રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144| સર્વિસ: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858

અંગ્રેજી

Claim Assistance
Get In Touch
Difference Between Comprehensive and Zero Depreciation Insurance
31 માર્ચ, 2021

કોમ્પ્રિહેન્સિવ અને ઝીરો ડેપ્રિશિયેશન ઇન્શ્યોરન્સ વચ્ચેનો તફાવત

કાર ઇન્શ્યોરન્સ એક પ્રકારનો મોટર ઇન્શ્યોરન્સ છે, જે કાર અને કારના માલિકને અકસ્માતને કારણે થયેલા જોખમ અને નુકસાનથી ઑન-રોડ સુરક્ષા અને નાણાંકીય કવરેજ પ્રદાન કરે છે. ત્રણ વિવિધ પ્રકારના કાર ઇન્શ્યોરન્સ - કોમ્પ્રિહેન્સિવ ઇન્શ્યોરન્સ, થર્ડ-પાર્ટી ઇન્શ્યોરન્સ અને પે એઝ યુ ડ્રાઇવ હોય છે. શ્રી ચહલે નવી કાર, ટોયોટા ઇટિઓસ ખરીદી. તેઓ જાણે છે કે કાર ઇન્શ્યોરન્સ હોવું ફરજિયાત છે, અને હવે કાર ઇન્શ્યોરન્સ ઑનલાઇન ખરીદવું સરળ છે, ઇન્ટરનેટ પર ઉપલબ્ધ અનેક વિકલ્પોને કારણે તેઓ મૂંઝવણમાં હતા. તેમણે પોતાના મિત્ર શ્રી બેદીને પૂછ્યું. તેમણે થર્ડ-પાર્ટી ઇન્શ્યોરન્સ પૉલિસી, જે ફરજિયાત છે તે, અને ઝીરો ડેપ્રિશિયેશન કવરના ઍડ-ઑન સાથે અને કોમ્પ્રિહેન્સિવ ઇન્શ્યોરન્સ ખરીદવાની સલાહ આપી. કોમ્પ્રિહેન્સિવ ઇન્શ્યોરન્સ, ઝીરો ડેપ્રિશિયેશન અને થર્ડ-પાર્ટી ઇન્શ્યોરન્સની સરખામણી કરતાં શ્રી ચહલને પ્રીમિયમ ઊંચું જણાયું, અને ઇન્શ્યોરન્સનો ખર્ચ ઓછો કરવા માટે, શ્રી ચહલે માત્ર થર્ડ-પાર્ટી ઇન્શ્યોરન્સ ખરીદ્યો, જે તે તેમને ઈજા, વિકલાંગતા અને કાર અકસ્માતને કારણે મૃત્યુના કિસ્સામાં ફાઇનાન્શિયલ જવાબદારી સામે સુરક્ષા પૂરી પાડે છે. છ મહિના પછી, શ્રી ચહલની કાર ચોરાઈ ગઈ હતી, અને જ્યારે તેમણે થર્ડ-પાર્ટી ઇન્શ્યોરન્સ પૉલિસી હેઠળ ક્લેઇમ કર્યો, ત્યારે તેમનો ક્લેઇમ નકારવામાં આવ્યો. નકારવામાં આવવાનું કારણ એ હતું કે, થર્ડ-પાર્ટી ઇન્શ્યોરન્સમાં ચોરીને કારણે નુકસાનને કવર કરવામાં આવતું નથી. પરંતુ જો શ્રી ચહલે કોમ્પ્રિહેન્સિવ ઇન્શ્યોરન્સ ખરીદ્યો હોત, તો ચોરીને કારણે થયેલા નુકસાન આવરી લેવામાં આવ્યું હોત. શ્રી ચહલની જેમ ઘણા લોકો અકસ્માત સિવાય તેમની કારને કોઈ અન્ય નુકસાન થઈ શકે તે વિશે ક્યારેય વિચારતા નથી, અને ખર્ચ બચાવવા માટે તેઓ માત્ર એક મૂળભૂત પ્લાન ખરીદે છે. કોમ્પ્રિહેન્સિવ ઇન્શ્યોરન્સનું પ્રીમિયમ થર્ડ-પાર્ટી ઇન્શ્યોરન્સ કરતાં વધુ છે, પરંતુ તે પૈસા વસૂલ છે, કારણ કે તેના લાભો અને કવરેજ વડે મોટી રકમ બચાવી શકાય છે. ઉપરાંત, ઝીરો ડેપ્રિશિયેશનનું ઍડ-ઑન કવરેજ ભવિષ્યમાં તમને વધુ પૈસા બચાવવામાં મદદ કરશે. ચાલો, કાર ઇન્શ્યોરન્સની તુલના કરો અને વિવિધ પ્લાન પર નજર કરો અને આ લેખ દ્વારા ઝીરો ડેપ્રિશિયેશન અને કોમ્પ્રિહેન્સિવ ઇન્શ્યોરન્સ વચ્ચેનો તફાવત અને તેના મહત્વને સમજીએ.

કોમ્પ્રિહેન્સિવ ઇન્શ્યોરન્સ વર્સેસ ઝીરો ડેપ્રિશિયેશન

કોમ્પ્રિહેન્સિવ ઇન્શ્યોરન્સ એ અકસ્માત, ચોરી, કુદરતી આપત્તિઓ, તોડફોડ, આગ વગેરે દ્વારા કારને થતા નુકસાન માટે એક વ્યાપક કાર ઇન્શ્યોરન્સ પ્લાન કવરેજ છે. કોમ્પ્રિહેન્સિવ કાર ઇન્શ્યોરન્સ થર્ડ પાર્ટી અને ઓડી (પોતાના નુકસાન) કવર દ્વારા પ્રદાન કરેલ ઇન્શ્યોરન્સનું મિશ્રણ છે. અતિરિક્ત કવરેજ માટે, રોડસાઇડ આસિસ્ટન્સ કવર, ઝીરો ડેપ્રિશિયેશન કવર, મેડિકલ ઇન્શ્યોરન્સ, એન્જિન પ્રોટેક્ટર વગેરે જેવી ઍડ-ઑન પૉલિસીઓ દ્વારા વ્યાપક ઇન્શ્યોરન્સ પૉલિસીને વધુ વિસ્તૃત કરી શકાય છે. મોટર ઇન્શ્યોરન્સમાં ડેપ્રિશિયેશન એટલે સમયની સાથે વાહનને પહોંચતો ઘસારો, આઉટ-ઓફ-ડેટ થવું, અથવા વાહન જૂનું થવાને કારણે વાહનના મૂલ્યમાં થતો ઘટાડો દર્શાવે છે. કાચની વસ્તુઓ સિવાય કારના દરેક પાર્ટ માટે ડેપ્રિશિયેશન ગણવામાં આવે છે. ઝીરો ડેપ્રિશિયેશન એક કાર ઇન્શ્યોરન્સ પૉલિસી છે જે હેઠળ, જો કારને અથડામણમાં નુકસાન થાય તો તમામ રબર, ફાઇબર અને ધાતુના ભાગો માટે પૉલિસીધારકને 100% સંપૂર્ણ કવરેજ પ્રદાન કરે છે. બૅટરી અને ટાયર સિવાય કારના કોઈપણ ભાગના કવરેજમાં ડેપ્રિશિયેશન લાગુ પડશે. આ પ્લાનમાં કોઈપણ મિકેનિકલ નુકસાન, ઓઇલ ચેન્જ કવર કરવામાં આવતું નથી. ઉપરાંત, પૉલિસીધારક એક વર્ષમાં મર્યાદિત સંખ્યામાં જ ક્લેઇમ કરી શકે છે.

ઝીરો ડેપ્રિશિયેશન અને કોમ્પ્રિહેન્સિવ ઇન્શ્યોરન્સ વચ્ચેનો તફાવત શું છે?

 
તફાવત માત્ર કોમ્પ્રિહેન્સિવ ઇન્શ્યોરન્સ કોમ્પ્રિહેન્સિવ ઇન્શ્યોરન્સ + ઝીરો ડેપ્રિશિયેશન કવર
પ્રીમિયમ ઓછી રકમ થોડી વધુ રકમ
ક્લેઇમ સેટલમેન્ટની રકમ સેટલમેન્ટની રકમ ઓછી રહેશે, કારણ કે કારના તમામ પાર્ટ્સ માટે ડેપ્રિશિયેશન ગણવામાં આવે છે. સેટલમેન્ટની રકમ વધુ હશે કારણ કે ડેપ્રિશિયેશન ગણવામાં આવતું નથી.
કારના પાર્ટ્સનું સમારકામ રિપેરિંગના તમામ પાર્ટ્સ પર 50% ડેપ્રિશિયેશનને ધ્યાનમાં લેવામાં આવશે. ઝીરો ડેપ્રિશિયેશન ઍડ-ઑન્સ તમામ રિપેરિંગ ખર્ચને આવરી લેશે.
કારની ઉંમર કાર જૂની થવાની સાથે તેના ડેપ્રિશિયેશનમાં પણ વધારો થાય છે. ઝીરો ડેપ્રિશિયેશન કવર ઍડ-ઑનમાં ડેપ્રિશિયેશનને શૂન્ય માનવામાં આવશે.

બજાજ આલિયાન્ઝ કાર ઇન્શ્યોરન્સ 4000+ નેટવર્ક ગેરેજ ધરાવે છે અને માલિક/ડ્રાઇવરને ₹15 લાખ સુધીનું વ્યક્તિગત અકસ્માત કવર ઑફર કરે છે. અગાઉની પૉલિસીમાંથી, જો કોઈ નો-ક્લેઇમ બોનસ હોય તો, તેનું 50% ટ્રાન્સફર પણ ઑફર કરે છે.

વારંવાર પૂછાતા પ્રશ્નો

1. ઝીરો ડેપ્રિશિયેશન કે કોમ્પ્રિહેન્સિવ ઇન્શ્યોરન્સ, કયું શ્રેષ્ઠ છે?

ઝીરો ડેપ્રિશિયેશન એક વધારાનું કવરેજ છે જે કોમ્પ્રિહેન્સિવ ઇન્શ્યોરન્સ સાથે ખરીદી શકાય છે. જો તમે કારનો લાંબા સમય સુધી ઉપયોગ કરવાનું વિચારી રહ્યા છો, તો કોમ્પ્રિહેન્સિવ ઇન્શ્યોરન્સ સાથે ઝીરો ડેપ્રિશિયેશન ઍડ-ઑન મેળવવાની સલાહ આપવામાં આવે છે, જે હેઠળ તમારી કારની કિંમત તેની ખરીદ કિંમત જેટલી જ રહે છે.

2. કોમ્પ્રિહેન્સિવ ઇન્શ્યોરન્સમાં શું બાકાત છે?

કારની આવરદા અને ઘસારાને કારણે થયેલ નુકસાન. સમયની સાથે કારના પાર્ટ્સનું ડેપ્રિશિયેશન. દારૂના પ્રભાવ હેઠળ ડ્રાઇવિંગને કારણે થયેલ કારનું નુકસાન. પરમાણુ હુમલા અથવા બળવાને કારણે કારને થયેલ કોઈપણ નુકસાન.

અંતિમ તારણ

ઘણાં કાર ઇન્શ્યોરન્સ ઑનલાઇન ઉપલબ્ધ છે, જે તમે ખરીદી શકો છો. પરંતુ સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે એવો કાર ઇન્શ્યોરન્સ ખરીદવો જે અકસ્માતના સમયે આવશ્યક ખર્ચને કવર કરે છે અને કારની આવરદા સાથે તેની કાળજી લે છે. ઝીરો ડેપ્રિશિયેશનના ઍડ-ઑન સાથે કોમ્પ્રિહેન્સિવ ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદવાની ભલામણ કરવામાં આવે છે. કારણ કે મોંઘા સ્પેરપાર્ટ્સના ડેપ્રિશિયેશનનો દર પણ ઊંચો હોય છે. રિપેરિંગ પાછળ વધુ રકમ ખર્ચવા કરતાં વાર્ષિક ધોરણે થોડું વધુ પ્રીમિયમ ચૂકવવું વધુ સારું છે.

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 5 / 5. વોટની સંખ્યા: 18

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે