન્સના પ્રકાર જુઓ અને તમારી વ્યક્તિગત જરૂરિયાતોને અનુરૂપ શ્રેષ્ઠ કવર મેળવો. આ લેખ બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડ ખાતે આઇએલએમ-હેલ્થના ડૉ. જગરૂપ સિંહ દ્વારા લખવામાં આવ્યો છે. 

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 5 / 5. વોટની સંખ્યા: 18

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

  • રાજેન્દ્ર - 23 એપ્રિલ 2015 સાંજે 6:54 કલાકે

    હેલ્થ ઇન્શ્યોરન્સ પર માહિતીસભર લેખ

  • રિદ્ધિમા - 23 એપ્રિલ 2015 સાંજે 6:17 કલાકે

    ભરપૂર માહિતી.. પરંતુ તે ખરેખર સરળ રીતે રજૂ કરવામાં આવેલ છે!

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે