રિસ્પેક્ટ સિનીયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144 સર્વિસ ચૅટ: +91 75072 45858

અંગ્રેજી

Claim Assistance
Get In Touch
Bike Insurance GST Rates in 2022
19 ફેબ્રુઆરી, 2022

ભારતમાં બાઇક ઇન્શ્યોરન્સ પર જીએસટી

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, અથવા સામાન્ય રીતે જેને જીએસટી તરીકે ઓળખવામાં આવે છે, તે ભારતમાં ખૂબ જ પ્રતીક્ષિત ટૅક્સ સુધાર હતો. જીએસટી હેઠળ ટ્રેડ કરવામાં આવતી અથવા સર્વિસ તરીકે ઑફર કરવામાં આવતી લગભગ તમામ વસ્તુઓને આવરી લેવામાં આવે છે, અને તેથી રોજિંદા વપરાશની વસ્તુઓ પર ટૅક્સની વસૂલી સરળ બનાવવા માટે એક સકારાત્મક પગલું છે. આમાં બાઇક ઇન્શ્યોરન્સ પણ શામેલ છે. જીએસટીના અમલીકરણ પહેલાં, એકથી વધુ ટૅક્સ વસૂલવામાં આવતા હતા, જેનો બોજ ખરીદનારે ઉઠાવવો પડતો હતો. તેવું જ બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસીઓ સાથે હતું. પરંતુ હવે, 01st જુલાઈ 2017 થી જીએસટી લાગુ કરવામાં આવ્યા બાદ તમામ માલસામાન અને સર્વિસ પર વસૂલવામાં આવતો ટૅક્સ સરળ બન્યો છે. તમે જ્યારે ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ, ખરીદો ત્યારે, તે ઇન્શ્યોરન્સ કંપનીઓ દ્વારા તમારી બાઇકના નુકસાનની ભરપાઈ કરવા માટે આપવામાં આવતી સર્વિસ છે. તેથી, તેની પર જીએસટી લાગુ પડે છે.

બાઇક ઇન્શ્યોરન્સ પર જીએસટી

જીએસટી પરિષદ દ્વારા વિવિધ પ્રૉડક્ટ અને સર્વિસ માટે લાગુ દરો નક્કી કરવામાં આવે છે. બાઇક અથવા ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ એક સર્વિસ છે, તેથી બાઇક ઇન્શ્યોરન્સના પ્રીમિયમ પર જીએસટીનો દર 18% છે. જીએસટી વ્યવસ્થામાં વિવિધ પ્રકારના પ્રૉડક્ટ અને સર્વિસ માટે 0%, 5%, 12%, 18% અને 28% એમ પાંચ અલગ દરો છે. ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ માટે અગાઉના સર્વિસ ટૅક્સનો દર જે 15% હતો, તેના કારણે પ્રીમિયમની રકમમાં ચોક્કસપણે 3% સુધીનો વધારો થયો છે. કૃપા કરીને નોંધ કરો કે ટૅક્સ કાયદા મુજબ જીએસટીમાં ફેરફાર થઈ શકે છે. આને એક ઉદાહરણ દ્વારા સમજીએ. ધારો કે તમે જીએસટીના અમલીકરણ પહેલાં બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદી છે. થર્ડ-પાર્ટી પૉલિસીનું પ્રીમિયમ, જે આશરે રૂ. 1000 હતું, તેની પર લાગુ ટૅક્સનો દર 15% હતો, અને આમ, કુલ રકમ રૂ. 1150 હતી. પરંતુ હવે જીએસટીનો સુધારો લાગુ પડયા બાદ, તે જ થર્ડ પાર્ટી બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસી, કે જેની કિંમત રૂ. 1000 હતી, તે હવે તમને લાગુ 18% ટૅક્સ દરને લીધે રૂ. 1180 માં પડશે. પરંતુ, જ્યારે તમે ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ ઑનલાઇન ખરીદો છો, ત્યારે ઇન્શ્યોરન્સ કંપનીઓ આવા ટૅક્સ દરના વધારાને સરભર કરવા માટે જરૂરી ઘટાડો કરી શકે છે, જેના પરિણામે ઘટે છે તમારી બાઇક ઇન્શ્યોરન્સની કિંમત. આમ, જ્યારે તમે ઑનલાઇન ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદો છો ત્યારે, ટૅક્સમાં થયેલા વધારાની ચોખ્ખી અસરને આપવામાં આવેલ છૂટ દ્વારા સરભર કરી શકાય છે. આ વચેટિયાઓની દખલ દૂર થવાને કારણે શક્ય છે, કારણ કે ઇન્શ્યોરન્સ કંપની દ્વારા તમને સીધી જ ઇન્શ્યોરન્સ પૉલિસી વેચવામાં આવે છે. ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પર જીએસટીની અસર થતી હોવા છતાં, યોગ્ય પ્રકારનો ઇન્શ્યોરન્સ પ્લાન પસંદ કરવો મહત્વપૂર્ણ છે. થર્ડ-પાર્ટી કવર અને કોમ્પ્રિહેન્સિવ કવર, એમ બે પ્રકારમાંથી તમે પસંદ કરી શકો છો. કોમ્પ્રિહેન્સિવ પ્લાન પોતાને થયેલ નુકસાન તેમજ થર્ડ-પાર્ટીની કાનૂની જવાબદારીઓ માટે સંપૂર્ણ કવરેજ પ્રદાન કરે છે. જ્યારે થર્ડ-પાર્ટી કવરેજના કિસ્સામાં તે માત્ર ત્રાહિત વ્યક્તિઓ માટેની કાનૂની જવાબદારીઓ સુધી જ મર્યાદિત છે. તેથી, તેને લાયેબિલિટી-ઓન્લી પૉલિસી પણ કહેવામાં આવે છે. લાયેબિલિટી-ઓન્લી પૉલિસીઓનું પ્રીમિયમ Insurance Regulatory and Development Authority of India (IRDAI) દ્વારા નક્કી કરવામાં આવે છે, અને આ નિર્ધારિત દર ઉપરાંત 18% નો જીએસટી વસૂલવામાં આવે છે. આ જ રીતે કોમ્પ્રિહેન્સિવ પ્લાનમાં પણ સંપૂર્ણ પ્રીમિયમ, એટલે કે થર્ડ-પાર્ટી પ્રીમિયમ તેમજ પોતાની નુકસાનીના પ્રીમિયમ પર 18% જીએસટી વસૂલવામાં આવે છે. જીએસટીની ચોક્કસપણે તમારા ઇન્શ્યોરન્સ કવરેજની કિંમત પર અસર થાય છે, પરંતુ તેના આધારે પૉલિસી ખરીદવાનો નિર્ણય ન કરવો જોઈએ. તમારે ખરીદીને અંતિમ રૂપ આપતા પહેલાં, સમાવિષ્ટ તેમજ અને બાકાત બાબતોની સાથે સાથે પૉલિસીની વિશેષતાઓને પણ ધ્યાનમાં લેવી જોઈએ. ઇન્શ્યોરન્સ એ વિનંતીનો વિષય છે. લાભો, બાકાત, મર્યાદાઓ, નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે, કૃપા કરીને ખરીદતાં પહેલાં સેલ્સ બ્રોશર/પૉલિસી નિયમાવલીને કાળજીપૂર્વક વાંચો.

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 0 / 5. વોટની સંખ્યા: 0

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે