વિશ્વભરની બિઝનેસ કંપનીઓ તેમના ઉપભોક્તાઓને તેમના પ્રૉડક્ટની ડિલિવરી પહોંચાડવા માટે કમર્શિયલ વાહનો પર આધારિત હોય છે. ભલે પછી તે ઇ-કોમર્સની દુકાન હોય અથવા જૂની પરંપરાગત દુકાન હોય, કમર્શિયલ વાહનો પરની નિર્ભરતા બેજોડ છે. આ વાહનોને થતું કોઈપણ નુકસાન માત્ર બિઝનેસની સરળ કામગીરીમાં અવરોધ જ પેદા કરતું નથી, પરંતુ બિઝનેસને આર્થિક આંચકો પણ આપે છે. આ આંચકો ઉત્પાદનમાં વિલંબ તેમજ જરૂર મુજબના રિપેર ખર્ચ તરીકે હોઈ શકે છે. વધુમાં, કોઈપણ બિઝનેસ માટે પોતાની કામગીરીને લાંબા સમય સુધી અવરોધિત રાખવી શક્ય નથી અને આમ વૈકલ્પિક વ્યવસ્થાઓ કરવી જરૂરી છે જે વધુ ખર્ચમાં વધારો કરે છે. સર્વિસ સંસ્થાઓના કિસ્સામાં, ઉદાહરણ તરીકે કેબ એગ્રીગેટર કે જ્યાં તેમની સંપૂર્ણ નિર્ભરતા તેમના વાહનોના કાફલા પર હોય છે. આ વાહનોને થયેલ કોઈપણ નુકસાનથી માત્ર કામગીરીમાં જ વિક્ષેપ પડતો નથી, પરંતુ તે બિઝનેસને સંપૂર્ણ રીતે ઠપ પણ કરી શકે છે. આ બિઝનેસના વિક્ષેપો સામે સુરક્ષિત રહેવા માટે, કમર્શિયલ વ્હીકલ ઇન્શ્યોરન્સ પૉલિસી હોવી શ્રેષ્ઠ છે. 1988 ના મોટર વાહન અધિનિયમ અનુસાર ઓછામાં ઓછું થર્ડ-પાર્ટી કવર હોવું ફરજિયાત છે. વાહનના ડીલરો પ્રારંભિક ખરીદી દરમિયાન મદદ કરે છે, પરંતુ મોટેભાગે ખરીદદારો તેના રિન્યુઅલ વિશે ભૂલી જતા હોય છે. જેમ તેને ખરીદવું જરૂરી છે, તેમ સમયાંતરે તેનું રિન્યુઅલ કરવું એટલું જ મહત્વપૂર્ણ છે. કમર્શિયલ વ્હીકલ ઇન્શ્યોરન્સનું રિન્યુઅલ કેવી રીતે કરવું તે વિશે જાણો -
પગલું 1: વિવિધ કમર્શિયલ વ્હીકલ ઇન્શ્યોરન્સ પૉલિસીઓની તુલના કરવી
કમર્શિયલ વાહનના ઇન્શ્યોરન્સ રિન્યુઅલનું પ્રથમ પગલું ઇન્શ્યોરન્સ કવર ખરીદવા જેવું જ છે - અસંખ્ય પૉલિસીઓની તુલના. ઉપલબ્ધ ઇન્શ્યોરન્સ પ્લાનની તુલના કરવું જરૂરી છે, સાથે સાથે તેમ કરવાથી તમે શૉર્ટલિસ્ટ કરી શકો છો અને મેળવી શકો છો એક યોગ્ય
કમર્શિયલ વ્હીકલ ઇન્શ્યોરન્સ. માત્ર વેચાણ પૂર્વેની સર્વિસ જ મહત્વની નથી, પરંતુ વેચાણ પછીની સર્વિસ પણ સમાન રીતે મહત્વપૂર્ણ છે. વધુમાં, ઇન્શ્યોરન્સ કંપની દ્વારા ઑફર કરવામાં આવતા કવરેજમાં એ સુનિશ્ચિત થવું જોઈએ કે પૉલિસીની પર્યાપ્ત સુવિધાઓ યોગ્ય કિંમતે ઉપલબ્ધ હોય. મોટર ઇન્શ્યોરન્સ કૅલ્ક્યૂલેટર સાથે, કમર્શિયલ વ્હીકલ ઇન્શ્યોરન્સ રિન્યુઅલની આ પ્રક્રિયા સરળ બની શકે છે કારણ કે તે ઇન્શ્યોરન્સ કવરના ખર્ચ અને લાભોને સંતુલિત કરવામાં મદદ કરે છે.
પગલું 2: યોગ્ય ઇન્શ્યોરન્સ પૉલિસી પસંદ કરવી
કમર્શિયલ વાહનોને થર્ડ-પાર્ટી લાયબિલિટી પૉલિસી સાથે સજ્જ કરી શકાય છે. થર્ડ-પાર્ટી પૉલિસી એ છે કે જેમાં કવરેજ થર્ડ-પાર્ટી રિપેર અને ઈજાઓ માટે થતા નુકસાનને શામેલ કરવા માટે પ્રદાન કરવામાં આવે છે. વધુમાં, આ અકસ્માતો અને નુકસાનને કારણે ઉદ્ભવતી જવાબદારીઓથી સુરક્ષા આપે છે, આ રીતે બિઝનેસ અને ડ્રાઇવર બંનેને સુરક્ષિત કરી શકાય છે. જો કે, કંપનીઓ ઑનલાઇન પ્રક્રિયા દ્વારા બેઝ કવરેજ ઉપરાંત ચોવીસે કલાક સહાયતા અને ઝડપી પૉલિસી જારી કરવી જેવા અનેક લાભો પ્રદાન કરે છે. આ સુવિધાઓના આધારે પૉલિસીઓની તુલના કરવી અને વ્યાજબી પ્રીમિયમ પર મહત્તમ લાભ આપનાર પ્લાન પસંદ કરવો એ સમજદારીભર્યું છે.
પગલું 3: જરૂરી વિગતો દાખલ કરો
એકવાર પૉલિસી અને કવરેજનો પ્રકાર શૉર્ટલિસ્ટ થયા પછી, આગામી પગલામાં પૉલિસીધારકના ઇનપુટની જરૂર પડે છે. ઇન્શ્યોરન્સ કંપનીઓમાં બદલાવના કિસ્સામાં, પૉલિસીધારકની વિગતોની જરૂર પડી શકે છે, પરંતુ સમાન ઇન્શ્યોરન્સ કંપની સાથે કમર્શિયલ વાહનના
ઇન્શ્યોરન્સ રિન્યુઅલ માટે, અગાઉનો પૉલિસી નંબર પ્રદાન કરવાથી પૉલિસીધારક અને જે વાહનનું ઇન્શ્યોરન્સ કરાવવાનું હોય તે વિશેની જરૂરી માહિતી પ્રાપ્ત કરવામાં મદદ મળે છે.
પગલું 4: ચુકવણી
એકવાર પૉલિસીની તમામ વિગતો ફાઇનલ થઈ જાય અને માહિતીની ચકાસણી થઈ જાય પછી, ચુકવણી માટે બેંક ટ્રાન્સફર, ક્રેડિટ કાર્ડ અથવા ડેબિટ કાર્ડ અથવા તો યૂપીઆઇ જેવી કોઈપણ પસંદગીની ચુકવણીની પદ્ધતિનો ઉપયોગ કરી શકાય છે. સફળ ચુકવણી એ સુનિશ્ચિત કરશે કે કમર્શિયલ વ્હીકલ ઇન્શ્યોરન્સ રિન્યુઅલ પૂર્ણ થઈ ગયું છે અને પૉલિસી ડૉક્યૂમેન્ટની સોફ્ટ કૉપી રજિસ્ટર્ડ મેઇલ બૉક્સમાં ડિલિવર થઈ ગઈ છે. આ રીતે કોઈપણ કમર્શિયલ વ્હીકલ ઇન્શ્યોરન્સ પૉલિસીને સફળતાપૂર્વક રિન્યુ કરી શકે છે. ધ્યાનમાં રાખો કે અપર્યાપ્ત કવરેજ હોવું એ કવરેજ ના હોવા બરાબર જ છે, તેથી જરૂરી પરિબળોને ધ્યાનમાં લઈને પૉલિસીને ભૂલ્યા વગર રિન્યુ કરો. ઇન્શ્યોરન્સ એ વિનંતીનો વિષય છે. લાભો, બાકાત, મર્યાદાઓ, નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે, કૃપા કરીને વેચાણ પૂર્ણ કરતા પહેલાં સેલ બ્રોશર/પૉલિસી નિયમાવલીને કાળજીપૂર્વક વાંચો.
જવાબ આપો