રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144| સર્વિસ: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858

અંગ્રેજી

Claim Assistance
Get In Touch
Car Fitness Certificate Guide
1 માર્ચ, 2023

પગલાંબદ્ધ માર્ગદર્શિકા: તમારી કાર માટે વાહન ફિટનેસ સર્ટિફિકેટ કેવી રીતે મેળવવું

જ્યારે પ્રોફેશનલ-લેવલના ટ્રેકિંગની વાત આવે, ત્યારે તમારે આ અભિયાન માટે પાત્ર બનવા માટે કેટલીક જરૂરિયાતોને પૂર્ણ કરવી આવશ્યક છે. તે જરૂરિયાતોમાંથી એક છે ફિઝિકલ ફિટનેસ સર્ટિફિકેટ. ડૉક્ટર દ્વારા આપવામાં આવેલ સર્ટિફિકેટ જણાવે છે કે તમે, એક વ્યક્તિ તરીકે, ઉક્ત પ્રવૃત્તિ માટે શારીરિક રીતે સક્ષમ છો. તમારી ફિટનેસ માટે ફિઝિકલ હેલ્થ સર્ટિફિકેટની જેમ, તમારી કાર માટે પણ ફિટનેસ સર્ટિફિકેટ હોય છે. વાહનનું ફિટનેસ સર્ટિફિકેટ એટલે શું? તેનું મહત્વ શું છે? તે કેવી રીતે પ્રભાવિત કરે છે તમારો ફોર-વ્હીલર ઇન્શ્યોરન્સ? વધુ માહિતી અહીં આપેલ છે.

વાહનનું ફિટનેસ સર્ટિફિકેટ એટલે શું?

વાહનનું ફિટનેસ સર્ટિફિકેટ પ્રાદેશિક પરિવહન પ્રાધિકરણ (આરટીઓ) દ્વારા જારી કરવામાં આવે છે. આ સર્ટિફિકેટ સૂચવે છે કે ઉત્પાદિત વાહન ચલાવવા માટે યોગ્ય અને તૈયાર છે. જ્યારે કારનું ઉત્પાદન થાય છે, ત્યારે ડીલરને મોકલતા પહેલાં વિવિધ ક્વૉલિટીની તપાસ કરવામાં આવે છે. ફિટનેસ સર્ટિફિકેટ એ વાહન ચલાવવા યોગ્ય છે તેનો પુરાવો દર્શાવવા માટે ઉત્પાદક માટેનું કાનૂની સર્ટિફિકેટ છે. સામાન્ય રીતે, નવી કારનું ફિટનેસ સર્ટિફિકેટ 15 વર્ષ માટે આપવામાં આવે છે.

સર્ટિફિકેટ શા માટે જરૂરી છે?

નીચેના કારણોસર વાહનનું ફિટનેસ સર્ટિફિકેટ જરૂરી છે:
 1. 1988 ના મોટર વાહન અધિનિયમની કલમ 84 મુજબ, ભારતમાં વાહન ચલાવવા માટે દરેક વાહનનું ફિટનેસ સર્ટિફિકેટ હોવું જરૂરી છે.
 2. પ્રદૂષણના સ્તરને નિયંત્રણમાં રાખવા માટે, કારણ કે જૂના વાહનો દ્વારા ફેલાતા પ્રદૂષણનું પ્રમાણ વધુ હોય છે. ફિટનેસ સર્ટિફિકેટની મદદથી આવા વાહનોને અલગ કરીને તેમનો ઉપયોગ અટકાવી શકાય છે.
 3. નજીકના ભવિષ્યમાં ઉદ્ભવી શકે તેવી કોઈપણ સમસ્યાઓનો સામનો કરવાની ક્ષમતાના સંદર્ભમાં, વાહનની કાર્યકારી સ્થિતિને સમજવામાં મદદ કરે છે.

વાહનનું ફિટનેસ સર્ટિફિકેટ કેટલા સમય માટે માન્ય હોય છે?

વાહનના ફિટનેસ સર્ટિફિકેટની માન્યતા નીચે મુજબ છે:
 1. કાર માટે - 15 વર્ષ.
 2. ટૂ-વ્હીલર માટે - 15 વર્ષ.
 3. 8 વર્ષ કે તેથી ઓછા જૂના કમર્શિયલ વાહનો માટે, - 2 વર્ષ.
માન્ય વાહન ફિટનેસ સર્ટિફિકેટ વગર વાહન ચલાવતા બદલ કરવામાં આવતો દંડ આ મુજબ છે:
 1. પ્રથમ વારના અપરાધ માટે - ₹2000, જે ₹5000 સુધી થઈ શકે છે.
 2. પુનરાવર્તિત અપરાધો માટે - ₹10,000 સુધી (અને કારાવાસ પણ થઈ શકે છે).
સર્ટિફિકેટ રિન્યુ કરવામાં વિલંબ બદલ, મોટર વાહન અધિનિયમ 1988 હેઠળની જોગવાઈ મુજબ પ્રતિદિન ₹50 લેખે દંડ વસૂલવામાં આવે છે.

વાહન ફિટનેસ સર્ટિફિકેટ માટે કેવી રીતે અપ્લાઇ કરવું/રિન્યુ કરવું?

જો તમે સર્ટિફિકેટ માટે ઑનલાઇન અપ્લાઇ કરવા માંગતા હોવ, તો આ પગલાંઓને અનુસરી શકો છો:
 1. પરિવહન સેવા વેબસાઇટની મુલાકાત લો, જે માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયની અધિકૃત વેબસાઇટ છે.
 2. 'ઑનલાઇન સર્વિસ' વિકલ્પ પર ક્લિક કરીને વેબસાઇટ પર વાહનો સંબંધિત વિભાગ પર જાઓ.
 3. રાજ્ય પસંદ કરો, ત્યાર બાદ તમારી કારનો રજિસ્ટ્રેશન નંબર દાખલ કરો અને આરટીઓ પસંદ કરો.
 4. ત્યારબાદ, 'ફિટનેસ સર્ટિફિકેટ માટે અપ્લાઇ કરો' વિકલ્પ પસંદ કરો. 'આગળ વધો' બટન પર ક્લિક કરતા પહેલા આપેલ સૂચનાઓ કાળજીપૂર્વક વાંચવી જરૂરી છે.
 5. વન-ટાઇમ પાસવર્ડ પ્રાપ્ત કરવા માટે તમારી કારનો ચેસિસ નંબર અને તમારો રજિસ્ટર્ડ મોબાઇલ નંબર દાખલ કરો.
 6. ઓટીપી સબમિટ કર્યા પછી, તમે તમારી કારની વિગતો જોઈ શકશો. વિગતોની ચકાસણી બાદ, અમુક વિગતો દાખલ કરો જેનાથી વધુ વિગતે જાણી શકાય તમારો વાહન ઇન્શ્યોરન્સ.
 7. આ વિગતો સબમિટ કરો, ચુકવણીનો વિકલ્પ પસંદ કરો અને ફી ની ઑનલાઇન ચુકવણી કરો.
 8. તમને એપ્લિકેશન નંબર અને ચુકવણીની રસીદની એક કૉપી પ્રાપ્ત થશે.
 9. એપ્લિકેશન નંબર અને અન્ય જરૂરી ડૉક્યૂમેન્ટ સાથે તમારા આરટીઓ પર જાઓ અને તમારા વાહનનું નિરીક્ષણ કરાવો. જો નિરીક્ષણ દરમિયાન કોઈ સમસ્યા જાણમાં આવે છે, તો જ્યાં સુધી રિપેરીંગ કરવામાં ન આવે ત્યાં સુધી આરટીઓ દ્વારા સર્ટિફિકેટ આપવામાં આવશે નહીં.

સર્ટિફિકેટ ઑફલાઇન મેળવવા માટે:

 1. તમે સર્ટિફિકેટ માટે ફોર્મ સરકારના ઑનલાઇન પોર્ટલ અથવા આરટીઓમાંથી મેળવી શકો છો
 2. ફોર્મ ભરો અને આરટીઓમાં સબમિટ કરતા પહેલાં જરૂરી ડૉક્યૂમેન્ટને સાથે જોડો
 3. સબમિટ કર્યા પછી, સર્ટિફિકેટ માટે ફી ચૂકવો
 4. આરટીઓ દ્વારા જણાવવામાં આવેલ તારીખે, તેમના દ્વારા તમારા વાહનનું નિરીક્ષણ કરાવો
તમે ઑનલાઇન અને ઑફલાઇન બંને રીતે તમારા ફિટનેસ સર્ટિફિકેટને રિન્યુ કરી શકો છો. ઑનલાઇન પ્રક્રિયા માટે, નવા સર્ટિફિકેટ માટે અપ્લાઇ કરવા માટેના પગલાંઓ જ અનુસરવાના રહે છે. તમારે નવા સર્ટિફિકેટ માટે અપ્લાઇ કરવાના બદલે માત્ર 'ફિટનેસ રિન્યુઅલ માટે અપ્લાઇ કરો' વિકલ્પ પસંદ કરવાનો રહેશે. જરૂરી વિગતો સબમિટ કર્યા પછી અને જરૂરી ચુકવણી કર્યા પછી, નિરીક્ષણ માટે તમારી કાર લઇને આરટીઓ પર જાઓ અને સર્ટિફિકેટને રિન્યુ કરાવો. ઑફલાઇન પ્રક્રિયા માટે, તમે સરકારી વેબસાઇટ અથવા આરટીઓમાંથી ફોર્મ મેળવી શકો છો. ફોર્મ ભરો, ડૉક્યૂમેન્ટ સબમિટ કરો, ફી ચૂકવો અને આરટીઓ દ્વારા તમારી કારનું નિરીક્ષણ કરાવો.

વાહનનું ફિટનેસ સર્ટિફિકેટ અને કાર ઇન્શ્યોરન્સ વચ્ચે શું સંબંધ છે?

તમારી કાર માટે નવું સર્ટિફિકેટ જારી કરવા માટે અથવા તેના રિન્યુઅલ માટે આરટીઓમાં તમારું ફોર-વ્હીલર ઇન્શ્યોરન્સ ડૉક્યૂમેન્ટ રજૂ કરવું ફરજિયાત છે. તાજેતરના નિર્ણયોમાં જણાવવામાં આવ્યા અનુસાર, જો વાહનનું ફિટનેસ સર્ટિફિકેટ ન હોય તો પણ પૉલિસીધારકને વળતર ચૂકવવું એ ઇન્શ્યોરરની જવાબદારી છે [1]. જો કે, કારના જવાબદાર માલિક અને પૉલિસીધારક તરીકે, કોઈપણ બિનજરૂરી ઝંઝટથી બચવા માટે તમારી કારના ફિટનેસ સર્ટિફિકેટને સમયાંતરે રિન્યુ કરાવવું સમજદારીભર્યું પગલું છે, જેથી જરૂરિયાતના સમયે તમને સલાહ આપી શકાય કે તમે કાર ઇન્શ્યોરન્સનો ક્લેઇમ કરો. *

તારણ

આ પગલાંઓની મદદથી, તમે નવું વાહન ફિટનેસ સર્ટિફિકેટ મેળવી શકો છો અથવા તમારા હાલના સર્ટિફિકેટને રિન્યુ કરી શકો છો. સર્ટિફિકેટ માટે કાર ઇન્શ્યોરન્સ જરૂરી ડૉક્યૂમેન્ટ હોવાથી, તમારી પાસે તે હોવું મહત્વપૂર્ણ છે. જો ન હોય તો, તમે ઑનલાઇન કાર ઇન્શ્યોરન્સ કૅલ્ક્યૂલેટર નો ઉપયોગ ક્વોટ મેળવવા કરી શકો છો અને તમારી પૉલિસી ખરીદો. *સ્ટાન્ડર્ડ નિયમો અને શરતો લાગુ ઇન્શ્યોરન્સ એ આગ્રહની વિષયવસ્તુ છે. લાભો, બાકાત, મર્યાદાઓ, નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે, કૃપા કરીને વેચાણ પૂર્ણ કરતા પહેલાં સેલ્સ બ્રોશર/પૉલિસી નિયમાવલીને કાળજીપૂર્વક વાંચો.

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 5 / 5. વોટની સંખ્યા: 18

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે