રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144| સર્વિસ: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858

અંગ્રેજી

Claim Assistance
Get In Touch
Corporate Health Insurance
8 નવેમ્બર, 2019

તમારા પરિવારના સ્વાસ્થ્યને સુરક્ષિત કરવા માટે કોર્પોરેટ હેલ્થ કવર શા માટે પૂરતું નથી

જ્યારે રોકાણ અને આર્થિક ગોઠવણ વિશે કોઈ તમારી સાથે વાત કરે છે, ત્યારે તમારા જવાબો તૈયાર હોય છે! તમે તમારા માટે યોગ્ય શું છે અને યોગ્ય વિકલ્પ કેવી રીતે પસંદ કરવા તેના પર તમામ સંશોધન કર્યું છે. પરંતુ જ્યારે કોઈ તમને તમારા પરિવાર અને તમારા માટેના ઇન્શ્યોરન્સ વિશે પૂછે છે, ત્યારે ઘણીવાર તમારો જવાબ હોય છે, ‘હેલ્થ ઇન્શ્યોરન્સ શું છે અને મારે શા માટે તેની જરૂર છે? મારા એમ્પ્લોયર તેમના કોર્પોરેટ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન હેઠળ મને અને મારા પરિવારને કવર કરે છે.’ આપણામાંના મોટાભાગના લોકોની આ સ્થિતિ છે, અને તમે એમ વિચારતા હશો, કે એમાં ખોટું શું છે? હા, ટેક્નિકલ રીતે કંઈ ખોટું નથી! પરંતુ, કોર્પોરેટ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન તમારા અને તમારા પરિવાર માટે પૂરતો છે કે નહીં તે જાણવું પણ જરૂરી છે. સૌ પ્રથમ ચાલો આપણે કોર્પોરેટ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનના લાભોને સમજીએ:
  • ન્યૂનતમ અથવા કોઈ પણ ખર્ચ વગર મળતું કવરેજ.
  • નોકરીના પ્રથમ દિવસથી કર્મચારીઓને કવર કરવામાં આવે છે.
  • કૅશલેસ સુવિધા અને હૉસ્પિટલ સાથે બિલનું સીધું સેટલમેન્ટ ઉપલબ્ધ હોય છે.
  • ચોક્કસ સમયગાળા માટે હૉસ્પિટલાઇઝેશન પહેલા અને પછીના ખર્ચને કવર કરવામાં આવે છે.
  • કેટલીક પૉલિસીઓમાં પ્રસૂતિ લાભો પણ આપવામાં આવે છે.
  • હૉસ્પિટલાઇઝેશનના લાભો ઉપરની કેટલીક ગંભીર બિમારીઓ માટે વિસ્તૃત કવર.
  • કેટલીક પૉલિસીઓ દ્વારા વધારાના પ્રીમિયમની ચુકવણી પછી પહેલાંથી હાજર રોગોને કવર કરવામાં આવે છે.
  • કેટલાક વૈકલ્પિક લાભોમાં પ્રતીક્ષા અવધિની માફી, પ્રથમ વર્ષમાં બાકાત ઉપરાંત એમ્બ્યુલન્સ શુલ્કની ભરપાઈ જેવા અન્ય લાભોનો સમાવેશ થાય છે.
આપણે કોર્પોરેટ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનના લાભો વિશે જાણ્યું, ચાલો હવે તેમાં શું નથી તે સમજીએ: મર્યાદિત કસ્ટમાઇઝેશન પ્લાન: તમે પહેલેથી કોઈ તબીબી સ્થિતિ ધરાવો છો, તો તમે તેને આવરી લેવા માટે તમારા કવરને કસ્ટમાઇઝ કરી શકતા નથી. તમને જે બીમારી થવાની શક્યતા છે તે આ પ્લાન હેઠળ કવર કરી લેવામાં આવતી નથી. પ્લાન ચાલુ રહેવાની કોઈ ખાતરી નથી: જ્યાં સુધી તમે કંપની સાથે સંકળાયેલા હોવ ત્યાં સુધી જ તમને ઇન્શ્યોર્ડ કરવામાં આવે છે. જ્યારે તમે નોકરી છોડી દો છો, ત્યારે તમને કવર કરવામાં આવશે નહીં. નિવૃત્તિ પછી કોઈ ઇન્શ્યોરન્સ મળતું નથી: નિવૃત્ત થયા પછી તમારા કોર્પોરેટ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન હેઠળ તમને કવર કરવામાં આવતા નથી. તમારે વ્યક્તિગત હેલ્થ પ્લાન ખરીદવાનો રહેશે, જેને માટે તે ઉંમરે વધુ પ્રીમિયમ ચૂકવવું પડે છે અને તે મોંઘું પડે છે. ભવિષ્ય માટે પ્લાનિંગ કરવાનો ઓછો અવકાશ: કોર્પોરેટ હેલ્થ ઇન્શ્યોરન્સ નિયમિત અને સામાન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ માટે યોગ્ય છે. ભવિષ્યની ખરેખર તૈયારી માટે તમારે, હળવા નિયમો અને શરતો પર એકસાથે લાભ આપતા એક વ્યક્તિગત હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનની જરૂર છે. કવરેજની ઓછી રકમ: આ પ્લાન સામાન્ય રીતે માત્ર 2-3 લાખનું કવરેજ આપે છે. આ આજના વધતા તબીબી ખર્ચ સામે તમને અને તમારા પરિવારને સુરક્ષિત કરવા માટે પૂરતું નથી. કોર્પોરેટ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનની ખામીઓને ધ્યાનમાં રાખીને, તમારે તમને અને તમારા પ્રિયજનોને સુરક્ષિત રાખવા માટે પરિવાર માટે હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન અથવા વ્યક્તિગત પ્લાનને ધ્યાનમાં રાખવા જોઈએ. જો તમારે સંપૂર્ણ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનની જરૂર છે, તો તમે બજાજ આલિયાન્ઝ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીનો વિચાર કરી શકો છો. તે ભારતની સૌથી સર્વગ્રાહી હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીઓમાંની એક છે, જે સરળ ઑનલાઇન ખરીદી, 24x7 સહાય, ઝડપી ક્લેઇમ પૉલિસી, 6000 થી વધુ પ્રતિષ્ઠિત હૉસ્પિટલોમાં મફત ક્લેઇમ અને સરળ વળતર પ્રક્રિયા ધરાવતી પૉલિસી છે. જોકે તમારી પાસે કોર્પોરેટ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન છે, પણ ભવિષ્ય માટે સંપૂર્ણ કવર અને મનની શાંતિ માટે અન્ય હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી સાથે તમારી અને તમારા પરિવારને સુરક્ષિત રાખવાની હંમેશા સલાહ આપવામાં આવે છે. બજાજ આલિયાન્ઝની હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી વડે આજે જ ઇન્શ્યોરન્સ ખરીદો!

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 5 / 5. વોટની સંખ્યા: 18

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે