રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144| સર્વિસ: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858

અંગ્રેજી

Claim Assistance
Get In Touch
Car Insurance Claim Inspection
29 સપ્ટેમ્બર , 2020

કાર ઇન્શ્યોરન્સ ક્લેઇમનું નિરીક્ષણ: તેને કેવી રીતે કરવું?

એકવાર અકસ્માતની જાણ કર્યા પછી, કાર ઇન્શ્યોરન્સ કંપની તમને સીધા નુકસાન માટે વળતર આપતી નથી. તે માટે એક પ્રક્રિયા છે જેને તમારે અનુસરવાની રહેશે, જે ઑટો ઇન્શ્યોરન્સ ક્લેઇમ દાખલ કરવાથી શરૂ થાય છે અને તેની સ્વીકૃતિ અથવા દુર્ભાગ્યપૂર્ણ સ્થિતિમાં અસ્વીકાર સાથે સમાપ્ત થાય છે. આ પ્રક્રિયાનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે - ઑટો ઇન્શ્યોરન્સ ક્લેઇમ નિરીક્ષણ. કાર ઇન્શ્યોરન્સ ક્લેઇમ પ્રક્રિયાના કેટલાક પાસાઓ અહીં આપેલ છે.
  1. કાર ઇન્શ્યોરન્સ ક્લેઇમ કરવાની પૂર્વ-જરૂરિયાતો
અકસ્માતમાં તમારા વાહનને થયેલા નુકસાન માટે ઇન્શ્યોરન્સનો ક્લેઇમ દાખલ કરવા માટે, તમારી પાસે હોવી જોઈએ એક કોમ્પ્રિહેન્સિવ કાર ઇન્શ્યોરન્સ પૉલિસી . આનું કારણ એ છે કે બેસિક થર્ડ-પાર્ટી લાયેબિલિટી પૉલિસી માત્ર થર્ડ-પાર્ટીને થયેલા નુકસાન અથવા ઈજાઓ સામે જ વળતર આપે છે. કોમ્પ્રિહેન્સિવ પૉલિસી ખરીદવી એકથી વધુ રીતે લાભદાયી સાબિત થઈ શકે છે. તે તમારી કારને અકસ્માત, કુદરતી અને માનવસર્જિત આપત્તિઓને કારણે થયેલા નુકસાન, ચોરી, સ્વયં-હાનિ વગેરે સામે ઇન્શ્યોરન્સ આપે છે. માત્ર એટલું જ નહીં, તમે સંબંધિત ઍડ-ઑન ખરીદીને તમારી વર્તમાન પૉલિસીને પણ બહેતર બનાવી શકો છો. જો કે, તમારે ડ્રાઇવિંગ કરી વખતે દરેક કાયદાનું પાલન કરવું જોઈએ, તો જ તમારો ઇન્શ્યોરન્સ ક્લેઇમ સ્વીકારવામાં આવશે. આનો અર્થ એ છે કે જો તમે માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ વગર ડ્રાઇવિંગ કરતા હતા અથવા ડ્રાઇવિંગ કરતી વખતે માદક પદાર્થોનો ઉપયોગ કર્યો હતો, તો તમારો ક્લેઇમ નકારવામાં આવશે.
  1. અકસ્માત દરમિયાન
જ્યારે કોઈ અકસ્માત થાય, ત્યારે તેમાં સંડોવાયેલા લોકો સુરક્ષિત/સ્વસ્થ છે કે નહીં તે તપાસો. જો દરેક વ્યક્તિ સુરક્ષિત હોય, ત્યારબાદ તમે થયેલ નુકસાન પર ધ્યાન આપી શકો છો. અકસ્માત દરમિયાન પુરાવા માટે ફોટા ક્લિક કરવા અથવા વિડિયો બનાવી લેવા પણ અન્ય મહત્વપૂર્ણ બાબત છે. તમે જ્યારે ક્લેઇમ દાખલ કરો છો ત્યારે આ ઉપયોગી થશે. આગામી પગલું અકસ્માત વિશે તમારી ઑટો ઇન્શ્યોરન્સ કંપનીને જાણ કરવાનું છે. જો તમારી કાર ડ્રાઇવ કરી શકવાની પરિસ્થિતિમાં હોય, તો કદાચ તમારે તેને ગેરેજ પર લઈ જવી પડશે. જો તેમ ના થઈ શકે, તો તેને ઇન્શ્યોરરના નેટવર્ક ગેરેજ પર અથવા તમારી પસંદગીના કોઈ એક ગેરેજ પર ટો કરીને લઈ જવામાં આવશે.
  1. અકસ્માત પછી
એક ચકાસણી પ્રક્રિયા થશે જેમાં નિયુક્ત કરેલ ક્લેઇમ નિરીક્ષક તમારા ડૉક્યૂમેન્ટની તપાસ કરશે, તમારા વાહનની તપાસ કરશે અને ઘટનાના તમામ પાસાઓની ચકાસણી કરશે. તપાસ દુર્ઘટના પછી તરત જ થાય છે, જેમાં નિરીક્ષક અમુક બાબતોને લગતા પ્રશ્નો પૂછશે, અને તેમાં મુખ્ય બાબત હશે અકસ્માત પછી કાર ઇન્શ્યોરન્સ ક્લેઇમ . તમે દરેક પ્રશ્નોના જવાબો પ્રામાણિકતાથી આપો એ મહત્વપૂર્ણ છે. નિરીક્ષણ પ્રક્રિયા પૂર્ણ થયા પછી, તેઓ ઇન્શ્યોરન્સ કંપનીને એક રિપોર્ટ મોકલશે. ક્લેઇમ નિરીક્ષકના ઇનપુટના આધારે, ઇન્શ્યોરન્સ કંપની નક્કી કરશે કે તમારો ક્લેઇમ મંજૂર કરવામાં આવશે કે નકારવામાં આવશે. એકવાર ક્લેઇમ મંજૂર થઈ ગયા પછી, ઇન્શ્યોરર સીધા ગેરેજને, જો ગેરેજ તેના નેટવર્કનો ભાગ હોય તો, તેને ચુકવણી કરશે. જો તમે તમારી કારને તમારી પસંદગીના ગેરેજ પર લઈ ગયા હોવ, તો તમને તે રકમની ભરપાઈ કરવામાં આવશે. સંપૂર્ણ ક્લેઇમ નિરીક્ષણ પ્રક્રિયા એ ક્લેઇમની પ્રામાણિકતા તપાસવા માટે કરવામાં આવે છે. તેથી, ધીરજ રાખો અને ક્લેઇમની રકમ મેળવવા માટે આ પ્રક્રિયાને નિષ્ઠાપૂર્વક અનુસરો. સૌથી મહત્વનું, હંમેશા સુરક્ષિત રીતે અને કાયદાનું પાલન કરીને ડ્રાઇવ કરો.  

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 5 / 5. વોટની સંખ્યા: 18

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે