રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144| સર્વિસ: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858

અંગ્રેજી

Claim Assistance
Get In Touch
24x7 Road Assistance
28 ડિસેમ્બર, 2015

24x7 રોડ આસિસ્ટન્સ: બજાજ આલિયાન્ઝ સ્પૉટ આસિસ્ટન્સ એડવાન્ટેજ

તમે તમારા પરિવાર સાથે વીકેન્ડ ડ્રાઇવ પર નીકળ્યા છો. અચાનક તમારી કારમાં કોઈ ખરાબી અનુભવાય છે. કારનું ટાયર પંકચર થઈ ગયું છે અને તે આગળ વધી શકે તેમ નથી, અને તમે અધવચ્ચે ફસાઈ ગયા છો. તમારે ગભરાવાની જરૂર નથી, જો તમે રોડસાઇડ આસિસ્ટન્સ કવર પસંદ કર્યું હોય અને તમે ખરીદી હોય કાર ઇન્શ્યોરન્સ પૉલિસી. વાહનમાં મુસાફરી દરમિયાન બનતી અનપેક્ષિત અને અનિચ્છનીય ઘટનાઓમાં રોડસાઇડ આસિસ્ટન્સ તમને શાંતિ આપે છે. મોટર ઇન્શ્યોરન્સ પ્રદાન કરતી ઇન્શ્યોરન્સ કંપનીઓ દ્વારા રોડસાઇડ આસિસ્ટન્સ પણ આવરી લેવામાં આવે છે. 24x7 બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સના સ્પૉટ આસિસ્ટન્સ દ્વારા રોડસાઇડ આસિસ્ટન્સ પ્રદાન કરવામાં આવે છે ટાયર પંક્ચર    જો કારનું ટાયર પંકચર થઈ જાય અને તે આગળ વધી શકે તેમ ન હોય, તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. જો તમારી પાસે રોડસાઇડ આસિસ્ટન્સ કવર છે, જેને અમે 24x7 સ્પૉટ આસિસ્ટન્સ કહીએ છીએ, તો અમે ટાયર બદલવામાં અથવા રિપેર કરવા માટે સહાય કરીશું. ઇંધણ સમાપ્ત થઈ જવું કેટલીકવાર તમે સરળ વસ્તુઓ ભૂલી જાઓ છો પરંતુ તેઓ તમારા શેડ્યૂલ પર ગંભીર અસર કરી શકે છે. જો તમે તમારી કારમાં કેટલું ઇંધણ છે તેનું ધ્યાન રાખતા નથી, તો તમારી કાર રસ્તાની વચ્ચે અટકી જઈ શકે છે. નજીકમાં કોઈ પેટ્રોલ પંપ પણ નથી. આવા કિસ્સામાં, અમે ઇંધણની વ્યવસ્થા કરી આપીશું. ટોઇંગ સુવિધા તમારા બોસે તમને અડધા કલાકમાં ઑફિસ સુધી પહોંચવાનું કહ્યું છે અને તેથી તમે વાહન ઝડપથી ચલાવી રહ્યા છો. દુર્ભાગ્યે તમારું વાહન ઝાડ સાથે અથડાય છે, પરંતુ તમારે ચિંતા કરવાની જરૂર નથી. 24x7 રોડ આસિસ્ટન્સ દ્વારા તમારી કારને અકસ્માત સ્થળથી નજીકના અધિકૃત ડીલર અથવા વર્કશોપ સુધી નિ:શુલ્ક રીતે ટોઇંગ વડે પહોંચાડવામાં આવશે. કી અને લૉક રિપ્લેસમેન્ટ કવર શું તમારી કારની ચાવીઓ ખોવાઈ ગઈ છે અને તેમને તે જડતી નથી? તમારી કાર જ્યાં સ્થિત છે ત્યાં અમે વધારાની ચાવીની પિકઅપ અને ડિલિવરીની વ્યવસ્થા કરીશું. અમે ચાવીઓના રિપ્લેસમેન્ટના ખર્ચને કવર કરીશું પરંતુ તેનો આધાર કવર માટે નિર્દિષ્ટ વીમાકૃત રકમ પર રહેશે. જો આ ઘટનાને કારણે સુરક્ષાનું જોખમ હોય, તો અમે નવા લૉક લગાવવાનો ખર્ચ ચૂકવીશું. આ લાભ પૉલિસીના સમગ્ર સમયગાળા દરમિયાન માત્ર એક વખત લઈ શકાય છે. ઍકોમોડેશન બેનિફિટ વાહન ચલાવતી વખતે માર્ગ પર શું થવાનું છે તે કોઈ જાણતું નથી. જો તમારી કારનો અકસ્માત થાય છે અથવા તેમાં ગંભીર ખરાબી આવે છે, તો અમે કારમાં મુસાફરી કરી રહેલ તમામ લોકો માટે હોટલમાં રહેવાની સગવડ પૂરી પાડીએ છીએ. આ લાભ પ્રતિ દિન પ્રતિ વ્યક્તિ રુ. 2000 ની મર્યાદા, અને પૉલિસીના સમયગાળા દરમિયાન કુલ મહત્તમ રુ. 16,000 ની મર્યાદા સાથે વધુમા વધુ બે દિવસ અને બે રાત્રી માટે મળે છે. રોડસાઇડ આસિસ્ટન્સ કવરના આ ઉપરાંત પણ અન્ય લાભો મળે છે. જ્યારે પણ તમે કોઈ પણ મોટર ઇન્શ્યોરન્સ કવરમાં રોકાણ કરો છો, ત્યારે તમારી ઇન્શ્યોરન્સ કંપની દ્વારા તમને કયા લાભો આપવામાં આવે છે તે વિશે જાણવું હંમેશા સલાહભર્યું છે. 'કેરિંગલી યોર્સ' નામની અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરો અને શેર કરો, જેના વડે તમે તમારી પૉલિસીઓ આસાનીથી ખરીદી અને મેનેજ કરી શકો છો.

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 5 / 5. વોટની સંખ્યા: 18

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

  • Pradeepkumar Singh - March 11, 2021 at 8:39 am

    Nice service and being as god.

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે