રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144 સર્વિસ ચૅટ: +91 75072 45858

અંગ્રેજી

Claim Assistance
Get In Touch
Everything that You Should Know- Maternity Health Insurance Cover in India
20 માર્ચ, 2022

ભારતમાં મેટરનિટી કવર વિશે તમારે જાણવી જોઈએ તેવી 05 વસ્તુઓ 

માતૃત્વ એ મહિલાઓના જીવનમાં આવતા મહત્વપૂર્ણ પરિવર્તનોમાંથી એક છે. આ તબક્કા દરમિયાન, તેમના જીવનમાં ઘણા બધા ફેરફારો જોવા મળે છે. ખરેખર, માતા બનવાની યાત્રા જાદુઈ છે. જ્યારે કોઈ મહિલા મોટી ઉંમરે ગર્ભવતી બને ત્યારે જટિલતાઓ વધુ હોય છે. એક તરફ, માતૃત્વ ધારણ કરવું એ હર્ષવર્ધક બાબત છે અને બીજી તરફ તેના માટેના ખર્ચાઓ પણ શરૂ થઈ જાય છે. નાણાંકીય ખર્ચ કેટલીક વખત તમને નાણાંકીય સંકટમાં મૂકી શકે છે, ખાસ કરીને જો તમે સારી રીતે તૈયાર ન હોવ. તેથી મેટરનિટી હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન હોવો મહત્વપૂર્ણ બની જાય છે.

મેટરનિટી ઇન્શ્યોરન્સ શું છે?

મેટરનિટી ઇન્શ્યોરન્સ એ એક પ્રકારનું કવરેજ છે જે નિર્દિષ્ટ સમય સુધીના બાળજન્મ સાથે સંકળાયેલા તમામ ખર્ચાઓને કવર કરે છે. તમારી પાસે તેને સ્ટેન્ડઅલોન પૉલિસી તરીકે પસંદ કરવાનો વિકલ્પ છે. અથવા તમે મેટરનિટી કવર સાથે માત્ર અતિરિક્ત પ્રીમિયમ ચૂકવીને ઍડ-ઑન હેલ્થ ઇન્શ્યોરન્સ તરીકે તેનો સમાવેશ કરી શકો છો. વર્તમાન અથવા નવો મેડિકલ ઇન્શ્યોરન્સ ધરાવતી કોઈપણ વ્યક્તિ પોતાના અથવા તેમના જીવનસાથી માટે મેટરનિટી લાભનો સમાવેશ કરી શકે છે.

શું હું ભારતમાં ગર્ભવતી બનતી વખતે મેટરનિટી ઇન્શ્યોરન્સ મેળવી શકું છું?

સામાન્ય રીતે, ભારતની ઇન્શ્યોરન્સ કંપનીઓ કોઈ મહિલા ગર્ભવતી હોય, ત્યારે મેટરનિટી ઇન્શ્યોરન્સ પ્રદાન કરતી નથી. તેનું કારણ એ છે કે ગર્ભાવસ્થાને પીઈડી તરીકે ગણવામાં આવે છે, જે પૉલિસી કવરની બહાર રાખવામાં આવે છે.

ભારતમાં શ્રેષ્ઠ મેટરનિટી ઇન્શ્યોરન્સ કયો છે?

તમે મેટરનિટી હેલ્થ ઇન્શ્યોરન્સ કવર પસંદ કરો તે પહેલાં, કોને તેની જરૂર પડશે તે સમજવું મહત્વપૂર્ણ છે. અહીં એવા લોકોની સૂચિ છે, જેમને ભારતમાં શ્રેષ્ઠ મેટરનિટી ઇન્શ્યોરન્સની જરૂર હોઈ શકે છે:
  • કોઈપણ વ્યક્તિ, જે નવ-વિવાહિત/લગ્ન કરવાના હોય અને પરિવારની શરૂઆત કરવાના હોય કે આગામી બે થી ત્રણ વર્ષમાં તેવું કરવાનો ઈરાદો ધરાવતા હોય
  • કોઈપણ વ્યક્તિ, જે પહેલેથી જ બાળક ધરાવતા હોય અને આગામી વર્ષોમાં નવા બાળક માટે પ્લાન કરતા હોય
  • કોઈપણ વ્યક્તિ, જેમનો તાત્પૂરતો કોઈ પ્લાન ન હોય પરંતુ સુરક્ષિત રહેવા માંગતા હોય

ભારતમાં મેટરનિટી ઇન્શ્યોરન્સના લાભો

ચાલો ભારતમાં મેટરનિટી ઇન્શ્યોરન્સના નીચેના લાભો ઝડપથી જોઈએ:
  • નાણાંકીય સુરક્ષા: જીવનની સૌથી મહત્વપૂર્ણ ક્ષણોમાંથી એક માટે નાણાંકીય રીતે સુરક્ષિત રહેવું મહત્વપૂર્ણ બની જાય છે. મેટરનિટી કવર સુનિશ્ચિત કરે છે કે તમે બચતમાંથી વધુ ખર્ચ કરતા નથી, ઝંઝટ મુક્ત ડિલિવરી અને પેરેન્ટહુડની શરૂઆત કરો છો.
  • પેરેન્ટહુડની શરૂઆત: મેટરનિટી બેનિફિટ કવર ડિલિવરી ખર્ચ તેમજ નવજાત બાળકોને 90 દિવસ સુધી કવરેજ પ્રદાન કરે છે. નિયમો અને શરતો દરેક ઇન્શ્યોરર માટે બદલાશે. તમે પેરેન્ટહુડની સૌથી આરામદાયક શરૂઆત, સરળતાથી રિકવરી કરી શકો છો અને નવી યાત્રાને આનંદદાયક બનાવી શકો છો.
  • મનની શાંતિ: બાળકો ખુશીઓનો ખજાનો હોય છે. મેટરનિટી ઇન્શ્યોરન્સ કવરેજ હોવાથી, તમે નાણાંકીય ચિંતાઓના વમળમાં મૂકાશો નહીં. તે થયેલા ખર્ચાઓ માટે કવરેજ ઑફર કરશે અને તમને મનની શાંતિ આપે છે.
* સ્ટાન્ડર્ડ નિયમો અને શરતો લાગુ

મેટરનિટી ઇન્શ્યોરન્સ પ્રીમિયમની ગણતરી કેવી રીતે કરવામાં આવે છે?

નિયમિત હેલ્થ પ્લાનની તુલનામાં મેટરનિટી હેલ્થ ઇન્શ્યોરન્સ માટે ચૂકવવાપાત્ર પ્રીમિયમ પ્રમાણમાં વધુ હોય છે. આ એટલા માટે છે કારણ કે ઇન્શ્યોરન્સ ક્લેઇમ ફાઇલ કરવાની શક્યતા સંપૂર્ણપણે નિશ્ચિત છે. તેથી, ઇન્શ્યોરન્સ કંપનીઓ ઉચ્ચ પ્રીમિયમ વસૂલ કરે છે. સુનિશ્ચિત કરો કે તમે તમામ હેલ્થ ઇન્શ્યોરન્સ ડૉક્યૂમેન્ટ સુરક્ષિત રાખો. તમે કવરેજ પસંદ કરો તે પહેલાં, તેના માટે ઊંડાણપૂર્વક ખર્ચ-લાભ વિશ્લેષણ કરવાની સલાહ આપવામાં આવે છે. ભારતમાં ઑફર કરવામાં આવતી વિવિધ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીઓની તુલના કરો અને પછી નિર્ણય લો. યાદ રાખો, જેમ તમારી ઉંમર વધશે, મેટરનિટી ઇન્શ્યોરન્સ માટેનું પ્રીમિયમ પણ વધશે. ગર્ભાવસ્થા સંબંધિત ખર્ચ દરેક પસાર થતા દિવસે વધી રહ્યો છે. વ્યાજબી પ્રીમિયમ સાથે મહત્તમ લાભો મેળવવા માટે, વહેલી તકે તેને ખરીદવાની અને લાંબા ગાળા માટે ના ઠેલવાની ભલામણ કરવામાં આવે છે.

સો વાતની એક વાત

યાદ રાખો, આવા માઇલસ્ટોન દરરોજ નથી આવતા. તે તમારું પ્રથમ બાળક હોય કે બીજું બાળક હોય, પરંતુ પ્લાનિંગ મહત્વપૂર્ણ છે. પેરેન્ટહુડની શરૂઆત સુંદર અને પડકારજનક છે. આ ઉત્સાહ, ગભરામણ, પ્રસન્નતા, અનિશ્ચિતતા અને છેવટે બેચેની સહિતની એક મિશ્રિત ભાવના છે. મેટરનિટીનો તબક્કો એક લાંબી યાત્રા છે, જે ખરેખર આહ્લાદક આનંદમાં જ પરિણમે છે. તેથી પ્લાનિંગ સાથે કે પ્લાનિંગ વગરના બાળક, બંને માટે સારી રીતે પ્લાનિંગ કરવું મહત્વપૂર્ણ છે. ‘ઇન્શ્યોરન્સ એ વિનંતીનો વિષય છે. લાભો, બાકાત, મર્યાદાઓ, નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે, કૃપા કરીને વેચાણ પૂર્ણ કરતા પહેલાં સેલ બ્રોશર/પૉલિસી નિયમાવલીને કાળજીપૂર્વક વાંચો. ‘  

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 3 / 5. વોટની સંખ્યા: 2

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે