રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144| સર્વિસ: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858

અંગ્રેજી

Claim Assistance
Get In Touch
Why Do You Need Car Insurance?
27 એપ્રિલ, 2021

કાર ઇન્શ્યોરન્સ શા માટે મહત્વપૂર્ણ છે?

કાર ઇન્શ્યોરન્સ એ ખાસ કરીને ભારતમાં કોઈપણ ફોર-વ્હીલરના માલિકના જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ છે. ભારતમાં વાહન ચલાવવા માટે તમારી કારનો મોટર ઇન્શ્યોરન્સ હોવો ફરજિયાત છે. ઘણી પ્રથમ વાર કાર ખરીદનારને પ્રશ્ન થતો હોય છે કે, કાર ઇન્શ્યોરન્સ શા માટે જરૂરી છે; અકસ્માત થાય કે ના પણ થાય, તો શું કાર ઇન્શ્યોરન્સ ખરેખર જરૂરી છે? સીધો જવાબ છે હા. તમારી પાસે કાર ઇન્શ્યોરન્સહોવો જરૂરી છે, અને તે માત્ર નિયમો અનુસાર ફરજિયાત છે એટલે હોવો જોઈએ એવું નથી. તે અકસ્માતને કારણે થયેલા નુકસાનને કવર કરવાના આર્થિક અને ભાવનાત્મક ભારણથી બચાવે છે. જો તમે તાજેતરમાં જ કોઈ કાર ખરીદી હોય, તો ભારતમાં સરકાર દ્વારા ફરજિયાત આ નિયમના કારણો અને કાર ઇન્શ્યોરન્સ શા માટે એકદમ જરૂરી છે તે અહીં આપેલ છે:  
  • જવાબદારી ઘટાડે છે
કોઈપણ સંજોગોમાં, જો તમારાથી રસ્તામાં કોઈ અકસ્માત થાય છે, તો તમારે તમારી જવાબદારીને મેનેજ કરવા માટે કાર ઇન્શ્યોરન્સની જરૂર છે. આ જ કારણથી ભારતમાં થર્ડ-પાર્ટી લાયેબિલિટી (ટીપીએલ) કાર ઇન્શ્યોરન્સ કવરેજ ખરીદવું ફરજિયાત છે. ઉદાહરણ તરીકે, જો તમે કોઈ અકસ્માત કરો છો, જ્યાં તમે અન્ય વ્યક્તિની કારને નુકસાન પહોંચાડો છો અથવા કોઈ અન્યની ઈજાઓ માટે જવાબદાર છો, તો થર્ડ પાર્ટી કાર ઇન્શ્યોરન્સ ખર્ચને કવર કરશે અને તે તમને જટિલ કાયદાકીય પરિસ્થિતિથી બચાવી શકે છે.  
  • નુકસાન માટે વળતર ચૂકવે છે 
કાર ખૂબ મોંઘી હોય છે તે તમે જાણો જ છો. વાહન ચલાવતી વખતે નુકસાન થવું એક ખૂબ જ સામાન્ય બાબત છે. તમે સુરક્ષિત રીતે વાહન ચલાવો છો, તો પણ અન્ય ડ્રાઇવરની ભૂલ અથવા બેદરકારીને કારણે અથડામણ, બમ્પ અથવા ડેન્ટ થઈ શકે છે. તેથી, કોઈપણ નુકસાન થાય તો રિપેરીંગ અને ફિક્સિંગના ખર્ચનું વળતર મેળવવા માટે તમારે એક સૉલિડ કવરની જરૂર છે. આવી સ્થિતિમાં તમારે કાર ઇન્શ્યોરન્સની જરૂર પડે છે, કારણ કે નુકસાન માટે તમે ચુકવણી કરો છો, તો તેમાં ખૂબ મોટો ખર્ચ થઈ શકે છે. જ્યારે ઇન્શ્યોરન્સ કંપની તમને આવા સમયમાં મદદ કરી શકે છે.  
  • ગંભીર ઈજાઓ માટે ચુકવણી કરે છે 
દરેક વ્યક્તિને માત્ર થોડી જ ઈજાઓ થાય તેવું જરૂરી નથી. ઘણી વખત તમામ સાવચેતીઓ લીધા બાદ પણ ગંભીર અકસ્માતો થઈ શકે છે અને ગંભીર ઈજાઓ થઈ શકે છે. કેટલાક અકસ્માતોને કારણે હૉસ્પિટલમાં દાખલ થવું પડે છે, જે ભાવનાત્મક રીતે તણાવપૂર્ણ હોવાની સાથે સાથે ગંભીર આર્થિક બોજ પણ બની શકે છે. તેથી, જો તમે હજુ પણ વિચારી રહ્યા છો કે કાર ઇન્શ્યોરન્સ શા માટે મહત્વપૂર્ણ છે - તો તે તમને પોતાની બચતમાંથી ચુકવણી કર્યા વિના હૉસ્પિટલાઇઝેશનના ખર્ચને કવર કરવામાં મદદ કરે છે.  
  • તમારા અવસાન બાદ તમારા પરિવારને સુરક્ષિત કરે છે
કાર ઇન્શ્યોરન્સ શા માટે મહત્વપૂર્ણ છે તે માટેનું વધુ એક કારણ - તે માત્ર તમારા માટે નથી. જો કોઈ દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં તમારું અચાનક મૃત્યુ થાય, તો કાર ઇન્શ્યોરન્સ તમારા પરિવારને કવર કરે છે. જો તમે પરિવારના કમાણી કરનાર સભ્ય છો જે પૉલિસી ધરાવે છે, તો તમારો કાર ઇન્શ્યોરન્સ તમારા પરિવારને ખર્ચમાં મદદ કરી શકે તેવું વ્યક્તિગત અકસ્માત કવર ઑફર કરે છે. કાર ઇન્શ્યોરન્સ ખરીદીને ઉચ્ચ પ્રીમિયમ ચૂકવવા વિશે તમે ચિંતાતુર હોવ, તો માત્ર તે કારણથી જ ઇન્શ્યોરન્સ ખરીદવાનું ન ટાળો. કારણ કે જ્યારે કાર ઇન્શ્યોરન્સ ઑનલાઇન ખરીદવામાં આવે, ત્યારે તેની કિંમત ઓછી હોય છે, અને તમે બજારમાં ઉપલબ્ધ કાર ઇન્શ્યોરન્સ પૉલિસીઓ અને પ્રીમિયમોની તુલના કરી શકો છો. આ ઉપરાંત, ભૂલ્યા વગર સમયસર કાર ઇન્શ્યોરન્સ રિન્યુ કરો અન્યથા તેની માન્યતા સમાપ્ત થઈ શકે છે.

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 5 / 5. વોટની સંખ્યા: 18

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે